ગુમરાહ - ભાગ 6 Jay Dharaiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગુમરાહ - ભાગ 6

વાંચકમિત્રો આપણે પાંચમા ભાગમાં જોયું હતું કે એક કાળો કોટ પહેરેલો વ્યક્તિ મયુર ને બોલાવીને નેહાને એક ગુલાબમાં મેસેજ આપવા કહે છે.અને આ મેસેજમાં એવું તો શું હશે?શું આ મેસેજ આપનાર હકીકતમાં નેહાનો ચાહનાર કોઈ હશે? હવે આગળ શું થશે એ જાણવા વાંચો આગળ!

ગુમરાહ - ભાગ 6 શરૂ

મતલબ આ વ્યક્તિ તમારા નજીકનો જ કોઈક છે કદાચ આ નેહા નો બોયફ્રેન્ડ તો નહીં હોય ને કે પછી નેહા નો પાગલ આશિક પણ હોઈ શકે છે" ઇન્સ્પેકટર જયદેવ વિચારતા વિચારતા બોલ્યા.

"અરે ના સર નેહા કોલેજમાં જ ક્યાં આવતી હતો એ તો માત્ર પરીક્ષા આપવા આવતી હતી અને તેનો સ્વભાવ મને ખબર છે કે તે તો તેની કલાસ ની છોકરીઓ સાથે પણ વાત નહોતી કરતી એમાં બોયફ્રેન્ડ અને આશીક તો ના જ હોય શકે"

"હા મયુર એ વાત પણ છે તું મને એક વાત કે તે વ્યક્તિનો ચહેરો તે જોયો હતો?"

"અરે ના સર એ વ્યક્તિએ આખા મોઢા ઉપર કાળા કલરનું કપડું વીંટેલું હતું જેથી માત્ર તેની આંખો જ દેખાતી હતી"

"ઓકે કાંઈ નહિ મયુર પછી આગળ શું થયું એ વ્યક્તિ તને ગુલાબ આપીને નીકળી ગયો પછી?"

"પછી કાંઈ નહિ સર સવારના સમયે હું ગયો કોલેજ પર અને મેં નેહાને આપી દીધું એ મેસેજ વાળું ગુલાબ અને આગળ તો પછી તમને ખબર જ છે"

"હા પણ મને એક વાત સમજ ના પડી મયુર આ ગુલાબ તું નેહાને કોઈ બીજી જગ્યાએ પણ આપી શકતો હતો અને કા પછી કોઈ શાંત જગ્યાએ પણ આપી શકાતું કેમ્પસ માં વરચો વરચ જ આ ગુલાબ આપવાની શું જરૂર હતી?"

"અરે સર તમારી વાત સાચી છે હું તેને બીજે પણ ફૂલ આપી શકતો હતો પણ ત્યારે અમારી પરીક્ષા ચાલતી હતી અને અને બગીચામાં પણ કામ ચાલતું હતું અને કોલેજ ની બહાર તો નેહા કોઈની સાથે વાત પણ નહોતી કરતી એટલે પછી મેં તેને કેમ્પસમાં જ ગુલાબ આપ્યું" મયુરે જવાબ આપ્યો.

"ઓકે પણ પછી આ મેસેજ વાળું ગુલાબ આપતી વખતે તે નેહા ને કાઇ કીધું તો હશે જ ને?"

"હા સર મેં જ્યારે એને ગુલાબ આપ્યું ત્યારે મેં તેને કહ્યું પણ કે આ ગુલાબ હું તને એક મુસીબતના કારણે આપૂ છું અને આ ગુલાબ માં એક સિક્રેટ મેસેજ છે અને એક વ્યક્તિએ મને તને આઈ લવ યુ કહેવાનું કહ્યું છે.છતાં તે નેહાએ કાંઈ પણ વિચાર્ય વગર મને ગાલ પર લાફો મારી દીધો"

"પણ મયુર સાચું કહેજે તે એ ગુલાબ માં રહેલો મેસેજ વાંચેલો હતો તારા ઘરે તું એ ગુલાબ લઈને ગયો ત્યારે?"

"ના સર એ મેસેજ મેં નહોતો વાંચ્યો કારણ કે એ વ્યક્તિએ મને ધમકી આપી હતી કે જો તે એ મસેજ વાંચ્યો તો પછી તારો પરિવાર ખૂબ જ મોટી પ્રોબ્લેમ માં મુકાઈ જશે અને અને આ બીકથી સર મેં એ મેસેજને નહોતો વાંચ્યો"

"પણ મયુર મને એક વાતનો જવાબ આપને જો તે નેહાને ગુલાબ આપ્યું અને મેસેજ પણ અપાયો તો નેહાએ તો તને લાફો મારી દીધો મતલબ વાત સીધી છે કે તેને એ ગુલાબ અને મેસેજ તો લીધા નહિ હોય ને એ તારી પાસે જ હશે ને?"

" ના સર! નેહાને ગુસ્સો આવ્યો એટલે તેને એ ગુલાબ અને મેસેજ ફાડી ને ફેંકી દીધા."

"પણ આ ઘટના પછી જે વ્યક્તિએ તને કોલ કર્યો હતો એ વ્યક્તિનો કોઈ કોલ આવ્યો હતો પાછો?"

"અરે ના સર તે વ્યક્તિનો કોલ નહોતો આવ્યો અને મેં તેને સામેથી કોલ કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો"

"ઓકે તો મયુર નેહાએ જે કાગળ ફાડીને ફેંક્યું હતું તેના ટુકડા કોલેજ માં હશે જ ને કચરાપેટીમાં?"

"હા સર જરૂર હશે મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી અમારા કોલેજના કેમ્પસ માં ચર કચરાપેટી છે અને અમારી કોલેજ માં દર સાત દિવસે કચરો લેવા ગાડી આવે છે એટલે એ ચાર કચરાપેટીમાંથી એકમાં તો કાગળ ના ટુકડા મળી જ જશે"

"ઓકે તો મયુર એ વ્યક્તિએ તને જે હોસ્પિટલ પાસે આ ધમકી અને મેસેજ આપેલો ત્યાં મને લઈ જા"

"હા સર ચલો" આટલું કહીને મયુર અને ઇન્સ્પેકટર જયદેવ ત્યાં સીટી હોસ્પિટલ પહોંચે છે.અને તરત જ હોસ્પિટલ ની અંદર બધા જાય છે.

"હું જયદેવ ત્રિપાઠી ક્રાઇમ બ્રાન્ચ માંથી આવું છું" ઇન્સ્પેકટર જયદેવે રિસેપ્સનિસ્ટને પોતાનું આઇડી કાર્ડ બતાવતા કહ્યું.

"હા સર બોલો હું તમારી શું સહાયતા કરી શકું?"

"મારે તમારી હોસ્પિટલ ના છેલ્લા પાંચ દિવસના સીસીટીવી ફુટેજ જોઈએ છે"

"સોરી સર અમે કોઈ પણ વ્યક્તિએ એ ફૂટેજ ના આપી શકીએ એ અમારા નિયમોની વિરુદ્ધ છે"

"અરે હું ઇન્સ્પેકટર જયદેવ ત્રિપાઠી છું અને એક કેસ ના મામલામાં અમારે એ સીસીટીવી જોવા છે બોલાવો તમારા મુખ્ય વ્યક્તિને! હું વાત કરીશ તેની સાથે"

"ઓકે સર સોરી તમે રૂમ નંબર 12 મા જાવ ત્યાં તમને સીસીટીવી ફૂટેજ મળી જશે."

"મદદ માટે આભાર" આટલું કહીને ઇન્સ્પેકટર જયદેવ અને મયુર બન્ને લોકો રૂમ નંબર.12 માં જાય છે અને ત્યાં પૂરું સીસીટિવી ફુટેજ જોવે છે અને જેમ મયુરે વાત કરી હોય છે તે બધું સીસીટીવી માં જોવા મળે છે.હવે ઇન્સ્પેકટર જયદેવ આ ફૂટેજ ને પોતાની પેન ડ્રાઇવમાં લઈને સીધા એમ.કે.આર્ટ્સ કોલેજ પહોંચે છે.અને ત્યાં ઇન્સ્પેકટર જયદેવ કોન્સ્ટેબલ વરુણ અને તેમની ટીમના બધા લોકોને ત્યાં કોલેજ બોલાવી લે છે.

"હા તો હવે બધા લોકો મારી વાત સાંભળો આપણે લોકોએ અહીંયા આ કચરાપેટીઓમાંથી એક કાગળ ગોતવાનું છે." ઇન્સ્પેકટર જયદેવ બોલ્યા.

"અરે જયદેવ સર આપણે પોલીસ છીએ કચરો ભેગાકરવાવાળા નથી એ તમને ખબર હોવી જોઈએ" કોન્સ્ટેબલ વરુણ બોલ્યો.

"અરે વરુણ એ મને પણ ખબર છે પણ આ નેહા ના કેસને રિલેટેડ છે એટલે આપણે કરવું પડશે અને તને ના ગમે તો તું જઇ શકે છે" જયદેવ ગુસ્સેથી બોલ્યા.

"અરે સર મારો કહેવાનો એ મતલબ નહોતો પણ આ કચરાપેટીમાં તો હજારો કાગળો હશે તો કેવી રીતે એ કાગળ ગોતીશું હું એમ કહું છું"


ગુમરાહ - ભાગ 6 પૂર્ણ

ઇન્સ્પેકટર જયદેવ શું કામ આ કાગળ ગોતાવી રહ્યાં છે?આ કાગળમાં શું લખેલું હશે?આ કાગળને ગોતીને શું ગુનેગાર મળી જશે?શું આટલા બધા ઉકરડામાંથી તેમને એ કાગળ મળી શકશે?શું એ કાગળ ગોતીને તેમને કોઈ હાથ લાગશે કે પછી આ કોઈની સાજીશ છે પોલીસને ગુમરાહ કરવાની?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"!

તમને જો આ નવલકથાનો છઠો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.