દિલ કા રિશ્તા A LOVE STORY - 27 તેજલ અલગારી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દિલ કા રિશ્તા A LOVE STORY - 27

ભાગ- 27

( આગળ જોયું કે બ્રેક પડતા જ બધા કોલડ્રિન્ક પીવે છે તેજલ ના અડધા વધેલા ગ્લાસ માંથી કોઈ નું ધ્યાન ન હોઈ એમ રોહન કોલડ્રિન્ક પીવે છે જેથી એના હોઠ પર લિપસ્ટિક લાગી જાય છે જે જોઈ રશ્મિ ખૂબ દુઃખી થાય છે પણ એ અત્યારે ચૂપચાપ બધું સહન કરે છે અને કપલ રાઉન્ડ ની તૈયારી કરે છે બધા પાર્ટનર પસંદ કરે છે રશ્મિ એ વિચાર્યું કે જો રોહન અત્યારે પાર્ટનર તરીકે તેજલ ને પસંદ કરશે તો એ હમેશા માટે એના રસ્તા માંથી દૂર થઈ જશે એવું વિચારે છે સંજય રોહન ને પાર્ટનર પસંદ કરવા કહે છે બધા નું ધ્યાન રોહન પર છે કે રોહન કોને પાર્ટનર માટે પસંદ કરે છે જોઈએ આગળ )

બધા નું રોહન તરફ ધ્યાન છે ઓડિયન્સ પણ ઉત્સાહિત છે કે કોણ કોના પાર્ટનર બનશે અને આગળ કેવી ધમાલ હશે રોહન તેજલ તરફ જુવે છે બધા રોહન તરફ જુવે છે રોહન હજી કાઈ બોલે પેલા જ તેજલ વિચારે છે કે એને મને ચિડવવા ની બહુ મજા આવી એમ ને તો લે બચ્ચું તું પણ હવે કારણ કે તેજલ પણ કાઈ કમ ના હતી એને પણ રોહન ને ચીડવવાનું નક્કી કર્યું અને રોહન બોલે પેલા તેજલ જ બોલી હું મારા પાર્ટનર તરીકે અજય ને પસંદ કરું છું... એમ કહી તેજલ અજય ની બાજુ માં ઉભી જાય છે તેજલ આટલું બોલતા જ બધા ના મોઢા ખુલ્લા રહી ગયા કારણ કે બધા ને એમ જ હતું કે કપલ રાઉન્ડ તો તેજલ અને રોહન પાર્ટનર બની ને જ રમશે રોહન પણ આભો બની ગયો એને તો વિચાર્યું પણ નહતું કે તેજલ આવો ઝટકો આપશે એને તો કઈ કેટલાય સપના જોઈ લીધા હતા તેજલ સાથે રમવા ના તો એને તો કાપો તો ઇ લોહી ના નીકળે એવી પરિસ્થિતિ હતી પણ અજય એ તો આટલું સાંભળી ઠેકડો માર્યો કે વાહ દાંડિયા કવીન સાથે રમવાનો મોકો મળશે એ બહાને પોતે પણ લોકો ની નજરે ચડશે એને તો તેજલ સાથે ઉત્સાહિત થઈ હાથ મિલાવ્યો ને કહ્યું વેલકમ પાર્ટનર ચલો હમ અપને આગે કી લડાઈ કી તૈયારી કરતે હે એમ કહી બન્ને હાથ પકડી બધા ને ચીડવતા બાય બાય કહી અને જાય છે પૂજા અને સંજય રોહન નું મોઢું જોઈ જોરજોર થી હસી પડે છે પૂજા કહે રેવા દો મહાશય હજી ઘણી ફિલ્ડિંગ ભરવાની બાકી છે એમ કહી ફરી હસવા લાગે છે અને એનો હાથ પકડી પોતે પણ બીજી બાજુ જાય છે રોહન તો આશ્ચર્ય માં હતો કે તેજલ આમ કરી જ કેમ કરી શકે પછી એને ઝબકારો થયો કે આ ત્યારે રશ્મિ ને કહેલા શબ્દો નો બદલો તો નથી ને???? ઓકે તો મેડમ ને જલન થઈ તો હવે એનો વિચાર પણ મને જલાવવા નો છે રોહન ને બધું સમજાય ગયું હોય એમ રહસ્યમય હાસ્ય સાથે કહે છે કે હા હા ઠીક છે અને તેજલ ને સંભળાય એમ બોલ્યો કે આમ પણ હું પણ રશ્મિ ને જ પસંદ કરવાનો હતો એ સાંભળી તેજલ ફરી ગુસ્સે થાય છે અને મો મચકોડી અજય સાથે વાત કરવા લાગે છે રોહન એ રશ્મિ ને કહ્યું કેમ પાર્ટનર આપીશ ને મને સાથ ??? રશ્મિ એ મુસ્કુરાતાં કહ્યું કે હંમેશા આપીશ એમ કહી એનો હાથ પકડે છે એ તો હજી અસમંજસમાં જ હતી કારણ કે એ તો રોહન ની રાહ જોતી હતી કે એ કોને પસંદ કરે પણ આ તો તેજલ એ જ નિર્ણય સંભળાવી દીધો જો કે એ હજુ એને અટપટું લાગતું હતું કે કેમ એવું કર્યું પણ એને તો એના સવાલ નો જવાબ હજી પણ નહોતો મળ્યો પણ એ ખુશ હતી કે એ અને રોહન પાર્ટનર છે બધા તૈયાર થઈ જાય છે અને એનાઉન્સમેન્ટ થાઈ છે

એનાઉન્સર - આપ સૌ તૈયાર હશો તમારા પાર્ટનર સાથે એવી આશા રાખું છું અને હવે અહીંયા થી શરૂ થાય છે કપલ રાઉન્ડ.....

તેજલ એ અજય ને કહ્યું કે આપણે જીતવાનું છે ઓકે તો પૂરતી કોશિશ કરજે કે આપણે જીતીએ

અજય - અરે કોશિશ શુ આપણે જ જીતીશું હવે તો વટ નો સવાલ છે તો જીતેગે હમ હમ હી જીતેગે......યલગાર હો....

સામે પક્ષે રોહન અને રશ્મિ પૂજા અને સંજય પણ તૈયાર છે બધા મહેમાનો પોતાના પાર્ટનર સાથે રમવા આવે છે

સ્ટેજ પર થી ગીત ની શરૂવાત થાય છે

હે થનગનતો મોરલો એની પરદેશી છે ઢેલ
ખમ્મા રે વાલમજી મારા રે તે ખરો કરાવ્યો મેળ..

ગોરી રાધા ને કાળો કાન ગરબે ઘૂમે ભૂલી ભાન
રાધા નું રૂપ છે કાનુડા ની પ્રીત છે......

બધા રમવાનું ચાલુ કરે છે તેજલ તો પોતાના અંદાજ પ્રમાણે અનોખી જ અદા થી રમી રહી હતી હા અજય તેજલ જેટલો સારો ખેલૈયો નહોતો પણ તેજલ ને પૂરો સાથ આપવાની કોશિશ કરી રહ્યો હતો રોહન અને રશ્મિ પણ ખુબજ સરસ રમી રહ્યા હતા રાસ એકદમ જામ્યો હતો બધા જાણે દિલ થી એન્જોય કરી રહ્યા હતા એ સાફ દેખાતું હતું તેજલ રમતા રમતા પણ રોહન ને ચીડવતી જાય છે પણ રોહન એ નક્કી કર્યું કે એને તો કઈ જોયું જ નથી એવું વર્તન કરવાનું છે તેજલ એને ચીડવવા માંગે છે પણ રોહન પણ કાઈ કમ ના હતો તેજલ પણ જાણી ગઈ હતી કે રોહન જાણી જોઈ ને આવું વર્તન કરે છે એ જ આંખ મિચોલી વચ્ચે રાસ ની રમઝટ ની સ્પીડ વધી અને ગીત આવ્યું

પેલા કાળિયા હારે રાહડે નહિ રે રમું

હે.. એક તો કાનો કાળિયો છે ને ઉપર થી છે ચોર

એવા ચોર હારે રાહળે નહિ રે રમું

એક તો જશોદા ના દુધડા ચોર્યા
દુધડા ચોર્યા ને મનડા મોહયા
હે... જશોદા એ એને માફ કર્યો હું કરું સીધો દોર

આવા ચોર હારે રાહડે નહિ રે રમું

આ સાથે જ ખેલીયા ની પણ સ્પીડ વધી તેજલ અજય રશ્મિ ને રોહન પૂજા અને સંજય એટલા સરસ કપલ સ્ટેપ કરી રહ્યા હતા કે જોનારા મંત્રમુગ્ધ થઈ ગયા

ત્યાં જ ચલતી ચાલુ થઈ

અરે રે મેરી જાન હે રાધા
તેરે પે કુરબાન મેં રાધા
રહ ના સકુંગા તુજસે દૂર મેં

જબ ભી બને તું રાધા શ્યામ બનુંગા
જબ ભી બને તું સીતા રામ બનુંગા
તેરે બીના આઘા સુબહ શામ રહુંગા
આસમાં પે રાધા રાધા નામ રટૂંગા...

અરે રે મેરી જાન હે રાધા......

ત્યાં તો જાણે પાણી સરકે એટલી સ્પીડ થી રમી રહ્યા હતા ખૂબ જ એનર્જેટિક રમત બાદ રાઉન્ડ પૂરો થયો

બધા પરસેવે રેબઝેબ હતા વેઈટર દોડી અને બધા માટે પાણી લઈ અને પહોંચી જાય છે ત્યાં તેજલ ના પર્સ માં રહેલ સાયલન્ટ મોડ પર રહી ગયેલો ફોન ની રિંગ વાગી રહી હતી એક ખરાબ સમાચાર તેજલ ની વાટ જોઈ રહ્યા હતા એ વાત થી અજાણ તેજલ એનો મિત્રો સાથે ગપ્પા મારી રહી છે.....

ટ્રીન.....ટ્રીન........

TO BE CONTINUE......

( કોણ હશે આજ નો વિનર ????? ક્યાં ખરાબ સમાચાર તેજલ ની વાટ જોઈ રહ્યા હતા ????? શુ એ સમાચાર થી રંગ માં ભંગ પડશે કે તેજલ આ હરીફાઈ ના અંત સુધી રમી શકશે????? શુ થશે આગળ એ જાણવા વાંચતા રહો દિલ કા રિશ્તા.......



માતૃભારતી ના વાચકો ને જણાવતા ઘણું દુઃખ થાય છે કે માતૃભારતી પર આ સ્ટોરી નો છેલ્લો ભાગ હું રજૂ કરું છું સ્ટોરી તો હજી આગળ લખીશ પણ હવે એ માતૃભારતી પર નહિ લખું કારણ કે અહીંયા નું અમુક ઓડિયન્સ વાંચવા કરતા લોકો ને પરેશાન કરવા માટે હોઈ એવું લાગી રહ્યું છે મેં પેલા પણ જણાવ્યું કે ના ગમતી હોઈ સ્ટોરી તો જણાવો કે શું ખોટું છે આમાં અથવા ના જ ગમતી હોઈ તો ના વાંચો છતાં પણ અમુક અપવાદ રૂપી લોકો રેગ્યુલર વાંચે છે અને સ્ટાર ઓછા આપે છે તો જ્યાં આવું ઓડિયન્સ હોઈ ત્યાં હું મારી સ્ટોરી લખી અને મારી સ્ટોરી નું અપમાન કરવા નથી માંગતી આભાર આપ સૌ એ આટલો પ્રેમ અને સાથ આપ્યો એ બદલ



અલવિદા મિત્રો