ભાગ-26
(આગળ જોયું કે બધા ને આશ્ચર્યચકિત કરી રોહન એ પણ તેજલ ને બરાબર ટક્કર આપી છે અને હવે બધા આતુરતા થી 3 રાઉન્ડ ની રાહ જુવે છે જે કપલ રાઉન્ડ છે અને 10 મિનિટ માં ચાલુ થવાનો છે હવે જોઈએ આગળ)
10 મિનિટ માં રાઉન્ડ શરૂ થવાનો હોઈ છે એટલે થોડી વાર બધા આરામ કરવા માટે બેસે છે રશ્મિ રોહન ની બાજુ માં આવી ને બેસે છે રોહન રમી ને તરત આવ્યો હોવા થી પસીને રેબઝેબ છે રશ્મિ રૂમાલ થી એના મોઢા પર થી પસીનો લૂછે છે રોહન માટે એ કઈ નવું ના હતું કારણ કે રશ્મિ હમેશા આ રીતે જ એનું ધ્યાન રાખતી ઓફીસ માં પણ, પણ તેજલ ત્રાસી નજરે જોવે છે એને ખબર નહિ આ ગમતું નહોતું શા માટે એના થી એ પોતે પણ અજાણ હતી ન બસ ગમતું ના હતું કે કોઈ રોહન ની નજીક જાય એટલે એને થોડા અણગમા સાથે બીજી તરફ મોઢું ફેરવી લે છે કેટરિંગ બોય કોલડ્રિન્ક લઈ ને આવે છે બધા કોલડ્રિન્ક પીવે છે રશ્મિ પણ એક ગ્લાસ લઈ અને રોહન ને આપે છે ત્યાં કોલડ્રિન્ક પૂરું થઈ જાય છે એ બીજું લેવા જાય છે રશ્મિ એ કહ્યું રોહન તું થકી ગયો છે તું લે હું બીજું આવે એમાં થી લઈ લઈશ એ ફરી તેજલ નું ધ્યાન પડે છે બીજા કોઈ નું તો ધ્યાન નથી પણ તેજલ ના હાવભાવ રોહન જાણી જાય છે કે અત્યારે મેડમ ઈર્ષા થી સળગી રહ્યા છે તો એને બળતા માં ઘી હોમયુ અને રશ્મિ ને ફોર્સ કરે છે કે હું એ લઈ લઈશ તું લે ને અને તેજલ ને સંભળાઈ એમ થોડું જોર થી બોલે છે કે તને મૂકી ને હું એકલો કેમ પિય શકું ??? આટલું સાંભળી ને રશ્મિ તો ખુશી અને આશ્ચર્ય ના ભાવ થી રોહન સામે જુવે છે?? રશ્મિ કહે સાચે જ ??? તું મને મૂકી ને ના પીવે?? રોહન કહે હાસ્તો વળી તારા વિના હું પિય શકું?? એ સાંભળી રશ્મિ તો આકાશ માં ઉડવા લાગી કારણ કે તમારા મનગમતા વ્યક્તિ ના મોઢે 2 પ્રેમભર્યા શબ્દો તમને સ્વર્ગ ની અનુભૂતિ કરાવે છે જે રશ્મિ પણ કરી રહી હતી પણ એજ વાત જ્યારે તેજલ એ સાંભળી ત્યાં તો તેજલ ની આંખો માંથી જાણે આગ વર્ષે છે એ ગુસ્સા માં બીજી તરફ ફરી અને કોલડ્રિન્ક પીવા લાગે છે રોહન ને આ જોઈ એકદમ હસવું આવે છે તો રશ્મિ અને પૂજા બેય રોહન સામે જોવા લાગે છે કે આને શુ થયું રશ્મિ એ ઈશારા થી પૂછ્યું શુ થયું ?? રોહન કહે કઈ નહિ એમ જ પણ રોહન ને અંદર થી તો બહુ જ મજા પડી ગઈ કારણ કે તિર નિશાને લાગ્યું હતું...
તેજલ ગુસ્સા માં અડધું કોલડ્રિન્ક પી અને અડધું પાછું ટ્રે માં મૂકી દે છે રશ્મિ ને એના આંટી નો ફોન આવે છે એ વાત કરવા થોડી દૂર જાય છે કારણ કે અહીંયા ઘોંઘાટ હતો ત્યાં વેઈટર બધા ગ્લાસ પાછા લઈ ને જાય છે ત્યાં રોહન એને બોલાવે છે અને તેજલ એ મુકેલો અડધો ગ્લાસ લઈ લે છે અને કહે છે તું જા વેઈટર કહે પણ સર એ તો તેજલ મેડમ નો ગ્લાસ છે હું તમને બીજો લાવી આપું છું
રોહન - અરે પાગલ એ અમૃત છે તને નહિ સમજાય તું જા
વેઈટર પણ હસી પડે છે અને કહે છે ઓકે સર
રોહન એ જોયું તો તેજલ એ ની લિપસ્ટિક નું નિશાન હતું જે તેજલ એ કોલડ્રિન્ક પીધું ત્યારે ત્યાં લાગી જાય છે રોહન એ સ્માઈલ કરી અને એજ જગ્યા થી પીવાનું ચાલુ કર્યું તેજલ નું અચાનક ધ્યાન પડે છે કે રોહન એના અડધા મુકેલ ગ્લાસ માંથી કોલડ્રિન્ક પી રહ્યો છે અને એની લિપસ્ટિક નું નિશાન એના હોઠ પર લાગી ગયું છે જે તેજલ એ કોલડ્રિન્ક પીવા સમયે ગ્લાસ પર લાગ્યું હતું તેજલ નો બધો જ ગુસ્સો પળવાર માં ગાયબ થઈ ગયો એને ખબર પડી ગઈ કે રોહન એને ચિડવવા માટે જ એવું બોલી રહ્યો હતો તેજલ રોહન ને એ જણાવવા જાય છે કે રોહન ના હોઠ પર લિપસ્ટિક લાગી ગઈ છે ત્યાં જ રશ્મિ ફોન માં વાત કરી ને આવે છે તેજલ અટકી જાય છે રોહન કોલડ્રિન્ક પી અને ગ્લાસ બાજુ માં મૂકી દે છે રશ્મિ જુવે તો રોહન ના હોઠ પર લિપસ્ટિક નું નિશાન છે એને જોયું તો નીચે 3 ગ્લાસ પડેલા હતા એક એનો એક રોહન નો અને એક વધારે. રશ્મિ એ વિચાર્યું અહીંયા તો મારો અને રોહન નો ગ્લાસ હતો 3 જો ક્યાં થી આવ્યો?? એને ધ્યાન થી જોયું તો એ ગ્લાસ પર હજી પણ થોડુ લિપસ્ટિક નું નિશાન હતું જે રોહન ના હોઠ પર લાગેલી હતી રશ્મિ એ તેજલ સામે જોયું એને પણ એજ લિપસ્ટિક કરેલી હતી રશ્મિ ના દિલ માં તેલ રેડાયું એની આંખો માંથી આંસુ બહાર આવવા તલપાપડ હતા પણ એને પોતાની જાત પર કન્ટ્રોલ રાખ્યો અને રોહન ના હોઠ પર થી પોતાના રૂમાલ વડે લિપસ્ટિક લૂછી રોહન એ કહયુ
રોહન - શુ કરે છે રશ્મિ??
રશ્મિ - કઈ નહિ તારા હોઠ પર લિપસ્ટિક લાગેલી હતી એ સાફ કરું છું કોઈ જોવે તો ખરાબ લાગત અને તારી મજાક ઉડાવત એટલે.. આટલું તો રશ્મિ માંડ બોલી શકી ત્યાં પૂજા એને બોલાવે છે એટલે એ ચાલી ગઇ રોહન એ વિચાર્યું બાલ બાલ બચે કોઈ એ જોયું હોત તો મજાક ઉડાવી ને મારા શુ હાલ કર્યા હોત રશ્મિ એ બચાવી લીધો....
રશ્મિ ના દિલ પર અત્યારે શુ વીતી રહી છે એ તેજલ ના પ્રેમ માં પાગલ રોહન ને દેખાઈ જ નહોતું રહ્યું એ શા માટે આટલો ખ્યાલ રાખે છે રોહન નો એના તેજલ તરફ ના પ્રેમ અને વર્તણુક થી રશ્મિ ને કેટલું દુઃખ થતું હશે એ રોહન ને ખબર જ નહતી રશ્મિ એ પણ સમજી ગઈ કે ત્યારે જે વાત સાંભળી અને આટલી ખુશ થઈ રહી હતી એ રોહન તેજલ ને ઈર્ષા થાય એ માટે કહી રહ્યો હતો અત્યારે રોહન ભલે જાણતો ના હતો કે એની એવી કોઈ ઈચ્છા નહતી કે એ રશ્મિ ને દુઃખી કરે પણ અજાણ્યે પણ એ અત્યારે રશ્મિ ને ઘણું દુઃખ પહોંચાડી રહ્યો હતો પણ રશ્મિ પણ અત્યારે મજા ના બગડે માટે દિલ પર પથ્થર રાખી અને હસતું મોઢું રાખી રહી હતી...
ત્યાં જ ફરી એનાઉન્સમેન્ટ થાય છે
એનાઉન્સર - ફરી આપણું સ્વાગત કરતા અહીંયા થી કપલ રાઉન્ડ ની 5 મિનિટ માં શરૂવાત કરીશું તો આપ સૌ પોતાના પાર્ટનર પસંદ કરી લો આપની પાસે 5 મિનિટ નો સમય છે...
સંજય એ પૂજા નો હાથ પકડી લીધો કે મેં તો મારો પાર્ટનર લાઈફ ટાઈમ માટે પસંદ કરી લીધો ચાલો રોહન, અજય, રશ્મિ હવે તમેં લોકો પણ પસંદ કરી લો રશ્મિ એ વિચાર્યું કે હું સામે થી આજ રોહન પાસે નહિ જાવ આ છેલ્લી કોશિશ છે એ જાણવા ની કે રોહન કોને પ્રાયોરિટી આપે છે મને કે તેજલ ને.... અને જો એ તેજલ ને પસંદ કરશે તો હવે હું એ બન્ને ની વચ્ચે નહિ આવું કારણ કે જેમાં મારા રોહન ની ખુશી એમાં જ મારી ખુશી એટલું વિચાર્યું ત્યાં જ એક આંસુ એની આંખ માંથી ખરી પડ્યું પણ એને કોઈ નું ધ્યાન ન પડે એમ તરત લૂછી નાખ્યું અજય એ કહ્યું ચાલ રોહન તું પસંદ કર પાર્ટનર પછી હું કરું સંજય એ રોહન ના કાન પાસે જઈ ધીમે થી મજાક કરી કહ્યું - રોહન તારે તો બેય હાથ માં લાડવા છે એક તરફ રશ્મિ ને એક તરફ તેજલ ખોટ માં ક્યાંય નથી રોહન હસવા લાગ્યો અને એને તેજલ અને રશ્મિ ની સામે જોયું બધા રોહન તરફ જોવા લાગ્યા કે રોહન કોને પસંદ કરશે........
TO BE CONTINUE.......
( રશ્મિ એ પોતાના મન માં જ નક્કી કરેલી રોહન ની પરીક્ષા માં રોહન પાસ થશે ખરો ???? કપલ રાઉન્ડ માટે રોહન કોને બનાવશે પોતાનો પાર્ટનર????? કપલ રાઉન્ડ ની કેવી હશે ધમાલ ???? કોણ હશે આજ ની હરીફાઈ નું વિજેતા??? એ જાણવા ઉત્સુક છો ???? તો વાંચતા રહો દિલ કા રિશ્તા અને આપનો અમૂલ્ય પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ...
આપને કેવી લાગી રહી છે આ લવ સ્ટોરી એ વિશે ભલે ઓછા શબ્દો માં પણ આપનો પ્રતિભાવ જરૂર આપશો😊😊😊😊