જીંદગી kakdiya vaishu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

જીંદગી

એક નાનું એવું પરિવાર જેમાં પ્રવીણ અને વીરા અને તેના ત્રણ બાળકો સાથે એક ખુશ મિજાજ વાળુ પરિવાર હતું. જેમાં તેની બે છોકરી અને એક છોકરો. નિશા, માયા અને રાજુ ખૂબ જ હોશિયાર હતાં. ધીરે ધીરે તનને જીંદગી આગળ વધતી જતી હતી. અને આ બધુ પ્રવીણ અને વીરા આ જોઇ રહ્યા હતા અને ચિંતા માં પણ હતાં. જેમ જેમ છોકરાં મોટા થઈ રહ્યાં હતા એમ એમ એમની ચિંતા વધતી જતી હતી.

શાળા, કોલેજ, પૂરી કરી હવે નીશા,માયા મમ્મી ને ઘર ના કામ માં મદદ કરતાં અને રાજુુ ઓફીસ માં પપ્પા ને મદદ કરાવતો. રાજુ જેમ જેમ ઓફીસ જવા લાગ્યો તેંમ તેમ તેને વધારે કામ સમજમાં આવવાં લાગ્યું હતું.

એક દિવસ એવો આવ્યો કે તને પૈસા કમાવા ની વધારે પડતી જ લાલશ જાગી અને તે પૈસા માટે કાંઈ પણ કરવા લાગ્યો. તે ભાન ભૂલી ગયો હતો. અને ખાલી પૈસા કમાવા સિવાય બીજું કંઈ દેખાતું જ ન હતું. એક બાજું નિશા અનિકેત સાથે પ્રેમ થઈ જાય છે. અને નિશા ની જીદ હોય છે કે અનિકેત સાથે જ લગ્ન કરવાં બીજા કોઈ સાથે નહીં. અને અનિકેત ને ખાલી ટાઈમ પાસ જ હોય છેઃ ઍને નિશા નહીં પણ નિશા નાં પૈસા જ જોતાં હોય છે જેથી તે પૈસા થી તે પોતાની ખરાબ વ્યસન, પાર્ટી આપવી બીજા દોસ્તો ને બસ આ જ કારણ હતું નિશા સાથે લગ્ન નું પણ નિશા તો તેને ખૂબ જ પ્રેમ કરતી હોય છે.

આં બધી વાત ની જાણકારી પ્રવીણ ને વીરા ને ખબર જ હોય છે. પણ તેવો નિશા ને સમજવી થાકી ગયા હતા છતાં નિશા સમજવા તૈયાર નહોતી. અને આ બાજું રાજુ પણ પૈસા ની લાલશ માં બધું જ ગુમાવી દે છે. આ બધી વાત થી પ્રવીણ વીરા અને માયા જાણ હોવાં છતાં કાંઇ કરી શકતાં નથી. છેવટે નિશા ભાગી જાય છે અને અનિકેત સાથે લગ્ન કરી લે છે. અને જેમ દિવસ પસાર થતાં જાય તેમ તેને સમજાતુ જાય છે કે મમ્મી પપ્પા બરોબર કહેતાં હતાં મે જે ભુલ કરી છે એ હવે માફી માંગવા લાયક નથી. અને તેને અનિકેત નાં જે દુઃખ સહન કરતી હતી તે હવે તેનાં થી સહન નહોતું થતું. અને તેં અનિકેત ને છોડી દે છે અને પાછી મમ્મી પપ્પા પાસે આવી જાય છે.


અને રાજુ પાસે પણ કાંઇ બચ્યું નહોતું અટલે તેને પણ યાદ આવ્યું કે આ સમય મારા મમ્મી પપ્પા સિવાય કોઈ સાથ જ નહીં આપે અને તે પણ આવતો રહે છે.
અને આખરે માતા પિતા તો માતા પિતા હોય છે એને તે બંને ને માફ કરી સાથે રહેવા લાગ્યાં હતાં. અને એક સારો છોકરો ગોતી પ્રવીણ અને વીરા એ નિશા અને માયા ને પરણાવી દીધાં. અને એક રાજુ માટે પણ એક સારી છોકરી જે રાજુ ને પસંદ આવે તેવી રાજુ પણ પરણાવી દે છે. અને પ્રવીણ ને વીરા વિચાર આવે છે નાનાં મોટાં સુખ દુઃખ થી પસાર થઈ આપડે અહિયાં સુંધી આવી ગયાં આ જ છે જીંદગી.....