અંધશ્રદ્ધા સાથે નો સંબંધ kakdiya vaishu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંધશ્રદ્ધા સાથે નો સંબંધ


અંધશ્રદ્ધા આજ નાં આ આધુનિક યુગમાં પણ અંધશ્રદ્ધા જોવા મળે છે. કોઈ પણ બાબત હોય પણ માણસ તેને અંધશ્રદ્ધા સાથે સરખાવે છે. નાની બાબત હોય કે પછી મોટી પણ અંધશ્રદ્ધા પેલાં દેખાય છે. એક અલગ પ્રકાર નો સંબંધ લાગે જયારે માણસ અંધશ્રદ્ધાની વાત કરે છે. જે સારી બાબત નથી માણસ ને પણ ખબર છે કે આ એક કુટેવ ખરાબ આદત છે. આની અસર બધાં પર ખરાબ જોવા મળે છે આ અંધશ્રદ્ધા ને લીધે કેટલાં લોકો હેરાન પરેશાન થાય છે. છતાં માણસ તેની પાછળ ભાગે છે. જે વસ્તુ ની જરૂર નથી છતાં માણસ તેને સામે લાવીને ને રાખે છે.
જોવા જેવુંં તો એ છે કે ભણેલો ગણેલો માણસ પણ અંધશ્રદ્ધા માં માને છે. નોકરી નો મળે તો કહે પેલાં બાબા ને બતાવીએ નોકરી કેમ નથી મળતી. પેલી વિધી કરાવીએ નોકરી કેમ નથી મળતી. પણ આપણે આપણાં મન થી કોઈ દિવસ વિચાર કર્યો કે આની પાછળ કારણ ઘણાં બધાં હોય શકે છે.
કાં મારી પાસે જેટલું જોઈએ છીએ તેટલું ભણતર નથી,મને તે નોકરી માટે જે આવડવું જોઈએ તે મને નથી આવડતું. કાં તે નોકરી ને હું લાયક નથી અને કાં તે નોકરી મારા લાયક નથી. આવું પણ બની શકે છે. પણ નાં આવાં બધાં વિચાર કરી હું પોતાને ખોટો સાબીત શું કામ કરુ?? હું શું કામ કહું મને આ નથી આવડતું. મારે તો બધાં સામે સાચું સાબીત થવું છે જે હું નથી તો પણ જે હું નથી કરી શકતો શકતી તે વિધી દ્વારા કરીશ અને આવું જ બધાં કરતાં હોય પણ છે.

કોઈ નાં લગ્ન નાં થતાં હોય તો માણસ ને અંધશ્રદ્ધા જ દેખાય છે. આં વિધી કરો એટલે લગ્ન થઈ જાશે. અરે નાં આટલાં નાળિયેર ચડાવો એટલે લગ્ન થઈ જાશે. આટલાં ઉપવાસ કરો, એટલે લગ્ન થઈ જાશે. અને પેલા લૂંટવા વાળા ઢોંગી લુટતા જાય અને તે જે માંગે એ માણસ તેને આપતો જાય છે. આંખ બંધ કરી તેને બીજુ કાંઇ દેખાતું જ નથી. અને આમાં ને આમાં પોતાનુ કેટલું નુકશાન કરી બેસે છે.
કોંઈ નાં ઘરે બાળક નાં થતું હોય માણસ ને અંધશ્રદ્ધા દેખાય છે. પેલાં તો પાડોશી જ કહે બાળક કેમ નથી થતું. પછી ઘર નાં વડીલનો વારો આવે.પછી સગાંવહાલાં નો વારો આવે. પછી પાડોશી આવી ને કહેશે અહિયાં નહી ,આં જગ્યાએ જોવરાવા લઈ જાવ તે સારુ જોઈ દે છે. તે કહેશે અને ઘર નાં આવી વાત માનશે. જોવો તો ખરાં કેટલી અંધશ્રદ્ધા છે. બાળક કેમ નથી થાતું તે એક ડૉક્ટર પાસે નહિ પણ કોઈ એવાં વ્યક્તિ પાસે લઈ જવાનું જેને આપણે પુરી રીતે ઓળખતા પણ નથી.
કોઈ ને ત્યાં બીમાર વ્યક્તિ હોય તો પણ તેમાં અંધશ્રદ્ધા જ હોય છે. મને કોઈકે કાંઈ કરી નાખ્યું છે એટલે હું સાજો નથી થતો કે થતી. માથું દુખતું હોય કહેશે નજર લાગી ગઈ છે એટલે માથું બહૂ દુઃખે છે. એમાં વળી મરચા લીંબુ માથે ઉતારી ચાર રસ્તા પર મુકવા જાશે. એ કારણ નહી ગોતે કે શેના લીધે માથું દુખે છે. એવું શું કારણ હોઈ શકે જેનાથી મને આં તકલીફ છે.

ભગવાન માં શ્રધ્ધા હોવી તે અલગ વાત છે. અને શ્રધ્ધા હોવી જોઈએ. કારણ કે અમુક સવાલ નાં જવાબ નથી હોતાં. પણ માણસ સવાર થાઈ ને મંદિરે માંગવા ચાલ્યા જાય છે. રોડ પર ભીખ માંગતા ને મંદિર માં જઈ ને ભીખ માંગતા આમાં જોવા જઈએ તો કાંઈ ફેર નથી. પેલો માણસ માણસ પાસે જ ભીખ માંગે છે. બીજો માણસ મંદિરે જઈ ભગવાન પાસે ભીખ માંગે છે. આં એક પ્રકાર ની ભીખ જ કેહવાય ને કે ભગવાન મને આં કરી દે, પેલું લાવી આપ,મારી પાસે આં નથી, સામે વાળા પાસે છે. ભગવાને જેટલી જરૂરિયાત છે તેટલી હિંમત,શક્તિ ,આવડત,કામ,ખાવાનું, પીવાનું, ઘર, આપ્યું જ છે તો પણ કેમ માણસ હાથ ફેલાવીને ઉભો રહી જાય છે. ભગવાને આપણ ને આટલું વગર માંગે આપ્યું છે તે આપણ ને ઓછું પડે છે. બધાં ને જરૂરિયાત કરતાં વધારે પડતું જ જોઈએ છે. એટલે માણસ વધું પડતાં હેરાન થાય છે.

ભગવાન ને અને અંધશ્રદ્ધાને કાંઈ લેવા દેવા જ નથી. ભગવાન કયારે કોઈને કહેતાં જ નથી કે મારા માટે ઉપવાસ કરો, મારા માટે નાળિયેર ચડાવો, મને દૂધ ચડાવો, આં બધું આપડે આપડી લાલચ માટે કરીયે છીયે.

બાકી માણસ ખાલી હાથે આવ્યો છે એટલે ખાલી હાથે જ જવાનો છે. આં વાત ની બધાં ને ખબર છે. 🌷🌷🌷 આપડે બધાં એ હેમેશા એક સારા વિચાર સાથે ચાલવું જોઈયે.🌷🌷🌷