વાંચકમિત્રો આપણે ત્રીજા ભાગમાં જોયેલું કે સૂરજ દેસાઈ વરુણને ધમકી આપે છે અને આ વાતની ખબર ઇન્સ્પેકટર જયદેવને પડતા તેઓ વરુણને બે થપ્પડ મારે છે અને ત્યારબાદ જ્યારે તેઓ સ્ટેટમેન્ટ વાંચતા હોય છે ત્યારે તેમની નજર એક શબ્દ પર આવીને અટકે છે આ સ્ટેટમેન્ટ શું હતું એ જાણવા વાંચો આગળ!
ગુમરાહ - ભાગ 4 શરૂ
તેઓએ પંચનામાની અંદર દરેક લોકોએ આપેલા સ્ટેસ્ટમેન્ટને ફરીથી વાંચ્યા અને આ સ્ટેટમેન્ટ ફરીથી વાંચતા તેમાં એક શબ્દ પર તેમની નજર આવીને અટકી ગઈ.સૂરજ દેસાઈએ કહ્યું હોય છે કે હું બે મહિનાથી તો ગોવા મારી ફેમિલી સાથે હતો.હવે સુરજ દેસાઈ ના આ સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું તે જોવા માટે એમ.કે.આર્ટ્સ કોલેજની ઓફિશિયલ વેબસાઈટ માંથી સૂરજ દેસાઈની પ્રોફાઈલ ખોલીને તેમાં સૂરજ દેસાઈ ની રજાનો રેકોર્ડ જોવે છે પણ આ રેકોર્ડ જોતા જ તેઓ બિલકુલ ચોંકી જાય છે કારણ કે સૂરજ દેસાઈ છેલ્લા એક વર્ષથી એક રજા પણ કોલેજમાંથી લીધેલી હોતી નથી.રાત ના 1.30 વાગ્યા હોય છે અને ઇન્સ્પેકટર જયદેવ તુરંત જ સૂરજ દેસાઈ પાસે પૂછતાછ કરવા જાય છે.
"અરે સર સોરી હું થોડોક ડરી ગયો હતો એટલે મારાથી બોલાય ગયું હવે હું આગળથી ધ્યાન રાખીશ મને હવે મારતા નહિ" સૂરજ દેસાઈ ગભરાતા ગભરાતા બોલ્યો.
"એ બધી વાત જવા દો સૂરજ દેસાઈ પણ તમે મને ખોટું સ્ટેટમેન્ટ કેમ આપ્યું મને લાગે છે તમે પોલી ને ગુમરાહ કરવાની કોશિશ કરી રહ્યા છો!" ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઈ ને કડક શબ્દોમાં કહ્યું.
"અરે ના સર મેં કાંઈ ખોટું સ્ટેટમેન્ટ નથી આપ્યું મારી સગી દીકરીના સમ ખાઈને કહું છું" સૂરજ દેસાઈ બોલ્યા.
"હું કોઈ પણ વાત સબૂત વગર કરવા આવતો જ નથી યાદ કરો સૂરજ દેસાઈ તમે અમને સ્ટેટમેન્ટ માં એમ કહેલું હતું કે થોડાક સમયથી હું મારી ફેમિલી સાથે ગોવા ફરવા ગયો હતો પણ મેં કોલેજ ની ઓફિશિયલ વેબસાઈટ ઉપર તમારી પ્રોફાઈલ માં રજા નું જોયું તો તમે તો છેલ્લા એક વર્ષમાં એક પણ રજા નથી લીધી" જયદેવ ગુસ્સામાં બોલ્યા.
"અરે હોય જ ના શકે!! સર મને લાગે છે કે કોઈ મને ફસાવવા માંગે છે" સૂરજ દેસાઈ નાટક કરતા બોલ્યો.
"અરે હવે તો માની જા સૂરજ દેસાઈ તને કોઈ ફસાવવા માંગતું નથી પણ જો તું આમ ને આમ પોલીસને ખોટું બોલતો રહ્યોને તો તું જરૂરથી આ કેસમાં ફસાઈ જઈશ એટલે જે સત્ય છે એ મને કહે જલ્દીથી" જયદેવે સૂરજ દેસાઈ ને કહ્યું.
" મને માફ કરી દો અને હા સર હું તમને બધી વાત જણાવું છું પણ આ ખૂન ને નથી કર્યું અને"
"અરે તમને જે પૂછવામાં આવતુંયુ તેનો જવાબ આપો તમારી સફાઈ નથી માંગી મેં મને માત્ર એ વાતનો જવાબ આપો કે આ હત્યાના બે દિવસ પહેલા તમે કોલેજમાં હતા કે નહીં" ઇન્સ્પેકટર જયદેવ બોલ્યા.
"હા સર બે દિવસ પહેલા હું કોલેજમાં જ હતો અને નેહા અને મયુર વરચે જે ઝઘડો થયેલો તેની પણ ખબર છે" સૂરજ દેસાઈએ જયદેવ ને કહ્યું.
"હા તો અમે જ્યારે ઘટના સ્થળે તમારું સ્ટેટ્મેન્ટ લીધું ત્યારે તમે જૂઠું કેમ બોલ્યા અને જૂઠું બોલ્યા તો બોલ્યા અમારા ગયા પછી તમે તરત જ શું કામ જનક ને ધમકાવવા લાગ્યા હતા?આ બધી બાબતો તમારી તરફ જ ઈશારો કરે છે કે આ ખૂન તમે કર્યું હશે" ઇન્સ્પેકટર જયદેવે સૂરજ દેસાઈ ને કહ્યું.
"ના ઇન્સ્પેકટર મેં ખૂન નથી કર્યું"
"અરે તમને પૂછવામાં આવે તેનો જવાબ આપો કે તમે જનકને અમારા ગયા પછી શું કામ ધમકાવતા હતા?" ઈંસ્પેક્ટર સૂરજ દેસાઇએ કડક શબ્દોમાં પૂછ્યું.
"સર મને લાગતું હતું કે જો આ વાતની ખબર પોલીસ અને કોલેજના બધા વિધાર્થીઓ અને લોકોને પડશે તો અમારી કોલેજની રેપુટેશન ડાઉન થઈ જશે પણ જનકે પોલીસ બોલાવ્યા એટલે મેં હું તેને ધમકાવતો હતો"
"તમારી જેવા નિમ્ન કક્ષાના પ્રોફેસરોને કારણે જ પોલીસ આવા કેસોમાં ગુમરાહ થતી હોય છે.અને અત્યારે જ્યારે એક યુવાન છોકરીની ડેડ બોડી મળી આવા સંજોગોમાં પણ તમને કોલેજની ઈજ્જતની પડી છે તમેં પ્રોફેસર કહેડાવવાને લાયક જ નથી સૂરજ દેસાઈ"
આટલું કહીને ઇન્સ્પેકટર જયદેવ પાછા ત્યાંથી બહાર નીકળ્યા હજુસુધી ઇન્સ્પેકટર જયદેવને એવું લાગતું હતું કે સૂરજ દેસાઈ નો આ કેસમાં જરૂરથી કોઈ હાથ હશે પણ સૂરજ દેસાઇ સાથે વાતચીત કર્યા બાદ હવે સૂરજ દેસાઈ પણ ગુનેગાર નહોતા તો અસલી ગુનેગાર છે કોણ છે?આ સવાલ સાથે જ તેમનો આ દિવસ પણ સમાપ્ત થઈ જાય છે.
બીજા દિવસે સવારે ઇન્સ્પેકટર જયદેવ પોલીસ સ્ટેશનમાં આવ્યા અને મયુરને બોલાવ્યો.જ્યારે મયુર પોલીસ સ્ટેશનમા આવ્યો ત્યારે તે ધ્રૂજતો હતો અને સવાર ના ઠંડા વાતાવરણમાં તેના કપાળ પર ચમકી રહેલો પરસેવો તેના ડરને દર્શાવી રહ્યો હતો.
"બેસ મયુર" ઇન્સ્પેકટર જયદેવ બોલ્યા.
"હા સર થેન્ક યુ મારું શું કામ પડ્યું અહીંયા પોલીસ સ્ટેશનમાં?" મયુર ગભરાઈને બોલ્યો.
"મારે નેહા મર્ડર કેસ મામલે થોડીક પૂછતાછ કરવી છે એટલે તને અહીંયા બોલાવ્યો છે"
"હા સર હું જરૂરથી તમને સહકાર આપીશ અને મને જે કાંઈપણ ખબર હશે તે હું તમને સાચેસાચું જણાવીશ"
"ઓકે મયુર તો મને એ કહે કે તું નેહા ને કેટલા સમયથી ઓળખે છે?"
"સર નેહાને હું છેલ્લા એક વર્ષથી ઓળખું છું"
"ઓકે! ગુડ તો મયુર આ દિવસોમાં નેહા નો કોઈની સાથે ઝઘડો થયેલો કોલેજમાં?"
"અરે સર પણ નેહા એક શાંત છોકરી હતી અને મને જ્યાં સુધી ખબર છે તે કોઈની સાથે ઝઘડો તો શું ઊંચા અવાજે વાત પણ નહોતી કરતી"
"તો પછી મયુર મારા લેપટોપમાં આ વિડિઓ છે એ જોઈ લેને એકવાર" ઇન્સ્પેકટર જયદેવ CCTV ફૂટેજ બતાવતા બોલ્યા.
મયુર આ પૂરો વિડિઓ જોઈ લે છે અને આ વિડિઓ જોયા બાદ મયુર એકદમ ગભરાઈ જાય છે.
ગુમરાહ - ભાગ 4 પૂર્ણ
હવે જોવાનું એ રહે શું મયુર જ નેહાનો કાતિલ છે?મયુર શું કામ ઇન્સ્પેકટર જયદેવને જૂઠું બોલ્યો?નેહા અને મયુરનો આ સીસીટીવી ફૂટેજ જોયા બાદ મયુર હવે આગળ શું કરશે?શું ઇન્સ્પેકટર જયદેવ આગળ કાર્યવાહી કરશે?
આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો રહસ્ય અને રોમાંચથી ભરપૂર નવલકથા "ગુમરાહ"!
તમને જો આ નવલકથાનો ચોથો ભાગ પસંદ આવ્યો હોય તો જરૂરથી મને તમારો પ્રતિભાવ આપજો જો કોઈ ખામી જણાય તો પણ જરૂરથી સૂચન આપજો.