Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 3

“પણ શું…..?” નુર અને કાયરા બન્ને એક સાથે જ બોલ્યા.

“મારે એક બોયફ્રેન્ડ છે કિશન. તમે પ્લીઝ એના વિશે કાઈ ખરાબ ગંદુ બોલો એ પહેલા એ સાંભળી લો કે હું એની સાથે તરત જ લગ્ન કરવાની છું….”

રીમાના એ શબ્દો અમને બધાને તીરની જેમ ખૂંચી ગયા.

“સાલી હરામી….. ” નુર બરાડી “તને પુલાવ, પાઉભજી, બિયર એ બધું ખાવા પીવામાં તો એ કિશન ન નડયો હવે જ્યારે અમે મોટી ચોરીનું વિચાર્યું ત્યારે તને આ બધું સુજ્યું???” નુર કાયરાને ગળાથી પકડ્યો.

“નુર….. એ એની જિંદગી છે.” ગળાને છોડાવતા મેં કહ્યું. “એને જીવવાનો પૂરો હક છે.”

“દોસ્ત, મને આ બધી ચોરી, બિયર અને પુલાવમાં જે મળ્યું એના કરતાં કિશનએ મને એક જ મહિનામાં ઘણું બધું આપ્યું છે. એ મળી એ પછી જ મને સમજાયું કે જીવન શું છે….”

“તારું ભાષણ બન્ધ કર વાંદરી…….” નુર ફરી રીમા તરફ ધસી…… “તું નીકળ અહીંથી નહિતર તારી અને તારા બોયફ્રેન્ડના બન્નેના હાલ દા્રકાના દરિયાકિનારે કાલે સવારે પોલીસ ફોટા પાડતી હશે.”

મને પણ રીમા ઉપર ગુસ્સો આવ્યો હતો પણ નુર એના ઉપર હાથ ઉપાડે એ પહેલા હું રીમાને બહાર લઈ ગઈ

અને એને મેં રવાના કર્યા….

એકાદ મહિના સુધી તો નુર અને હું રીમા અને ખાસ તો કિશનને ગાળો દેતા રહ્યા. કાયરા એ બાબતમાં ખાસ કંઈ બોલતી નહિ એ માત્ર પ્લાનિંગ જ કરતી રહેતી. અને એક દિવસ અમને એક જબરજસ્ત આયોજન મળી ગયું…

પ્લાન મુજબ જ અમે ત્રણેય એક મોટી ચોરી કરવામાં સફળ રહ્યા.

“ક્યાં ખોવાઈ ગઈ યાર????” નુરે મારા ગાલ જોરથી થપથપાવ્યા…. “હમણાંથી પૈસા કેમ વાપરવા એનું પ્લાન કરવા લાગી કે શું?” નુર ખડખડાટ હસી.

એકાએક, એનું એ હાસ્ય, ખખડધજજ મારુતિનો અવાજ, અમદાવાદના રસ્તાઓ ઉપર વાગતા હોર્નના અવાજ મારા કાનમાં આવીને ધસી ગયા. હું વર્તમાનમાં આવી ગઈ….

“કાઈ નહિ યાર….”

એ પછી અમે કેટલીયે વાત કરી. આખી રાત ગાડી ચાલતી રહી. સવારે ચારેક વાગ્યે અમે જામનગર પહોંચ્યા ત્યાં સુધી અમારી એકેયની આંખમાં ઊંઘ ન આવી.

જામનગરમાં અમે એક હોટેલમાં જઇ રૂમ રાખી. મને થોડી થોડી ઊંઘ આવતી હતી એટલે મેં સીધા જ બાથરૂમમાં જઈને નાહી લીધું.

નાહીને મેં કપડાં બદલ્યા ત્યા મને અચાનક યાદ આવ્યું કે નુર રૂમમાં નહોતી.

“નુર ક્યાં ગઈ?”

“પુલાવ લેવા.” પહેલી ચોરી કરીને નુર પુલાવ અને બિયર લઈ આવી હતી એ પછી નુરને પુલાવ ફેવરિટ થઈ ગયો હતો.

“મારી એક વાત સાંભળ.” કાયરા એકાએક ગંભીર થઈને કહ્યું.

“શુ?” ટીપોઈ પરથી બિયર ઉઠાવતા મેં કહ્યું.

“આ પૈસાના બે જ ભાગ પાડીએ તો?”

એનું એક જ વાક્ય મારા મનમાં ગોળ ગોળ ફરવા લાગ્યું. એક મોટો બંગલો એક મોંઘી કાર મારી આંખ સામે આવીને ગાયબ થવા લાગી. મારુ મન દોસ્તી એટલે શું જાણે જાણતું જ નહોતું !!!!!!

“પણ કઈ રીતે? આપણે અહીંથી ભાગી જઈએ તો નુર આપણને જીવતા જ ન છોડે કાયરા.”

“નુર હોય તો ને?” કાયરા હાથમાં બિયર લઈને ખાસું હસીને બિયર સામે જોતા બોલી.

“એટલે?”

એટલે આ બિયરમાં ઝેર…..” એક તરફ હસતા કાયરા બોલી.

“પણ અત્યારે ઝેર ક્યાંથી લાવવાનું?”

એક ઇન્જેક્શન નીકાળી કાયરા મને બતાવ્યું. આનું એક ટીપું પણ કામ તમામ કરી દેશે.

અમે એક બિયરમાં ઉપરના ભાગથી એ ઇન્જેક્શન લગાવી ઝેર અંદર ભેળવી દીધું અને નુર આવે એની રાહ અમે જોવા લાગ્યા.

આમ તો હું માણસ હતી પણ મને ક્યારેય કોઈ પ્રેમ મળ્યો જ નહોતો એટલે હું જાનવર બની ગઈ હતી. મા બાપ, ભાઈ, બહેન કોઈ ન મળ્યું ન તો કોઈ પ્રેમ કરવાવાળો બોયફ્રેન્ડ મળ્યો! નુર હતી પણ નુર ક્યાં સારી હતી? એય મારા જેવી જ હતી ને!

ક્રમશ......

( શું હશે નુર અને કાયરા નો અંજામ આગળ ની જીંદગી નો?? જોવા વાંચતા રહો કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! Part - 4 (અંતિમ ભાગ))