Featured Books
શ્રેણી
શેયર કરો

કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત ! - 2

ધીમે ધીમે હું ખરાબ રસ્તે વળતી ગઈ. હું પણ નુરની જેમ ખોટું કરતાં શીખી ગઈ. એ પછી તો બધા પુરૂષની જેમ મને પણ માન આપવું ક્યાંય ગાયબ થઈ ગયું! હું અને નુર ક્યાંય પણ જતા તો રસ્તે મળતા છોકરાઓને છેડતા.

“તું છોકરાને છેડતી ક્યારની થઈ ગઈ યાર?” નુર મને નવાઈથી બે ત્રણ વાર પૂછતી“તું તો પુરૂષોને માન આપતી હતી ને?”

“હું માન આપતી હતી તો કઈ છોકરો આવીને મારી એકાંતમાં રડતી આંખો લૂછી ગઈ એમ બોલ ને? તો પછી ખરાબ બનવામાં શુ વાંધો છે હવે?” હું એજ જવાબ એને આપતો. પછી તો નુર પણ એ સવાલ મને ન કરતી.

એ પછી અમે બંને એ નોકરી માટે તપાસ કરી પણ અમને ક્યાંય સારી નોકરી ન મળી. નુર અને હું બંને એક પ્રાઇવેટ કંપની ની ઓફિસમાં કામ કરવા લાગ્યા. ત્યાં અમને પગાર પાંચ પાંચ હજાર મળતો અને કામ સવારના આઠથી સાંજના આઠ! છ મહિના સુધી તો અમે એ નોકરી કરી પણ એ પછી અમે એ બધું સહન ન કરી શક્યા. ત્યાં અમારું ખૂબ શોષણ થતું હતું. આખરે કંટાળીને અમે બંનેએ નોકરી છોડી દીધી.

“ધત્ત તારી…. આ પણ કોઈ લાઈફ છે યાર.” બેકાર બન્યા પછી નુર બસ આજ એક વાક્ય બોલતી.

હું કઈ જવાબ આપતી નહિ. અને એ બહાર ચાલી જતી. ઘણીવાર તો રાત્રે મોડે મોડે ઘરે આવતી. એક વાર નુર એવી જ રીતે ગુસ્સામાં જમ્યા વગર બહાર ગઈ. હું રાત્રે બાર વાગ્યા સુધી એની રાહ જોતી જ રહ્યી. આખરે બાર વાગ્યે એ આવી ત્યારે એના હાથમાં ઘણું બધું હતું અને ચહેરા ઉપર સ્મિત.

“તું જમી નથી ને?” નુરે આવતા જ પૂછ્યું.

“ના હું તારા વગર કેમ જમુ?”

“લે ત્યારે હું પુલાવ અને પાઉભાજી અને સિગરેટ બીયર લઈને આવી છું. ચલ ખાઈએ.”

“તું આ બધું ક્યાંથી લાવી? અહીં ગુજરાતી ડિસના પૈસા નથી ને તું આ…..”

“ગમે ત્યાંથી લાવી તું ખા નિરાંતે પછી બધી વાત કરું…..”

અમે બન્ને એ ધરાઈને પુલાવ અને પાઉભજી ખાધા. એ પછી નુરે મને બધી વિગત આપી. નુર પૈસા ચોરી કરીને એ બધું લઈ આવી હતી. માત્ર એટલું જ નહીં એ તો પુરા વીસ હજાર રૂપિયા ચોરી લાવી હતી! અમે એ પૈસાથી પૂરો એક મહિનો એસ કરી! અને પછી તો અમને એ રસ્તો મળી ગયો!

એ પછી તો અમે બસ આવી ચોરી જ કરતા અને એસ કરતા. નવી નવી ટ્રિક, પકડાઈ ન જવાય એની સાવધાની એ બધામાં અમે ધીમે ધીમે પારંગત થઈ ગયા. નુર અને મારી સાથે ઘણી વાર રીમા પણ એ ચોરીમાં સાથ આપતી. રીમા આમ ઘર પરિવાર વાળી હતી એટલે ચોવીસ કલાક અમારી સાથે ન રહેતી પણ અઠવાડિયે એકાદ ચોરી અને એકાદ પાર્ટી અમારી સાથે કરતી.

એ પછી તો એક ચોરીમાં અમને કાયરા મળી. એ દિવસે અમે પકડાઈ જ જાઓત જો કાયરા ન મળી હોત તો અમે ત્રણેય સળિયા ગણતા હોત. પણ કાયરાનું ડ્રાઇવિંગ જ એવું હતું કે પાછળ આવનારા જખ મારે! એ દિવસે પહેલીવાર કાયરા મળી અને પહેલી જ વાર અમને મદદ કરી એ પછી એ પણ અમારી ટિમમાં ભળી ગઈ!

અમે આવી નાની નાની ચોરી કરતા હતા પણ અમારા મનમાં એક ભય હતો કે આમ કેટલા દિવસ નીકળશે? પાછળની ઉંમરે શુ અમે બધા આમ ચોરી કરી શકીશું?

એ દિવસે હું નુર અને કાયરા પુલાવ ખાતા હતા અને એક મોટી ચોરી કરીને ક્યાંક દૂર જઈને રહેવા લાગવું જોઈ એવું આયોજન કર્યું. ત્યાં જ રીમા આવી. એનો ચહેરો જોતા જ અમે સમજી ગયા કે નક્કી આજે પણ એના મા બાપે એને અમારી સાથે ન ફરવા બાબતે જ કહ્યું હશે કૈક!!!!

“શુ થયું રીમા?” મેં પૂછ્યું.

“હું હવે તમારી સાથે આ બધા કામ નઈ કરી શકું.” રીમા સીધી જ મુદ્દાની વાત કરી.

“કેમ?”

“મેં તમને બધાને કહ્યું નથી પણ…..” રીમા ખચકાતી હતી કેમ કે એ જાણતી હતી કે અમને તો પુરૂષ જાતથી જ હવે કોઈ મતલબ નહોતો રહ્યો.


ક્રમશ...


(“પણ શું…..?” નુર અને કાયરા બન્ને એક સાથે જ પૂછે છે શું હશે રીમા ની લાઈફ લાઈન? જોવા વાંચતા રહો કાશ મારે પણ એક બોયફ્રેન્ડ હોત !! Part - 3 )