મુલાકાત વિનાની મિત્રતા - 3 Gujju_dil_ni_vato દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુલાકાત વિનાની મિત્રતા - 3

પહેલાં બે ભાગમાં જોયું એ પ્રમાણે હેત અને મીરાં વચ્ચે થોડી ઘણી વાત થઈ હતી, પણ હજુય મિત્રતા નહોતી થઈ.જોઈએ હવે શું થાય છે આગળ...












હેત ફ્રેન્ડશીપ વિશે વિચારી રહ્યો હતો ત્યારે જ એને વિચાર આવ્યો એટલે એણે મેસેજ કરી દીધો. કે હા હો તમારી તો તારીફ એ લીમીટમાં રહીને કરવી પડે કયાંક તમને ગુસ્સો આવેને અમને મારવા આવી જાઓ તો🙄🙄

આ વાંચીને મીરાં હસવા લાગી ને રિપ્લાય આપે છે ના રે ના હું ના મારવા આવું હુ તો જાનથી જ મારી નાખું..

હેત : 😷એટલે જ

મીરાં : શું થયું કેમ બોલતી બંધ થઈ ગઈ.

હેત : ના કંઈ નહી એ તો ખાલી થોડોક ડર લાગી ગયો.

મીરાં : ઓહ હો, ડર લાગી ગયો એમ

હેત : હા,😐

મીરાં : સારુ કેવાય થોડો ડર જરુરી છે.😂😂

હેત : હા હો, હોવ સારુ. આતો આપડે ફ્રેન્ડસ હોત તો બતાવતો કે હેરાન કરતા મનેય આવડે છે.😏

મીરાં: અચ્છા એવું😂 પણ હવે તો આપણે ફ્રેન્ડસ છીએ જ ને

આ મેસેજ વાંચીને તો હેત આમ રાજીનો રેડ થઈ ગયો જોર જોરથી કૂદવા લાગ્યો બેડ પર કે હાશ આણે કીધું તો ખરાં કે આપણે ફ્રેન્ડસ છીએ એમ.

હેત : અચ્છા, ફ્રેન્ડસ પણ કેવા ફ્રેન્ડસ ?

મીરાં: હમ્મ.... એ તો વિચારવા વાળી વાત છે હો😂 કે ઈસ ફ્રેન્ડશીપ કો કયાં નામ દે...

હેત : હા એ જ

મીરાં : હા જો મને મળી ગયું સરસ નામ

હેત : ઓહ હો ! આટલી જલદી મળી ગયું.

મીરાં : હોવે

હેત : તો જરા અમને પણ કહો કે પછી તમારા સુધી જ રાખવાનું છે🙄

મીરાં : ના હવે, એવું નથી કહીશ જ ને...

હેત : હા તો બોલો કે પછી હમણાં મૂહુર્ત નથી😂

મીરાં : મુલાકાત વિનાની મિત્રતા...😊😊

હેત : અરે વાહ! હોવ જ મસ્ત નામ રાખ્યું છે હો બાકી ખરેખર👌👌👌

મીરાં : બસ હો બોવ મસ્કા નહી😅

હેત : અરે ના યાર સાચે કવ છું. મજાક નહી કરતો.

મીરાં : અચ્છા??

હેત : હાસ્તો

મીરાં : હશે લો અમને શું ખબર કે મજાકમાં કીધું કે સાચે

હેત : હા બસ ના માનશો એવું જ રાખો🙄

મીરાં : હા હો😂😂😂

હેત : બોલો બીજું

મીરાં : બીજું

હેત : 🙄🙄

મીરાં : 😂😂😂

હેત : બોવ ત્રાસ હો😐

મીરાં : હા એ તો સહન કરવો જ પડશે ને ફ્રેન્ડશીપ કરી છે તો..

હેત : હા કરીશું જ ને બીજો કોઈ રસ્તો કયાં છે...

મીરાં : હા તો એક સવાલ હતો તમે કહો તો પૂછી લવ ??

હેત : હવે તો તું ચાલશે😂

મીરાં : હા ઓકે

હેત : હા બોલો શું પૂછવું છે?

મીરાં : હું પણ ડોશી નથી થઈ ગઈ મને પણ તું ચાલશે.🙄

હેત : હા હા બોલીશ હવે.

મીરાં : આ બધી જે શાયરીઓ લખી છે એ કોના માટે લખી છે ?🤭

હેત : કોઈના માટે નહી.

મીરાં : હા હો ના કહેવું હોય તો કંઈ નહીં😏

હેત : અરે સાચે કવ છું કોઈના માટે નહી લખી.

મીરાં : 😏😏

હેત : એમાં મોઢા બગાડવાનું કયાં આવે છે ?? કોઈ છે જ નહી તો એ તો મને શોખ છે એટલે લખી લવ છું કોઇકવાર.

મીરાં : ઓહ એવું છે એમ.

હેત : હા એકદમ એવું જ છે.

મીરાં : હશે.

હેત : હશે નહીં, છે જ.

મીરાં : હા, પણ આમ કોઈ હશે ને ડ્રીમ ગર્લ જેવું ??

હેત : અચ્છા, એવું તો છે જ😂 ઈમેજીનેશન.

મીરાં : બસ લખે રાખો કોઈને કોઈ ઈમ્પ્રેસ થઈ જ જશે, હોવ જ મસ્ત લખે છે તું..


આ વાંચીને તો હેત એટલો બધો ખુશ થઈ ગયો ને કે વાત જ ના પૂછો. એને તો જાણે કોઈએ બોવ મોટું ઈનામ મળી ગયું હોય એવું લાગવા માંડયું. એને એમ કે હાશ આને ગમે છે લખેલું ને એ નોટીસ પણ કરે છે.
તરત જ એણે મેસેજ કરી દીધો થેંક્યુ 🙈🙈🙈


મીરાં : અરે અરે, એમાં શરમાવાનું કયાં આવે પાગલ😂😂

હેત : અરે ના એ તો તે તારીફ કરી એટલે.

મીરાં: અચ્છા તો હવે ના કરુ એમ ને?

હેત : મેં એવું કયાં કીધું કંઈ😑

મીરાં: મજાક કરુ છું હવે😂😂

હેત : તમારી મજાક બોવ ખતરનાક હોય છે😐

મીરાં : કંઈ નહીં એ તો આદત પડી જ જશે.

હેત : હા હો પડી જાય તો સારુ જ છે😂

મીરાં : સારુ ચલો ત્યારે.

હેત : ઓહ હો ચલો કયાં જવુ છે.

આ વાંચીને મીરાં મનમાં ને મનમાં હસવા લાગી ને પછી રિપ્લાય કર્યો.
કયાંય નહી હો ડાહ્યા હું સુવાની વાત કરુ છું કયાંય જવાની નહી બાય.

હેત : અચ્છા તો તારે એક આદત પાડવી પડશે.

મીરાં : શેની ?

હેત : બાય નહી કહેવાનું પછી વાત કરીએ એવું કહેવાનું.

મીરાં : સારુ સારુ પછી વાત કરીએ ખુશ ??

હેત : હા, બોવ જ😃😃😃😃

મીરાં : સારુ ચલ હવે ગુડ નાઈટ બોવ મોડુ થઈ ગયું છે.

હેત : હા ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ્સ ટેક કેર..😄

મીરાં: સેમ ટુ યુ.


હેત નેટ બંધ કરીને આંખો બંધ કરીને વિચારવા લાગ્યો કે આ બધું એક સપનું તો નથીને પણ ના સાચે માં એણે મીરાં સાથે વાતો કરી આજે અને એ સાચે માં બવ જ ખુશ હતો એ બસ એ મેસેજીસ ને યાદ કરીને મનમાં ને મનમાં જ ઘણો ખુશ થઈ રહ્યો હતો.😁 અને આવતીકાલ ની જ રાહ જોઈ રહ્યો હતો કે હવે કયારે મીરાં જોડે વાત થાય.



કોઈના જોડે એમ ને એમ વાતો કરવાની હોય તો બહું મજા આવે નહી.


પણ જો આપણા ખાસ મિત્રો કે પછી કોઈ ખાસ વ્યક્તિ જોડે વાતો કરવાની હોત તો કોઈ પણ જાતના ટોપિક વગર કલાકોના કલાકો સુધી ગપ્પાં મારી શકાય.


હવે તો હેત અને મીરાં ફ્રેન્ડસ બની ગયા હતા એટલે બેય જણા એકબીજાથી પહેલાં કરતા હોવ જ સારી રીતે વાતો કરી શકતા હતા. એકબીજા ને હોવ બધું હેરાન કરતા હતાં. એક બીજાથી નારાજ થઈ જાય નાની વાતમાં અને પછી એકબીજાને મનાવે એ પણ એકદમ પ્રેમથી...


એમને બંનેને એકબીજા સાથે ગમતું હતું બોવ જ. હવે તો દિવસમાં જો દર બે કલાકે વાત ના થાય તો બેમાંથી એકેય ને ચેન પડતું નહોતું.


આમ તો બંને એક જ શહેરમાં હતા પણ ક્યારેય મળવાનું નહોતું થતું પણ મળવાની ઈચ્છા બંને તરફથી જ જોરદાર હતી😍.


રોજે રોજ કેટલાંય Photos ની આપ લે થતી બે જણાં વચ્ચે. બસ એક photos જ હતાં ને જેમાં એ બંને એક બીજા ને મનભરીને જોઈ શકતા હતાં.


હવે તો રોજનો ક્રમ જ બની ગયો હતો કે હેત ની મોર્નિંગ એ મીરાં ના Good morning ના મેસેજ થકી જ થતી હતી. એના ઉપર તો હેતે એની ડાયરીમાં કંઈક લખ્યું પણ હતું કે,




🙈🙈🙈

Morning તો રોજ થઈ જાય છે પણ એ good તારો મેસેજ આવે ને પછી થાય છે.🙈


કદાચ તને ખબર નહી હોય પણ પણ good morning ની પાછળ પેલા તારા મોકલેલા flying kiss વાળા ઈમોજી😘 મારો આખો દિવસ સરસ મજાનો કરી દેય છે.


આ તારો મોકલેલો good morning નો મેસેજ એટલે મારા માટે જાણે ખુશીઓ નો ખજાનો.😍


દિવસભરના કેટલાય કામનું ટેન્શન હોય સવાર સવારમાં પણ જેવો હાથમાં મોબાઈલ લવ ને તારો મેસેજ જોવું એટલે બધા problems સામે લડી લેવાની જાણે હિંમત મળી જાય છે...❣❣❣





હવે હેત આવું બધું લખ્યાં કરતો હતો એટલે મીરાં ને થોડું ગમવા લાગ્યું હતું.


તો ફાઈનલી હેત અનેે મીરાંંની friendship થઈ ગઈ હતી, હવે જોઈએ એમની આ મુલાકાત વિનાની મિત્રતા કેટલે પહોંચે છે? શું લાગે છે તમને શું થશે હવે ?