મુલાકાત વિનાની મિત્રતા Gujju_dil_ni_vato દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મુલાકાત વિનાની મિત્રતા

હેત કોલેજથી આવીને મોબાઈલ પર ઈન્સ્ટા પર પોસ્ટ જ જોઈ રહયો હતો અચાનક જ એની નજર એક છોકરીના ID પર પડી, મીરાં નામ હતું એનું. આમ તો એ અજાણ્યા વ્યક્તિને REQUEST મોકલતો નહોતો પણ ખબર નહી મીરાંનું એ ખુલ્લા વાળ વાળુ ડીપી જોઈને એનાથી REQUEST મોકલાઈ ગઈ. ત્યારપછી એ લગભગ એના વિશે જ વિચારી રહ્યો હતો કે રિકવેસ્ટ એકસેપ્ટ થશે કે નહી થાય. એ આખો દિવસ એના જ વિચારોમાં હતો. મોબાઈલની દરેક નોટિફિકેશન પર એ એમ જ વિચારતો હતો કે એણે એકસેપ્ટ કરી હશે. આમ ને આમ રાત પડી ગઈ. અચાનક જ એના ચહેરા પર ખુશી ફરી વળી. હા કેમ કે મીરાં એ એની રિકવેસ્ટ એકસેપ્ટ કરી હતી. ને સામે તેને ફોલોબેક પણ આપ્યું હતું. હવે એ મનમાં ને મનમાં એમ જ વિચારી રહ્યો હતો કે હવે વાત કેવી રીતે શરુ કરવી. એ જ અસમંજસમાં એણે મેસેજ કરી દીધો કે નાઇસ ડીપી. અને વળી પાછો એ બેચેન થઈ ગયો કે રિપ્લાય આવશે કે નહી. મીરાં એ મેસેજ સીન ના કર્યો.એ આખી રાત હેત બસ એના જ વિશે વિચારી રહયો હતો અને વારે ઘડીએ મોબાઈલ ચેક કરી રહ્યો હતો કે એનો કોઈ મેસેજ આવ્યો કે નહી.

બીજા દિવસે સવારે એ જેવો ઉઠ્યો એને પહેલાં મોબાઈલ લીધો પણ મોબાઈલમાં ચાર્જીંગ ના હોવાથી ફોન ઓફ થઈ ગયો હતો એટલે એ મોબાઈલ પાછો ચાર્જીંગમાં મૂકીને ફ્રેશ થવા જતો રહ્યો. પાછો આવીને એણે ચેક કર્યું તો મેસેજ તો જોયો હતો પણ સામેથી કોઈ રિપ્લાય નહોતો આવ્યો તો એ ઉદાસ થઈ ને એના રોજના કામમાં લાગી ગયો. આ તરફ મીરાં હેત ની પ્રોફાઈલ જોઈ રહી હતી જેમાં શાયરીઓ લખેલી હતી. હેતને થોડો ઘણો લખવાનો શોખ હતો એટલે એ શાયરીઓ મૂકતો રહેતો હતો. એ શાયરીઓ જોઈને જ મીરાં એ એની રિકવેસ્ટ એકસેપ્ટ કરી હતી. તો એણે એક પીક ઓપન કરી શાયરી વાંચી જેમાં હેત એ લખ્યું હતું કે,

નજર તારી મારા પર જ્યારે પડે છે,
નશો મને રગે રગમાં ચડે છે...

ત્યાં જ એને એની બેનપણીનો કોલ આવ્યો તો એ એના જોડે વાતમાં લાગી ગઈ. રાત્રે જમીને હેત મીરાંના ફોટોસ જોઈ રહ્યો હતો પણ એને રિપ્લાય આવ્યો નહતો એટલે ફરી વાર મેસેજ ના કરવાનું નક્કી કર્યું હતું. આ બાજુ મીરાં ને અચાનક શાયરી યાદ આવી તો એણે હેતને નાઈસ ડીપીનો રિપ્લાય આપ્યો, થેંક્યુ. આ બાજુ મીરાંનો મેસેજ જોઈને હિતનું દિલ એકસપ્રેસ ટ્રેન કરતા વધુ ઝડપથી ધબકવા લાગ્યું. તો પછી એણે આગળ વાત ચાલુ રાખવા મેસેજ કર્યો.

હેત : મોસ્ટ વેલકમ.
હવે મીરાંએ મેસેજ જોયો તો એ વિચારવા લાગી કે હવે શું રિપ્લાય આપુ તો એ બે મિનિટ વિચારવા લાગી ત્યાં હેતને લાગ્યું કે પત્યું હવે સામેથી કોઈ રિપ્લાય નહી આવે. પાંચ મિનિટ રહી મીરાંએ મેસેજ કર્યો કે તમે બહુ જ મસ્ત લખો છો.. બીજી જ સેકન્ડે હેત એ મેસેજ જોયો. એ તો પોતાની શાયરી ની તારીફ જોઈને જાણે હવામાં ઉડવા લાગ્યો. પછી એણે પહેલાં દિવસે વધું વાત કરશે તો મીરાં એને ચીપકુ સમજી લેશે એમ વિચારી વધુ વાત ના કરવાનું નક્કી કર્યું. એટલે એણે good night sweet dreams એમ વિશે કરી દીધું આ બાજુ મીરાં એ પણ એને ગુડ નાઈટ વિશ કર્યું. આજે તો એ બહું જ ખુશ હતો ત્યાર પછી એ સુઈ ગયો...

મારી પહેલી સ્ટોરી લખી રહ્યો છું હું એટલે કોઈ suggestions આપજો કોઈ જગ્યાએ મારી ભૂલ થતી હોય તો...અને થેંક્યુ આ વાંચવા બદલ બીજો ભાગ ટૂંક સમયમાં મૂકીશ.

ધન્યવાદ...