વિવાહ એક અભિશાપ - ૧૯ jadav hetal dahyalal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિવાહ એક અભિશાપ - ૧૯

આગળ ના ભાગમાં આપણે જોયુ કે ઇન્સ્પેક્ટર અમર મોન્ટી ના મર્ડરની તપાસ કરે છે મિહિર ને પુછતા એ વિક્રમ પર પોતાનો શક જાહેર કરે છે. પણ ઇન્સ્પેક્ટર એની વાતને રદિયો આપી દે છે.એમના ગયા પછી પુજા વિક્રમ ને ત્યાંથી વડોદરા પાછા જવાનું કહે છે પણ વિક્રમ અદિતિ ને એકલી મુકી ને જવા તૈયાર થતો નથી .એ જોઇ ને પુજા વિક્રમ થી નારાજ થઇ ને પોતાના રુમ માં જતી રહે છે.બીજા દિવસે ડાઇનિંગ ટેબલ પર પુજા ના આવતા ખબર પડે છે કે પુજા ઘરમાંથી ગાયબ થઇ ગઇ છે.ગામ માં તપાસ ચાલુ થઇ જાય છે.સાંજે ગામની છેવાડે આવેલી નદી માંથી એક લાશ મળે છે જે પુજાની હોય છે. હવે આગળ........
*********************************************
પુજા.........એમ રાડ પાડીને અદિતિ નીચે બેસી જોર થી રડવા લાગી .આ રીતે પુજાની લાશ જોઇ મારુ ય હ્રદય બેસી ગયુ.કાશ કે એ મારી વાત માની ને અહિંથી જતી રહી હોત .ફરવાના ને એડવેન્ચર ના નામે મે એને મોત ના મુખ માં ધકેલી દીધી .એવા વિચાર કરી મારી આંખ માંથી ય આંસુ વહી નીકળ્યા.અદિતિ નું રુદન કાન ના પડદા ચીરી નાખતુ હતુ.પુજા ની હત્યા પાછળ જે કોઈ નો હાથ હોય પણ એને તડપાવી તડપાવી ને નહિ મારી નાખુ ત્યાં સુધી હું ચંદનગઢ ની બહાર પગ નહિ મુકુ.અત્યાર સુધી માત્ર અદિતિ નો શ્રાપ દુર કરવાનો હતો પણ ના હવે પુજાને મારી નાખી ને એણે એનો અંત નિશ્ચિત કરી લીધો છે.હવે એનો અંત કર્યા વગર નહિ રહું.અને એના માટે જે કંઇ કરવું પડે બધું જ કરીશ.એમ વિચાર કરી ને પાકો નિર્ણય કરીને મારા આંસુ લુછ્યા.
**********************************************
ઇન્સ્પેક્ટર અમરે આવીને બધી તપાસ ચાલુ કરી દીધી .આ વખતે મિહિરે પુછતાછ ના જવાબ માં મારા પર શક જાહેર કરતો કોઇ જવાબ ના આપ્યો.પુજા ના માતાપિતા ને ટેલિફોન સંપર્ક કરી એમને અહિં બોલાવી લેવામાં આવ્યા.ઇન્સ્પેક્ટર અમરે રાતના મોડા સુધી બધાની પુછતાછ કરી .પછી બધી ફોર્માલિટિ પુરી કરીને ગયા.પુજા ની હત્યા પછી બધા ના મનમાં ડર હતો કે હત્યાઓ નો સિલસિલો પહેલાની જેમ ચાલુ થઇ ગયો છે કે શું?અને જો એમ હશે તો એ આત્મા કોણ જાણે હવે કોનો ભોગ લેશે.બધા ના ચહેરા પર ડર સાફ જોઈ શકાતો હતો.
********************************************
બીજા દિવસે સવારે જ્યારે જમવા ના ટેબલ પર મિહિર નાસ્તો કરવા ના પહોંચ્યો ત્યારે બધા ના પેટમાં ફાળ પડી કે ક્યાંક એની પણ પુજા ની જેમ હત્યા તો નથી થઇ ને.પણ તપાસ કરાવતા એના તકિયા નીચેથી એક ચિઠ્ઠી મળી .જેમાં લખ્યુ હતુ કે એ આ ઘરમાં કે ગામ માં વધારે રહેવા નથી માગતો એટલે કોઈ ને પણ જાણ કર્યા વગર જ ગામ છોડી ને જાય છે .તો કોઈ એ એની શોધખોળ કરવી નહિ.એ વાંચી ને બધા ની ચિંતા દુર થઇ.
********************************************
એ દિવસે અદિતિ મારા રુમ માં આવી અને મારી બેગ મને આપી અને બોલી ,"વિક્રમ,જેવી રીતે મિહિર ચોરી છુપે નીકળી ગયો એમ તુ પણ કોઈ ને જાણ થાય એ પહેલા પરોઢિયે નીકળી જજે."
"અને તુ ?"
"મારી ચિંતા ના કર .આ મારુ ઘર,મારુ ગામ છે.એ આત્મા મારુ કંઇ જ નહિ બગાડે. પણ તે જો મારી મદદ કરવા નો પ્રયત્ન કર્યો તો કદાચ હવે પછી તુ."એટલું બોલ્યા પછી ખુબજ લાગણીશીલ થઇ જવાથી અને એની આંખમાં આવેલા પાણીને છુપાવવા પીઠ ફેરવી લીધી અને બોલી,"કાલ સવાર થાયએ અરસામાં જ નીકળી જા .હું તને હવે વધારે અહિંયા જોવા નથી માગતી ."
એમ બોલી ને જવા જતી હતી ત્યાં મે તરત એનો હાથ પાછળ થી પકડી લીધો અને એને રોકી લીધી .અને કહ્યું ,"ના ,અહિયાં આવવા નો નિર્ણય મારો હતો તો ક્યારે જવુ એ પણ હું જ નક્કી કરીશ તુ નહિ.આમ તને મુસીબત માં મુકીને જીવનભર શ્રાપિત જીવન જીવવા માટે તને મુકી ને નહિ જઉં."
એ હાથ છોડાવી ને આંખમાં આંસુ અને મો પર ગુસ્સો લાવી બોલી ,"તું સમજતો કેમ નથી વિક્રમ.પુજા હવે નથી રહી એની ક્રુરતાપુર્વક હત્યા કરી દેવામાં આવી છે અને એ પણ મારા લીધે.એની હત્યા ના આગલા દિવસે જો તે એની વાત માની લીધી હોત તો અત્યારે એ જીવતી હોત."
"અદિતિ ,તને ખબર છે એ વાત?"
"હા,મે સાંભળી લીધી હતી તમારા બે ય ની વાતચીત.એ દિવસે એણે કંઇ ખોટું નહોતુ કહ્યું .સાચું જ તો કહ્યું હતુ કે મોન્ટીએ મારા પર રેપ કરવાની કોશિશ કરી એના થોડા જ કલાકો માં એનું મર્ડર થઇ ગયુ.અને પછી એને પણ મારી નાખવા માં આવી .અને હવે તું મારી મદદ કરવા નો પ્રયત્ન કરે છે." પછી અદિતિ મારી પાસે આવી બોલી ,"પુજા ને મે ખોઇ દીધી છે પણ તને કંઇ થઇ જશે તો હું જરુર થી મરી જઇશ.હું નહિ જીવી શકું .પ્લીઝ ,અહિંથી જા.મને મારી હાલત પર છોડી દે."
"તે પુજા ની બધી વાત ઼સાંભળી છે તો એ વાત પણ સાંભળી જ હશે કે એ કઇ વાત પર મારા થી નારાજ થઇ ને ગઇ હતી."
"ના ,મને નથી ખબર.એટલુ સાંભળી હું મારા રુમ માં જતી રહી હતી."
"મને ખબર છે કે એ વાત તને ખબર છે પણ તુ કહેવા નથી માંગતી સાચુ ને.?"
"ના,મને નથી ખબર .અદિતિ એ દુર જતા કહ્યું .
"ઠીક છે .તને નથી ખબર તો હું તને કહું છું કે એણે કઇ વાત પર મારી સાથે ઝગડો કર્યો હતો.એની એકદમ નજીક કે એના શ્વાસ પણ ફીલ કરી શકું એટલી નજીક જઇ કહ્યું ,"એણે મને કહ્યું હતુ કે હું એને નહિ તને પ્રેમ કરું છુ.અને એની એ વાત સાચી છે હું તને પ્રેમ કરું છુ અદિ.એ દિવસે જો એની વાત ખોટી હોત તો મે એને જઇ ને મનાવી હોત.પણ જતા જતા એ મને એ વાત નો અહેસાસ કરાવતી ગઇ કે જેને હું ફ્રેન્ડશીપ નું નામ આપું છું એ ફ્રેન્ડશીપ નહિ પણ પ્રેમ છે.આઇ લવ યુ અદિતિ .આઇ લવ યુ સો મચ ."
"નહિ,દુર રહે મારા થી ."એમ કહીને અદિતિ વિક્રમ ને દુર કરી જવા જતી હતી ત્યાં વિક્રમે એનો હાથ પકડ્યો અને એને પાછી નજીક લાવી ને કહ્યું ,"તને ડર છે કે તને પ્રેમ કરીશ તો મરી જઇશ પણ અદિ તારા થી દુર જઇશ કે તુ મારાથી દુર જઇશ તો પણ મરી જ જઇશ ને. મારુ મોત તો બંને બાજુ નક્કી છે.તો જેટલું જીવું એટલું તારા વિના ઝુરી ઝુરી ને શું કામ જીવું.તારી સાથે રહી ને શું કામ નહિ? ,તારા માટે મોત આવશે તો પણ મને ખુશી ખુશી મંજુર છે."એમ કહી ને અદિતિ ને હોઠ પર લાંબી કિસ કરી .અદિતિ થોડી વાર સુધી એ જ રીતે રહી પણ પછી મને ધક્કો મારીને દુર કરી દીધો અને આંસુ લુછતી પોતાના રુમ માં જતી રહી.એની હાલત મને ખબર હતી પ્રેમ તો એ પણ મને કરતી હતી પણ શ્રાપ થી ડર લાગતો હતો એને મને કંઇ થઇ ના જાય એટલે જ મારા થી દુર ભાગતી હતી.એના ડર નો અત કરવો જરુરી હતો.
********************************************
એ જ દિવસે હું દુર્ગા દેવી પાસે થી એમની જીપ લઇ ને નીકળી પડ્યો.મને ખબર હતી કે ક્યાં જવાનું છે બસ હવે સમય ગુમાવવો પાલવે તેમ નહતો.કઇ પળે કોણ જાણે શું થઇ જવાનું છે એ પણ ખબર નથી .મારે જેમ બને એમ સાધુ મહારાજ પાસે પહોંચી ને બધી વાત જણાવવી જરુરી હતી .
બપોરના બે વાગ્યે હું ટેકરી પર ચડી સાધુ મહારાજ પાસે પહોંચ્યો.અને એમને જઇ ને નમન કર્યા.એમણે મને આશિર્વાદ આપ્યા.અને પછી બોલ્યા,"બોલ બચ્ચા,જૈસે મૈને બતાયા થા તુમને વો કિયા ?"
"હાં બાબા, કિયા ઔર ઉસસે એક બહોત જરુરી બાત પતા ચલી હૈ આજતક સબ યહી સમજતે આયે હૈ કે સમશેર સિંહજી ,સમર પ્રતાપ સિંહજી યશોધરા ઔર બાકી સબ કો હીર ઔર ચંદર ને મારા હૈ.ઔર શ્રાપ ભી ઉન દોનો કા દિયા હુઆ હૈ ,પર હીર ને બતાયા હૈ દોનો ને કુછ ભી નહિ કિયા હૈ.વો દોનો હી નિર્દોષ હૈ.ઇન સબ કે પીછે કિસી ઔર કા હાથ હૈ."
મે એમને બધુ જ જણાવ્યુ .જે એ રાતે બન્યુ હતુ અને હીર પર કેવી રીતે શું વીત્યુ હતુ એ બધું જ જણાવ્યુ.
પછી એ જ રાતે મોન્ટીએ અદિતિ નો રેપ કરવા નો પ્રયત્ન કરવો ,મોન્ટીનું ખુન થવુ,પુજા નું પણ ખુન થઇ જવું એ બધું જ જણાવ્યુ.અને કહ્યું ,"ઇતના તો પતા હૈ કિ હીર ઔર ચંદર ને ઇન સબ કો નહિ મારા પર કોઇ તો હૈ જો એક કે બાદ એક સબકો મોત કે ઘાટ ઉતાર રહા હૈ.પતા નહિ કૌન હૈ વો બસ એકબાર મેરે સામને આ જાયે તો માર ડાલુંગા .છોડુંગા નહિ ઉસે."
"ઇતના આસાન નહિ હૈ તુમને બતાયા તો સહી ચંદર ને મારા થા ના ફિર ભી વો વાપસ આ હી ગયા ના.બાબાએ ચિલમ ફુંકતા કહ્યું .
"તો ફિર કૈસે ઉસે મારેંગે?કુછ તો કરના પડેગા નહિ તો વો હમ સબકો માર દેગા."
"નહિ ઐસા નહિ હોગા .ઉસકા ભી અંત હૈ.જરુર હૈ .તુમને બતાયા કિ જૈસે ચંદર ને સુરજનસિંહ કો માર દિયા .વો પ્રેત બનકર વાપસ આયા ઔર ઉસને અપની સિદ્ધિ ઓ સે ચંદર પે વશીકરણ કર દિયા ઔર ઉસે એક પિશાચ બના દિયા જિસે હથિયાર બનાકર વો સબકો માર દેતા હૈ ."
"હાં ઐસા હી હુઆ થા."
સાધુ મહારાજે એમની આંખો બંધ કરી ધ્યાન ધર્યુ .ખાસી પંદર મિનિટ સુધી ધ્યાન ધર્યા પછી એમણે આંખો ખોલીને કહ્યું ,"બચ્ચે,સબ કુછ સમજ મે આ ગયા,સારા ખેલ સમજમે આ ગયા.પતા ચલ ગયા વો કૌન હૈ."
"મૈ તુમ્હે એક કહાની સુનાતા હું ધ્યાન સે સુનના.હમારે પરમ ગુરુ ગોરખનાથ બહોત પહોંચે હુએ સિદ્ધ ગુરુ થે. સારી વિદ્યાઓં મે મહારત હાસિલ થી ઉન્હે.સારી વિદ્યા જૈસે કે પરકાયા પ્રવેશ,વશીકરણ ,આત્મા ઓં પે વશીકરણ અંતરધ્યાન હો જાના ,રુપ બદલકર દુસરો કા રુપ ધારણ કરના ,કિસી દુસરે કા ભી રુપ બદલ દેના યે સબ વિદ્યાએં વો જાનતે થે.પર ના તો કભી ઉસકા દુરુપયોગ કરતે થે ના કિસી કો આસાની સે સિખાતે થે. ઉન દિનો હમ ઉનકે શિષ્ય બને જ્યાદા સમય નહિ હુઆ થા .ગિરનાર કે જંગલો મે ,કભી ગુફાઓમે ભટકતે રહતે થે,વો થોડી વિદ્યાએં સિખાતે થે ઔર ભોલેનાથ કી ભક્તિ કિયા કરતે થે.
એક દિન ગિરનાર કે જંગલો મે ભટકતે હુએ એક ઘાયલ ઇન્સાન પડા મિલા .મરને કી કગાર પર થા શાયદ .ગુરુ ગોરખનાથ જી ને ઉસે બચાને કે લિયે ઉસે એક ગુફામે લે ગયે .ગિરનાર કી જડી બુટ્ટી સે ઉસકા ઇલાજ કિયા,ઓર ઉસે નવજીવન દિયા.જબ ઉસે હોશ આયા ઉસે કુછ ભી યાદ નહિ થા .હમ સબકો લગા કે ઉસકી સ્મૃતિ જા ચુકી હૈ .ઉસને ગુરુ ગોરખનાથ સે શરણ માંગી ઔર ગુરુજી ને ઉસે અપના શિષ્ય બના લિયા.ગુરુજીને ઉસે એક નયા નામ દિયા વિષાનંદ.
દિન બીતતે ચલે ગયે ઔર વિષાનંદ ને ગુરુજીકી ઇતની સેવા કી ,ઇતના ભક્તિ ભાવ દિખાયા કિ વો ગુરુજી કા પ્રિય શિષ્ય બન ગયા.વો ગુરુજી કા ઇતના પ્રિય બન ગયા કે ગુરુજી કો અપની સારી સિદ્ધિ ઔર શક્તિ કા વારિસ ઉસી મે દિખાઇ દેને લગા .ઔર ઉન્હોને વિષાનંદ કો સારી વિદ્યા સિખાને કા નિર્ણય લિયા."
"તો ક્યા ગુરુ ગોરખનાથજીને ઉસે વો સિદ્ધિયાં દી ?"
"ગુરુજીને ઉસે વશીકરણ , આત્મા કા વશીકરણ ,અંતરદ્યાન હોના , ખુદકા રુપ બદલના જૈસી સિદ્ધિ યાં સિખાઇ.મુઝે ભી ગુરુજી ને કુછ સિદ્ધિયાં દે રખી થી .
એક રાત કો ગુરુજી ને મુઝે કહા કે મૈ જંગલ કે ઉત્તર પુર્વીય દિશા મે એક ગુફા હૈ ઉસ ગુફા મે એક ઇનસાન ઘાયલ પડા હૈ ઉસે યહાં પે લે આઉં જિસસે કિ ઉસકા ઇલાજ કિયા જા સકે.મૈ તુરંત ઉનકી આજ્ઞા માનતે હુએ વહાં પે ગયા પર વહાં મુઝે કોઇ નહિ મિલા .તભી મુઝે લગા મેરે ગુરુજી મુઝસે માનસિક દુરસંચાર સે કુછ કહેના ચાહતે હૈ .મૈને ધ્યાન લગાયા તબ મુઝે ગુરુજી કા સંદેશ મિલા.ઉન્હોને કહા,"તુમ વહાં સે યહાં વાપિસ મત આના.મૈને વહાં પે બહાને સે તુમહે વહાં પે ભેજા થા તાકિ મૈ વિષાનંદ સે તુમ્હે બચા સકુ.વિષાનંદ ને યહાં પે સારે શિષ્યો કો મેરે પીઠ પીછે વશીકરણ સે અપને વશ મે કર લિયા હૈ .વો સબ મેરે ખિલાફ હૈ. કભી ભી મેરી હત્યા કરવા સકતે હૈ."
" પર ગુરુજી વિષાનંદ આપકી હત્યા ક્યોં કરવાના ચાહતા હૈ?"
"ક્યોંકિ વો કાલી શક્તિયોં કી પુજા કરતા હૈ ,સિદ્ધિયાં હાસિલ કરને કે લિયે વો મેરા શિષ્ય બના થા ,મૈને ઉસે પહચાનને મે ભુલ કર દી ,જબ તક પતા ચલા તબ તક કાફી દેર હો ગઇ .મુઝસે શક્તિયાં હાસિલ કરકે ઔર કાલી શક્તિયોં કી પુજા કરકે વો અમર હોકર ઇસ દુનિયા પર અંધેરે કા સામ્રાજ્ય સ્થાપિત કરના ચાહતા હૈ .વો મુઝસે જ્યાદા શક્તિશાલી બન ચુકા હૈ .મૈ જબતક હો સકે ઉસસે લડ સકતા હું પર ઉસે હરા નહિ સકતા."
અબ તુમ મેરી બાત યાદ રખો ઉસકા અંત અભી નહિ હો સકતા પર હોગા જરુર .પંચધાતુ સે બને હથિયાર સે ઉસે મારા જા સકતા હૈ.ઔર વો ચંદનગઢ સે સો મિલ દુર એક શિવજી કા મંદિર હૈ ..ઉસ મંદિર મે મહાદેવ કા ત્રિશુલ હૈ વો પંચધાતુ સે બના હૈ.વો ત્રિશુલ સે અગર ઉસકે દિલ પે વાર હોગા તો વો ઉસકા અંત હો સકતા હૈ.પર તુમ યે કામ નહિ કરોગે ક્યોંકિ અભી ઉસકી મ્રૃત્યુ કા સમય નહિ આયા હૈ. પર જબ વો વક્ત આયેગા તુમ્હે યે રાઝ કિસી કો બતાના હૈ.ઉસીકે હાથો ઉસકા અંત હોગા.અભી તુમ યહાંસે ચંદનગઢ સે ત્રીસ મિલ દુર શિખર પે એક મંદિર હૈ વહાં પે જા કે સાધના કરની હૈ.જાઓ ઇશ્વર તુમ્હારા કલ્યાણ કરે."
મેરે ગુરુજી કો વિષાનંદ ને માર દિયા.પર મૈ ગુરુજી કા આદેશ માનકર યહાં ચલા આયા.સાધના કર રહાં હું ,ઔર તુમ્હારા ઇંતજાર ભી.યે વહી વિષાનંદ હૈ .મેરે ગુરુજી સે ધોકે સે સિદ્ધિ યાં પ્રાપ્ત કર વો ચંદનગઢ આયા.ચંદનગઢ મે ઉસને સબકા વિશ્વાસ હાંસિલ કિયા .તાકિ જબ ભી મોકા મિલે વો એક કુંવારી રાજકુમારી હીર કી બલિ ચડાકર અમર હો સકે .પર તબ ઉસસે એક ભુલ હો ગઇ થી .હીર કી સુંદરતા કો દેખકર વો મોહિત હો ગયા.ઔર હીર સે સંભોગ કર કે ઉસને હીર કી બલિ ચડાઇ .જો કે વહ જાનતા થા કે પ્રેત દેવતા કો કુંવારી લડકિયોં કી બલિ ચડાની થી પર ઉસ સમય વો ખુદ કો રોક નહિ પાયા થા .ઇસલિયે પ્રેતદેવતા ને ક્રોધિત હો કર ઉસસે સારી શરીર કી ઉજા છીન લી જિસસે નિર્બલ ઔર વ્રૃદ્ધ હો ગયા ..તભી ચંદર ને આકર ઉસે માર દિયા .જિસકી વજહ સે ઉસે બીમાર ઔર નિર્બલ શરીર સે મુક્તિ મિલ ગઇ .ફિર મેરી ગુરુજી કી સિખાઇ ગઇ વિદ્યા સે ઉસને ચંદર પે વશીકરણ કર દિયા ઔર ઉસે એક ભયાનક પિશાચ બના દિયા.ઉસપે વશીકરણ કિયા ગયા હૈ ઇસલિયેઅબ વો હીર કો ભી ભુલ ચુકા હૈ.પર મેરે ગુરુજી ઉસકે અંત કા ઉપાય બતા કે ગયે હૈ .મૈ યે દેખ સકતા હું કે ઉસકા અંત તુમ્હી કર સકતે હો .ક્યોંકિ તુમ્હારે પાસ લગન ભી હૈ, ધીરજ ભી ,સબસે બડી બાત તુમ્હારે પાસ સચ્ચે પ્રેમ કી શક્તિ હૈ,ઔર મહાદેવ કા આશિર્વાદ ભી.
પર તુમ્હે જલ્દી કરની હોગી .ક્યોંકિ વહાં ચંદનગઢ મે એક ઔર હત્યા હોનેવાલી હૈ.ઉસ ખાનદાન કી તીસરી પીઢી કી જો રાજકુમારી હૈ ઉસકી .અદિતિ કી.
આ સાંભળીને મારા શરીર માંથી ભય ની ધ્રુજારી છુટી ગઇ .મે કહ્યું ,"ક્યા મતલબ કે અદિતિ કી જાન ખતરે મે હૈ?"
"હાં, બચ્ચે તુમ્હારે પાસ તુમ્હારે પ્યાર કો બચાને કે લિયે સિર્ફ એક દિન કા સમય હૈ, કલ રાત કો સાડે બારાહ બજે સિતારો કા જો મેલ હોગા ઇસસે જો નક્ષત્ર બનેગા ઉસ નક્ષત્ર મે વો અપને શરીર કો ફિરસે ધારણ કરેગા ઔર ઉસ મુહુર્ત મે વો અદિતિ કી બલિ પ્રેત દેવતા કો ચડાયેગા .અદિતિ કી આત્મા કો વો પ્રેત દેવતા કો ભેટ કરેગા ઔર બદલે મે ઉસે અમરત્વ પ્રાપ્ત હો જાએગા."
તુમ્હે ઉસ ત્રિશુલ કો પાના હોગા ઔર બલિ ચડાને કે લિયે જબ વો શરીર કો ધારણ કરે તબ ઉસકે દિલ પે ઉસ ત્રિશુલ સે વાર કરના હોગા.તભી વો મરેગા નહિ તો અગર ઉસને અદિતિ કી બલિ ચડા દી તો વો હંમેશા કે લિયે અમર હો જાયેગા ફિર ઉસે કોઇ નહિ માર પાયેગા."
" નહિ ,મૈ ઐસા કભી નહિ હોને દુંગા.મૈ અભી જાતા હું .વો ત્રિશુલ લેને કે લિયે . આપને જો કહા હૈ વૈસા હી કરુંગા.ઉસ અઘોરી કા કલ હી મૈ અંત કરુંગા."એમ કહીને એમના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા.એમણે મને એક બાટલી આપી અને કહ્યું ,"કલ ચંદર તુમ્હે રોકે તો ઉસપે યે પાની છીડકના.જા ભોલેનાથ તુમ્હારી રક્ષા કરેંગે."એમના આશિર્વાદ લઇ ને હું નીકળી ગયો એ મંદિર તરફ જ્યાં થી એમનું એ ત્રિશુલ હતું જે પેલા અઘોરી એ સદીઓ થી મચાવી રાખેલા આતંક નો અંત કરવાનું હતુ.
*********************************************
શું વિક્રમ એ અઘોરી નો અંત કરી ને અદિતિ ને બચાવી શકશે?જાણવા વાંચતા રહેજો વિવાહ એક અભિશાપ