મારાં મિત્રો - 4 Navdip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

  • જીવનની ખાલી જગ્યાઓ કોણ પુરશે ?

    આધ્યા અને એના મમ્મી લગભગ પંદર મિનિટથી મારી સામે બેઠેલા હતાં,...

  • ક્રોધ

    क्रोधो मूलमनर्थानां  क्रोधः संसारबन्धनम्। धर्मक्षयकरः क्रोधः...

શ્રેણી
શેયર કરો

મારાં મિત્રો - 4

મેં મારા જીવન ના અમૂલ્ય ત્રણ વર્ષ -2012 થી 2015 સુધી ના વર્ષો જૂનાગઢ ની બહાઉદ્દીન આર્ટ્સ કોલેજ માં વિતાવેલ છે જ્યાં ગુજરાતી સાહિત્ય પરિસદ ના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા મોહમ્મદ માંકડ ધૂમકેતુ જેવા સાહિત્યકારો અને ગુજરાત ના અનેક મહાનુભાવો આ એતિહાસીક કોલૅજ માં ભણેલા છે મને ગૌરવ છે કે હું પણ ઍ જ કોલેજ માં ભણેલો છું
અર્થશાસ્ત્ર માં ર્ડો અરવિંદકુમાર મિયાત્રા અને દીનાબેન લોઢીયા સમાજ શાસ્ત્ર માં જે બી ઝાલા મનોવિજ્ઞાન માં આર કે ડોડીયા જેવા અનુભવી પ્રોફેસર હતા આ કોલેજ માં મને અનેક સારા મિત્રો મળ્યા બધા જ પ્રોફેસર નો સ્વભાવ પણ ખુબ સારો હતો બધા મને જયારે જરૂર પડે ત્યારે મદદ કરતા હતા
એક મહિલા પ્રોફેસર નો એમણે કહેલ સત્ય ઘટના નો પ્રેરણાત્મક પ્રસંગ અહીં રજુ કરું છું તેઓ સંસ્કારી પણ રૂઢિચુસ્ત અને શ્રીમંત પરિવાર ના પુત્રી હતા અભ્યાસ માં ખુબ જ હોશિયાર ડૉક્ટર બની શકે એવા બુદ્ધિશાળી પણ ઍ માટે બહારગામ ની હોસ્ટેલમાં રહેવા જવું પડે તે પરિવાર ને મંજુર ન હતું પરિવાર ને સોની નો ધંધો હતો આખરે ઘણી જ સમજાવટ ને અંતે ધોરણ અગિયાર અને બાર માં વિજ્ઞાન પ્રવાહ હોવા છતાં સૌરાષ્ટ્ર ના એક નાનકડા તાલુકા મથક ની આર્ટ્સ કોલૅજ માં સ્નાતક અને અનુસ્નાતક કર્યું ઍ પણ અર્થશાસ્ત્ર મુખ્ય વિષય સાથે હવે બહેન મન માં પ્રોફેસર બનવા નું નક્કી કરી ચુક્યા હતા પણ ઍ માટે પી. એચ. ડી. કરવું પડે સંશોધન માટે પસંદ કરેલ સ્થળ ની વારંવાર મુલાકાત લઇ અનેક લોકો ની રૂબરૂ મુલાકાત લેવી પડે આ મુશ્કેલી નો ઉપાય પણ બહેન ઍ શોધી જ લીધો કારણ કે કહેવાય છે ને કે અડગ મન ના મુસાફિર ને હિમાલય પણ નથી નડતો તેમણે પી. ઍચ. ડી. નો વિષય પસંદ કર્યો ગ્રામ્ય વિસ્તાર માં ખેડૂતો ની આર્થિક પરિસ્થિતિ. આ વિષય પસંદ કરવા માટે નો હેતુ ઍ હતો કે પોતાની સોની ની દુકાન માં મોટા ભાગ ના ગ્રાહક ખેડૂતો જ હતા એટલે તે દુકાને કઈ નાના મોટી ખરીદી કરવા આવે ત્યારે ત્યાં બેઠેલા આ બહેન એમને થોડા સવાલો પૂછી જોઈએ એ બધી જ જરૂરી માહિતી મેળવી લેતા આમ પી. એચ ડી. ના ગાઈડ ના માર્ગદર્શન થી અભ્યાસ પૂરો કરી ને પરિવારે એક બિઝનેસમેન સાથે લગ્ન કરાવ્યા આજે સરકારી કોલૅજ માં પ્રોફેસર છે અને સફળ લગ્ન જીવન ના પરિણામ રૂપે એક પુત્ર પણ છે આજે તો આ બહેન પોતાને નોકરી કરવા ની છૂટ આપવા માટે પોતાના પતિ નો પણ આભાર માને છે
આવો જ એક બીજો સત્ય ઘટના નો પ્રસંગ કોલૅજ ના એક બીજા પ્રોફેસર નો છે વર્ષો પહેલા એવી પરિસ્થિતિ ગુજરાત માં હતી કે ગુજરાતી માં સરકારી ptc (પ્રાથમિક શિક્ષક માટે નો કોર્સ ) કોલેજો જ હતી ધોરણ બાર ની ટકાવારી ને આધારે જ મેરીટ મુજબ તેમાં એડમિશન મળતું તેમાં સોરઠ ના એક વિદ્યાર્થી નું એડમિશન માત્ર એક ટકા ના વાંકે અટકી ગયુ પણ તેણે હિંમત હાર્યા વિના સ્નાતક અનુસ્નાતક અને પી. ઍચ ડી. સુધી નો અભ્યાસ કર્યો અને આ બુદ્ધિમાન અને આર્થિક સમૃદ્ધ એવા મેહનતુ ખેડૂત પૂત્ર ઍ સરકારી કોલેજ માં ખુબ ઉંચા પગાર ની પ્રોફેસર ની નોકરી મેળવી ને હાલ માં વાઇસ પ્રિન્સિપાલ ની પોસ્ટ સુધી પોહચ્યાં છે તેઓ ક્યારેક કહે છે કે બનવું હતું પ્રાથમિક શિક્ષક અને ભાગ્ય ઍ તો પ્રોફેસર બનાવી દીધો