મારા કોલેજ કાળ દરમિયાન મને અનેક નવા મિત્ર મળ્યા છે મને ધોરણ અગિયાર માં એક મિત્ર મળ્યો હતો દિવ્યેશ કંડોલિયા સતત નવું જાણવા નો શોખીન સતત કામ કરનાર અને બીજા ને સતત મદદ કરવા તૈયાર જ હોય પુસ્તક વાંચવા નો શોખીન અને હાલ માં એક માર્કેટિંગ કંપની માં કામ કરનાર એક ઉત્સાહી યુવાન
જ્યાં જાય ત્યાં પોતાના સ્વભાવ થી અનેક મિત્રો બનાવી લેતો ભણતો હતો ત્યારે વેકેશન ના સમય માં પણ પાર્ટ ટાઇમ જોબ શોધી લેતો હતો
કોઈ નું લાઈટ બિલ ભરવા નું હોય કે રેશનિંગ ના ચોખા લેવા ના હોય લાઈન માં ઉભો રહી ને પણ હસતા હસતા બીજા નું કામ કરી દે મારા મોબાઈલ માં બેલેન્સ પુરાવવા નું હોય કે ગામ માં બુક સ્ટોર માંથી કોઈ બુક લેવાંની હોય મને મદદ કરવા હંમેશા તૈયાર હોય પગ ની તકલીફ ને કારણે હું બહાર ફરવા જઈ શકતો નહિ એટલે તે જૂનાગઢ ની જિલ્લા લાઈબ્રેરી માંથી મારા વાંચવા માટે પુસ્તકો લઇ આવતો તે જૂનાગઢ ની આઝાદ ચોક જિલ્લા સરકારી લાઈબ્રેરી નો સભ્ય હતો વેકેશન માં હું તેના લાવેલા જનરલ નોલેજ નવલકથા વાર્તા વગેરે પુસ્તકો વાંચી ને સમય પસાર કરતો હતો પછી મેં વાર્તાઓ અને ગઝલ લખવાનું પણ શરુ કર્યું તેમાંની કેટલીક ગઝલ નીચે મુજબ છે
જિંદગી ના સરવાળા -બાદબાકી સરળ તો નથી જ હોતા
જે હોય પસંદ ખુદ ને એમને આપણે ગમતા જ નથી હોતા
અચાનક જ કોઈક અજાણ્યું આવી ને મને પૂછે કે કેમ છે?
તો કહું કે બાકી બધું ઠીક ખાલી દિલ તૂટવા નો જ વહેમ છે
જીવન છે એક રંગમંચ ને આપણે સૌ છીએ કલાકાર
આપણે તો ભજવવા ના છે ઈશ્વર આપે એ કિરદાર
જીવન માં બીજા ને ઉપયોગી થવા માં જ સાચી મજા છે
અને બાકી તો આજીવન એકલા રહેવા ની મોટી સજા છે
ભલે આવતી જીવન માં વિપત્તિ ની ભરમાર
રહે વહેતી સદાય હૈયા માં હિંમત ની રસધાર
જયારે શ્વાસ માં સતત કંઈક તો ઘૂંટાઈ છે ત્યારે જ તો ઉત્તમ ગઝલ એક સર્જાઈ છે
જયારે બહાર સર્વત્ર અંધકાર પથરાઈ જાય છે ત્યારે અંતર નો પ્રકાશ ગઝલ માં પથરાઈ છે
જયારે અંતર માં અનેક ઊર્મિઓ સતત ઉભરાઈ છે
ત્યારે જ તો શબ્દો એક ગઝલ માં ગોઠવાઈ જાય છે
હું કઈ માંગી ના શક્યો ને તુ કઈ આપી ના શક્યો
હું અભાવ માં જીવ્યો ને તુ ભાવ આપી ના શક્યો
છું એટલો વ્યસ્ત આ જિંદગી માં નથી પોહચી શક્યો હું ઈશ્વર ની બંદગી માં
મોક્ષ જ સત્ય આ પૃથ્વી માં જાણું છું છતાં થાક્યો હું
નશ્વર ની ભક્તિ માં
મારો ગઝલ લખવા નો આ પ્રથમ પ્રયાસ હોય ભૂલ થઇ હોય તો માફ કરી દેશો એવી મને આશા છે અત્યાર સુધી મારા લખાણ ને આપના દ્વારા જે આશીર્વાદ મળ્યા છે તે બદલ હું અંતઃ કરણ થી આપનો કોટી કોટી આભાર માનુ છું ભવિષ્ય માં પણ આપનો સાથ અને સહકાર મને સતત મળતા જ રહે એવો મારો અતૂટ વિશ્વાસ છે ધન્યવાદ
અંગ્રેજી વિષય શીખવા માટે અંગ્રેજી છાપું વાંચવું એવી સલાહ મારા પરમ મિત્ર એવા શ્રી દિવ્યેશ કંડોલિયા ને એક સાહેબ એ આપેલ તેથી એણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા વાંચવા નું શરૂ કર્યું હતું જયારે તકલીફ પડે ત્યારે ગુજરાતી સમાચાર પત્ર અને ડીક્ષનેરી ની મદદ લેવાંની આમ થોડા જ સમય માં તેને અંગ્રેજી બોલતા આવડી ગયું