jinu the sayar ni kalme - 2 Jinal Dungrani Jinu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

jinu the sayar ni kalme - 2

પૃથ્વી પર અમે આવવાના ને જિંદગી અમે જીવવાના,
જિંદગી અમે જીવવાના ને બાળમંદિરે જાવાના,
બાળમંદિરે જાવાના ને નાસ્તા ના ડબ્બા ખાવાના,
નાસ્તા ના ડબ્બા ખાવાના ને કલમ ખટારો શીખવાના,
કલમ ખટારો શીખવાના ને સ્કૂલે અમે જાવાના,
સ્કૂલે અમે જાવાના ને ચોપડીઓ અમે ભણવાના,
ચોપડીઓ અમે ભણવાના ને લેશન અમે કરવાના,
લેશન અમે કરવાના ને પરીક્ષા અમે આપવાના,
પરીક્ષા અમે આપવાના ને પાસ અમે થાવાના,
પાસ અમે થાવાના ને કોલેજ અમે જાવાના,

રોણા તો મોજ કરવાના. ...

કોલેજ અમે જાવાના ને મિત્રો અમે બનાવવાના,


મિત્રો અમે બનાવવાના ને ફરવા અમે જાવાના,


ફરવા અમે જાવાના ને રેફરન્સ બુક અમે વાંચવાના,
રેફરન્સ બુક અમે વાંચવાના ને પરીક્ષા અમે આપવાના,
પરીક્ષા અમે આપવાના ને ડીગ્રી અમે મેળવવાના,

રોણા તો મોજ કરવાના. ....

ડીગ્રી અમે મેળવવાના ને નોકરી ધંધો કરવાના,
નોકરી ધંધો કરવાના ને રૂપિયા અમે કમાવવાના,
રૂપિયા અમે કમાવવા ને લગ્ન અમે કરવાના,
લગ્ન અમે કરવાના ને ઘર સંસાર અમે ચલાવવાના,

રોણા તો મોજ કરવાના. ...

ઘર સંસાર અમે ચલાવવાના ને મા-બાપ ની સેવા કરવાના,
મા-બાપ ની સેવા કરવાના ને એક દિન ચાલ્યા જાવાના,
એક દિન ચાલ્યા જાવાના ને યાદી મુકીને જાવાના,
યાદી મુકી ને જાવાના ને કહાની બનીને રહેવાના.....

રોણા તો મોજ કરવાના. ....

મારા આ શબ્દો થકી જન્મ થી મૃત્યુ ની વાત કહેતી હું " જીનલ ડુંગરાણી " અંતે જિંદગી
વિશે એટલું જ કહેવા માંગું છું કે........

મારી જિંદગી ના આ ચોપડા ને
ફુલો થી સજાવવા માંગુ છું;
જિંદગી ના આ ચોપડા માં
સુગંધ ફેલાવવા માંગુ છું;
કેટકેટલીય વાર નિષ્ફળ થઇને પણ
ફરી ચડવા માંગુ છું;
જિંદગી ની ડાયરી ને હું મોજ થી માણવા માંગુ છું

-જીનલ ડુંગરાણી " જીનુ"

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

જુનાગઢ જાવાના, દામોકુંડ નાવાના;
વિરપુર જાવાના, જલારામ ને મળવાના;
રોણા તો મોજ કરવાના
સતાધાર જાવાના ,શામજીબાપુ ને મળવાના;
દ્વારીકા જાવાના , રણછોડરાય ને મળવાના;
રોણા તો મોજ કરવાના
ગઢપુર ધામ જાવાના,ગોપીનાથ ને મળવાના ;
જડેશ્વર જાવાના , મહાદેવ ને મળવાના
રોણા તો મોજ કરવાના
પાળીયાદ જાવાના , અમરાબાપુ ને મળવાના;
પાંચાળ જાવાના , ઘેલા સોમનાથ જોવાના;
રોણા તો મોજ કરવાના
હિંડોળગઢ જાવાના , હરણો ને જોવાના;
દાણીધર જાવાના , શ્રી નાથજી ને મળવાના;
રોણા તો મોજ કરવાના
ગોંડલ જાવાના ,વડવાળા ને મળવાના;
સોમનાથ જાવાના ,12 જયોતિઁલિંગ જોવાના;
રોણા તો મોજ કરવાના
ચોટીલા જાવાના ,ચામુંડા માને મળવાના;
તુલસીશ્યામ જાવાના ,ઠાકોરજી ને મળવાના;
રોણા તો મોજ કરવાના
પાવાગઢ જાવાના ,મહાકાળી ને મળવાના;
બગદાણા જાવાના,બાપા બજરંગદાસ ને; મળવાના
રોણા તો મોજકરવાના
રાજપરા જાવાના , મા ખોડીયાર ને મળવાના;
ગણપતપુરા જાવાના , ગણેશજી ને મળવાના;
રોણા તો મોજ કરવાના
અરણેજ જાવાના , બુટભવાની ને મળવાના;
શિહોર જાવાના , ગૌતમેશ્વર મહાદેવ ને મળવાના;
રોણા તો મોજ કરવાના
સાળંગપુર જાવાના, પવનપુત્ર ને મળવાના;
રણુજા જાવાના , રામદેવ પીર ને મળવાના;
રોણા તો મોજ કરવાના
સૌરાષ્ટ્ર ને ઝાલાવાડ ફરવાના;
ફોટો સેલ્ફી લેવાના ;
રોણા તો મોજ કરવાના

જીનલ ડુંગરાણી"જીનુ"

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


આ જિંદગી ની સફર માં એક વસંત બનવા માંગુ
છું તું મહેસૂસ તો કર તારી જિંદગી બની જીવવા
માંગુ છું .....

જિંદગી ની સફર માં એક રંગ બનવા માંગુ છુ
તું મહેસૂસ તો કર તારી જિંદગી રંગીન બનાવવા
માંગુ છુ. ......

આ જિંદગી ની કવિતાઓ નો સુર બનવા માંગુ છુ
તું મહેસૂસ તો કર તને મારી જિંદગી નો સુર
બનાવવા માંગુ છુ
મા તને જ મારી જિંદગી નો સુર બનાવવા માંગુ છુ ....😇
તારી લાડકવાયી જીનુ😇😘😍👪

આભાર