jinu the sayar ni kalame - 4 Jinal Dungrani Jinu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

jinu the sayar ni kalame - 4

એક મોહન મોરલીવાળો....
એક મોહન મોરલી વાળો...
એ તો રાધા ની પ્રીતે બંધાવો,
ભકિત ભળી તો થયો મીરાનો,
વેદના ભળી તો થયો રાધા નો,
શ્રધ્ધા કેરી જીતે શોભી મીરા,
ને ત્યાગ કેરી જીતે શોભી રાધા,
એક માધવ મતવાલો .. મતવાલો...
પ્રેમ ની શકિત એ બે રૂદિયા રંગાણા,
વિષ થકી જીતી મીરા,
ને વિરહ પર જીતી રાધા,
ગોકુળ છોડયું ગિરિધરે,
ને છોડ્યા રાધા કેરા સંગાથ,
ને વિષ કેરા પ્યાલે તરસાવ્યા મીરાંબાઈ,
એક કાન જશોદા નો જાયો...
એક મોહન મોરલી વાળો...
એક માધવ મતવાલો.. મતવાલો..
jay shree krishna
jinu the sayar

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

દિલ ની કલમ.. 😍
દિલ ની કલમથી,આ કાગળ પર
દરેક દાસ્તાન, મારી લખી રહી છું,
લાગણીઓ ને શાહીમાં ઘોળી ને,
હું જિંદગી, મારી લખી રહી છું,
કોઈકનું કયારેક બનવું હતું,
કોઈક ની સાથે જીવવું હતું મારે,
ફૂલોમાંથી આવતી સુગંધ ની જેમ,
કોઈકના શ્વાસમાં સમજાવવું હતું મારે,
કોઈ દી' મારી તો નથી બની,
પરંતુ તમારું બનવું હતું મારે,
તે તો એવી કેદ કરી મારી કલમને,
કે હવે આ કલમના સહારે જીવવું છે મારે...
😍😍😍😍😍
jinu the sayar

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


ભાગ્ય નો ખેલ.. 😊


એક અલગ દુનિયા વસાવી રહી છું,

જયાં, ફક્ત પોતાની સાથે જ પ્રેમ થશે,

કોઈ બીજા ની થવાથી ડરી રહી છું,

જયાં, મુશ્કેલી જ દરેક વાત નું કારણ છે,

કોઈ ની હેસિયત જોઈ ને કરાતો પ્રેમ,

શું આ જ કોઈ ના પ્રેમનો આધાર હોય છે??

એ જમાનો કયાં ગયો??

જયાં વર્ષો સુધી કોઈની રાહ રહે છે,

ત્યાગ, સમર્પણ, વિશ્વાસ બધું જ છુટી રહયું છે,


સાચી વાત છે આજકાલ કોઈ નું થવું ભાગ્ય નો ખેલ છે...


jinu the sayar

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

મન ની વાત

જિંદગી રોકાઈ ગઈ છે તો શું થયું??

શ્વાસ તો ચાલું છે ને...

દિલમાં દર્દ છે તો શું થયું??

બાળકોનો કીલકાટ તો છે ને...

શેરીઓમાં શોર નથી તો શું થયું??

ચકલીઓનું ચીં... ચીં... તો છે ને...

પૈસા થોડા છે તો શું થયું??

પરિવાર નો સાથ તો છે ને...

માનું છું થોડી યાદ આવે એ બજાર, ભીડ, શોરબકોર,

પરંતુ આ ધરતી નું ફરી ગુંજતું થવું પણ જરૂરી છે ને...

હારશો નહીં મિત્રો, જિંદગી ફરી એ જ રસ્તે ચાલશે,

પણ સમય સમય ની વાત છે ઘરમાં રહો,સુરક્ષિત રહો

વિશ્વ મહામારી માં લોકો ને અર્પણ...

jinu the sayar

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

દિલ ની દિવાની


લખતા લખતા આજ એક પત્ર લખું છું,

જેને શોધી રહી છું એમના માટે જ લખું છું,

ધુમાડામાં કંઈ જ ના દેખાય તો સાદ પાડું છું,

હું એમને અહીં જ છું એવો અહેસાસ આપુ છું,

બસ આ પ્રેમ ની વાતમાં જ ખામોશ રહું છું,

આજકાલ ના એ અનુભવ ને જ સમજું છું,

શું કહું?? એમના માટે જ તો જીવી રહી છું,

એટલે જ તો એમને હસતા જોઈ ગીત ગાઈ રહી છું,

તાપી તટે બેસી બસ એમના જ નામની સરિતા વહાવું છું,

આંબા ડાળે કોયલને ટહુકારે સાદ પાડું છું,

પુનમની રાત્રે ચંદ્ર માં એમને નિહાળું છું,

સાહેબ હું તો એમની જ દિવાની છું...

jinu the sayar

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


જય જય ગરવી ગુજરાત😊


હે પ્રભુ,

તે તો વિશ્વ બનાવ્યું,

ને એમાં સર્જયું હિન્દુસ્તાન,

તેમાં પણ ગુર્જર નગરી,

જયાં જન્મ થયો મારો,

ધન્ય ધરા ગરવી ગુજરાત....

તે તો આપી મને હરીયાળી ધરા,

તેના થકી હું કરું અન્નદાન,

હું છું ગુજરાતી ને મારા મુખે,

સદાકાળ જય જય ગરવી ગુજરાત....

રૂડું છે માટે મારું સાળંગપુર ને ,

જાઉં સદા હું એ દ્વારે,

એનાથી કોઇ નથી અજાણ,

ને દાદા હનુમાનજી જયાં બિરાજમાન,

ધન્ય ધન્ય મારી આ ભાલ ભૂમિ,

ધન્ય આ પંથક ના વીર ઘેલાશા,

ઘઉં વર્ણી સીમ જયાં ને,

વળી માણહ મન ના મીઠાં,

આવું રૂડું ને રૂપાળું મારું ગામ રોજીદ,

જયાં માં બ્રહ્માણી ને ગેલી અંબે ના રખોપા....

Jinal dungrani"jinu"

(Jinu the sayar)


મને લખવું ગમે છે એટલે હું લખું છું જો તમને વાંચવું ગમે તો વાંચજો આભાર સહકાર ની અપેક્ષા સહ.

Jinu the sayar na jay shree krishna