લવ ગાયબ થઈ ગયો હતો એની ક્યાંય ભાળ ન મળતાં અમે પોલીસ કમ્પલેન કરી પોલીસ પોતાની રીતે તપાસ કરતી રહી. ધોધમાર વરસાદ પડ્યા પછી લવની ભાળ મળવી મુશ્કેલ હતી.
મારો પરિવાર ખૂબ પરેશાન હતો એવામાં એક દિવસ પેલી છોકરી મારી જોડે આવી. એણે જે વાત કરી એ સાંભળી મારા હાથ પગ ધ્રુજી ઉઠ્યા. મને તો સ્વપ્ને પણ કલ્પના ક્યાંથી હોય કે આ પાંચે મિત્રો મળીને લવને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મેં આખી ઘટનાને મનમાં ધરબી દીધી. એક દાવાનળ સળગતો હતો હવે. એક એવી આગ મનમાં પ્રજ્વળી ઉઠી હતી. જે આ લોકોના ખૂનથી જ બુજાય એમ હતી.
એવામાં એક ઘટના ઘટી.
આ પાંચેય મિત્રોને જ્યારથી ખબર પડી કે પોલીસ લવની તપાસ કરી રહી છે તો આ લોકોએ ઓરિસ્સાનું પોતાનું ગામ છોડી સુરત આવી જવાનું નક્કી કર્યું. બધા મિત્રો આપસમાં મળ્યા અને ગામને કાયમી અલવીદા કરી દેવાનો નિર્ણય લેવાઇ ગયો.
ગામમાંથી આ ટોળકી અચાનક ગાયબ થઇ જતાં હું ચોકી ઉઠ્યો. મારા શિકાર હાથમાંથી છટકીને ગાયબ થઈ જાય એ કેમ પાલવ? એ તમામને હું મોકો જોઇ મોતને ઘાટ ઉતારી દેવા માંગતો હતો પરંતુ મારી ધારણા ખોટી પડી. મેં ખોજ બિન શરૂ કરી આખરે એમના નજીકના મિત્રો દ્વારા જાણવા મળ્યું કે આ પાંચેય મિત્રો સુરતમાં હતા. હું પણ સુરત આવી ગયો. એ લોકોના મોબાઈલ નંબર ટ્રેક કરી એમના સુધી પહોંચી જવું મારા માટે ખૂબ આસાન હતું . એમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે હું એમનો પીછો કરતો કરતો અહીં સુધી આવી ગયો છું. ઓરિસ્સા વાળી ઘટના એમના દિમાગમાંથી ભુસાઈ જાય અને એ લોકો સાવ બિન્દાસ બની જાય પછી જ મેં એ બધાને એમના કુકર્મોની સજા આપવાનુ નક્કી કર્યું ઘણા વર્ષો સુધી મેં રાહ જોઈ.
પછી જ એક ફૂલ પ્રુફ પ્લાન તૈયાર કર્યો. હું એક એવી કોલ ગર્લની તલાશમાં હતો જે પૈસા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય.. facebook પર ફેક આઈડી બનાવી ઘણા કોન્ટેક્ટને ખંગાળી જોયા. એવામાં મને લવલીનનો ભેટો થઈ ગયો. લવલીન પોતાની આર્થિક પરિસ્થિતિને લઈ પરેશાન હતી. એ સમાજમાં ખૂણે-ખૂણે દરેક જગ્યાએ દેહને ચૂંથવા હર ક્ષણ તૈયાર રહેતા વરુઓથી ત્રાસી ગઈ હતી. એણે નક્કી કર્યું કે જો શરીરને આવા વરૂઓના હવાલે જ કરવાનું હોય તો શા માટે યુવાનીનો ઉપયોગ કરી રૂપિયો ન રળી લઉં?
મેં લવલીનનું બેગ્રાઉન્ડ જોઈ લીધું. હું ચોરી છૂપીથી એની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યો હતો. કારણ કે એને મારા પ્લાનમાં કઠપૂતળી બનાવતાં પહેલાં હું ચકાસી લેવા માંગતો હતો કે કેટલી હદ સુધી એ તૈયાર છે. મારા નસીબે મને યારી આપી.
મને જાણવા મળ્યું કે ઓસ્ટ્રેલિયામાં એના પતિ દ્વારા તરછોડાયેલી એની બહેન ઈન્ડિયા પાછી ફરી રહી હતી ત્યારે કોઈ અજાણ્યા નરાધમનોએ એનો પીછો કર્યો, ઓંતરી ગાડીમાં નાખી અવાવરૂ જગ્યાએ લઇ જઇ ધોધમાર વરસાદ વચ્ચે એનો રેપ કરી મારીને ફેંકી દીધી.. લવલીનની જિંદગીમાં ટર્નિંગ પોઈન્ટ લાવવા માટે આ જ ઘટના કારણભૂત હતી.
શરીર ભૂખ્યા પુરુષો માટે એને ભારોભાર નફરત હતી.
મારા જાણવવામાં આ વાત આવી ત્યારે દિમાગમાં એક પ્લાન આકાર લઇ રહ્યો હતો. હું લવલીનનો પહેલો ગ્રાહક બન્યો..
લવલીનને ધાર્યા કરતાં વધારે પૈસાની ઓફર કરી મારી ગાડીમાં એક ફાર્મ હાઉસ પર લઈ લીધી.
સર.. મેં એક ફેસ આર્ટિસ્ટને મળી મારા ચહેરાને તમારા જેવા બનાવી દીધો.. જેથી મારી જાતને હું છુપાવી શકુ. કારણકે મારે લાંબી ઇનિંગ રમવાની હતી..
લવલીનને દગો કરવાનો વિચાર પણ મને નહોતો આવ્યો. અને એટલે જ મેં એને મારી જિંદગીની ખૂબ નજીક લાવી દીધી.
એ રાત્રે જ્યારે અમે એકમેકમાં ભળી ગયાં. એક અવર્ણનીય અનુભૂતીની સફર માણ્યા પછી લવલીન પોતાની જાતને મારી જોડે બિલકુલ સુરક્ષિત સમજી રહી હતી. મેં એને મારા લેપટોપમાં એક યુવતી પર રેપ થતો હોય એવો વિડીયો મારા પ્લાનના ફર્સ્ટ સ્ટેપ ના આરંભ માટે રાખી મૂક્યો હતો એ બતાવ્યો.
એ વીડીયો બતાવી ને એના અંતરમાં ખળભળી ઉઠેલી બદલાની આગને ફરી ભડકાવી દીધી. લોઢું ગરમ જોઈએ. મેં કઠપૂતલી મર્ડર પ્લાન માટેના પહેલા શિકારને ટાર્ગેટ બનાવી એને કેવી રીતે ફાંસવો અને મોતને ઘાટ ઉતારવો એની ચર્ચા કરી..
એ ટુ ઝેડ પ્લાનની વિગત રજૂ કરી એને ખાત્રી આપી કે દરેક ક્ષણે હું તારી સાથે હોઈશ..
લાખોની ડીલનો સોદો હતો. અને લવલીન પણ તૈયાર હતી.
( ક્રમશ:)
"તો મિત્રો નવલકથાનો કદાચ આના પછી એકાદ પ્રકરણ આવે શું તમે છેલ્લી ઘડી સુધી નક્કી કરી શકો છો કે ખરેખર આ બધી હત્યાઓઓ માટે કોણ જવાબદાર છે? કોણે કઠપુતલી મર્ડર મિસ્ટ્રી ને અંજામ અંજામ આપી ખૂનની હારમાળા સર્જી દીધી..? તમારા જવાબ આપો મને whatsapp પર આપી શકો છો..? જ્યાં આવનારી નવલકથા નરકંકાલ વિશે તમને જાણવા મળશે..
,WTSP. 9870063267
(ક્રમશ:)