તારા જવાબ બદલવાની રાહમાં - 2 ... Dip@li..., દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તારા જવાબ બદલવાની રાહમાં - 2



દિવ્યા અને ભગતે પોતાના પરિવાર અને મિત્રો થી પોતાના કોર્ટ મેરેજ ની વાત સંતાળી. અને પ્રોફેસર પાંચાલ ની હાજરી માં કોર્ટ મેરેજ કરી લીધા. આખરે થોડાંક જ અઠવાડિયામાં વિદેશ જવાની તૈયારી થઈ ગઈ ટીકીટ બુક કરાવી પ્રોફેસર પાંચાલે તેમને બોલાવ્યા. ત્યાં કેવી રીતે રહેવું અને પતિ પત્ની નું નાટક કેટલા સમય સુધી ચાલું રાખવું એ જણાવ્યું.

બન્ને એ બધી તૈયારી કરી લીધી. આખરે જવાનો સમય પણ આવી ગયો. દિવ્યાને તો તેના ભાઈ ભાભી અને મીત્રો છોડવા જશે . અને ભગતે ને તેનો ભાઈ . હવે જો પરીવાર નો કોઈ પણ સદસ્ય ભગત કે દિવ્યા ને સાથે જોવે તો કોર્ટ મેરેજ ની વાત સામે આવી જાય. એટલે ભગતે એક કલાક વહેલા જવાનું નક્કી કર્યું. ભગત એરપોર્ટે પહોંચી ભાઈને ફ્લાઇટ મોડી છે એમ બહાનું બનાવ્યું.ભાઈ તો ત્યાંથી ચાલ્યા જાય છે. બીજી બાજુ દિવ્યા પણ ચેતવી ચેતવી ને આવી પહોંચી . બધું પ્લાનિંગ પ્રમાણે જ ચાલતું હતું.

બન્ને પ્લેનમાં પણ બેસી ગયા. દિવ્યા સફર માટે બહુ ઉત્સુક હતી . જ્યારે ભગત થોડોક સીરીયસ અને નર્વસ હતો. પણ દિવ્યા એ પોતાની મીઠી વાતોથી એને પણ ઉત્સુકતા વળગાડી દીધી. ત્રણ-ચાર કલાક કેમ નીકળી ગઈ ખબર જ ના પડી બન્નેને . ફ્લાઇટ ટેક ઓફ થઇ. બન્ને એરપોર્ટની બહાર આવ્યા . ત્યાં મી.કાર્લ આવી અને તેમને તેમના રૂમે લઈ ગયા. મી.કાર્લ એક કોફી પાર્લર અને લાઈબ્રેરી ચલાવતા. તેમના પરિવારમાં તે અને તેમના પત્ની બેજ સભ્યો હતા.
મી.કાર્લ તેમને રાત્રીનુ ભોજન આપી અને જણાવ્યું સવારમાં તે દિવ્યા અને ભગતને તેમની કોલેજ, દિવ્યા ને તેની જોબ, અને માર્કેટ લઈ જશે.

દિવ્યા ભગતના મકાનમાં બે રૂમ અને ઓસરીમાં જ રસોડું. સામાનમાં એક બેડ અને એક સોફો હતો. એ પણ મી.કાર્લ ના ઘરેથી. બન્ને થોડી વસ્તુઓ સાથે લાવ્યા હતા. જેમાં તેમના થોડા દિવસો નીકળી જાય એમ હતું.

ભગત એક રૂમમાં સોફા પર સુઈ ગયો. અને દિવ્યા બેડ પર. બીજા દિવસે મી.કાર્લે પ્રથમ તો ઈન્ડીયન રૂપીઝને ત્યાંના રૂપિઝમા કનવર્ડ કરાવવાનું કામ કર્યું. પછી કોલેજ, દિવ્યાની જોબ, અને માર્કેટ બતાવ્યા.

થોડા દિવસોમાં કોલેજ, જોબ ચાલુ થઈ ગયા. રોજ દિવ્યા ભગત સાથે કોલેજ જાય, ત્યાંથી દિવ્યા જોબ પર, અને ભગત કામની શોધમાં. થોડા અઠવાડિયામાં ભગતને પણ જોબ મળી ગઈ. બન્ને એક બીજાને સાથ આપતા.

અમને આમ દીવસો, અઠવાડિયા, અને મહીનાઓ વીતતાં ગયાં. બન્નેની મીત્રતા વધુ ઘાટી થતી ગઈ. હવે છ મહિના વીતી ગયા.



આજે મી.કાર્લ આવ્યા છે. પ્રોફેસર પાંચાલના કહ્યા પ્રમાણે બે દિવસ પછી બન્નેના ડાઈવોર્સ કરવાના છે. મી.કાર્લે એ બન્નેની મંજૂરી તપાસી લીધી. બન્નેની હા જ હતી પછી મજબુરી ભલે હોય પણ હા તો હતી જ. થોડા દિવસો પછી ડાઈવોર્સની કાર્યવાહી પણ પુરી થઈ.

હવે ભગતે અલગ રહેવા જવાનું નક્કી કર્યું. દિવ્યા નો'તી ચાહતી પણ ના પાડવાનું કારણ વળી શું બતાવવું. ભગત એક માજીને ત્યાં એક રૂમ ભાડા પર લાઈલીધો. થોડા દિવસ પછી ત્યાં રહેવા પણ ચાલ્યો ગયો. એક બીજા વગર રહેવું મુશ્કેલ હતું પણ સાથે રહેવાનું પણ કારણ ના બનાવી શક્યા. હવે તો ભગત અને દિવ્યા એક બીજાને માત્ર કોલેજમાં જ મળતા. બન્નેની ના રહેવાય ના સહેવાય જેવી પરીસ્થીતી હતી. આમજ એક વર્ષ વીતી ગયું.

એક દિવસ ભગત અડધી રાતના દિવ્યાના રૂમ પર પોતાનો સામાન લઈ ને આવ્યો. કારણ જણાવતા તે જે માજી ના રૂમમાં રહેતો હતો તેમનું કાલે જ મૃત્યુ થઈ ગયું અને તેના દિકરાએ ભગતને ત્યાંથી અત્યારે કાઢી મુક્યો. દિવ્યા એજ ચાહતી હતી. થોડા દિવસો બાદ ભગતે બીજો રૂમ શોધવાનું ચાલુ કર્યું. પણ દિવ્યાએ ભગતને પોતાની સાથે રહેવા મનાવી લીધો.

આમને આમ બે વર્ષ થયાં. આ બે વર્ષ માં કેટલી નોકરીઓ બદલી, કેટલા મીત્રો બનાવ્યા, કેટલી જગ્યા પર ફર્યા. પરંતુ એક બીજા પ્રત્યેનો પ્રેમ એમને એમ વધતો ગયો. હવે બન્નેનુ ભણતર પુરુ થયું. ડીગ્રી પણ મેળવી લીધી. ઘરે વાત કરી બધા ખુશ હતા. હવે ભારત આવવાની તૈયારી ચાલું કરી. તે બન્ને ઈચ્છેતતો ત્યાં જ નોકરી પણ મળી જાત. પણ દેશ પ્રેમ અને પરીવાર પ્રેમ એમને ખેચતા હતા. ટીકીટ બુકિંગ કરાવી લીધી. પાંચ દિવસ પછીની હોવાથી બન્નેએ ઘરનો સામાન મી.કાર્લ સાથે સાચવી લીધો. અને ત્રણ દિવસ માટે હોટેલમાં રહી અને ફરવાનું નક્કી કર્યું. એમાં ભગતે પણ નક્કી કર્યું કે જે થાય તે જોયું જાશે પણ દિવ્યાને પોતાના મનની વાત કહીને જ રહેશે. બીજી તરફ દિવ્યાને એ જ ડર હતો. સતત બે દિવસથી દિવ્યા ભગતની વાતને ટાળતી હતી. આજે બન્ને હોટેલના ગાર્ડનમાં બેઠા હતા.

'આજે છેલ્લો દિવસ છે. કાલે સવારના જવાનું છે.' એ વીચારી ભગતે દિવ્યાને વાત કહેવાનું શરુ કર્યું. પણ દિવ્યા વાત કાપી ચાલી નીકળી. ભગતે દિવ્યાને પકળી ધરાર બોલી ગયો. દિવ્યાને મનીષા યાદ આવી. મનીષાએ ભગત માટે જોયેલા સ્વપ્નાઓ, મનીષાનો ભગત પ્રત્યેનો અમાપ પ્રેમ. આ બધુ યાદ આવતા દિવ્યાએ પોતાની જાતને સંભાળી લીધી. ભગતને એક ધક્કો માર્યો. કઠોર બનીને ભગતના પ્રેમને ઠોકર મારી દિધી ભગત પણ ઓછો ન હતો એનીએ એક પણ પ્રયાસ ના મુક્યો. પણ દિવ્યા બાજી જીતી ગઈ. દિવ્યાએ ભગતના પ્રેમને ઠુકરાવ્યો નહતો પણ પોતાની જાતને પોતાના હાથે મારી નાખી. એટલું જ નહીં પણ એની આંખો માંથી એક આંસુ પણ ના પડવા દિધું.

સવાર ક્યારે પડ્યું એની ખબર જ ના પડી. બન્ને તૈયાર થઈ હોટેલથી સીધા એરપોર્ટ પર ગયા. ત્યાં મી.કાર્લ સાથે મળ્યા. પ્લેનમાં બેસવા પહેલા દિવ્યા એ ઘરે વાત કરી. ભાઈ ભાભી તેને લેવા આવવાના હતા. ભગતે એકલા જાવાનું નક્કી કર્યું.

‌‌‌‌‌‌એરપોર્ટ પર બધી પ્રક્રિયા પુરી કરી. ત્યાં ખબર પડી કે પ્લેન વાતાવરણ ખરાબ હોવાથી ત્રણ કલાક મોડું છે. બન્ને એક બીજા પાસે બેઠા હતા છતાં આ ત્રણ કલાક કોઈ એક શબ્દ પણ ના બોલ્યું. ભગતને એમ હતું દિવ્યા ને સાયદ એની સગાઈથી પ્રોબ્લેમ હતી એટલે ના પાડે છે કાતો ભગત એને ઓળખી ન શક્યો. પણ દિવ્યા અને મનીષા ની મીત્રતા વિશે કોઈ ખબર જ ન હતી. એ બીચારો પોતાને દોષ આપતો હતો. છતાં એનો એક નિશ્ચય પાક્કો હતો. આજીવન દિવ્યાનો સાથ ન મળે તો વાંધો નથી પણ કોઈ બીજા ને દિવ્યાની જગ્યા ક્યારે નહીં આપે.



હવે પ્લેનમાં બેસી ગયા. રાત્રે નીંદર ન કરી હોવાથી દિવ્યા સુઈ ગઈ. અને ભગતે દિવ્યાને જોયા કરી. ભારત પહોંચી દિવ્યાએ છેલ્લી વખત ભગતને જોયો છેલ્લા શબ્દ તરીકે માત્ર Bye કહી શકાયુ. અને ભગતે દિવ્યાને ' હું તારા જવાબ બદલવાની રાહમાં હર હંમેશ હોઈશ. ' દિવ્યામા હિમ્મત ન હતી કાંઈ કહેવાની એ માત્ર ભગતને જતો જોઈ રહી. જાણે આટલા સમયથી રોકેલા આંસુંઓ માનું એક આંસુ એની રજા વગર આંખ માંથી નીકળી ગયું. પણ પાછું કોઈ એને જોઈ ના લે એમ ચોરની જેમ એને લુછી નાખ્યું.

ભગતના ગયા પછી દિવ્યાએ પોતાના ભાઈ ભાભીની અડધી કલાક રાહ જોઈ. દિવ્યાના ફોનમાં ચાર્જ ન'તુ કોઈ બીજાના ફોનમાથી ફોન લગાવ્યો પણ ભાઈ ભાભી બન્નેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. લેનલાઈન કોઈ ઉપાળતુ ન'તુ. દિવ્યાને ન આવવાના વિચારો આવતા હતા. તે જેમ તેમ ઘરે પહોંચી. હજુ ઘરની અંદર જાય એ પહેલાં જ એને રોકકળ સંભળાયુ. એના પગ લોઢાના થઈ ગયા.....
શું થશે આગળ????

To be continue.....
Dip@li