તારા જવાબ બદલવાની રાહમાં - 3 ... Dip@li..., દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

તારા જવાબ બદલવાની રાહમાં - 3

પોતાના ઘરમાંથી રડવાનો અવાજ સાંભળીને દિવ્યા એક દમ ગભરાઈ જાય છે પણ પોતાનીજાતને કાબુમાં રાખીને ઘરમા જાય છે. ત્યાં
બે મૃતશરીરને જોઇને તે ત્યાંજ પડી ગઈ. એ મૃત શરીરતેના ભાઈભાભીના હતા. તે દિવ્યાને એરપોર્ટ પર લેવા જતી વખતે રસ્તામાં એક પુલ પરથી પસાર થતી વખતે તેમની કારનુ અકસ્માત થઈ જાય છે. અનેે કાર પુલ પરથી નિચે પડી જાય છે. તે બન્ને હોસ્પિટલમાંજ જત્યુ પામે છે. દિવ્યા માટે આ અસહ્ય ઘટના હતી. પણ સમયની ગતીતો કોઈ માટે થમતી નથી

દિવ્યા અને તેની માતા બન્ને તેના ભાાઈભાભીની અસ્થિવિસર્જન માટે રામેશ્વર જાય છે. આવતી વખતે રસ્તામાં બસનુ એક્સિડન્ટ થાય છે. દિવ્યા માત્ર ઘાયલ થયા છે જ્યારે તેની માતા ઘટના સ્થળે જ મૃત્યુ પામે છે. દિવ્યાને આ સમયે માત્ર મનીષાનો જ સહારો હતો. તેના સગા વહાલા તો માત્ર દેખાડવાનો જ પ્રેમ જતાવતા હતા. અસલમાં તે લોકો દિવ્યાની પ્રોપર્ટી પાછળ હતા. દિવ્યા ભારી હ્રદયે પોતાની માતાનુ અંતિમ સંસ્કાર કરે છે.

થોડા દિવસો પછી મનીષા પણ તેના ઘરે ચાલી જાય છે. હવે દિવ્યા ઘરે તથા જીવનમાં એકલી જ હતી. તેમાં પણ એના ભાઈભાભી અને માતાના અવસાન પછી દિવ્યાને પ્રોપર્ટીનો હકદાર ના સમજતા તેની પાસેથી પ્રેમથી કે જોરજબરદસ્તીથી સહીકરાવવા લાગ્યા. આસમયે દિવ્યાએ એકસારો નિર્ણય કર્યો. તે પોતાની બધી પ્રોપર્ટી રામેશ્વરની એક સંસ્થાને દાન કરી અને પોતે પણ એજ સંસ્થાનો એક હીસ્સો બની ગઈ. કોઈનેકાંઈ કહ્યા વીનાજ દિવ્યા પોતાનુ શહેર અને પોતાની યાદોને પાછળ છોડીને જતી રહી.

બીજી તરફ ભગતે ઘરે જતાજ પહેલાં મનીષા સાથે કરેલી સગાઈ તોડી નાખી. ભગતને દિવ્યાના ભાઈભાભી તથા માતા ના અવસાનની જાણ હતીજ પણ તેના દાદાનુ એજ સમયે હાર્ટ એટેકના કારણે અવસાન થયું હતું. એ કારણોસર ભગત દિવ્યા પાસે મોડેથી પહોંચે છે. જ્યારે તેને દિવ્યા ક્યાંક જતી રહી? શું કામ જતી રહી? તેની કાંઈ જાણ ન હતી.જયારે મનીષાને સગાય ના કરવાનું કારણ ' હું એક છોકરીના પ્રેમમાં શું' પણ એ છોકરીનુ નામ ન'હતુ જણાવ્યું. અને મનીષાએ પણ દિવ્યાને પોતાની સગાઈ ટુટવાની વાત જણાવી ન હતી. માત્ર ભગત મનીષાની સગાઈ ટુટી હતી જ્યારે તે મીત્રો તો હતા જ. મનીષા સાથે આ વિષય પર વાત કરતા દિવ્યાનુ ભગતના પ્રપોઝલને ઠુકરાવવાનું કારણ ખબરપડી ગઈ. મનીષાએ ભગતને પુરોસાથ આપ્યો. પણ દિવ્યાની કાંઈજાણ નહતી.

એકદિવસ મનીષાને પોસ્ટ લેટર મળ્યો જેદિવ્યાએ મનીષાને લખ્યોહતો.
'હુ આશહેર, અને બધાથી દુર જાવશુ મને માફકરજે હું છેલ્લી વખત પણ તને ના મળીશકી. મને ખોજવાની કોશિશ નાકરતી
તારી દિવ્યા. '


આ લેટર મનીષાએ ભગતને બતાવ્યો પણ ભગત હારે એમ નહતો. આ વચ્ચે જ ભગતના ભાઈના લગ્ન થાય છે. ભગત પણ નોકરી ધંધામા લાગી જાય છે એદિવ્યાની શોધ પણ ચાલુ રાખે છે.

ભગતના જીવનમાંથી દિવ્યા અને દિવ્યાના જીવનમાંથી એનો પરિવાર ગયાના વર્ષો આમનેઆમ વિતતાગયા. હવે વીસવ‌ર્ષ થઈ ગયા. એક તરફ દિવ્યાએ અનાથ આશ્રમને પોતાનો પરિવારસમજી ત્યાંજ રહેવા લાગે છે. અને એકકાપડની મીલ પણ ચલાવે છે. બીજી તરફ ભગત દિવ્યાની ખોજમાં વીસવર્ષ વિતાવે છે. જ્યારે મનીષાએ પણ લગ્ન કરી લીધા અને તેને બે સંતાનો પણ છે ભગતના ભાઈના પણ બે સંતાનો છે જ્યારે ભગત હજુ દિવ્યાની જ ખોજમાં છે. ભગત તેના ભાઈ ભાભીથી અલગ રહેતો. ભગત હવે પહેલા જેવો નહતો રહ્યો તેના ચહેરા પર કળચલીઓ ,આંખો પર ચશ્મા, અને સફેદ વાળહતા તેહવે પચાસ વર્ષ વટાવી ગયો હતો. દિવ્યાનુ પણ આમ જ હતું ભગતના નામનુ જીવન કરી બેઠી હતી. એ સોહામણા ચેહરા પર આજે કળચલી હતી. નીસ્તેજ ચેહરો. હજુ ભગતની ચાહતમાં હતો. જ્યારે દિવ્યાને મન હજુ એમ જ હતું કે પોતેભગત અને મનીષા ના લગ્ન કરાવ્યા. પણ ભગત હજુ દિવ્યાની શોધમા જ હતો. એ અલગ અલગ શહેરમાં ફર્યા કરતો. આ વખતે પણ ભગત નિકળી પડ્યો હતો.


એક રાતના સુમશાન સળક પર એક મહીલા રાડો રાડ હતી. એક નાની બાળકીને કોઈ જબરદસ્તીથી લઈજઈ રહ્યા હતા. ભગતે પ્રથમતો પોલિસ સ્ટેશનમા ફોન કર્યો પછી પોતે ત્યાં જઈને ગુંડા સાથે હાથા ફાઈકરી . ભગત હાથા ફાઈ કરતો હતો તે સમયે તે મહિલા એ બાળકીને લઈને ત્યાંથી ભાગી ગઈ. તેજ સમયે પોલીસ પણ તેને સામી મળી ગઈ તે મહિલા પોલીસની જીપમાં ભટકાઈ જાય છે પોલીસે ગુંડાઓને પકડી લીધા એમાંના બે ભાગી ગયા. મહિલા પોલીસની જીપમાં ભટકાઈ હોવાથી તેને તરત જ પોલીસ હોસ્પિટલમાં લઈ જાય છે. ભગત આ બધા ચક્કર માં તે મહિલાને મળીશકતો નથી. મહિલા હોસ્પિટલમાં હોવાથી ભગત પોલીસ સ્ટેશનની કાર્યવાહી પુરી કરે છે. જ્યારે હોસ્પિટલમાં પહોંચે છે ત્યાં તે મહિલા ત્યાં થી ચાલી જાય છે. ભગત હોટલમાં જાય છે. બીજા દિવસે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનું હતું એટલે રામેશ્વર જતો નથી. સવારમાં ભગત પોલીસ સ્ટેશનમાં પોહચે છે. ત્યાં જઈને ખબર પડે છે કે તે મહિલા કેશ પાછો લઇ ચાલી ગઈ છે વધુ જાણતા ખબર પડે છે તે આ શહેરની ન હતી. ભગતને થોડું વિચિત્ર લાગે છે. પણ કરી શું શકે? એટલે પોતાની કારમાં પાછો ફર્યો. ત્યાં એનું ધ્યાન એક પર્સ પર પડે છે.રાત્રેએ મહિલાને આ ગાડીમાં હોસ્પિટલમાં લઈ જવાઈ હતી એટલે અંદાજીત એનોજ લાગ્યો. ભગતને એ પર્સ ખોલતા ગઈ રાત વારી મહિલાનો પર્સ જણાય છે તેના વીશે' મીસ. દિપ્તી વર્મા અને રામેશ્વરની કોઈ મીલનો એડ્રેસ પણ મળે છે. આખરે ભગતે ગાડી રામેશ્વર તરફ ભગાડી. ત્યાં જઈ એક હોટલમાં રોકાયો પછી તરત જ એ મીલ પર ગયો. તે મીલના મેનેજરને મળે છે. મીલનો મેનેજર જણાવે છે તેની સાથે જે બાળકી હતી તે એકશ્રીમંત પરિવારની છે જેના પીતા એની માટે અઢળક સંપત્તિ મુકી ગયા છે. આ સંપત્તિ માટે તેના માતા પીતાનુ ખુન કરાયું તે બે વર્ષની હતી ત્યારે એને ગટરમાં નાખી મારવાની કોશિશ તેના સગા કાકા કાકીએ કરેલી પણ ભગવાનની દયાથી તે દિપ્તીને મળી ગયેલી અને અત્યારે પાંચ વર્ષથી તેની દિકરી જેવી જ રાખેલી છે આ છોકરી અઠાર વર્ષની થાશે એટલે તેને તેના પીતાની સંપતી મળી શકે એખબર હમણાંજ પડી તેજ કારણથી એની પાછળ તેના કાકાકાકી એગુંડાઓને મોકલેલા. આ કેશ કોર્ટમા ચાલે છે. ભગતને આ દિપ્તીને મળવાનું મન હતું એટલે આશ્રમનો એડ્રેસ લઈ તે તેને મળવા ગયો પણ તેને ત્યા દિપ્તી મળતી નથી એટલે હોટલમાં જઈ બીજા દિવસે ફરી આવે છે. ત્યાંરે ભગતને તે છોકરી મળે છે જેની મદદ ભગતે તે દિવસે કરી હતી તેનું પણ નામ દિવ્યા જ હતું. ભગતને તે દિવ્યા દિપ્તીની કેબીનમા લઈ જાય છે. પણ ત્યારે દિપ્તી હોલમાં હતી એટલે ભગતને તે દિવ્યા બધા ફોટોગ્રાફ્સ બતાવે છે ત્યારે એક ફોટોમાં તેને દિવ્યા દેખાય છે કોઈ પુરસ્કારથી સંમ્માનિત થતાં ભગત ધીરે ધીરે એ આલ્બમના પેજ ફેરવે છે અને દિવ્યાને દિવ્યા વિશે પુછેશે ત્યારે ખબર પડે છે આ દિપ્તી જ એનીદિવ્યા છે થોડીક વાર ભગત ચોંટી જાય છે આંખોના આંસુ થમતાજ નથી‌ જે દિવ્યાની વીસ વર્ષથી રાહ જોતોહતો તે તેને આમ મળશે એવી કલ્પના પણ નહોતી કરેલી ભગત નાના છોકરાની જે ઊછળી ઊછળીને હોલ તરફ દોળે છે ભગત આ પળમા પોતાની ઉમરના બે દાયકા પાછળ પહોંચી જાય છે તે હાફતા હાફતા હોલમાં પહોંચી હોલના દરવાજા પાસે ઉભી દિવ્યા દિવ્યા રાડો નાખે છે. દિવ્યા ભગતને આમ જોઈ પોતાની જગ્યાએથી ઉભી થઇ જાય છે દિવ્યાને જોતાજ ભગત તેની તરફ થોડુક માંડ ચાલી શકે છે. જ્યારે દિવ્યાના મનના હજારો સવાલ માનો એકજસવાલ બાહર આવી જાય છે. ' ભગત તું અહીં?' ભગત પુરુ સાંભળીના સાંભળી માત્ર " તારા જવાબ બદલવાની રાહમાં હજીશુ ' એટલું બોલી ઘુટણ ભર નીચે પડી જાય છે. ભગતની આંખના આંસુ બંધ થવાનું નામ નથી લેતા જ્યારે હવે તેઆસુઓએ એક નવો સાથી પણ ગોતી લીધો એ હતી દિવ્યા. દિવ્યાને એક મીનીટ માટે તો વિશ્વાસ ન'હતો થતો. પણ પછી આ તકને ઝડપી લેવા અને પોતાના જવાબ બદલવાની રાહમાં ભગતતરફ અથમ્ભ્ય દોટ મૂકી...

સમાપ્ત
🙏🙏🙏🙏 વાચક મિત્રો તમારા અમુલ્ય રેટિંગ માટે ખૂબ ખૂબ આભારી શું હું
આ મારી પ્રથમ વાર્તા છે માટે ભુલસુક માફ 🙂🙏🙏🙏Dip@li