સોહીનો નિર્ણય - 5 - છેલ્લો ભાગ Jayshree Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોહીનો નિર્ણય - 5 - છેલ્લો ભાગ

સોહી

ભાગ :૫

સોહી નો નિર્ણય

સોહી પાણી આપી અંદર ગઈ.દાદાજીની વિમલ સાથેની ઔપચારીકપૂર્ણ વાત પૂર્ણ થઈ એટલે રમેશભાઈએ રોહિણી,દાદી એટલે તેમના બાને બહાર બોલાવ્યા. બા આવ્યા એટલે દાદાએ બાને ચાવી આપીને કબાટમાંથી ફાઈલ લઈ આવવા કહ્યું.


બા ગયા એટલે રમેશભાઈએ પૂછ્યું,”શાની ફાઈલ?”


દાદાએ પૂછ્યું ,” વિમલ શેના માટે આવ્યો છે?”


જવાબમાં રમેશભાઈ બોલે તે પહેલા જ રોહિણીએ કહ્યું,” પિતાજી,રમેશ વિલ બનાવવા માંગે છે. તમારૂ તમારી મિલકતનું અને ઘરનું.”


દાદાજી બોલ્યા,” તો હવે વહુ બેટા સાંભળો,તમે બન્ને જણે મને પૂછ્યું હોત હું તમને જરૂર કહેત કે મે વીલ (વસિયત )તૈયાર કરી દીધું છે,તેમાં કોઈ જ ફેરફાર નહિ થાય.”


રમેશભાઈ બોલી ઊઠ્યા,” અમને પૂછ્યું પણ નહિ.?”


દાદાજીએ માથું ધુણાવી જવાબ આપ્યો,”ના.”


રમેશભાઈને રોહિણી એક સાથે બોલી ઊઠ્યા,” કેમ?”


દાદાજીએ કહ્યું,” કારણ મારી મિલકતનું વસિયત મારી મરજીથી જ બને. બીજું વસિયત ખોલતા પહેલા મારે વિમલ ને રમેશ તારો ડીએનએ ટેસ્ટ કરાવાનો છે.પછી જ વસિયત ખૂલશે.”


બન્નેના ચહેરા આશ્ચર્ય ને પછી ઝંખવાણા પડી ગયા.

“ચોખવટ કરતા પહેલા મારે એક ફોન કરવો પડશે” કહી દાદાજી ઉઠી પોતાની રૂમમાં ગયાને પાંચ સાત મિનિટમાં પાછા આવ્યા.

દાદાજીએ રોહિણી અને દાદી સામે જોઈ વાત માંડી.

સોહી દરવાજા પાછળ ઊભી હતી તેને પણ બોલાવી પાસે બેસાડી.વિમલ ન આવ્યો હોત તો પણ આજે હું આ વાત મૂકવાનો જ હતો. ચાલો સારૂ થયું કે કાલે રાતે વિમલ સાથે તને વાત કરતા મારા કાને વાત અથડાય ગઈ. જાણે અજાણે ઈશ્વરે જ બધું સમું પાર ઉતાર્યું .કહી દાદાએ વાત શરૂ કરી.

રમેશ તું,વિમલ ,રાહિન અને ઉદય ખાસ મિત્રો હતા બરાબરને. કોલેજની છેલ્લી પરિક્ષા પતી પછી બધાજ વિમલને ત્યાં રાત રોકાવા ગયા હતા,યાદ છે કે ભૂલી ગયા એ રાત ને એ પ્રસંગ?

વિમલ ઊભો થવા ગયો તો દાદાજીની કરડાકી ભરી નજર જોઈ બેસી ગયો. વિમલને ત્યાં તેના ઋજ્વલા માસીને તેમની દીકરી તેજ દિવસે કામના અર્થે આવ્યા હતા.સોહિણી નામ હતું.રાત્રે તમે બધા મોજને આનંદમાં વાતોએ ચઢ્યા હતા.લગભગ ત્રણ ચાર વાગ્યા સુધી વાતોએ ચઢ્યા પછી કંઈક કારણસર તમે બન્ને રસોડામાં ગયા ને તેજ સમયે સોહિણી પણ ત્યાં આવી,થોડીવારમાં કાળચક્રે શું થયું કે તમારા પર રાક્ષસ સવાર થયોને તમે બન્ને જણે સોહિણી સાથે ન કરવાનું કરી નાંખ્યું. રોહિન અને ઉદય તેજ ક્ષણે ફરાર થઈ ગયા.તો વિમલે તેઓને

કાયર કહ્યા તો પણ બન્ને ન જ રોકાયા.સોહિણીને ધમકાવીને વિમલે ચુપ કરી દીધી.રમેશ ઘરે આવી ને તરત જ બે ચાર કલાકમાં અમદાવાદ જવા નીકળી ગયો ને વિમલ મુંબઈ જવા.આશ્ચર્ય થયું મને કારણ રમેશતો પંદર દિવસ પછી જવાનો હતો ઈન્ટરવ્યું માટે.” આટલું

બોલી દાદા થોડા બેચેન બન્યા તો સોહીએ દાદાને પાણીનો ગ્લાસ આપ્યો,થોડું પાણી પી દાદાએ વાત આગળ વધારી.

“ઋજવલામાસી ને તેમની દીકરી ગયા પછી વિમલ ગામમાં આવ્યો.પણ રમેશ તો નોકરી મળીતો પણ ન આવ્યો તેનો આત્મા ખોટું કર્યાનો સાક્ષી હતો.રોહિણી તારા ઘરવાળા પણ લગ્નની ઉતાવળ કરવા લાગ્યા હતા.

રમેશે નોકરી મળ્યા પછી બીજે મહિને લગ્નની હા પાડી પણ શરત રાખી કે લગ્ન તો અમદાવાદમાં જ થશે.તેને ગામમાં આવવું જ નહોતું.લગ્ન પણ પત્યાને બરાબર સાતમે મહિને રોહિણીએ સારા સમાચાર આપ્યા કે તે મા બનવાની છે. સોહિણીની વાત ધીરે ધીરે રમેશના મનમાંથી નીકળી ગઈ હતી.એકવાર તારા બાને સારૂ નહોતુને હું હોસ્પિટલના ચેકઅપ માટે એમને લઈ અમદાવાદ આવ્યો હતો.એ રાતે વિમલને મે તારે ત્યાં જોયો ને તું એની સાથે કંઈક છાનીમાની ચર્ચા કરતો હતોને તે એને એક થેલી પણ આપી એ મે જોયું. મારા આશ્ચર્ય વચ્ચે તે થેલી લઈ ચાલી ગયો.પછી મે તને એટલો નિરાશને હતાશ જોયો કે મને થયું જરૂર આ બન્ને વચ્ચે કંઈક તો ખોટું છે.હવે તું ગામમાં આવવાજ નહોતો માંગતો. વિમલ પણ મુંબઈ ગયો પછી ક્યારેય ન દેખાયો.એક દિવસ વિમલને પિતા મને રસ્તામાં મળ્યા મે ખબર અંતર પૂછ્યા તો કહે,”બસ આ જુઓને મારા પત્નીની માસીયાઈ બહેનની દીકરી ને ત્યાં બેબી આવી છે પણ સોહિણીની તબિયત બગડી છે તે હું ડાકોર જાઉં છું.”એ પછી વિમલને માતા પિતાને મે ગામમાં જોયા જ નહિ. તે દરમ્યાન થોડા જ સમયમાં રોહિણીએ સરસ મજાની દીકરીને જન્મ આપ્યો ને એને અમે ગામ લઈ આવ્યા.રોહિણી પાંચ મહિના રહી ત્યાં સુધીમાં રમેશે પણ મુંબઈમાં નવી નોકરી શોધી લીધી હતી. સોહીને લઈ વારંવાર રોહિણી ગામ આવતી, તું ભાગ્યે જ આવતો. સોહી પાંચ વર્ષની થઈને તમે અમેરિકા ચાલ્યા ગયા. અમે બે માવતર તમારી રાહ જોતા,તમારા ફોનની રાહજોતા.સમય જતો ને કાઢતા.જૂનુ મકાન હવે જર્જરીત થવા માંડ્યું હતું ,નોકરી હજુ ચાલુ હતી,તું કહ્યા કરતો હતો છોડી દો ,વહેલા નિવૃત્તિ લઈ લો,પણ ના મનમાં તારી બાની ઇચ્છા પૂર્ણ કરવી હતી, તેથી આ ઘરમે છાના છાના પૈસા ભરી ઊભું કર્યુ હતું .

રમેશભાઈ તરત મોઢું વક્ર કરી બોલ્યા, “મે પણ ખૂબ પૈસા મોકલ્યા છે”

પિતાજી કાંઈ ન બોલ્યા ફક્ત બા સામે જોયું.ને આગળ બોલ્યા,-

“ઋજવલામાસીના પતિની જમીન હતી આ, પાછળ જે મકાન છે તે તેઓનું જ હતું.એકવાર દલાલ મારફત એમની મુલાકાત થઈ ઓળખાણ નીકળી ,ત્યારે ખબર પડી કે સોહિણીનું મૃત્યું થયું છે,વિમલને માતા પિતા ડાકોરમાં રહે છે.જમીનના સોદા પછી તરત જ ઋજવલામાસીના વર પણ મૃત્યું પામ્યા.એક પછી એક દુખને સોહિણી ની નાજાઈદ દીકરી તેઓ હતાશાની ખાઈમાં ડૂબી ગયા.એક રાતે માહી દોડતી આવીને સમાચાર આપ્યા રજ્જોબા બોલતા નથીને,હું રાત્રે ને રાત્રે તેમને દવાખાને લઈ ગયો. બધી સારવાર પછી એક પછી એક વાત કહેતા ગયાને ,સોહિણીનો પત્ર મને વાંચવા આપ્યો. આ જમીન પણ એમના પતિએ વિમલને બ્લેકમેલ કરી ખરીદી હતી,હા એ ખરૂ કે તેમાં પણ તારો હિસ્સો તો ખરો ને? એક કટાક્ષભરી નજર દીકરા તરફ નાંખી ને રસોડા તરફ નજર કરી તો માહી ને રજ્જોબેન ત્યાં ઊભા હતા તેમને પણ બહાર બોલાવ્યા.


વિમલ તરફ જોઈ પૂછ્યું,” ઓળખે છે આમને?”

આજ તારા ઋજવલામાસી ઉર્ફ અમારા બેન રજ્જોબેન.”


દીકરા તરફ નજર કરી બોલ્યા,” હા સોહિણીની બા ને માહીના નાની.”તે દરમ્યાન અમે અહીં રહેવા આવ્યા ને માહીને મારી શાળામાં પ્રવેશ અપાવી હું જ તેનો પાલક બન્યો.રજ્જોબેન ને બાની મદદ કરવા રાખ્યાને કુટુંબીનો હોદ્દો આપ્યો.”


ઘરની બેલ વાગી તો દરવાજે ઉદય ઊભો હતો.તેને આવકારી બોલ્યા,”આ એજ કાયર ઉદય છે.જેણે મને બધી જ તે રાત્રીની વાત કરી,એની અહી મેડીકેર લેબોરેટરી છે.ડીએનએ ટેસ્ટ કરવા બોલાવ્યો છે.કારણ માહીને મારે બાપનું નામ આપવું છે.”

બોલતા બોલતા ઢીલા પડેલા દાદાજીનો હાથ પકડી ,”માહી એ કહ્યું,” દાદાજી મારે નથી જોયતું નામ.. તમે મને સ્વમાનથી જીવતા શીખવ્યું છે,મારી પાછળ નાની નું નામ મને ગમે છે.”

દાદાજીએ માહીને સમજાવી કે ,”તારે નહિ તો મારે સોહિણીને ન્યાય આપવો છે. મારા સંસ્કારની ઉણપને મારે ન્યાય કરી પૂર્ણ કરવી છે.”

બધા વચ્ચે બ્લડ સેમ્પલ લેવાયા,સોહી એ પણ જીદ કરી સેમ્પલ આપ્યું ને દાદાજી એ ટેસ્ટનું પરિણામ આવે પછી જ મળવાનું કહી બધા પોતપોતાના રૂમમાં ગયા.વિમલને તાકીદ કરવામાં આવીકે તે બે દિવસ ગામ છોડી નહિ જાય ને અહીં જ રહે..ઘરમાં ન ફાવે તો હોટલમાં રહી સકે છે.

ઘરનું વાતાવરણ ગંભીર હતું બે ટંક બધાએ જ ચુપચાપ જમ્યાં,ક્યાંય હર્ષોલ્લાસ નથી.રોહિણીએ રમેશ સાથે વાતચીત જ બંધ કરી દીધી હતી,તેનું મન રમેશને માફ કરવા તૈયાર નહોતું.ત્રીજે દિવસે સવારે ઉદયનો ફોન આવ્યો, તે પરિણામ લઈ દસ વાગે ઘરે પહોંચશે. દાદાજીએ બધાને ને સાથે તેમની ફાઈલને લઈ હાજર રહેવાનું ફરમાન કર્યું.સૌ ચાહતા હતા કે રમેશનો વાંક ન નીકળે,વિમલ ને તો ઝંઝટ ગળે વળગશેનો અફસોસ હતો.ફક્ત સોહી ને દાદા ચાહતા હતા માહીને ન્યાય મળે.

ઉદયે કવર ખોલી કહ્યું માહીને સોહીનો ડીએનએ પરફેક્ટ મેચ છે.હા માહી રમેશની દીકરી છે..દાદાજીની આંખોમાં તેજ હતું.રમેશભાઈની આંખોમાં પસ્તાવો ને રોહિણીની આંખમાં નફરત.દાદીને રજ્જોબેન આધુનિક ટેકનોલોજીનું આશ્ચર્ય.વિમલને જાન છૂટીનો આનંદ.પણ અચાનક માહી ઊભી થઈને વિમલના ગાલ પર બે તમાચા મારી ફક્ત એટલું જ બોલી ,”તું કાયર નહિ પણ નપુસંક છે.એ સાબિત થયું છે ,ભાઈના નામે તું કલંક છે.”

દાદાજીએ વસિયત ખોલી ને તેમાં ઘર માહીના નામે ને સોહીને તેના પિતાએ મોકલાવેલા બધાજ પૈસાની માલિકી ને દાદા દાદી જીવે ત્યાં સુધી આ ઘરમાં રહે અને સોહી તેમની સાથે ગમે ત્યારે રહેવા આવી સકે તેની છૂટ.

જો રમેશભાઈ ઓફિસયલી માહીને સ્વીકારે તો તેઓ સાથે દાદા દાદી સંબંધ રાખશે નહિતો ,રમેશભાઈ હવે પછી ક્યારેય તેમના માતા પિતાને મળવા આવશે નહિ.

*સોહીએ નિર્ણય લીધો * “તે હવે કાયમ માટે જ ભારત રહેશે,તે આગળનો અભ્યાસ અહીંજ પૂર્ણ કરશે,પાપા મોમ જો માહીને દીકરી તરીકે સ્વીકારશે તો જ તે એ લોકોને સ્વીકારશે,નહિતો આજ પછી તે તેમની સાથે કોઈ જ સંબંધ નહિ રાખે.” તેની સમજમાં હવે આવી ગયું હતું પાપા કેમ પોતાના દેશથી દૂર ભાગ્યા કેમ તેણીને દૂર રાખી..તેમની એક ગિલ્ટીએ તેમણે તેણીની મોમની જિંદગીને કેટલી પોતાના લોકોથી અલગ કરી દીધી હતી.

તે દાદાજી પાસે ગઈને જે પહેલે દિવસે ન કરી સકી હતી તે વહાલ તેણીએ દાદાને ગળે વળગી,દાદીને ગાલે વહાલી કરી ને દાદીનું માથું ચુમીને કર્યુ...આજે તે જેનીની ગ્રાન્ડમાની જેમ દાદીની ગ્રાન્ડમા બની ગઈ.માહીની સામે બે હાથ જોડી ક્ષમા યાચના કરી ઊભી રહી.માહી ફક્ત આંખોથીજ દાદાનો આભાર માની રહી.

દાદા દાદીને સોહિણીને ન્યાય મળ્યાનો સંતોષ હતો ને સોહીના નિર્ણય થી બીજા હાથે જાણે લાકડી મળી ગઈ હોય તેવો અહેસાસ.


(સંપૂર્ણ )

જયશ્રી પટેલ