Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... પેજ - ૫૭

અંજલિ નાં ઘરે તેનાં દિકરા પ્રયાગ નો પ્રસંગ આવ્યો હતો, પરંતુ વિશાલ સિવાયના બધા યુ.એસ માં હતા, વિશાલ ને કહ્યું અને સમજાવ્યું છતાં પણ પોતે નહીં આવી શકે તે સ્પષ્ટ પણે તેણે જણાવ્યું છે.
અંજલિ તથા તેનો પરિવાર અદિતી નાં પેરેન્ટસ આચાર્ય સાહેબ અને તેમનાં પત્ની ના યુ.એસ.આવવા ની રાહ જોઈ રહ્યા છે, તથા આ નાનાં પરંતુ અગત્યના તથા જરૂરી પ્રસંગ ની તૈયારીઓ માં વ્યસ્ત થઈ ગયા છે.

******** હવે આગળ- પેજ -૫૭ **********

અંજલિ ખુબ વિચારે છે કે તેની પુત્રવધુ અદિતી ને આ પ્રસંગે શું આપવું ? તથા અંહિ અમેરિકા માં તેને કેવી રીતે મંગાવવું ??
અંજુ ને એક આઈડીયા સૂઝ્યો....સૌ પ્રથમ તેણે એક લીસ્ટ બનાવ્યું, જેમાં અદિતી, સ્વરા, અદિતી નાં મમ્મી તથા તેનાં પોતાનાં માટે નવી સાડી તથા તેનાં મેચિંગ ના બીજા જરૂરી કપડાં,સાથે સાથે અદિતી ને આપવા માટે શુકન નો સવા રૂપિયો જે તેણે સ્પેશિયલ સોના નાં આપવા નું નક્કી કર્યું તેને ઈન્ડીયા થી મંગાવવાનું નક્કી કર્યું.
પહેલા વિચાર્યું કે આ બધુ અંહિ મંગાવવું કેવી રીતે ?
અંજુ ને યાદ આવ્યું કે આચાર્ય સાહેબ...એ પોતે આવી જ રહ્યા છે ને અંહિ...તો જો તે પોતે જ લેતા આવે તો બધું સરળ થઈ જાય..તેણે તરતજ આચાર્ય સાહેબ ને ફોન કરીને વાત કરી કે જો તેમને કોઈ તકલીફ નાં હોય તો તમે પોતે આ શુભ પ્રસંગ માટે એક બેગ જે તે પોતે વ્યવસ્થા કરી આપશે તેને લેતા આવે.
અંજલિ નાં હુકમ કે વિનંતી ને કોણ નાં કહેવાનું હતુ ?? અને એમ પણ આ પ્રસંગ આચાર્ય સાહેબ તથા તેમની દિકરી અદિતી નો પણ હતો જ ને...તો ના કહેવાનો તો પ્રશ્ન જ નહોતો.
આચાર્ય સાહેબે તરત જ હા કહી દીધું....મેડમજી એમાં મને પૂછવાનું થોડું હોય ??? પ્રસંગ આપણાં બન્ને પરિવાર નો છે...આપ સુચના આપી દો..હું બધુંજ લેતો આવીશ.
થેન્ક યુ....આચાર્ય સાહેબ કહીને અંજલિ એ પણ વિવેક દાખવ્યો.
અંજલિ એ તરતજ ઈન્ડીયા તેનાં રેગ્યુલર સાડી વાળા બુટીક માં ફોન કર્યો અને જરુરી સુચનાઓ આપી. દરેક ને યાદ કરી અને કલર તથા ડીઝાઈન તથા કાપડ ની પસંદગી તેણે ફોટો મંગાવી ને કરી લીધું. તથા જ્વેલર્સ ને ત્યાં થી સોના નો જુનો સિક્કો તથા જુનો ચાંદી નો સવા રૂપિયો એક સરસ મઝા નાં પેકીંગ માં રેડી કરાવી અને પેક કરાવી ને આચાર્ય સાહેબ નાં ઘરે પહોચાડી દીધો.
અંજલિ હવે તેનાં શુકન માં આપવા ની વસ્તુઓ ની બાબતે નિશ્ચિત થઈ ગઈ હતી.
અંહિ પ્રયાગ, અદિતી, અનુરાગ સર,શ્લોક તથા સ્વરા એ પણ પોતાનાં માટે નવા કપડા ખરીદવા નું નક્કી કર્યું હતું, પરંતુ અંજુ એ જણાવ્યું કે જે ને જે ખરીદી કરવી હોય તે કરી શકે છે, પરંતુ તેણે પોતે તેનાં,અદિતી, સ્વરા તથા અદિતી નાં મમ્મી એટલે કે તેના થવા વાળા વેવાણ માટે પણ ઈન્ડીયા થી ટ્રેડીશનલ કપડા મંગાવી લીધા છે.
બધા ને તે જાણી ને ખુબ જ આનંદ થયો.
હવે ફક્ત પ્રયાગ,અનુરાગ સર તથા શ્લોક બાકી રહેતાં હતાં તેથી ફક્ત તે લોકો માટેની જ ખરીદી કરવાનું નક્કી થયું. બધા જાણતા હતા કે અંજલિ ની પસંદગી ની વસ્તુઓ આવી રહી છે તો તે જેવી તેવી તો ના જ હોય..અને આમ પણ ઈન્ડીયા માં કપડા નું જે સીલેકશન મળે તે અમેરિકા માં તો નાં જ મળે ને...
ઘર ના પુરુષો માટે ની ખરીદી કરવા પણ બધા જ સાથેજ ગયા..અને ત્રણે માટે સરસ કુર્તા પાયજામા લાવવા મા આવ્યા. અંજુ એ ખુબ આગ્રહ કર્યો કે તે પોતે જ આ બીલ નું પેમેન્ટ કરશે...પરંતુ અનુરાગ સર હાજર હતા...સાથે..
અનુરાગ સરે અંજુને એક જ વાક્ય કહ્યું...કેમ અંજુ આ ફરજ મારી પણ છે ને ? અને હું હાજર છુ...આ મોકો હું કોઈને પણ ના આપું...
અંજુ પાસે અનુરાગ સર ની વાત નો કોઈ જવાબ ન્હોતો અને આમ પણ અંજુ ક્યારેય અનુરાગ સર ની સામે જવાબ આપતી પણ ન્હોતી અને આપી શકતી પણ ન્હોતી.
અનુરાગ સર ની સાથે રહીને પ્રયાગ તથા શ્લોકે નવા કપડાં ખરીધ્યા તથા અનુરાગ સરે પંડિતો ને પણ મુહુર્ત ના સમયે હાજર રહેવાનું જણાવી દીધું તથા પંડિતો ને આપવા માટે ના કપડા પણ લીધાં.
અંજલિ ના જીવનમાં આ તેનાં દિકરા પ્રયાગ માટે નો સૌથી પહેલો પ્રસંગ હતો એટલે અંજુ નો ઉત્સાહ એક ઉત્સવ ઉજવવા જેટલો જ હતો.
અનુરાગ સર ને પણ મનમાં પ્રયાગ તથા અંજુ માટે વિશેષ લાગણી હતી તથા મન થી તે હંમેશા અંજુ તથા પ્રયાગ માટે દરેક નાનાં માં નાનું કે મોટું કોઈપણ કામ કરવા તૈયાર રહેતા હતા,એટલે તેમને મન પણ અનેરો આનંદ અને ઉત્સાહ વ્યાપી ગયો હતો.
અદિતી ને મન એક સ્વપ્ન સાકાર થયું હતું તેનું સાક્ષાતકાર થવાનું હતું, એટલે તે પણ ખૂબજ ખુશ થઈ ગઈ હતી અને તેમાં પણ તેનાં મમ્મી તથા પપ્પા પણ આવી રહ્યા હતા જેથી તેનાં આનંદ માં વધારો થયો હતો.
અંજલિ ની સુચનાઓ મુજબ નો બધો સામાન આચાર્ય સાહેબ નાં ઘરે પહોંચી ગયો હતો. આચાર્ય સાહેબે પહેલે થી ત્યાં યુ.એસ. માં શુ તૈયારીઓ ચાલી રહી હતી તેની જાણકારી તેમની દિકરી અદિતી પાસે થી મેળવેલી હતી. આચાર્ય સાહેબ પણ એક પિતા હતાં, આર્થિક રીતે ભલે સામાન્ય હતા પરંતુ અંજલિ મેડમ જેવા ઘર માં પોતાની દિકરી ને વળાવવા નાં હતા એટલે ભલે ઓછો વ્યવહાર કરે પણ તેમનાથી શક્ય હોય એટલો તથા ઉત્સાહ હોય તે મુજબનું તેમની દિકરી અદિતી તથા જમાઈ પ્રયાગ ને આપવા ની ખરીદી તેઓએ પણ કરી લીધી હતી.
અનુરાગ સરે આચાર્ય સાહેબ તથા તેમના પરિવાર માટે રહેવાની વ્યવસ્થા સામે ગેસ્ટહાઉસ માં કરી દીધી હતી. તથા પોતાનાં ઘર માં જ આ નાનો પણ મહત્વ નો પ્રસંગ ઉજવવાનું નક્કી કર્યું.
અનુરાગ સરે ઘર ના દરેક સભ્યો ની સાથે સામુહિક રીતે બેઠક યોજી અને દરેક ના મંતવ્ય જાણી લીધાં, અને છેલ્લે તેમનો વિચાર તેમણે રજુ કર્યો...આ હંમેશા અનુરાગ સર ના સામુહિક નિર્ણય લેવાની કાર્યપદ્ધતિ હતી, જે ખરેખર સાચી અને સારી હતી. હંમેશા તે જાણતાં જ હોય કે પોતે કહે છે તે રીતે જ ઘર નાં સભ્યો કરે છે પરંતુ તેમ છતા ઘર નાં વડીલ હતા પોતે, અને ઘર ની એકતા તુટે નહીં તથા કોઈને પણ મન દુઃખ નાં થાય એટલે પોતે પોતાનો પક્ષ અથવા મન ની વાત હંમેશા સૌથી છેલ્લા જ કરતાં અને બધા ની સર્વ સંમતિ હોય તો જ પોતાનાં નિર્ણય ને આખરી મહોર લગાવતા.
અનુરાગ સર ની સલાહ મુજબ અને તેમનાં અનુભવ ના આધારે ઘર નાં સભ્યો તૈયારી માં વ્યસ્ત થઈ ગયા. અનુરાગ હાઉસ ના વિશાળ ગાર્ડન માં સાંજ ના સમયે આ નાનો પ્રસંગ ઉજવવાની તૈયારી થઈ ગઈ હતી. એક નાનું સામીયાણુ હતું, ઘર માં અથવા કોઈ સંબંધી ઓને કોઈ નાનો પ્રસંગ ઉજવવાનો હોય તો સ્વરા ઈન્ડીયા થી એક સરસ મઝા નો ચંદરવો લાવી હતી તે જ વપરાતો હતો, અને આ તો ખુદ તેનાં નાનાં ભાઈ જેવા દિયેર નો પ્રસંગ હતો એટલે સ્વરા એ પણ તે ખુબ સુંદર રીતે ડેકોરેશન કરેલા ચંદરવા ને બહાર યોગ્ય સ્થાને બંધાવ્યો.
બધીજ તૈયારીઓ થઈ ગઈ હતી. અંજલિ તથા અનુરાગ સરે તેમની ઈન્ડીયા પાછા જવાની ટીકીટો પણ એક્સટેન્ડ કરાવી લીધી હતી. હવે ફક્ત આચાર્ય સાહેબ નાં આવવાની રાહ જોવાતી હતી.
આચાર્ય સાહેબ અને તેમનાં પત્ની બન્ને ઈન્ડીયા થી નીકળી ને યુ.એસ બે અતિ મહત્વના પ્રસંગને ઉજવવા આવી રહ્યા છે. એક તેમની દીકરી અદિતી નો સંબધ પાકો હતો તેને સામાજિક નામ આપવાનો હતો અને બીજો તેમની દીકરી નાં કોન્વોકેશન નો પ્રસંગ હતો. તેમનાં તથા તેમના પરિવાર માટે આ બન્ને પ્રસંગ ખુબ મહત્વ ના હતા તથા અદીતી નાં ભવિષ્ય નાં સ્વપ્ન સાકાર કરવામાં અતિ મહત્વના તથા જરૂરી હતા.આચાર્ય સાહેબ નાં મન માં આજે તેમની કર્તવ્યનિષ્ઠ સેવાઓ ના બદલા માં ભગવાને તેમને જે ફળ આપ્યું હતું તેની કલ્પના તેમણે જીવન માં ક્યારેય પણ ન્હોતી કરી. જ્યારે જ્યારે તેમને યાદ આવે ત્યારે ખુબજ આભાર માનતા હતા પોતે ભગવાનનો...આચાર્ય સાહેબ.
એર ઇન્ડિયા ની ફ્લાઈટ એક સામાન્ય પરિવાર નાં અસામાન્ય વ્યક્તિ ઓ સાથે નાં આ જોળાણ ને પરિપૂર્ણ કરવા તરફ ઉડાણ ભરી ચુકી હતી.આચાર્ય સાહેબ તથા તેમની પત્ની બન્ને જણાં મન થી ખુબ ખુશ હતાં.
અદિતી ના મમ્મી પણ ભગવાન માં બહુજ શ્રધ્ધા ધરાવતા હતા તથા ખુદ હંમેશા ભગવાન ને પ્રાર્થના કરી ને કહેતા હતા કે હે મારા પ્રભુ મારી અદિતી ને શ્રેષ્ઠ વ્યક્તિ તેના જીવન સંગાથી તરીકે આપજો. પૈસા ની મને લાલચ ક્યારેય નથી પણ મારી અદીતી ને લાયક તથા તેને સમજે અને જીવનભર તેને પ્રેમ કરે તેવી વ્યક્તિ તેનો હમસફર તરીકે આપજો.
બસ...આ પ્રાર્થના ની કદાચ ભગવાને ખુબ ગંભીરતાથી નોંધ લીધી હશે અને એટલે જ કદાચ આજે અદિતી ના નસીબ માં ફક્ત શ્રેષ્ઠ જ નહીં પણ અતી શ્રેષ્ઠ એવા પ્રયાગ ને તેનાં જીવન માં આપ્યો હતો, કે જે વ્યક્તિ તરીકે પણ ઉચ્ચ વિચારો ધરાવતો હતો તથા પૈસાની રીતે પણ આચાર્ય સાહેબ ની કલ્પના કરતા અનેકો અનેક ઘણા સધ્ધર હતા. અને સૌથી અગત્યનું કે કોઈપણ વ્યક્તિ તેમનાં ઘર માં પૈસા નાં અભિમાની નહોતાં..લક્ષ્મીજી અંજલિ નાં ઘર માં તેના સારા કર્મો થકી હતાં એટલે પુરો પરિવાર નિરાભિમાની અને જમીન ઉપર જ રહેતો હતો. અને તેવા જ ઠરેલા ઘર તથા પરિવાર નાં ઘર ની શુભલક્ષ્મી બનીને હવે અદિતી તે ઘર તથા પરિવાર નું મહત્વ નું સભ્ય બની ને જઈ રહી હતી. આચાર્ય સાહેબ નાં તથા તેમની પત્ની ના સતત ચાલુ રહેલા વિચારો એ તથા ઉત્સાહ ને કારણે ક્યારે ઈન્ડીયા થી છેક અમેરીકા પહોંચી ગયા તેનો પણ તેમને ખ્યાલ નાં રહયો.
આચાર્ય સાહેબ ને લેવા માટે એરપોર્ટ પર અદિતી, પ્રયાગ તથા ખુદ અંજલિ પણ ગઈ હતી. અદિતી એ તો અંજલિ ને એરપોર્ટ નહી આવવા માટે ઘણાં સમજાવ્યા હતા, પરંતુ અંજુ જાણતી હતી કે વ્યવહાર માં શું થાય અને શું કરવું પડે...એટલે તે પોતે પણ તેની થવા વાળી પુત્રવધુ નાં પેરેન્ટ્સ ને રીસીવ કરવા માટે એરપોર્ટ પર પ્રયાગ અને અદીતી ની સાથે ગઈ.
ઘરે અનુરાગ સર ની આગેવાનીમાં શ્લોક, તથા સ્વરા એ પણ આ નવા આવી રહેલા મહેમાન ના સ્વાગતની તૈયારી કરી લીધી. તેમનાં રહેવા માટે ગેસ્ટહાઉસ નાં એક બેડરૂમ માં સંપૂર્ણ સાફ સફાઈ તથા જરુરીયાત ની બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી દીધી હતી. ગેસ્ટહાઉસ માં આમ પણ પહેલે થી અદીતી રહેતી હતી અને આચાર્ય સાહેબ ને પણ તેમની દીકરી ની સાથે એકજ ઘર માં રહે તો ફરીથી પોતાના જ ઘરમાં સાથે રહેતા હોય તેવો અહેસાસ થાય એટલા માટે જ તેમનાં માટે રહેવાની સગવડ ગેસ્ટહાઉસ માં કરાવી હતી.
અંજલિ આજે એક માલિક મટી ને દિકરા પ્રયાગ ની મમ્મી બનીને તેમના ભાવિ સંબંધીઓને લેવા માટે એરપોર્ટ પર પહોંચી ગઈ હતી. ફ્લાઈટ એકદમ સમયસર જ હતી.આચાર્ય સાહેબ નાં આવવાની રાહ જોવાતી હતી....લગભગ એકાદ કલાક ની રાહ જોયા પછી આચાર્ય સાહેબ તથા તેમનાં પત્ની એરપોર્ટ ના એરાઈવલ ગેટ ની બહાર નીકળ્યાં...જ્યાં તેમને આવકારવા માટે તેમની દીકરી અદિતી, તેમનો થવા વાળો જમાઈ પ્રયાગ તથા અંજલિ મેડમ ખુદ હાજર હતા.
મમ્મી...પપ્પા કરતી અદીતી દોડતી તેના પેરેન્ટ્સ ને જોઈને પગે લાગી...પ્રયાગે પણ તેનાં સાસુ સસરા ને પગે લાગીને તેમનાં હાથ માંથી લગેજ ની ટ્રોલી લઈ લીધી.
અંજલિ નાં ચહેરા પર ખુશીની લહેર હતી...આચાર્ય સાહેબ ને જોતા જ અંજલિ એ પણ વિવેકપૂર્ણ રીતે તેમને નમસ્કાર અને વેલકમ કર્યું...તથા બન્ને ને આદર પુર્વક આવકાર્યા...
આવો આચાર્ય સાહેબ...અને આવો બેન...અમેરીકા માં આપનું સ્વાગત છે...કહીને અદિતી નાં મમ્મી ને અંજલિ ગળે મળી ને ભેટી.
અરે અદિતી બેટા... તારી મમ્મી ને બેન કહું તો તને વાંધો તો નથી ને ??? કહીને અંજલિ એ ઠંડી વાળા વાતાવરણમાં બધા ને હસાવ્યા..
નાના....મમ્મીજી...મને શું વાંધો હોય વળી ?? મારા માટે તો તમે બંન્ને મમ્મી જ છો ને...કહીને અદિતી એ પણ અંજલિ ની વાત માં સુર પૂરાવ્યો...અને હાસ્ય વિખેર્યુ ..
કાર ના પાર્કિંગ સુધી બધા વાતો કરતા કરતા કાર સુધી પહોંચી ગયા...
ઠંડી હવે થોડીક પ્રમાણમાં ઘટી રહી હતી. પ્રયાગ ની કાર માં લગેજ ગોઠવાઈ ગયો...આજે પણ તેની રેગ્યુલર કાર ને બદલે પ્રયાગ મોટી વેન લઈને આવ્યો હતો...જેથી બધા ને બેસવા મા કમ્ફર્ટેબલ રહે તથા લગેજ પણ બરાબર ગોઠવાઇ જાય.
આચાર્ય સાહેબે પણ તેમના જમાઈ ને લગેજ કાર માં મુકવા માં હેલ્પ કરી..અને આચાર્ય સાહેબે ખાસ અંજલિ મેડમ વાળી બેગ ને ચેક કરી લીધી હતી...કે તે સહી સલામત છે ને..
અદિતી ને મન અપાર ખુશી થઈ રહી હતી, પ્રયાગ ડ્રાઈવ કરી રહ્યો હતો, આગળ તેની બાજુમાં અદિતી બેઠી હતી.
અનાયાસે જ અદિતી ને તે દિવસ અને તે ઘડી યાદ આવી ગઈ, જ્યારે પોતે પહેલીવાર જ દેશ છોડીને અંહિ યુ.એસ જવા માટે તેનાં પેરેન્ટ્સ ની સાથે એરપોર્ટ પર ગઈ હતી...તે સમયે એક અલ્લડ અને મસ્તીખોર છોકરી અદિતી તેનાં પપ્પા અને મમ્મી ની લાડકી દિકરી હતી. પોતાના પપ્પા આચાર્ય સાહેબ નાં મેડમજી અંજલિજી નો નવયુવાન અને હેન્ડસમ એકના એક દિકરા પ્રયાગ ને તે સમયે એરપોર્ટ પર પહેલીવાર જ જોયો હતો...અને સામે પક્ષે પ્રયાગે પણ અદિતી ને ત્યારે જ પહેલીવાર જોઈ હતી...જે પ્રયાગ ની પાછળ તેની કોલેજ ની કેટલીયે છોકરીઓ પડી હતી. .તે પ્રયાગ, અદિતી ને પહેલી વખત જોઈ હતી ત્યારે જ તેનાં પ્રેમ માં પડ્યો હતો...તે પ્રેમ નાં દિવ્ય એહસાસ નો અનુભવ પહેલી વખત થયો ત્યારે જ પ્રયાગે મન થી અદિતી ને પોતાની માની લીધી હતી અને અપનાવી લીધી હતી.
અદિતી તેનાં ભવ્ય ભુતકાળ ને વાગોળી રહી હતી...પતંગીયા ની પાંખે બેસી ને અદિતી પ્રેમ ના બગીચામાં લટાર મારી રહી હતી...યાદો નાં ફુલો પર બેસીને તે પ્રેમરસ પી રહી હતી.
જ્યારે ...પ્રયાગ તેનાં સસરાજી આચાર્ય સાહેબ સાથે વાતો કરતો હતો.
ત્યારે અનુરાગ હાઉસમાં અનુરાગ સર, શ્લોક તથા સ્વરા બધા જ આજે આવી રહેલા ખાસ મહેમાન તથા અદિતી ના પેરેન્ટ્સ આચાર્ય સાહેબ ની રાહ જોઈ રહ્યા હતા.
સ્વરા નાં મનમાં ઘણા દિવસ થી એક સવાલ ઘુમરાયા કરતો હતો...તેને પ્રયાગ ને જોયા અને મળ્યાં પછી હંમેશા તેના માં તેનાં સસરા અનુરાગ સરની છબી દેખાતી હતી..ઘણી વખત સ્વરા એ અજાણતાં જ આવી સરખામણી કરી તો હતી, પરંતુ જ્યારે તેનાં સસરા અનુરાગ ને જોયા તથા સાથે સાથે પ્રયાગ ને પણ જોતી ત્યારે નાં જાણે કેમ તે સરખામણી કરવા લાગતી હતી. તેનાં પોતાનાં આવા વિચારો અને તુલના કરીને પોતે જ પોતાનાં થી નારાજ થતી હતી. તેને અચાનક તે શબ્દો યાદ આવી ગયા...જ્યારે પ્રયાગ કહેતો હતો કે તે ક્યારેય કોઈની પણ ગિફ્ટ કે પછી વ્યવહારને સ્વીકારતો નથી..
અરે સ્વરા તુ જાણે છે તુ કોની સરખામણી કોની સાથે કરી રહી છું ?
એક એવા સજ્જન ની કે જેનાં નામ ની લોકો સોગંદ લેતા હોય છે. જે વ્યક્તિ પોતાનાં વચન અને માન મર્યાદા ખાતર પોતાની દરેક ખુશી નો ત્યાગ કરી શકતી હોય તેમના માટે...આવું કેમ વિચાર્યું હશે મેં??
મન માં જ સ્વરા પોતાનાં મન સાથે તાર્કીક દલીલો કરી રહી હતી.
સ્વરા ને યાદ આવ્યું પોતે ક્યારેક કોઈ ધાર્મિક પુસ્તક માં વાંચ્યું હતું કે કોઈ સ્ત્રી જ્યારે પ્રેગનન્ટ હોય એટલે કે કોઈ સ્ત્રી નાં ગર્ભ માં બાળક ઉછરી રહ્યું હોય તે દરમ્યાન તે સૌથી વધારે જેની નજીકમાં રહે અથવા જેનાં અને જેવા વિચારો કરે અથવા જે ભગવાન નુ રટણ કરે અથવા જે વાંચન કરે તે દરેક વાત તથા વસ્તુ અને ઘટનાં ઓ ની સારી અથવા ખરાબ અસરો તેનાં આવનારા બાળક પર ચોકક્સ પડે છે.
સ્વરા એ મનોમન એક બીજી બુક ગર્ભ સંહિતાના અમૂક વાક્યો ને પણ યાદ કરી લીધાં...પછી વિચાર્યું...હમમમ...વાત તો સાચી જ છે...ને..
આન્ટીજી ને તો એક જ દિકરો છે...પ્રયાગ...અને મેં સાંભળ્યું છે તે મુજબ તો તેમના પ્રેગનન્સી રહ્યા ના સમય થી લઈ ને તે પ્રયાગ ના જન્મ ના આગલા દિવસો સુધી પપ્પાજી સાથે સતત કામ કરતાં હતાં...અને પાછા પપ્પાજી નું દરેક કામ તે જ જોતા હતા...તો તેવા સંજોગોમાં તે પપ્પાજી ની સૌથી વધારે નજીક રહ્યા જ હોય...અને તેના લીધે જ પપ્પાજી નાં ઘણાં બધા ગુણ પ્રયાગ માં પણ છે.
અરે...હા યાદ આવ્યું...પ્રયાગ તો તે દિવસે તેનાં પ્રોગ્રામમાં પણ જાહેરમાં બોલ્યો હતો કે પપ્પાજી ને તે ખુબ માને છે....એટલે પપ્પાજી ને તે ફોલો કરે છે...એટલે પણ પ્રયાગ મા પપ્પાજી ના અમુક ગુણો તો આવવાના જ ને...
હું પણ નાહકની જ દેવતા સમાન મારા પપ્પાજી અને ગંગા જેવા પવિત્ર અંજલિ આન્ટી પર શક કરી રહી હતી. સ્વરા ને તેનાં પોતાનાં જ આવા વિચારો પર ધૃણા થઈ.
એરપોર્ટ પર થી ઘરે આવવા માં પ્રયાગ ને બહુ સમય નાં લાગ્યો. વાતો કરતાં કરતાં અંજલિ ના પરિવાર ના સભ્યો અનુરાગ હાઉસમાં પહોંચ્યા...ત્યારે સૌથી પહેલા તો કાર ને પ્રયાગ અનુરાગ હાઉસ એટલે કે અનુરાગ સર, શ્લોક તથા સ્વરા રહેતા હતા તે અસલ ઘર પર જ ગયો.
કાર માં જ બેઠાં બેઠાં ગેટ ને રીમોટ થી ખોલી ને પ્રયાગે કાર વિશાળ બંગલા ના પાર્કિંગ તરફ લઈ ગયો.આચાર્ય સાહેબે તો ક્યારેય સ્વપ્નાં માં પણ આવો બંગલો કે આવું ઘર જોયું પણ નહોતું અને વિચાર્યું પણ નહોતું...તેમના મ્હોં માંથી આહહહ...અને વાહહહહ...નીકળી ગયું.
અરે...અદિતી આપણે તો અનુરાગ સર ના ઘરે જવાનું હતું ને બેટા ?? આતો કોઈ બહુજ મોટા માણસ નું ઘર લાગે છે...આપણે બરાબર જગ્યાએ તો આવ્યા છીએ ને ???
અદિતી તેનાં પપ્પા નો સવાલ સાંભળી ને હસવા લાગી....
અરે મારા ભોળા પિતાજી...આપણે બરાબર જગ્યાએ અને હા...અનુરાગ સર નાં જ ઘરે છીએ..બહાર વાંચ્યુ નથી લાગતું પપ્પા તમે....બહાર લખ્યું છે ને...ગેટ ની બહાર...રાઈટ સાઈડ પર...
"અનુરાગ હાઉસ"
ઓહહ...એવુ છે બેટા ?? સો સોરી...
એકદમ વિશાળ ગાર્ડન અને તેમાં ગોઠવાયેલા સોફા સેટ પર અનુરાગસર બેઠા હતા....દિવસ ઢળવા આવ્યો હતો...સંક્રાન્તિ સમય થઈ ગયો હતો....દિવસ પુરો થઇ અને સૂર્ય આથમી રહ્યો હતો...અને સામે અંધારું થવા ની તૈયારીઓ હતી...ચંદ્ર પોતે ખીલવા માટે રાહ જોતો હતો...
અનુરાગ સર પણ આ સમયે વિચારો માં લીન હતા...કે આ કેવો સમય અને કેવી વેળા ?? આખો દિવસ સૂર્ય પોતાનુ અજવાળું પાથરી અને પુરી દુનિયા ને પૂરક બળ આપે છે.. અને ચંદ્ર સાંજ પડતાં જ ચાંદની પાથરવા માટે થનગનતો હોય છે...શું તેમને પોત પોતાના દુઃખ નહીં હોય ??
અનુરાગ સર ની વિચાર શક્તિ ગજબ ની હતી...પરંતુ કાર નો અવાજ આવતા જ તેમનાં વિચારો ત્યાં જ શિથિલ થઇ ગયા...તેમનું ધ્યાન પ્રયાગ ની કાર તરફ ગયું...જોયું તો મહેમાન આવી ચુક્યા હતા.
ડ્રોઈંગરુમ માં થી ગાર્ડન માં પડતા દરવાજા ધ્વારા અનુરાગ સર મેઈન ડોર તરફ આવ્યા...જ્યાં પહેલાથી જ સ્વરા મહેમાનોનું સ્વાગત કરવા તૈયાર હતી.
સ્વરા એ આજે કુર્તા પાયજામા માં સજ્જ થઈને કપાળ પર નાની બીંદી લગાવી હતી. આંખો માં કાજલ...અને છુટા વાળ..રૂઆબદાર ની સાથે સાથે સૌમ્ય અને સાક્ષાત ભાગ્યલક્શ્મી લાગતી હતી..સ્વરા..
અનુરાગ સર નાં ઘર તથા પરિવાર ની પુત્રવધૂ ને છાજે તેવીજ લાગતી હતી સ્વરા...
સ્વરા એ આવેલા મહેમાન નું સહર્ષ સ્વાગત કર્યું...ખુબ સૌમ્યતા થી તે અદિતી ના પેરેન્ટ્સ ને પગે લાગી...
આવો અંકલ...પધારો...આન્ટી...અનુરાગસર નાં પુરા પરિવાર વતી થી હું તેમની પુત્રવધુ સ્વરા આપનું અમારા ઘર ની સાથે અમારા દિલ માં પણ સ્વાગત કરૂ છું.
અનુરાગ સર પણ ત્યાં સુધી માં આવી ગયા હતા. બે હાથે નમસ્તે ની મુદ્રા માં અનુરાગ સર બોલ્યા..
પધારો....આચાર્ય સાહેબ....પધારો બેન...આપનું સ્વાગત છે.
અંજલિ, પ્રયાગ,અદિતી ની સાથે બધા ઘર માં પ્રવેશ્યા...
થેન્કસ અ લોટ સર...આપનાં સ્વાગત માટે હું આભારી છું...કહીને આચાર્ય સાહેબે પણ વિવેકપૂર્ણ રીતે અનુરાગ સર ને જવાબ આપ્યો.
અને પછી સ્વરા ની સામે જોઈને તેને પણ...નમસ્તે કરીને બોલ્યા...થેન્કસ નાનાં મેડમજી...
અનુરાગ સર બોલ્યા....આચાર્ય સાહેબ આ સ્વરા છે...મારા ઘર ની લક્ષ્મી....અને મારા દિકરા શ્લોક ની જીવનસંગીની...આપ એને આપની દિકરી અદિતી સમાન ગણી શકો છો.
આચાર્ય સાહેબે વિવેકપૂર્ણ જવાબ આપ્યો...સર..એતો આપની મહાનતા છે કે આપ મને નાનાં મેડમજી ને મારી અદિતી સમાન સમજવાનું કહો છો..પરંતુ વ્યવહારમાં જેમ કહેવાતું હોય તેમજ કહેવાય ને ?? મારા માટે તો શ્લોક સર પણ તમારા જેટલા જ આદરણીય છે...એટલે તેમના જીવન સાથી ને પણ સમાન માન આપવું જોઈએ.
હવે...બધાજ ઘર માં પધારો પહેલા તો...બોલી ને સ્વરા એ બધા ને ઘર માં ડ્રોઈંગરૂમ તરફ મોકલ્યાં અને પોતે કીચન તરફ ગઈ.
અનુરાગ સરે બધા ને વિશાળ ડ્રોઈંગરૂમ નાં સોફા પર બેસવા જણાવ્યું અને પોતે એક અલગ ચેર પર બેઠા.
આચાર્ય સાહેબ ઘર તથા તેની સજાવટ અનુરાગ સર ની જાહોજલાલી તથા તેમનો વૈભવ જોઈને મનોમન ખુશ થઈ જાય છે..હે ભગવાન તમે પણ બરોબર ન્યાય કર્યો છે...આટલા સારા, પરોપકારી અને મહાન માણસ ને આ બધુ અને આના થી પણ વધારે મળવું જોઈએ...જે તેમની પાત્રતા પણ છે, પણ આટલા ધનવાન હોવા છતાં અનુરાગ સર માં અભિમાન નો "અ" પણ નથી...એકદમ જમીન થી જોડાયેલા છે..પોતે..અને કદાચ અંજલિ મેડમજી માં પણ અનુરાગ સર નાં ગુણો એટલે જ આવ્યા છે...જે પોતે પણ એવા જ સરળ છે.
મેડમજી પોતે જ એટલા સારા અને સરળ છે, તો અનુરાગ સર તો તેમનાં પણ ગુરુ છે...એટલે મહાનતા તો તેમનાં માં હોય જ ને.
આચાર્ય સાહેબ...પોતાની સાથેજ વાતો કરતા હતા...!

****** ( ક્રમશ:)****
નોંધ :- મિત્રો,

આપ જાણો છો કે, દરેક વાત અને કહાની નો એક અંત નિશ્ચિત હોય છે. આ કથા-વાર્તા પણ હવે તેનાં અંત ભાગ તરફ જઈ રહી છે. લગભગ બે - ત્રણ જેવા ભાગ માં કહાની પૂર્ણ થશે...જેમાં અંજલિ ના જીવનમાં અજાણતાં બનેલી એક એવી ઘટના નું રહસ્ય ખૂલશે જે હું આશા રાખું છું કે આપ સૌને ગમશે.

************