Alakh niranjan part ૪ books and stories free download online pdf in Gujarati

અલખ નિરંજન ભાગ ૪

આપણે આગળ ના ભાગ માં રમાશંકર થી અલખ ધણી ની યાત્રા જોઈ ,હવે આરંભ થશે અલખ નિરંજન ની વાતો ......

ભગવાન મહાદેવ ના આશીર્વાદ લઇ અલખ પોતાના ઘર પાછા આવ્યા ...હવે તો એ ઘર શું ...એતો આશ્રમ થઇ ગયું છે ,અલખ નું ધામ અલખધામ થઇ ગયું છે.

અલખ ધણી એ સામાન્ય વસ્ત્રો છોડી ને સન્યાસી વસ્ત્રો ધારણ કર્યા ,એમ પણ એમનું જીવન પહેલે થી જ પરોપકારી તો હતું જ ,પરંતુ હવે સમય આવી ગયો હતો લોકો ને સાચા અર્થ માં સત્ય અને ભક્તિ નો માર્ગ બતાવવાનો.

અલખ તો સવાર થી જ બેસી ગયા ત્યાં મંદિર ના ઓટલે અને શિવ ધૂન માં પરોવાઈ ગયા.એમ ને એમ ૩ દિવસો વીતી ગયા.અલખ તો પોતાના શિવ માં ખોવાઈ ચુક્યા હતા.

ત્યાં એ ઠગ ટીખળ ખોરો જે લોકો એ રમાશંકર નું ઘર છેતરી ને પડાવી લીધું હતું.એ લોકો ને ગામ માં થી ઉડતી ઉડતી એવી વાત મળી કે રમાશંકર ના ખેતર માં થી ખુબ પાક થયો છે.

એ ત્રણ ઠગ ના નામ હતા આદિનાથ,નેમી,કેશવ.

કેશવ : એવી જાણ થઇ છે કે રમા પાસે ખુબ ધન આવી ગયું છે .

આદિનાથ : હા .. મેં પણ નગર માં એવી વાત સાંભળી.

નેમી : પણ મેં તો એવું પણ સાંભળ્યું છે કે .. રમા નું આ અનાજ કોઈ ચમત્કાર થી ઉત્પન્ન થયું છે.

કેશવ : અરે .. એતો લોકો એ ફેલાવેલી અફવા છે .. કોઈ ચમત્કાર નથી થયો ... રમાં ની જમીન ફળદ્રુપ હશે.

આદિનાથ : અરે એ અનાજ જ્યાં થી પણ આવ્યું હોય. આપણે એનાથી શું ફર્ક પડે ? આપણે એટલી વાત જાણીએ કે આપણે ધન ની સખત જરૂર છે,આટલા દિવસ રમા ના ઘર માં આરામ કર્યા સિવાય આપણે કઈ કામ કર્યું નથી. હવે તો એક સમય ના પેટ ભરવાના પણ ફાંફા પડી રહ્યા છે.

કેશવ : તો શું ઈચ્છા છે ?

આદિનાથ : પહેલા પણ આપણે રમાં ને એક વાર છેતરી ને ઘર પડાવી ચુક્યા છીએ.તો હવે શું ....

નેમી : હું સમજુ છું ... તું શું વિચારી રહ્યો છે.પરંતુ જો આપણે એનું ખેતર પણ છીનવી લઈશું તો શું એ વધારે જ નિર્દયતા થઇ જાય નહિ ?.

કેશવ : તારા માં દયા ભાવના ક્યાંથી જાગી અચાનક ?

નેમી : રમા ગમે એમ હોય પણ ભોળો છે , એણે એના માં બાપ ને ગુમાવ્યા એવી પરિસ્થિતિ માં આપણે એનું ઘર છીનવી લીધું. હવે જો એનું ખેતર પણ છીનવી લઈશું તો એની જીવન નિર્વાહ નું કઈ સાધન જ નહિ રહે.

આદિનાથ : અરે મુર્ખ ... કોને કીધું કે આપણે એનું ખેતર છીનવી લઈશું ? ખેતર તો એની પાસે જ રેહશે ,આપણે તો બસ થોડુક ધન જોઈએ છે.

નેમી : મતલબ હવે તમે ચોરી પણ કરશો ?

કેશવ : ના .. રમા તો ભોળો છે ..એ જાતે જ આપણ ને ધન આપી દેશે .. તું મુર્ખ એમ સમજે છે કે આપણે ખેતર છીનવી લઈશું .. પણ તું એ તો વિચાર કે ખેતર નું આપણે શું કરીશું .. ખેતી કરતા તો આવડતું નથી અને આટલી બધું મજુરી કોણ કરે ?એટલે રમા આપણા માટે ખેતી કરશે ,ધન કમાશે ,થોડુક આપણને આપશે .

આદિનાથ : હા આપણે ,આરામ થી ત્યાં રહીશું અને રમા આપણી સેવા કરશે.

નેમી : ઠીક છે .

ત્રણેય ઠગ રમા ના નિવાસ તરફ પહોચ્યા.ત્યાં જઈને જોયું તો ખેતર માં મસ્ત પાક લહેરાતો હતો,અને ખેતર પાસે એક મંદિર હતું.

એક દમ નીરવ શાંતિ હતી.

ત્રણેય જણા અંદર પ્રવેશ્યા.અલખ ના ધામ માં પગ રાખતા જ જાણે ત્રણેય ના મન એકદમ શાંત થઇ ગયા,એમને આંતરિક હળવાશ અને શીતળતા નો અનુભવ થયો.

નેમી : આ જગ્યા થોડી અલગ લાગે છે.

આદિનાથ : હા .. પણ રમા ક્યાં છે ?

ત્રણેય એને શોધવા લાગ્યા .. મંદિર પાસે પહોચતા એમને મંદિર માં થી કોઈ ક નો અવાજ આવ્યો.

અંદર જઈ ને જોયું તો અલખ આંખો બંધ કરી ને ધ્યાન માં બેઠા હતા.

કેશવ : ઓહ તો અહી બેઠો છે રમા, ક્યારનો તને શોધતા હતા.

આદિનાથ : હવે કઈંક જવાબ તો આપ ,આમ શું આંખો બંદ કરી ને બેઠો છે ?

અલખ મંદ મુસ્કાયા અને પોતાનું મૌન તોડ્યું પરંતુ નેત્ર હજુ પણ બંધ જ હતા.

અલખ : તમારું આ શિવ ના ધામ માં સ્વાગત છે નેમી ,આદિનાથ ,કેશવ.

નેમી ને અલખ ના અવાજ માં કઈંક અલગ જ ઉર્જા લાગી ,પરંતુ આદિનાથ અને કેશવ ને આ વાક્યો કટાક્ષ લાગ્યા.

કેશવ : રમા ....તું આવી રીતે અમારું અપમાન કરી રહ્યો છે ને ?

અલખ એ પોતાના નેત્ર ખોલ્યા.અને પોતાના આસન પર થી ઉભા થયા.

અલખ : તમારું અપમાન કરવા વાળો હું કોણ હોઈ શકું ? તમે તો અતિથી છો ,ઈશ્વર તુલ્ય છો.

કેશવ અને આદિનાથ હરખ માં મલકયા.એ બન્ને એ મન માં વિચાર્યું કે રમા હજુ પણ એવો જ મુર્ખ અને ભોળો છે.

કેશવ : તો તારા ઈશ્વર ની પૂજા નહિ કરે ?

અલખ : અવશ્ય કરીશ .

અલખ એ એમને આસન ગ્રહણ કરાવ્યું.એક પછી એક એમ એમના ચરણ નું પ્રક્ષાલન કરી સાફ કરવા લાગ્યો.

કેશવ : મને તો આજે રાજા જેવી અનુભૂતિ થઇ રહી છે.

અલખ પણ ખુબ જ આનંદ લઇ ને પોતાનો ધર્મ નિભાવી રહ્યા હતા.

પરંતુ નેમી ને આ બધું જઘન્ય લાગી રહ્યું હતું.જયારે અલખ એ નેમી ના પ્રક્ષાલન માટે ચરણ લેવા હાથ લંબાવ્યો તો નેમી પોતાના સ્થાન થી ઉભો થઇ ગયો.

નેમી : નહિ રમા ...એની કોઈ જરૂર નથી,તું મને શરમ માં નાખીશ.

કેશવ અને આદિનાથ મુંજવણ માં હતા કે નેમી ને શું થઇ ગયું છે ,અચાનક એના માં આવું પરિવર્તન કેમ આવ્યું ?

અલખ : શું થયું નેમી ? આપ મારા થી નારાજ છો ...

નેમી : નહિ .

અલખ : તો આપણી સેવા કરવાનો અવસર આપો.

નેમી : તે કહ્યું ને અમે તારા ઈશ્વર છીએ ..તો તારા ઈશ્વર ની વાત માન.

અલખ એ નેમી ના વચન નું માન રાખ્યું.

કેશવ એ નેમી ની અવગણના કરી ને અલખ ને જણાવ્યું.

કેશવ : રમાં .... અમે જાણીએ છીએ કે તું અત્યંત દયાળુ છે.મહામારી વખતે નગર વાસીઓ માટે તે પોતાનું ઘર પણ આપી દીધું.

તારી પાસે કઈ પણ નહતું ,પરંતુ ઈશ્વર ની કૃપા થી તારી પાસે ઘણું ધન છે.

અલખ : મારી પાસે જે કઈ પણ છે એ આ શિવ નું છે ...મારું જો કઈ પોતાનું છે તો એ આ મારો આ દેહ છે ,જેમાં પ્રાણ પણ મારા શિવ જ છે,એ નહિ રહે તો આ દેહ પણ માટી માં મળી જશે.

પેલા બન્ને ને અલખધણી નું બ્રહ્મ જ્ઞાન ફક્ત મિથ્યા વચનો જ લગતા હતા. પરંતુ નેમી ને અલખ ના વચનો માં રસ પડવા લાગ્યો હતો.

આદિનાથ : તારી વાતો સાથે અમે સહમત છીએ.પરંતુ .... અમે સંકટ માં છીએ.

અલખ : કેવો સંકટ ?

આદિનાથ : કેવી રીતે કહું એ જ સમજાતું નથી.

અલખ : તમારા મન માં જે કઈ પણ હોય એ નિસંકોચ કહી દો.

કેશવ : તું અમારો મિત્ર છે રમા ..એટલે તારા થી શું છુપાવાનું ......

હકીકત એ છે કે .....

મહામારી વખતે નગરવાસીઓ ની સેવા કરતા કરતા ... અમને એક અત્યંત ગંભીર બીમારી લાગુ પડી ગઈ છે .જેનો આ સંસાર માં કોઈ ઈલાજ નથી.

વૈધ રાજ એ અમને જણાવ્યું કે અમારી પાસે લાંબો સમય શેષ નથી.

અલખ : હે મારા શિવ ..... આવું કઈ રીતે બન્યું ?

કેશવ અને આદિનાથ ભરપુર દુ:ખી થવાનો અભિનય કરી રહ્યા હતા.

આદિનાથ : અમે અમારી જીંદગી ના શેષ દિવસો ભૂખ અને લાચારી થી વિતાવવા નથી માંગતા.

પરંતુ તું જાણે છે ...કે આવી બીમારી માં અમે કઈ પણ કામ કરવા અસમર્થ છીએ.અને કામ કર્યા વગર ધન પણ કોણ આપે ?

અલખ : હું તમારું દર્દ સમજી ગયો મિત્ર.... તમે સર્વ ચિંતા છોડી દો.તમારે જેટલું ધન જોઈતું હોય એટલું લઇ જાઓ ...મારી પાસે જે પણ છે , એ તમારું છે.

હવે થી તમે અહી જ રહેશો ,હું તમારી સેવા કરીશ .

કેશવ : નહિ નહિ .... તું એટલું કષ્ટ ના લઈશ ...અમારે કઈ અધિક નથી જોઈતું.બસ તું થોડુક ધન અમને સમયાંતરે આપતો રહેજે ...એના થી અમારું ગુજરાન ચાલી જશે.

અલખ ભાગી ને પોતાના કુટીર માં ગયા.અને એક નાની થેલી લઇ ને આવ્યા.અને એ થેલી નેમી ના હાથ માં મૂકી.

અલખ : મારા પાસે હાલ આટલું ધન છે ,અપેક્ષા છે ...અપને પુરતું રહેશે.

કેશવ અને આદિનાથ તો ધન જોઈ પાગલ થઇ ગયા.

કેશવ : હા ....હાલ પુરતું તો આટલું પુરતું છે .

અલખ : ઠીક છે.... ખેતર નો પાક ઉતરતા ધન આવશે ત્યારે તમને પહોચાડી દઈશ.

આદિનાથ એ નેમી ના હાથ માંથી ધન ની થેલી પડાવી લીધી.

આદિનાથ : ઠીક છે ...તો અમે જઈએ રમાં ....ભગવાન તારું ભલું કરે .

અલખ (મંદ મુસ્કાયા) : શિવ તમને ઝડપ થી તંદુરસ્ત કરી દે.

આદિનાથ અને કેશવ ફટાફટ થેલી લઇ ને બહાર નીકળી ગયા.

પરંતુ નેમી ધીમે ધીમે પગલા માંડી રહ્યો હતો.

અલખ એ પાછળ થી અવાજ લગાવ્યો.

અલખ : નેમી ...

નેમી એ પાછળ જોયું ...

અલખ : તારા મન માં હજુ પણ સંશય છે .એવું કઈ છે જે તું મને કહેવા માંગે છે ?

નેમી : ન.... ના રમા ...એવું કઈ નથી.

અલખ નેમી ના પાસે ગયા અને પોતાના ગળે લગાવી લીધો.

નેમી ના જાણે મન નો ભાર ઉતરી ગયો ,એના અશ્રુ ચોધાર વહેવા લાગ્યા.

પરંતુ મિત્રો ના કારણે અલખ ને સત્ય કહી ના શક્યો

નેમી : થોડોક ભાર હળવો થયો .

અલખ : નેમી .... મન માં કોઈ ભાર ના રાખીશ.જે પણ થશે એ શુભ જ થશે.

એનો આરંભ થઇ ચુક્યો છે .

નેમી : શેનો આરંભ ?

અલખ : જગત ના ધણી પર વિશ્વાસ રાખજે તારું મન સાફ રાખજે ...આવનારો સમય પરીક્ષા લેશે.મન હળવું હશે તો એ સમુદ્ર પણ તરી જઈશ,મન માં ભાર હશે તો ડૂબવું પડશે.

નેમી : હું કઈ સમજ્યો નહિ ?

અલખ : સમય ... સમય સમજાવશે નેમી ... પ્રથમ શુદ્ધિ થઇ ચુકી છે તારી .. અંતિમ શુદ્ધિ થશે ત્યારે તને સમજાશે.

નેમી હસ્યો ...

નેમી : તારા વચનો માં સમજણ તો નથી પડી ... પરંતુ લાગે છે .. ભવિષ્ય માં કઈંક રહસ્ય છે.

અલખ : નમઃ શિવાય

નેમી : નમઃ શિવાય.....

નેમી અલખ થી છૂટો પડ્યો.

અલખ ફરી થી પોતાની ધૂન માં લાગી ગયા.

આ બાજુ ત્રણેય અલખ એ આપેલા ધન થી ભોગ વિલાસ માં રચેલા હતા. પરંતુ નેમી સતત એ બન્ને ને ને ધન નું સદુપયોગ કરવા પ્રેરી રહ્યો હતો.

પરંતુ એ બન્ને એની વાત અવગણી રહ્યા હતા.

એક દિવસ અચાનક એ ત્રણેય ભૂલ વશ વિષ યુક્ત ભોજન ગ્રહણ કરી ગયા.

વિષ ની અસર થી ત્રણેય નું સ્વાસ્થ્ય ખુબ જ ક્ષતિગ્રસ્ત થઇ ગયું.એમને લોહી નું વમન થવા લાગ્યું.

એમનું શરીર જ્વર થી તપી રહ્યું હતું.

આજુ બાજુ વાળા એ વૈધ ને બોલાવ્યા ...

વૈધ એ બે દિવસ સુધી એમનો ઈલાજ કર્યો.

એમનું વમન તો બંધ થઇ ગયું.

પરંતુ વૈધરાજ એ જણાવ્યું કે જે વિષ એમણે ગ્રહણ કર્યું હતું એ અત્યંત ઘાતક હતું,અને એ એમના શરીર માં ફેલાઈ રહ્યું છે, એમના પાસે અધિક દિવસ શેષ નથી.જેથી આ જ્વર નો કોઈ ઈલાજ નથી ,એ એમની મૃત્યુ ની સાથે જ શરીર ત્યાગ કરશે.

કેશવ : વૈધરાજ ... આપ અમારી સંપૂર્ણ સંપત્તિ લઇ લો ..અમારું આ ઘર લઇ લો ...પરંતુ અમને રોગમુક્ત કરો ...અમારા પ્રાણ બચાવો .

વૈધરાજ : અહી પ્રશ્ન ધન નો નથી ....ધન થી તમારા પ્રાણ નહિ બચી શકે.

હવે તો ઈશ્વર જ તમારા પ્રાણ બચાવી શકે એમ છે.

વૈધ ત્યાં થી ચાલ્યા ગયા.

ત્રણેય દર્દ માં તડપી રહ્યા હતા.

કેશવ : હે પ્રભુ .... હે શંકર ..અમારા પ્રાણ ની રક્ષા કરો .....

નેમી : હવે ? .... તને લાગે છે ? ઈશ્વર આપણી પ્રાર્થના સાંભળશે ?

યાદ કરો આજીવન આપણે કેટલા લોકો ને છેતર્યા છે ...કેટલા પાપ કર્યા છે ?

આદિનાથ : તો કોણ રક્ષા કરશે આપણી ?

ક્રમશ : ........

જોડાયેલા રહો અલખધણી સાથે ......

અલખ નિરંજન ...................................................................

બીજા રસપ્રદ વિકલ્પો