Alakh Niranjan - 1 books and stories free download online pdf in Gujarati

અલખ નિરંજન - 1

આજથી ઘણા વર્ષો પેહલા ની વાત છે ,જ્યારે રાજશાહી હતી .ત્યારે જંગલો પાસે દૂર એક ગામ માં એક ઘર માં રમાશંકર નામનો એક છોકરો રહેતો . સ્વભાવે સામાન્ય બુદ્ધિ અને ભોળો .એના માતા પિતા સાથે રહેતો.એમની સંપતિ માં એક નાનકડું ઓરડી જેવડું ઘર અને ટુકડો જમીન જેમાં તે લોકો પોતાનું ગુજરાન ચલાવતા . નગર ના લોકો રમાશંકર ના ભોળપણ ફાયદો ઉઠાવી ને ને એને છેતરતા ઇનો એનો મજાક ઉડાવતા. પણ દિલ નો સાફ રમા કોઈ દિવસ એ લોકો ના કૃત્ય થી નારાજ ના થતો .પરંતુ રમા ના માતા પિતા એને હમેશા સલાહ આપતા ક કોઇની વાત પર વિશ્વાસ રાખવો નહીં એ લોકો તને હમેશા છેતરશે ,પણ રમા હમેશા એક જ જવાબ આપતો ક બધા લોકો મારા જ છે એમને આનંદ મળે છે એમને જોઈ ને મને આનંદ મળે છે .આવો જવાબ સાંભળી એના માતપિતા ને થતું ક આ મૂર્ખ છે કે સંત ? દિવસો પસાર થતાં ગયા.અચાનક નગર મા મહામારી ફાટી નીકળી કેટલાયે લોકો મૃત્યુ પામ્યા એમાં રમા ના માતા પિતા નો પણ સ્વર્ગવાસ થયો .રમા નો મહામારી માથી આબાદ બચાવ થયો. એના માતા પિતા ના શોક મા એ ઘણા સમય સુધી ડૂબી રહ્યો. થોડા મહિના બાદ હિમ્મત કરી એને એના ટુકડા જમીન મા ખેતી કરવાની શરૂઆત કરી , મહામારી ના લીધે નગર મા ઘણા લોકો કંગાળ થયા હતા . કેટલાક દુષ્ટ લોકો એ રમા ને મૂર્ખ બનાવી એનું ઘર પડાવી લેવાની યોજના બનાવી . સાંજે રમા ઘરે આવ્યો ત્યારે એ લોકો રમા ના ઘરે આવ્યા રમા એ એમનું સ્વાગત કર્યું . એમને જમવાનું નિમંત્રણ આપ્યું .થોડી અવળી વાત કર્યા બાદ એ લોકો એ કીધું કે “ રમા તને ખબર છે તું ખૂબ નસીબદાર છે ,સ્વયં રાજા એ તારું ઘર પસંદ કર્યું છે ચિકિત્સાલય બનાવવા માટે મહામારી મા પીડાયેલા લોકો ની સારવાર માટે ,એટલે હવે તારી ઘર ની જગાએ ચિકિત્સાલય બનશે . તું આ મહાન કર્યા મા સહકાર આપીશ ને ?”.રમા એ થોડો વિચાર કર્યો ત્યારબાદ એણે કહ્યું “ મારા ઘર નો ઉપયોગ આટલા મહાન કાર્ય મા થાય તો મને શું વાંધો હોય શકે? હું કાલે સવારે ઘર ખાલી કરી દઇશ . “ પેલા ઠગ લોકો એ રમા ના હસ્તાક્ષર લઈ લીધા અને ખુશ થઈ ને ચાલ્યા ગયા .

સવાર પડતાં રમા ઘર નો સમાન લઈ ખેતર મા જતો રહ્યો ,ત્યાં નાની કુટીર બનવી વસવાટ કરવા લાગ્યો.કુટીર નજીક એણે નાનકડું શિવલિંગ બનાવ્યું એ પણ એણે ખેતર ની માટી માથી . રોજ રમા ભગવાન ની આરાધના કરતો.આખું વર્ષ મેહનત કૃ થોડો પાક ઊગ્યો એના વેચાણ અર્થે બીજા દિવસે એ નગર મા જવાનું વિચારતો હતો .રાત્રે ખૂબ વર્ષા થવા લાગી આકાશ મા વીજળીઓ થવા લાગી. રમા એ બધો પાક એની નાનકડી કુટીરમા સાચવ્યો, અડધી રાત થઈ કોઈ એ રમા ની કુટીર નો દરવાજો ખટખટવ્યો .રમા એ ઊભો થઈ દરવાજો ખોલ્યો એ ફાટેલા તૂટેલા કપડાં પહરેલો વ્યક્તિ લાંબા વાળ ભીંજાયેલી હાલત મા એના દ્વારે ઊભો હતો.રમા એ એણે અંદર બોલાવ્યો ખાટ પર બેસાડયો વ્યક્તિ બોલ્યો “ભાઈ ઘણા દૂર થી આવ્યો છુ પહાડો પર વસવાટ કરું છુ ,તમારા જેમ નાનકડી જમીન છે ત્યાં પાક ઉગાડી કાલે નગર મા વેચવા જતો હતો પરંતુ રસ્તા મે કેટલાક લુટારા ઓએ મારૂ સર્વસ્વ લૂંટી લીધું “. એટલું બોલી રડવા લાગ્યો રમા એ એણે શાંત કર્યો . એણે ગરમ દૂધ આપ્યું .વ્યક્તિ ફરી થી બોલ્યો “ભાઈ દૂધ નહીં ઝેર આપો ,મારૂ સર્વસ્વ લુટાઇ ગયું છે ,સપ્તાહ પછી મારી દીકરી ના વિવાહ છે . મને એમ હતું કે આ પાક વેચી ને હું એના વિવાહ કરીશ ,હવે હું ઘરે જવા ની હાલત મા નથી. “એ વ્યક્તિ ફરીથી રડવા લાગ્યો . રમા એ થોડો વિચાર કર્યો અને કીધુ “ સાંભળો મિત્ર આ અનાજ ભરેલા કોઠાર જુઓ ,એ તમારા જ છે ,,કાલે એણે વેચીને જે પૈસા આવે એ લઈ તમારી દીકરી ના વિવાહ કરજો” . “પરંતુ એતો તમારી મેહનત નું તમારું ઉગડેલું અનાજ છે હું કેવી રીતે લઈ શકું ,અને હું લઈ લઇશ તો તમારું ગુજરાન કેમ ચાલશે .”એ વ્યક્તિ બોલ્યો .રમા એ જવાબ આપ્યો “ આ સંપૂર્ણ વિશ્વ ઈશ્વર નું છે ,તો બધી વસ્તુઓ પણ એની થઈ મારૂ કઈ નથી ,તમે વધુ વિચાર ના ક્રો અત્યારે આની તમને વધુ જરૂર છે “.પેલો વ્યક્તિ ખુશ થઈ ગયો અને રમા ને ભેટી ગયો “તમે કોઈ સામાન્ય વ્યક્તિ નહીં ઈશ્વર ના અવતાર છો ,પરંતુ આ અનાજ એક શરત પર હું સ્વીકારીશ જો તમે આવતા સપ્તાહ ના શનિવારે મારા ઘરે મારી દીકરી ના વિવાહ મા પધારો તો જ “. રમા એ સહર્ષ હા કહ્યું “ મારે કોઈ સ્વજન નથી આ અનાજ આપી ને મે સ્વજન કમાઈ લીધું છે .”રમા એ એ વ્યક્તિ ને જમાડયો અને પલંગ પર સુવાડયો અને પોતે જમીન પર સૂઈ ગયો . સવાર પડતાં એ વ્યક્તિ ના જવાની વ્યવસ્થા કરી આપી .એ વ્યક્તિ ભેટી ને બોલ્યો “પૂજ્ય રમાશંકર વિવાહ મા અચૂક પધારશો ,જ્યાં સુધી તમે હજાર નહીં થાવ ત્યાં સુધી વિવાહ આરંભ નહીં થાય ,પરંતુ મારા ઘર નો રસ્તો થોડો દુર્ગમ છે અડધો દિવસ લાગશે ,સવારે વહેલા નીકળશો ત્યારે સાંજ સુધી મા આવી જશો આ પહાડ ના માર્ગ થી આવજો સરળતા થી તમને માર્ગ મળશે . “ રમા એ કહ્યું હું અચૂક આવીશ.એ વ્યક્તિ રવાના થયો .

રમા શિવલિંગ ની પુજા કરવા દૂધ લેવા ઘર મા ગયો ત્યારે એણે ધ્યાન આવ્યું ક પૂજા નું દૂધ તો એ વ્યક્તિ ને આપ્યું હતું એણે પાત્ર મા જોયું થોડુક એઠું દૂધ બાકી હતું એ લઈ એ શિવલિંગ પાસે ગયો “ હે પ્રભુ ,તમારા ભાગ નું દૂધ મે એ સજ્જન ને પીવડાયું ક્ષમા કરશો અને આ એંથા દૂધ થી અભિષેક કરું છુ મને ક્ષમાંદાન આપશો.” રમા એ દૂધ થી અભિષેક કર્યો . અને પુજા કરી ઘર માં ગયો . ત્યારે યાદ આવ્યું કે દૂધ નું પાત્ર મંદિર માં જ રહી ગયું એ લેવા પરત ગયો . મંદિર માં પ્રવેશ કરતાં એની આંખો ફાટી ગઈ . આખું શિવલિંગ સ્વર્ણમઈ બની ગયું હતું ,એણે પોતાની આંખો પર વિશ્વાસ નહતો કે આ ચમત્કાર કેવી રીતે થયો માટી નું શિવલિંગ પલભર માં સ્વર્ણ નું કેમ નું બની ગયું . એ શિવલિંગ ને ભેટી પડ્યો એની અશ્રુ ની ધારા થી શિવલિંગ પર અભિષેક થયો .ધીમે ધીમે અશ્રુ શિવલિંગ પર પડતાં ગયા, અભિષેક થતો ગયો બહાર અચાનક ખૂબ વરસાદ શરૂ થઈ ગયો. રમા એ શિવલિંગ ને ભેટી ને ત્યાંજ સૂઈ ગયો. આખી રાત ભયંકર વર્ષા થઈ સવાર પડતાં વર્ષા શાંત થઈ રમા ની આંખો ખૂલી ,એ મંદિર ની બહાર ગયો ત્યાં વધુ એક ચમત્કાર જોઈ એની આંખો ખૂલી રહી ગઈ .............................................

વધુ ભાગ 2 માં ...

આ કથા ની અપડેટ જાણવા પ્રોફાઇલ ફોલો કરો અને રમા ની રોચક કથાઓ સાથે જોડાયેલા રહો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED