Colours books and stories free download online pdf in Gujarati

કેસરી

“કેસરી”

રંગોમાં સૌથી ચડિયાતો કલર એટલે કેસરી, કેસરી કોઈનું નામ પણ તો હોઈ જ શકે ને? અમારા ગામમાં પણ કેસરી નામનું એક પાત્ર,રોજ સવારે ઉઠે એટલે એનું પેન્ટ એની કમરથીતો નીચે જ ઉતરેલું હોય, એટલે જ તો એની માં દાતણ ઘસતા ઘસતા બુમો પાડતી ને, “ઓલું પેન્ટ તો ચડાવ મારા રોયા,તારો બાપો જોશે તો ગોંડ ભાગી નાખશે તારી.” અને કેસરી એક હાથમાં પેન્ટ ને એક હાથમાં પાવડો પકડીને ખેતરની સિમોમાં ઉભોને ઉભો ઉતરી જતો.કેસરીને ધીમે ધીમે પેન્ટ થી નફરત થતી જતી હતી, એટલે જ તો ખેતરે કામ કરતો હોય તો ક્યારેક ક્યારેક તો પેન્ટ કાઢીને બાજુમાં શેઢા ઉપર મૂકી દેતો હતો ને,પછી નિરાંતે પાળા બાંધે. એને વગર પેન્ટ એ ટાઢક મહેસુસ થતી,જરીક આઝાદી મળતી હોય એવું લાગતું. કેસરીને ખાતરી હતી કે ખેતરના આ છેડે કોઈ એને જોવા નથી આવવાનું, અને બીજી બાજુ દલસંગ એનો પાડોશી. દલસંગનું ખેતર અને કેસરીનું ખેતર આજુબાજુ જ.દલસંગ એની જમીનમાં પગલા પાડતો ખેતરેથી ગામ જવા નીકળે એટલે સાંજ ના છ કે સાત થઈને બેઠા હોય, ઉનાળાના દિવસે તો ઠીક પણ શિયાળામાં તો છ એટલે સમજો હમણાં રાત પડી જાશે, પણ પાણીનો ધોધ હજુ એવો ને એવો જ હોય એટલે કેસરીને તો છ વાગે કે સાત પણ આંઠના ટકોરા સુધી,જ્યાં સુધી પાણી બદલાય નહિ ત્યાં લગર ખેતરે કામ કરવું પડતું.હરરોજની માફક આજે પણ દલસંગ ખેતરેથી ઘરે જવા નીકળ્યો છે, એની હાથ પરની ચાંદી કલરની મોટ્ટા મોડલ વાડી ઘડિયાળમાં છ વાગીને ચાલીસ મિનીટ થઇ છે,સમજોને કે અંધારું જ થઇ રહ્યું છે. શેઢે કેસરીનું પેન્ટ પડ્યું છે, અને દલસંગને આજે શરારત કરવાની ઈચ્છા થઇ, “આ મારો બેટો રોજ રોજ શેઢે પેન્ટ મુકીને એવું તે હું કામ કરતો હશે ખેતરની માંયલી કોર? વાડ કુદીને એણે જરાકેય અવાજ કર્યા વગર ખેતરની અંદર પડતું મુક્યું. પેન્ટ ખભે વળગાડીને બાજરીના ડોકા આઘા પાછા કરતો કેસરીના હોવાની દિશામાં ડગલા ભરતો રહ્યો,કેસરીનો ઝીણું ઝીણું ગાવાનો અવાજ એણે સાંભળ્યો. કોઈ પત્તુંએ નાં હાલે એવી રીતે દલસંગ કેસરીની બિલકુલ લગોલગ પાછળ જઈને ઉભો રહ્યો. કેસરી અડધો પાણીમાંને અડધો બહાર ઉભો રહીને પાવડો બાજુમાં મુકીને કાસ ભરાઈ જવાની રાહ જોતો હતો. દલસંગ કેસરીને જોતા જ જોતો રહી ગયો, આથમતા સુરજના કેસરી પ્રકાશમાંને બાજરીના ડોકાઓના છીંકણીયા પ્રતિબિંબમાં કેસરી એને કોઈ પુતળાથી કમ નહોતો લાગી રહ્યો.આમ તો કેસરી હતો જ ધોળો દૂધ જેવો એટલે એને તો તમે અડધી રાત્રે બત્તી નાંખીને જુઓ તો પણ અંજાઈ જ જાવ, એમાયે આજે તો તો સંધ્યા હતી, સંધ્યા ટાઈમે તો કેસરી ખુબ ખીલેલો લાગતો હતો. એનું પાણીમાં પડતું ઝાંખું પ્રતિબિંબ દલસંગ ને કોઈ પિકચરમાં જોયેલી હિરોઈનની યાદ અપાવતું હતું, પણ દલસંગએ જરાયે જોર ના કર્યું કે એ હિરોઈન કઈ હતી? ત્રણ ચાર ભેગી થઈને એક આકૃતિ એના મગજમાં રચાઈ રહી હતી. એના હાથ એના કાબુમાં નહોતા રહી રહ્યા, કેસરીના ઘૂંટણ સુધીના પગ પાણીમાં જ જોઈ ને દલ્સંગ લલચાઈ ગયો ને અડ્યા વગર રહી ના શક્યો. પાણીમાં જ હાથ લાંબા કરીને એણે કેસરીના પગને સ્પર્શ કર્યો અને અનુભવ્યું કે ગુલાબના ફૂલથીયે સુંવાળા કોઈ પગ હોય તો એ આ પગ છે. પ્રથમ સ્પર્શથી કેસરીના પગે તો જાણે કરંટ લાગ્યો,પણ ઉછળ્યો નહિ, કદાચ દલસંગની પકડ મજબુત હતી. કેસરીએ પાછું વાળીને જોયું પણ નહિ, કદાચ એને બિખ હતી કે જો જોયું ને કદાચ છોડી દીધું તો? અને એ નહોતો ઈચ્છતો કે આ સ્વર્ગમય અનુભવ એ ચુકી જાય.પાણીમાં જ દલસંગ ના હાથ અને કેસરીના પગ, કેસરીને થયું હમણાં જો આ જ મોમેન્ટ ઘડીક વધારે ચાલતી રહી તો એ પેશાબ કરી બેસશે. એટલે એનાથી નીચે બેસી જવાયું, જેવું કેસરીથી નીચે બેસાયું એટલે તો દલસંગને જલસો પડી ગયો, કેસરીની સાથળ પરની સોનેરી કલરની રૂંવાટી,એની પર હાથ ફેરવતા એને મખમલની ચાદર સાથે રમી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું અને કેસરી? એ તો જન્નતમાં આંટો મારવ નીકળ્યો હોય, એ આજની એકપણ ક્ષણને ગુમાવવા નહોતો માંગતો.આજ સુધી જાણે કોઈ એને અડ્યું જ ના હોય. આમ તો નહિ જ અડ્યું હોય ને? જનમથી પંદર સત્તર થયા ત્યાર સુધી તો નિશાળે માથું ખાધું ને જેવી નિશાળ છુટીકે તરત ખેતર. આંખો દિવસ ખેતરની ચાર દીવાલો સિવાય કંઈ જોયું હોય તો ને. આજે એ કશું જ મિસ કરવા નહોતો માંગતો, ખબર નહિ પછી ક્યારે બીજો દ્લ્સંગ આમ અચાનક જ ખેતરે આવી ચડશે? લગભગ ત્રણથી ચાર મિનીટ સુધી બંનેમાંથી કોઈ એકેય શબ્દ બોલ્યું નહિ, માત્ર વધતા જતા શ્વાસ અને બાજુમાં જોર જોરથી બુમો પાડીને ઝગડી રહલા બાજરીના ડોકા. પવન જાને બેક્ગ્રૌન્દ મ્યુઝીક આપતો હોય એમ મંદ મંદ વાતો હતો તેમ તેમ કેસરીને નશો થતો જતો હતો. હવે એને જરાક એક આંખ ત્રાસી કરીને પાછળ જોવાની હિંમત કરી, દલસંગને જોઇને એ ચોંક્યો પણ એણે દેખાડ્યું નહિ, દલસંગની આંખો બંધ હતી તો એને એમ કે આવે ટેમ બંધ જ રાખતા હશે કદાચ. એણે પોતાની આંખો પણ બંધ કરવામાં જ ભલું સમજ્યું. દલસંગએ કેસરીનું પેન્ટ બાજુમાં મુક્યું હતું બરાબર એની જોડમાં જ પોતાનુયે મુક્યું. ખરેખર કંઈક અળગો જ જ સંગમ હતો આ,કેસરીના શરીર પર એકે વાળ માત્ર નહોતો ને દલસંગના શરીર પર જગ્યા નહોતી ખાલી. બેઉને એકબીજાના વિરોધાભાસને અડકવાની ચૂમવાની, એની જોડે રમવાની મજા આવી રહી હતી. બંનેમાં સામ્યતા એક જ હતી અને એની જ તો આ રમત હતી ખરું કહું તો. કોઈ કશી જ વાતનો વિરોધ નહોતું કરી રહ્યું, અથવા તો કોઈ કશીય વાતને ધ્યાન થી જોઈ પણ નહોતું રહ્યું, બસ જે છે એ પળને જીવી લેવાનો વારો હતો.વાતાવરણ બંનેની સાથે હતું, દુર કુતરાઓને ભગાડવા વાડે વાડે બાંધેલા દારૂના બાટલા ખડિંગ ખડિંગ વિંડચેઈન જેવો અવાજ કરીને જાણે પોઝેટીવીટી ફેલાવી રહ્યા હતા. બે શરીર એકબીજાના થઇ ચુક્યા હતા ને નીંકનું પાણી બેયના અંદર સમાવાથી ઉભરાઈને નીંકની બહાર નીકળી ગયું હતું. લગભગ બે પાંચ મિનીટના આનદ બાદ બંને એ ઉભા થઈને જોયું પોતપોતાની સામે તો એમને લાગ્યું કે આપણે મેલા થઇ ગયા, કાદવ પણ ક્યાંક ક્યાંક તો વળગ્યો હતો. પછી અલગ અલગ દિશામાં બંને આગળ વધ્યાને પેન્ટેય ઘણે દુર જઈને પહેર્યા. કાદવ ઘણો વધી ચુક્યો હતો હવે ને કમળ એમાં ખીલી ચુક્યું હતું હવે.


લેખક – રોહિત પ્રજાપતિ



બીજા રસપ્રદ વિકલ્પો