મૃત્યુ Harpalsinh Zala Haasykar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૃત્યુ

નામ તેનો નાશ....કોઈ હિન્દી કવિ એ ખુબ સુંદર વાત આલેખી કે,

'मृत्यु क्या चिज है आओं मे तुम्हें बताऊं की एक रास्ता है और मुसाफ़िर को निंद आ गई '

કેટલી સાહજિકતાથી કવિવરે જીવનનો મર્મ સમજાવી દીધો. મૃત્યુ કે જેનું નામ લેતાં જ જીવમાત્ર ભયભીત થઈ જાય એ મૃત્યુ ને શું આપણે મનુષ્ય જાત આમ સહજ રીતે પચાવી શકીએ ? કદાચ ના, અલબત કોઈ સિધ્ધ યોગી,સાધુ-સંંતો સિવાય આખાં જગતમાં એક આપણે જ તો છીએ બુધ્ધીજીવીઓ ને આવી મૂર્ખામી આપણે કરીએ ખરાં ? મોત કોને વ્હાલુું હોય......

કૉલેજકાળે લગભગ ૨૦૦૦ માં અમારાં ઈકોનોમીક્સ નાં પ્રોફેસર હિનાબેન પટેલ કે જેઓ અટાણે કડી મહિલા આર્ટસ કૉલેજ ખાતેે પ્રિન્સિપાલ શ્રી તરીકે સેવા આપે છે તેઓ અમને શીખવતા કે ' માનવી ઈચ્છાઓનું પોટલું છે ' ને ' ઈચ્છા જીર્ણ નથી થતી માનવી જીર્ણ થાય છે ' નરી વાાસ્તવિકતા નો આપણે શું સ્વિકાર કરી શકીશું ? જવાબ ના જ હોય ને.....કોણ આમ કુુુુદરતનાં નિયમો પ્રમાણે ચાલે, પણ હા એક સનાતન સત્ય સ્વીકારવું રહ્યું કે પરિવર્તન એ સંસારનો નિયમ છે એ વાત નો પણ આપણે અનાદર ન જ કરી શકીએ.
રાજા ભર્તૃહરિ એ શૃંગાર શતક લખ્યું ને પછી એવો વૈરાગ જાગ્યો કે એમણે જ વૈરાગ શતક ની રચના કરી
भोगो न भुक्ता वयमेव भुक्ता:
तपो न तप्तं वयमेव तप्ता:।
कालो न यातो वयमेव याता:
तृष्णा न जीर्णा वयमेव जीर्णा:।।

જીવનમાં જ્યાં સુધી આંખો ન ઉઘડે ત્યાં સુધી માનવમાત્ર ની અંધી દોડ આ દુન્યવી વાસનાઓ તરફે ને જેવો આ દંભ નો પડદો ઉચકાય કે તુર્તજ સાક્ષાત્કાર જીવનો એ પરમ તત્વ સાથે. એક મહાત્મા એ પોતાનાં શિષ્યોને મૃત્યુ વિશે સમજ આપતાં એમ કહ્યું કે મૃત્યુ અનિવાર્ય છે કારણ કે આ મનુષ્ય દેહ ને આ એકના એક ખોળીયામાં આખર કેટલુંક ગોઢે, એનેય કાંક નવીન જોઈએ ને...જેમ આપણે વસ્ત્રો બદલીએ છીએ એમ આ આત્મા પણ એક દિન પોતાનાં આ દેહ ૠપી વસ્ત્રો બદલી નાંખે છે ને વાટ પકડે છે અનંતની યાત્રાએ જેને આપણે મુર્ખ માનવજાતે મૃત્યુ નું નામ આપતાં રો-કકળ ને વલોપાતે ફેરવી નાંખ્યું, અરે મૃત્યુ તો એ ૠડો અવસર છે જે સદ્દભાગ્યે પ્રભુએ આપણાં પર કૃપા વરસાવતાં આપણને બક્ષિસ સ્વરૂપે આપ્યું. ઉતરાનાં ગર્ભમાં રહેલ ગર્ભનાં રક્ષણ કાજે ભગવાન કૃષ્ણે બ્રહ્માસ્ત્ર ની આડે ફર્યાં ને બદલામાં જવાબ વાળતાં અસ્વસ્થામા ને શ્રાપ આપતાં કહ્યું કે જો મૃત્યુ આમ સહજ હોય ને એ માનવમાત્ર ની ઈચ્છાએ કરીને જો એનું દાસ બની શકતું હોય તો જા હું દેવકીનંદન યોગેશ્વર ક્રિષ્ણ તને શ્રાપ આપું છું કે સમયનાં અંત સુધી તું મૃત્યુ ને ઝંખીશ પરંતું તને મૃત્યુ નસીબ નહીં થાય, વનવન ઉપવન તું ભટક્યાં કરીશ ને અનેક પ્રયત્ન કરવાં છતાં ને અનેકાનેક પીડાઓથી પીડાવા છતાં તું મૃત્યુ ને નહીં પામી શકે.
જે મૃત્યુના નામ માત્રથી જગત આખું ભયભીત છે તે વાસ્તવમાં તો ૠડો માર્ગ છે આપણો છુટકારાનો આ દોજખ ભરી દુનિયા એ આપણી જવાબદારીઓથી. માનવમાત્ર અવારનવાર ઘરનું ઘર આ શબ્દને સહજતાએ ઉચ્ચારણ કરતો રહેતો હોય છે પણ ખરાં અર્થે શું તે આ શબ્દ સમજી કે પચાવી શક્યો છેે ? ઘરનાં ઘર નો ખરાં અર્થે વિચાર કરીએ તો ઈશ્વરે આપણને આ દેહ ૠપી ઘર આપ્યું ને આપણે એ દેહ ૠપી ઘર માટે કુકર્મો આચરી પાપની કમાણીએ ઘર-બંંગલા વસાવ્યાં તો હવે આ બાબત સ્પષ્ટ થઈ હશે કે ઘરનું ઘર એટલે શુું ?
અનંત ની વાટ પકડી નિરાંતે ઘાડ નિદ્રામાં પોઢી આ જીવનું શિવ સંગ મિલન કરાવતું પવિત્ર ને મંગલકારી અણમોલ કોહીનૂર સમું રત્ન એટલે મૃત્યુ..મૃત્યુ..મૃત્યુ.....

આપનાં હાસ્ય સેવક હાસ્ય કલાકાર-ટી.વી.કલાકાર હરપાલસિંહ ઝાલા-ગાંધીનગર-અમદાવાદ નાં આપ સર્વેને ઝાઝેરા હાસ્યાસ્કાર 91 9879849109