કવિતા ગળથુંથી Nikhil Jejariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

કવિતા ગળથુંથી


આમ જવું હોય તો ક્યાંથી બેસવાનું ?


આમ જવું હોય તો ક્યાંથી બેસવાનું ?
આમ તો અહીંથી જ પણ આમ નહિ આમ બેસવાનું.
સાવ નક્કર સીખામણ, સીધેસીધુ રહેવું હોય,
તો આમ આવ અહિં જ એકલા બેસવાનું.
શું, ત્યાં ઉપર સુંધી જવું છે?
તો આમ ઉસ્તાદની બાજુમાં નહિ પગમાં બેસવાનું.
અને આ બાળપણ જેવી જુવાની જીવવી હોય,
તો ૧૫ પછી બાપના ખભે હાથ નાંખી બાજુમાં બેસવાનું.
જો દુર સુધી જવું હોય તો,
એકલતા અને ઉદાસીથી દુર બેસવાનું.
એકલતા અને ઉદાસીથી દુર ! તો ક્યાં?
અરે ગુલ, તારી સાથે ખીલેલા કાંટા સાંથે બેસવાનું.
અને હું ગુલ, જો મારી જેવું જીવવું હોય,
તો આ બધાયે કાંટાઓથી દૂર,
ખૂદના કાંટામાં ખીલી બેસવાનું.
આમ જવું હોય તો ક્યાંથી બેસવાનું ?
આમ તો અહીંથી જ પણ આમ નહિ આમ બેસવાનું.
-Gul(Neek)




નિમિત નહીં હવે એ નિયમિત બની ગયો


નિમિત નહીં હવે એ નિયમિત બની ગયો,
આજે એ દરજ્જો વધીને દોસ્તીનો બની ગયો.
ટૂંકા રસ્તાઓ અને લાંબી સફરોમાં,
અડધેથી મળ્યોને રાહનો હમરાહ બની ગયો.
થોડા શબ્દો ખૂટ્યા ને નપાસ થયો હું,
લાગણીઓ દુભાણી મારી ને એ સંગ્રામી બની ગયો.
પસંદ નાપસંદ અલગ તો ભલે અલગ,
જરૂર પડી જ્યારે ત્યારે એ વસંત બની ગયો.
આમ તો ન કહેવાય પણ જો,
આધેડનો એ ક્યારેક તો મારો નાજાયસ પણ બની ગયો.
વિચાર કરતાયે વધારે લાંબો ચાલ્યો આ સંબંધ,
હવે તો એ નવલિકા છોડીને આત્મકથા બની ગયો.
વાત મળી કે રાહમાં મારી બે કાંટા ફંટાયા છે,
મારા પહોંચાય તે પહેલા તો એ ગુલ બની ગયો.
જાન છે એ મારી એમ કહેતો એ,
ગુલ હું ને, મારામાં ક્ષણીક ખૂશ્બુ ભરી ઉપકારી બની ગયો.
-Gul(Neek)



લોકોને લોકોથી વધારે વિશ્વસનીય મળે ત્યારે લોકો લોકોને ભૂલી જાય છે,


લોકોને લોકોથી વધારે વિશ્વસનીય મળે ત્યારે લોકો લોકોને ભૂલી જાય છે,
જ્યારે એ જ લોકો વિશ્વાસની પર ઘાત બેસાડે ત્યારે તે લોકોથી જ લોકો સૂળીએ ચડી જાય છે.
જુઠા ને ઠગનારાઓ જલદીથી દિલ સુધી દોરીને પહોંચાડી જાય છે,
પછી એ જ એની ચોરી કરી છટકીને નીકળી જાય છે.
હરણફાળે દોડીને કશેક લપાઈને હંફાવી આગળ ભાગી જાય છે,
પછી અંદરની બધી ભીતોમાંના બારી-બારણાઓ પર નો એન્ટ્રીની દિવાલો ચણાવી જાય છે.
કોઈ ના હોય ત્યારે વળી આવીને ભાઈ-ભાઈ કહિ થોડું હસીને હસાવી જાય છે,
આવુ કરતા કરતા વળીએ શંતરંજમાં અમને જબરા ફસાવી જાય છે.
Gul(Nik)



અરે આ તું શું બોલે છે...?


ભાવ બોલે છે..?
અરે આ તું શું બોલે છે..?
અગણીત છે આ લખાણ મારું,
અને...
અબજોનું છે એ હદય મારું,
એનો તું ભાવ બોલે છે..?
અરે આ તું શું બોલે છે..?
શું જાણે છે તું..?
ભલે એમને મને ઠુંકરાવેલો તો પણ,
એ વંદનીય છે મારા,
એમને તું ગુનેગાર બોલે છે..?
અરે આ તું શું બોલે છે..?
હું તો એક રમકડું છું,
ને ચાવી છે એ મારી,
એમને તું અલવિદા કહે છે..?
અરે આ તું શું બોલે છે..?
તું એમના માટે મારો ભાવ બોલે છે..?
-Gul(Nik)



ચંદ અસાર અને શબ્દોની વચ્ચે ખેડાયો છું,
વાત કંઈક એમ છે કે....
લોકોથી લાગણીના નામે જ વેચાયો છું
-Gul (Neek)



જીંદગીની નિશાળે


જીંદગીની નિશાળે,
એક તો આપણે એ અજાણતા ને
અચાનક મળેલા એ દિવસ,
અને.....
બીજા તો, આપણે......
આમ કદાચ જો એ બહાના કોઈ,
વહેલી સવારનું તાજું જ ખીલેલું ફુલ સાંભળી લે ને તો,
તો એ ય કરમાય જાય;
એવા બહાના બનાવીને મળેલા
એ દિવસ.....
આ બે જ દિવસ મજા હતી
બાકીનાં બધા દિવસો તો નિશાળ
કયાં ચાલુ જ હતી?
એ તો ત્યાં રજા જ હતી.
- Gul (Neek)




લોકો પૂછે છે કે તમે કેમ હસતા નથી?
હસવા માટે રહેલા ક્યાંય રસ્તા નથી;
છે! તો હસે ક્યાંક એ રસ્તાઓ,
એ હવે એટલી અમીરી નથી;
ને ક્યા રસ્તે જઈ હસીને વસીએ,
એ રસ્તા હવે એટલા સસ્તા નથી;
લોકો પૂછે છે કે તમે કેમ હસતા નથી?
હસવા માટે રહેલા ક્યાંય રસ્તા નથી.
- Gul (Neek)