તક જડપતા શીખો - 2 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તક જડપતા શીખો - 2

તક પ્રાપ્ત કરવા કેવી રીતે તૈયાર રહી શકાય ?

- તકને જડપી લેવા તૈયાર રહેવા માટે સૌ પ્રથમતો પોતાની આવળત, કુશળતા, શક્તી કે જરુરીયાતને આધારે ક્યાં ક્યાંથી કેવી કેવી તક મળી શકે તેમ છે અથવાતો તમે કેવી તક પ્રાપ્ત કરવા તત્પર છો તે વાત બરોબર સમજી તમારે ખરેખર ક્યાં ધ્યાન કેન્દ્રીત કરવુ જોઇએ તે સમજો. આ તકની જાણકારી જેટલા પણ સોર્સીસમાથી મળી શકે તેમ હોય તેનુ લીસ્ટ બનાવો. જેમકે સમાચાર પત્રો, વેબસાઇટ, અન્ય સંસ્થાઓ, વગેરેનુ લીસ્ટ બનાવો અને દરરોજ તેના પર બાજનજર રાખો.

- ત્યાર બાદ તે તક પ્રાપ્ત કરવા જે કંઈ પણ જરુરી જ્ઞાન, આવળત અનુભવ, કળા, કૌશલ્ય, સામર્થ્ય કે સંજોગોની જરૂર પડતી હોય તેનુ લીસ્ટ બનાવો અને તેમા ઉદ્ભવતા તમામ પ્રકારના પ્રશ્નો, સમસ્યાઓ, શંકાઓના સમાધાન કે ખાસ આયોજન તૈયાર રાખો. દા.ત તમારે મેનેજર બનવુ હોય તો તેના માટે જે કંઈ પણ જરુરીયાતો કે લાયકાતો હોય તેને ઓળખી તેની પુર્તી કરો. જેમકે લાયકાતમા ૨ વર્ષનો સંચાલનનો અનુભવ માગતા હોય તો અત્યારથીજ તમારે કોઇ નાની મોટી જગ્યાએ સંચાલનનુ કે તેને મળતુ આવતુ કામ શરુ કરી દેવુ જોઇએ. આ રીતે તમે અનુભવ કે પ્રમોશન મેળવીને પણ મેનેજર બની શકતા હોવ છો અથવાતો ૨ વર્ષનો અનુભવ થતા તે પોસ્ટ માટેની અરજી કરવા લાયક બની જતા હોવ છો. તેવીજ રીતે ઇન્ટરવ્યુ માટે પણ પરફેક્ટ તૈયારી કરી રાખી હોય કે ભવિષ્યમા નડતરરુપ થાય તેવા પ્રશ્નોના સમાધાન તૈયાર રાખ્યા હોય તો ઇન્ટરવ્યુમા સીલેક્ટ થવાની શક્યતામા વધારો કરી શકાતો હોય છે.

કેવી રીતે વ્યક્તી તક ગુમાવી દેતા હોય છે ?

- અપુરતી તૈયારી હોય,
- યોગ્ય દ્રષ્ટીકોણનો અભાવ હોય, તક પારખવાની અણ આવડત હોય,
- નિરીક્ષણ કરવાની અણઆવળત હોય,
- વધારે પડતો આત્મવિશ્વાસ,
- આળસ, ત્વરાએ એક્શન ન લેતા હોઇએ,
- ભુલો, નાસમજી ભર્યુ વર્તન હોય,
- બહાનાઓ કાઢવાની કુટેવો હોય,
- ભુતકાળની ભુલોમાથી બોધપાઠ ન શીખતા હોઇએ અને વારંવાર એકની એક ભુલ કરતા હોઇએ,
- તકનુ સર્જન કરતા ન આવળતુ હોય,
- અહંકાર, વટ કે જતુ ન કરવાનો અહંકાર હોય, ફ્લેક્ષીબીલીટીનો ગુણ ન હોય, નવીનતાને સ્વીકારી ન શકતા હોઇએ,
- હેતુ કે વિઝન સ્પષ્ટ ન હોય. તેને અનુસંધાનમા ઘટનાઓનુ મુલ્યાંકન કે ઉપયોગીતા સમજતા ન આવળતુ હોય,
- કોઠાસુજ કે દુરદ્રષ્ટીનો અભાવ હોય,
- નાનામા નાની તકનુ મહત્વ ન સમજતા હોઇએ કે તેને તુચ્છ સમજી જતી કરી દઈએ.

તક ઉત્પન્ન કેવી રીતે કરી શકાય ?

૧) દરેક ઘટનાનો કોઇને કોઇ આધાર હોયજ છે તો આવા આધારો સમજી કેવી ઘટના ઉત્પન્ન કરવા માટે કેવા આધારો, સંજોગો કે વાતાવરણની જરુર પડશે તે ઓળખી તેનુ નિર્માણ કરવામા આવે તો જોઇતુ પરીણામ સરળતાથી મેળવી શકાતુ હોય છે.

૨) ઘટનાઓ, સંજોગોને તમે કઈ દિશામા વાળવા માગો છો તે સમજી તે દિશામા વાળવાનુ પ્રોત્સાહન આપો, આકર્ષણ ઉત્પન્ન કરો.

૩) એન્ટોનિયો નામનો એક યુવાન પત્થરની મુર્તીઓ બનાવવામા અવ્વલ નંબરનો કારીગર હતો. એક જોવ અને બીજી મુર્તી ભુલો એવી કારીગરીથી તે પત્થરને આકાર આપતો હતો તેમ છતાય નશીબના વાંકે કે અન્ય કોઇ કારણસર સમાજમા તેને પ્રખ્યાતી મળતી નહી. આ રીતે તેને ઓછુ કામ મળવાથી તે વધુ પૈસા કમાવા રસોઇયાની કામગીરી પણ કરતો. એક દિવસ હોટલના માલીકે અનેક મહેમાનોને જમવાનુ આમંત્રણ આપ્યુ. તેઓ માટે ખાસ ટેબલની વ્યવસ્થા કરી તેને સજાવવામા આવ્યુ. ટેબલ પર વચ્ચે સુશોભન માટે કાચનુ માસ્ટરપીસ કહી શકાય તેવી એક મુર્તી મુકી. પણ કોઇ કારણસર તે નીચે પડીને તુટી ગઈ. હવે કરવુ શું ? બધા મહેમાનોને આવવામા ખુબ ઓછો સમય રહ્યો હતો એટલે ખુબ થોડા સમયમા નવુ સુશોભન કરવુ કેવી રીતે ? જો તેમ ન કરે તો માલીકની પ્રતીષ્ઠા જોખમાય તેમ હતી એટલે માલીક મુંજાઇ ગયા. આ વાત એન્ટોનિયો સુધી પહોચી એટલે તરતજ માલીક પાસે જઈ ખરેખર સમસ્યા શું છે તે જણાવવાનો પ્રયત્ન કર્યો. માલીકે કહ્યુ કે આ ટેબલ પર સુશોભન માટે મુકેલી કાચની મુર્તી તુટી ગઈ છે. મહેમાનો બસ આવતાજ હશે તો આટલા ઓછા સમયમા ટેબલની સજાવટ કરવી કેવી રીતે? એંટોનિયો તરતજ બોલ્યો બસ આટલીકજ વાત છે, જો તમારી મંજુરી હોય તો હું તમને મદદ કરુ ?

હા જરૂર, માલીક બોલ્યા.

આટલુ સાંભળતાજ તે તરત રસોડામા ગયો અને મોટો ચીઝનો ટુકડો લઈ ચપ્પુથી તેના પર કોતરણી કરવા લાગ્યો. ૧૫-૨૦ મીનીટમાતો સીંહની એટલી સરસ આકૃતી બનાવી નાખી કે લોકો જોતાજ દંગ રહી જાય. આ મુર્તીને ટેબલ પર સજાવવામા આવી. બધા મહેમાનો જોતા ભેગાજ તે મુર્તીના વખાણ કરવા લાગ્યા. કાચ અને પત્થરની મુર્તીઓતો ઘણી જોઇ હતી પણ ચીઝના ટુકડામાથીય આટલી સરસ મુર્તી બની શકે તે જોઇને તેઓતો ખુબ આસ્ચર્યમા મુકાઇ ગયા. તેઓએ તરતજ પુછી લીધુ કે આટલી સરસ કલાકારી કોણે દર્શાવી છે ? બધાએ એન્ટોનિયોનુ નામ લીધુ. પછીતો એક દયાળુ અને કલા પારખુ મહેમાને તેની આવી આવળતની કદર કરી તેને શીલ્પ કલામા આગળ ભણવાની વ્યવસ્થા કરી આપી. આમ શીલ્પ કલાનુ વધુ શીક્ષણ મેળવી એન્ટોનિયો ખુબ મોટો શીલ્પકાર બન્યો અને કલાની દુનિયામા કેનોવા તરીકે પ્રસીદ્ધ થયો.
આ બધુ એટલા માટેજ શક્ય બન્યુ કારણકે તેણે પોતાની આવળતનો સદ્ઉપયોગ કરીને મદદ કરવાની તક જડપી લીધી. જો એન્ટોનીયોએ આ બાબતમા જરા પણ રસ ન લીધો હોત કે વાતને સાવ નકામી સમજીને માલીકને મદદ ન કરી હોત તો આજે પણ તેને કોઇજ ઓળખતુ ન હોત.
માટે જ્યારે પણ જરૂર પડે ત્યારે લોકોને મદદરૂપ બનો, મદદ એ ભાગ્યનો દરવાજો ખોલી આપતી, અનુકૂળ સંજોગો પેદા કરતી ચાવી છે. આમ પોતાની આવળતને મદદના સ્વરૂપમા પ્રદર્શીત કરવાથી તેનો પ્રભાવ ખુબ વધી જતો હોય છે. માટે જ્યારે પણ તમારી જરુર પડે, કોઇ સમસ્યા આવે ત્યારે મદદ કરવા આગળ આવો. આવી મદદ વધતા સમાજમા આપણો પરીચય, સમ્માન, લાગણી અને લોકોના દિલમા આપણા પ્રત્યેની પ્રાથમિકતા વધતી હોય છે. આ રીતે પોતાની આવળતો કે શક્તીઓનો સદુપયોગ કરવાથી પોતાને અનુકૂળ સંજોગો ઉત્પન્ન કરી શકાતા હોય છે.

૪) માર્કેટીંગ કરતા રહો.

એક જુની કહેવત છેને કે બોલે એના બોર વેચાય એટલેકે જે લોકો પોતાની વસ્તુઓ, કળા-કૌશલ્યનુ સતત પ્રદર્શન કરતા રહે છે તેઓ લોકોની નજરોમા વધુ જડપથી સ્થાન પ્રાપ્ત કરી શકતા હોય છે. સમાજમા આવા લોકો વિશેની જાણકારી વધતા જ્યારે પણ જરૂર પડે ત્યારે લોકોના મોઢે સૌથી પહેલુ નામ આવા લોકોનુજ આવતુ હોય છે. દા.ત. નોર્વે નામના દેશમા ઓલબુલ નામનો એક પ્રખ્યાત વાયોલીન વાદક થઈ ગયો. આવી પ્રખ્યાતી પ્રાપ્ત કરતા પહેલા તેણે મોટાભાગની જીંદગી ગુમનામી જેવા વાતાવરણમાજ વિતાવી હતી. તે પહેલા પણ વાયોલીન ખુબ સારુ વગાડતો હતો તેમ છતાય તેને જોઇએ તેવી પ્રખ્યાતી અને કામ મળતુ નહી. આ બધી બાબતોથી બેપરવાહ થઈ તેતો સતત નવી નવી ધુનો બનાવી વગાળ્યે જતો હતો.
એક દિવસ ત્યાની જાણીતી ગાયીકા માલબેન ત્યાંથી પસાર થઈ રહી હતી. અચાનકથી તેના કાને વાયોલીનની મીઠી ધુનના સુર સંભળાવા લાગ્યા. તે તરતજ ત્યાં ઉભી રહી ગઈ. તેણે આજુબાજુ નજર ફેરવી જોયુ તો એક મકાનની બારી પાસે એક યુવક આવા મધુર સૂર રેલાવી રહ્યો હતો. આટલી સરસ ધુનતો ખુબ ઓછા લોકોજ વગાડી શકતા હોય છે, આ વ્યક્તી ખરેખર ટેલેન્ટેડ છે એમ માની તરતજ તેણે તે યુવાનને પોતાની સાથે આવવાનુ કહ્યુ.
હવે બન્યુ એવુ કે તે જે સંગીતના પ્રોગ્રામમા જવા નિકળી હતી તે પ્રોગ્રામમા જોઇએ તેવી સંગીતની મજા જામી નહી. લોકો કંટાળવા લાગ્યા હતા એટલે માલબ્રેનને તરતજ પેલો યુવાન યાદ યાવ્યો કે જે ખુબજ સારી ધુન વગાળતો હતો. માલબ્રેને તરતજ તે યુવાનને સ્ટેજ પર જઈ પોતાનુ સંગીત પીરસવા કહ્યુ. યુવાને પણ તેમજ કર્યુ. સ્ટેજ પર આવી તેણે એક પછી એક એવી ધુનો વગાળવાનૉ શરુ કર્યુ કે ધીરે ધીરે લોકો ખુશ થવા લાગ્યા, જુમવા લાગ્યા અને પુછવા લાગ્યા કે આ વ્યક્તી કોણ છે ? તેનુ નામ શું છે ? તે ક્યાથી આવે છે, તેની ઉમર કેઠલી છે? આમ લોકોના મનમા તેના પ્રત્યે ખુબ આદરભાવ વધવા લાગ્યો અને રાતો રાત તે પ્રખ્યાત બની ગયો.
હવે જરા વિચારો જોઇએ કે નિષ્ફળતાના દુ:ખને કારણે જો તેણે વાયોલીન વગાળવાનુ ચાલુ ન રાખ્યુ હોત તો માલબ્રેનને તેનુ સંગીત સાંભળવા મળેત ? શું તે આટલા મોટા સ્ટેજ પર આવી શકેત ? આમ કહેવાનો મતલબ એટલોજ છે કે આપણને ગમે તેટલી નિષ્ફળતાઓ મળે તો પણ સતત પોતાની આવળતોનુ પ્રદર્શન એવા લોકો સામે કરતા રહેવુ જોઈએ કે જેઓને આપણી જરુરીયાત પડી શકે તેમ હોય અથવાતો પારખુ નજર વાળા હોય. જો આવા લોકોની નજરોમા આપણે આવી જઈએ તો ગમે ત્યારે સમગ્ર જીવનજ બદલાઈ જાય તેવી તક પ્રાપ્ત કરી શકાતી હોય છે.