તક જડપતા શીખો - 5 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તક જડપતા શીખો - 5

૧૮) જીવનમા જે કંઇ પણ થાય છે તે આપણા ભલા માટેજ થાય છે તે વાતનો સ્વીકાર કરો.
આપણે સૌ ભગવાનનાજ બાળકો છીએ એટલે ભગવાન પૃથ્વી પરના દરેક સજીવો, મનુષ્યોનુ ભલુ ઇચ્છતાજ હોય છે. તેઓ જાણતા હોય છે કે આ વ્યક્તી આ દિશામા કામ કરે તો તે પોતાના જીવનને વધુ ઉત્ક્રુષ્ટ બનાવી શકે તેમ છે પણ તેઓ સદેહે ધરતી પર આવીને કંઈ દરેકને કહી ન શકે કે તમે આ દિશામા કામ કરો. એટલા માટે તેઓ માણસના જીવનમા એવા પ્રસંગોનુ નિર્માણ કરતા હોય છે કે જેથી વ્યક્તી આપો આપ તે દિશામા વળી જાય. મોટા ભાગના લોકો આ વાત સમજી શકતા હોતા નથી એટલા માટેજ તેઓ નિરાશ થઈ રો કકડ કરી મુકતા હોય છે. જે લોકો ભગવાન આપણને કઈ દિશામા વાળવા માગે છે, કેવા સુંદર કાર્યો કરાવવા માગે છે તે સમજાવવાનો પ્રયત્ન કરે છે તેેેઓ ગાઢ નિરાશાઓ કે નિષ્ફળતાઓમાથી પણ માર્ગ શોધી, બેઠા થઈ તક ગોતી ભગવાને દર્શાવેલા આવા માર્ગ પર શ્રેષ્ઠ કામગીરી બજાવી શકતા હોય છે. આ વાત તમને નિચેના ઉદાહરણ પરથી વધારે સારી રીતે સમજાશે.
એક બેરોજગાર યુવાન હતો, કામ માટે તે ચારેય બાજુ ફરતો હતો પણ તેને કામ મળતુ નહી. બેરોજગારીને લીધે તેની આર્થીક સ્થીતી ખુબ કફોડી બનતી જતી હતી. ઘરમા ઘરના અને આળોશ પાળોશના લોકો પણ તેને બેરોજગાર હોવાના મેણા ટોણા મારવા લાગ્યા હતા. પોતાનુ આવુ અપમાન જોઇ તે ખુબ નિરાશ થતો, દુખી થતો અને ઘણી વખત રડી પણ પડતો.
ચારેય બાજુથી મેણા ટોણા સંભળવા મળવાથી તેમજ શું કરવુ ને શું ન કરવુ તેની કશી સમજ ન પડવાથી તેનુ શેતાની મગજ જાગી ગયુ. તેને થયુ કે લોકોનુ મોઢુ બંધ કરવાનો અને પોતાના તમામ પ્રશ્નોનુ સમાધાન લાવવાનો એકજ ઇલાજ છે “ બેંક લુંટો “
એક દિવસ નજીકની મોટી બેંકમા તેણે ધાડ પાડી, બેંકના બધા પૈસા લુંટી લીધા પણ જેવો તે ભાગવા ગયો કે તરતજ પોલીસના હાથે પકડાઇ ગયો. તેને ૫ વર્ષની જેલની સજા થઈ. પોતાના જીવનની આવી કરુણતાઓ જોઇને તેતો રીતસરનો ભાંગીજ ગયો. તેણે સ્વપ્નેય વિચાર્યુ ન હતુ કે એક દિવસ જીંદગીને આવી રીતે પણ વિતાવવી પડશે. તેનુ દિલ દર્દથી ભરાઇ આવ્યુ અને ભગવાનને ફર્યાદ કરવા લાગ્યો. ભગવાન મે એવા તે ક્યા પાપ કર્યા હશે કે મારી જીંદગીમા સુખના દિવસો આવવાનુ નામજ લેતા નથી. પછીતો તે દરરોજ ભગવાનને ફર્યાદો કરતા પત્રો લખતો અને પોતાની પાસે સાચવી રાખતો. આવુ ૨-૩ મહીના સુધી થયુ. તેના દિલમા દર્દ હતુ એટલે તેને આપો આપ વિચારો સ્ફુરી આવતા હતા ઉપરાંત તેને લખવાની ખુબ સારી પ્રેક્ટીસ થઈ ગઈ હોવાથી ધીરે ધીરે તેણે વાર્તાઓ અને નવલકથાઓ લખવાનુ પણ શરુ કરી દીધુ. પછીતો તે દિવસ રાત બસ આજ કામ પાછળ પડી ગયો અને છેવટે તેની પાસે વાર્તાઓનો ખુબ મોટો સંગ્રહ બની ગયો. જે વ્યક્તી આ વાર્તાઓ વાંચે તેની આંખમાથી રીતસરના આંસુ ટપકી પડતા એવો વાર્તાઓનો પ્રભાવ હતો. જ્યારે જેલરોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ આ ગ્રંથના વેચાણ માટેની તમામ વ્યવસ્થાઓ કરી આપી. કહેવાની જરૂર નથી કે આ બૂક ખુબજ વેચાણી અને તે ખુબજ નામ અને દામ બન્ને કમાયો. તેનુ આવુ સારુ વર્તન જોઇ જજે તેની ૫ વર્ષની સજા ઘટાળીને ૧ વર્ષની કરી દીધી. આ રીતે તે ખુબ ઉત્સાહમા આવી ગયો અને દર વર્ષે નવી નવી ચોપડીઓ લખી બહાર પાડવા લાગ્યો અને કરોડો રુપીયા કમાવા લાગ્યો.
અહી ભગવાન જાણતા હતા કે આ વ્યક્તી ખુબ સારો લેખક બની શકે તેમ છે પણ તેના દિલમા દર્દ અને આસપાસ શાંત વાતાવરણ ન હોવાથી તે તેમ કરી શકે તેમ ન હતો. આ ખામીને દુર કરવા માટેજ ભગવાને તેને બેરોજગાર રાખી તેના દિલમા દર્દ પુરયુ અને શાંત વાતાવરણ માટે જેલની વ્યવસ્થા કરી આપી.
આ વાતનો સારાંશ માત્ર એટલોજ છે કે આપણા જીવનમા જે કંઇ પણ બને છે પછી તે સારુ હોય કે દુ:ખદ તે આપણા ભલા માટેજ હોય છે, ભગવાન આપણને કોઇ ખાસ દિશામા વાળવા માગતા હોય છે અથવાતો કોઇ મોટો લાભ આપવા આપણામા રહેલી ખામીઓ દુર કરવા માગતા હોય છે એટલા માટેજ તેઓ મુશ્કેલીઓ રુપી ટાપલીઓ મારી મારીને સાચી દિશાનુ ભાન કરાવતા હોય છે. જે માણસ આ વાતને બરોબર સમજી લેતા હોય છે તેઓ ગાઢ અંધકારમાથી પણ નાનુ એવુ કીરણ શોધીને પણ તક પ્રાપ્ત કરી લેતા હોય છે.
આમ આપણા જીવનમા ઘટતી ઘણી બધી ઘટનાઓ આપણા ભલા માટેજ હોય છે, આવી ઘટનાઓને ઓળખવાથીજ જીવનને શ્રેષ્ઠ બનાવી શકાતુ હોય છે.

૧૯) તક આવે ત્યારે તે ખુબજ સુક્ષ્મ સ્વરૂપે દેખાતી હોય છે, તેને જોઇનેતો ઘડી ભરમા આપણને અંદાજ પણ નથી આવતો હોતો કે આ તક આપણા જીવન માટે કેટલી અગત્યની છે પણ જ્યારે તે જતી રહેતી હોય છે અથવાતો બીજાઓના નશીબના દ્વાર ખોલી આપતી હોય છે ત્યારે સમજાતુ હોય છે કે આપણે કેટલી મોટી તક ગુમાવી બેઠા છીએ.
આમ તક આવે ત્યારે નાની અને જાય ત્યારે મોટી લાગતી હોય છે. તકનુ આવુ સ્વરૂપજ માણસને તક ગુમાવી દેવાની નાદાની કરવા મજબૂર કરતી હોય છે. આ પરીસ્થિતિને પહોચી વળવાનો સીધો સાદો અને સરળ ઉપાય એજ છે કે તક ગમે તેવી નાની હોય કે મોટી તેને જડપી લેવાનો આગ્રહ રાખો. આ રીતે તક ગુમાવવાની નુક્શાનીથી પણ બચી શકાતુ હોય છે અને તેનાથી થતા મોટા લાભ પણ મેળવી શકાતા હોય છે. આમ આવેલી તકને ગુમાવી નુક્શની વહોરી લેવા કરતા તેને પ્રાપ્ત કરી થોડો તો થોડો નફો મેળવી લેવામા વધારે શાણપણ છે. જો તમે આવેલી તક પ્રાપ્ત નહી કરો તો તે બીજા પાસે જતી રહેશે અને તેઓ પોતાની આવળત વાપરી તેમાથીજ નામ અને દામ બન્ને કમ્માઇ લેશે, માટે યોગ્યતો એજ છે કે આપણેજ તેનો મહત્તમ લાભ મેળવી બતાવીએ.
મારા ઘરની બાજુમાજ એક દુકાન હતી, દુકાન ખુબ સારી ચાલતી હતી એટલે ત્યાં કામ કરવા વાળા માણસો પણ ઘણા બધા હતા તેમ છતાય તે દુકાનદારનો છોકરો મજુરો હોય તો પણ ગ્રાહકોને જાતે માલ આપતો અને મજુરો કરે તેવા બધાજ કામ પણ કરતો. આ રીતે તે દુકાનને લગતી નાનામા નાની બાબતોનો જાણકાર બની ખુબ સારો વહીવટકતા બની શક્યો.
કહેવાનુ તાત્પર્ય એટલુજ છે કે કામ નાનુ હોય કે મોટુ તેને નિભાવતા શીખો, નાની એવી તકનો પણ લાભ લેતા શીખો. જો તમે નાના નાના કામ પણ વ્યવસ્થીત નિભાવી ન શકતા હોવ તો મોટા કામતો ક્યાથી નિભાવી શકવાના હતા. આમ નાની નાની તકો પ્રાપ્ત કરી તેનેજ આખરે મોટી તકનુ સ્વરુપ આપી શકાતુ હોય છે. જો શેઠના આ છોકરાએ એમ વિચાર્યુ હોત કે હું પણ આ દુકાનનો માલીકજ કહેવાઉ એટલે હું આવા નાના નાના કામ ન કરુ કે આવા કામ મારા માટે લાયક નથી તો તે અમુલ્ય એવા અનુભવોથી વંચીત રહી જાતેજ તેની નિષ્ફળતાનુ કારણ બનેત.
આમ, હું આમ ન કરુ ને તેમ ન કરુ તેવા વિચારો રાખનાર વ્યક્તી બહાનાઓ કાઢવામાજ રહી જતા હોય છે જ્યારે નાની નાની બબતો નિભાવી જાણનાર વ્યક્તી ખરેખર આગળ નીકળી જતા હોય છે.
દરેકનુ કામ આગળ જતા મોટુ બનતુજ હોય છે, નિશાળનો સામન્ય ક્લાર્ક પણ આગળ જતા પ્રીંસીપલ બની શકે, નાનો એવો ફેરીયો પણ મોટો કારખાનેદાર કે વેપારી બની શકે, નાનો એવો કાર્યકર્તા પણ આગળ જતા દેશનો વડાપ્રધાન બની શકે છે, આપણે પણ એવા બની શકીએ જો એક નાના એવા કામને પણ પગથીયા તરીકે સ્વીકારી તેના પર ચઢવાનુ શરુ કરી દઈએ તો.

૨૦) નિરીક્ષણ શક્તી કેળવો.

નિરીક્ષણ કરતા રહો, આસપાસ કેવી કેવી ઘટનાઓ ઘટે છે, શા માટે ઘટે છે અને તેમા આપણે શું કરી શકીએ તેમ છીએ તેનો વિચાર કરવાથી છુપાયેલી તકોને ઓળખી શકાતી હોય છે. માટે દરેક વ્યક્તીએ આસ પાસ ઘટતી વધુને વધુ ઘટનાઓની માહિતી ટીવી, રેડીયો, નેટવર્ક, અખબાર કે મેગેજીનમાથી મેળવતા રહેવુ જોઇએ. આવી માહિતીઓ મેળવી પોતાના ઉપદેશો આપી બેસી જવાને બદલે આપણા માટે તેમા શું તક રહેલી છે તે શોધવાનો પ્રયત્ન કરવો જોઇએ. આમ માહિતીઓને માત્ર મનોરંજનનુ નહી પણ આત્મવિકાસનુ સાધન બનાવવુ જોઇએ.

એક બીસ્કીટ બનાવતી કંપનીએ છાપામા જાહેરાત આપી કે જે વ્યક્તી અમારા બીસ્કીટ સાથે ફ્રીમા મળતા સ્ટીકર્સ સૌથી વધારે ભેગા કરશે તેઓને એક સાઇકલ ગીફ્ટમા આપવામા આવશે. છાપાને ખુબજ નિરીક્ષણથી વાંચતા એક બાળકના ધ્યાનમા આ જાહેરાત આવી, પણ તેણે માત્ર જાહેરાત વાંચી બેસી રહેવાને બદલે વિચાર કર્યો કે હું વધુમા વધુ કેટલા સ્ટીકર્સ ભેગા કરી શકુ તેમ છુ ? તેણે પોતાની પોકેટ મનીના બધા પૈસા ગણ્યા તો તેનાથી લગભગ ૧૦૦ જેટલા પેકેટ ખરીદી શકાય તેમ હતા. તેણે તેમજ કર્યુ અને તેમાથી નિકળતા સ્ટીકર્સ તેણે કંપનીમા મોકલાવી આપ્યા. ગણતરી કરતા તેના સ્ટીકર્સ સૌથી વધારે નિકળતા તે પ્રથમ વિજેતા બન્યો અને આમ તે સાઇકલ જીતી ગયો. આ બધુ તેની નિરીક્ષણ શક્તી અને તકપારખુ નજરનુજ પરીણામ હતુ. બીજા બધા યુવાનો આવી જાહેરાત વાંચીને તેને માત્ર હસીમજાકમા કે બહાનાઓમા કાઢી નાખતા હતા જ્યારે આ બાળકે તેમાથી પણ પોતાના માટે તક શોધી તેને જડપી લીધી. આમ નિરીક્ષણ, અવલોકન, મુલ્યાંકન અને અર્થઘટન કરવાનો ગુણ જીવનમા ખુબજ ઉપયોગી થતો હોય છે. આવા ગુણોને કારણે કચરાના ઢગલામાથી પણ હીરા શોધી શકાતા હોય છે.

૨૧) સતત ભુલોમાથી શીખતા રહો

કોઇ પણ કામમા ભુલ થાય તો તેનો મતલબ એવો ક્યારેય થતો નથી કે તમે તે કામ ક્યારેય નહી કરી શકો. ભુલો તો થાય એમા કંઈ હીંમત હારી જવાની જરુર નથી. આવા સમયે રો કકડ કરવાને બદલે ફરી પાછી હીંમત ભેગી કરી મન મક્કમ રાખી પોતાની ભુલોમાથી બોધપાઠ મેળવી ફરી પાછા પ્રયત્નો શરુ કરી દેવા જોઇએ.
જેમ જેમ તમે આવી ભુલોને દુર કરી આગળ વધતા જશો તેમ તેમ આગળ જતા નવી નવી તકો પ્રાપ્ત કરતા જશો પણ જો ભુલો થવાની બીક રાખી અટકી જશો તો ભવિષ્યમા માર્ગમા આવતી તકોથી પણ વંચીત રહી જશો.
આમ ભુલોને ભુલીને સતત આગળ વધતા રહેવાથીજ કે સંભવીત તકો પર ધ્યાન કેન્દ્રીત રાખવાથીજ નવી તકો પ્રાપ્ત કરી શકાતી હોય છે. જે માણસ પોતે કરેલી ભુલોમાથી કંઈક શીખે છે તે માણસ નવી તકોને કેવી રીતે જડપી શકાય તેની વિચારણા કરી સાબદો રહી શકતો હોય છે પણ જે માણસ પોતાની અનેક ભુલોમાથી પણ કશુ શીખતો નથી તે તકોને વારંવાર ગુમાવતોજ રહેતો હોય છે.
અંતેતો એટલુજ કહીશ કે માત્ર તકની પ્રાપ્તી કરી લેવાથી કંઈ સફળ નથી થઈ જવાતુ, સફળ થવા માટે મળેલી તકની દિશામા સખત પરીશ્રમ કરવો પડતો હોય છે, બલીદાનો આપવા પડતા હોય છે. તકની પ્રાપ્તી કરવી એતો માત્ર ખેતરમા બીજ રોપવા સમાન છે એટલેકે માત્ર બીજ રોપી દેવાથી કંઈ મબલખ પાક મેળી જતો નથી, તેના માટેતો યોગ્ય હવા, પાણી, પ્રકાશ અને માવજતની જરુર પડતી હોય છે. આમ તક પ્રાપ્ત કર્યા બાદ તેને અથાક પ્રયત્નો કરીને સફળ બનાવવી પડતી હોય છે. તક મળી ગયા પછી શાંતીથી બેસી જવાને બદલે મહેનતના પ્રમાણમા અનેક ગણો વધારો કરી દેવો પડતો હોય છે ત્યારે જતા નાની એવી તકને મહાન બનાવી ધાર્યુ પરીણામ મેળવી શકાતુ હોય છે.