તક જડપતા શીખો - 1 Amit R Parmar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 117

    ભાગવત રહસ્ય-૧૧૭   જગતમાં શિવજી જેવો કોઈ ઉદાર થયો નથી. અને થવ...

  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

શ્રેણી
શેયર કરો

તક જડપતા શીખો - 1

તકની વાત આવી એટલે મને એક જુની વાર્તા યાદ આવે છે. ઘણા વર્ષો પહેલાના રાજ રજવાડાઓના સમયની આ વાત છે. એક રાજાને પોતાના નગરજનોની પરીક્ષા લેવાનુ મન થયુ. તેણે ઘણો વિચાર કર્યો કે એવુ શું કરુ કે જેથી મને મારા નગરજનોના વિચારો જાણવા મળે. આ બાબતમા ઘણો વિચાર કર્યા બાદ તેમને એક યુક્તી સુઝી. લોકો કેવી કેવી પ્રતીક્રિયાઓ આપે છે તે જાણવા માટે રાત્રીના સમયે રાજાએ શહેરના મુખ્ય માર્ગ પર લોકોને નડતરરૂ થાય એ રીતે બરોબર વચ્ચે એક મોટો પથ્થર મુકી દીધો અને લોકો શું કરે છે તે જાણવા માટે બાજુની એક ઓરડીમા છુપાઇ ગયા.
જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ રાહદારીઓ વધતા ગયા અને લોકોને તે પત્થર વધુ નડતરરૂપ થવા લાગ્યો. ઘણા લોકો તો ઠેસ ખાઇને પડી પણ જતા તેમ છતાય તે પત્થર ઉપાડી દુર ખસેડવાને બદલે કોઇ રાજને તો કોઇ અધીકારીઓને તો કોઇ પોતાના નશીબને ગાળો આપી પોતાનો ગુસ્સો ઠાલવતા જતા હતા પણ કોઇ પથ્થરને ત્યાંથી ખસેડી બાજુએ મુકી દેવાની તસ્દી લેતા નહી. આ બધુ જોઇ રાજા ખુબ દુ:ખી થયા.
હવે એક સાવ ગરીબ ચીંથરેહાલ કપડા પહેરેલો મજુર પોતાના માથા પર ઘણો ભાર ઉપાડી તે રસ્તા પરથી ચાલ્યે જતો હતો. સંજોગોવશાત તેને પણ તે પત્થર ન દેખાણો એટલે તે પણ ઠેસ ખાઇ પડી ગયો. તેને પગમા ઘણુ વાગ્યુ અને લોહી નિકળવા લાગ્યુ. પણ તેણે બાકી લોકોની જેમ બીજાઓ પર દોશ ઢોળી દેવાને બદલે એમ વિચાર કર્યો કે જેમ મને આ પત્થર વાગ્યો છે તેમ બીજાઓને પણ વાગી શકે છે, આ પત્થર અહી ન હોવો જોઇએ તેમ સમજીને પગમા લાગેલુ હોવા છતા પણ તેણે હીંમત રાખીને તે પત્થર ઉપાડી બાજુએ મુકી દીધો. પત્થર હટાવતાની સાથેજ તેની નીચેથી એક થેલી મળી આવી. તે થેલી ખોલીને જોયુ તો તેમા ૧૦૦ સોના મહોર અને એક ચીઠ્ઠી લખેલી હતી. તે ચીઠ્ઠી ખોલીને જોયુ તો તેમા લખ્યુ હતુ કે “ આ પત્થર હટાવનાર નેકદીલ મહેનતુ અને આદર્ષ નાગરીકને રાજા તરફથી નાની એવી ભેટ“ રાજાએ આપેલી સોનામહોરો જોઇ તે વ્યક્તીતો ખુબજ ખુશ થઇ ગયો, બીજી તરફ આ બધુ જોઇએ રહેલા રાજા પણ ખુશ થઈ ગયા અને તેને રાજ દરબારમા બોલાવી બધા વચ્ચે ખુબ આદર સત્કાર અને સમ્માન આપી વિદાય કર્યા.
આ વાત કહેવાનો મતલબ એટલોજ છે કે મોટા ભાગના લોકો મુશ્કેલીઓ સામે મો ચઢાવીને તેનો સામનો કરવાને બદલે તેને નજરંદાજ કરી ત્યાંથી ચાલ્યા જતા હોય છે પણ હકીકતમાતો તે મુશ્કેલીઓમાજ ખરી તક છુપાયેલી હોય છે. આ તક એવા લોકોજ પ્રાપ્ત કરી શકતા હોય છે કે જેઓ મુશ્કેલીઓને દુર ભગાળવાનો પ્રયત્ન કરતા હોય છે. તકને ક્યાંય ગોતવા જવાની જરુર નથી કારણકે એતો પોતાની આસ પાસ વીંટળાયેલી ઘટનાઓમાજ છુપાયેલી હોય છે. જો પોતાનો દ્રષ્ટીકોણ વિશાળ રાખી સતર્કતાથી પ્રયત્નો કરવામા આવે તો આવી તકોને પ્રાપ્ત કરી જીવનને સમૃદ્ધ બનાવી શકાતુ હોય છે.

ઘણા લોકોની એવી ફર્યાદ હોય છે કે તેને તક મળતીજ નથી કે મળેલી તકને તેઓ ગુમાવી બેઠા છે એટલે હવે તેઓ કશુજ કરી શકે તેમ નથી તો આવા વ્યક્તીઓએ નિરાશ થઈ બેસી જવાને બદલે તકનુ સર્જન કરતા ખાસ શીખવુ જોઇએ. આવી તકનુ નિર્માણ કરવા માટે પરીસ્થિતિઓને સમજી તેમા ઇચ્છીત ફેરફારો કરતા શીખવુ જોઇએ. જો તેમ કરતા આવળી જાય તો દુનિયાની કોઇ તાકાત તેઓના નશીબને ઉજ્જ્વળ બનતા અટકાવી શકે નહી. જો તમે ખરેખર બુદ્ધીશાળી વક્તી હોવ તો તમારે તકની રાહ જોવા કરતા તકનુ સર્જન કરતા, તેનુ નિર્માણ કરતા શીખવુ જોઇએ.

આ તક શું છે ?

તક એ સૌભાગ્ય લાવતી એક એવી પળ છે કે જે રંકને રાજા, ગરીબને અમીર, ડુબતાને તારવી અને મરતાને જીવાળી શકે છે. આ તક મળવાથીજ માણસના જીવનમા શક્તી, ભક્તી અને ગતી આવતી હોય છે પણ જો ન મળે તો વ્યક્તીના જીવનમા અંધારુ, નિરસતા અને નિષ્ફળતા છવાઇ જતી હોય છે. આવા ગાઢ અંધકાર, નિરસરતા અને નિષ્ફળતાને દુર કરનારો સંજીવની પહાડ એટલે તક. જ્યારે તમને કોઇ શુભ પરીણામ લાવતુ કોઇ કામ, ઘટના મળી આવે ત્યારે સમજી લેવુ કે એ જ તક છે.
તકને કેવી રીતે ઓળખી શકાય ?

તકનો કોઇ ચહેરો કે શરીર હોતુ નથી, તે ક્યારે આવીને ઉભી રહી જાય અને ક્યારે જતી રહે એ પણ ઘડી ભરમા સમજી શકાતુ નથી. એટલે આવી તકને ઓળખવા માટે શરીરની નહી પણ મનની આંખની જરુર પડે. મનની આંખથી જોવુ એટલે પરીસ્થિતિઓ પર બાજ નજર રાખી પોતાની બુદ્ધીનો ઉપયોગ કરી પરીસ્થિતિઓનુ સાચુ અર્થઘટન કરી પોતાને ઉપયોગી થાય તેવો ગેપ શોધી કાઢવો જોઇએ. તક હંમેશા જરુરીયાતો, સમસ્યાઓ અને ફેરફારોમા છુપાયેલી હોય છે. જયાં જયાં પણ જરુરીયાત, ફેરફાર કે સમસ્યાઓ ઉત્પન્ન થાય ત્યાં તમે શું કરી શકો તેમ છો અથવાતો કોઇ બે ઘટના વચ્ચે તમને ક્યાં ગેપ મળી શકે તેમ છે તેની વિચારણા કરો તો તકના દર્શન જરૂર થતા હોય છે. દા.ત. કોઇ કંપની એ વાત જાણતી હોય કે ગ્રાહકોને કેવા પ્રકારની વસ્તુઓ વધારે પસંદ આવે છે, તેઓની આવક અને પસંદમા કેવા કેવા ફેરફારો થયા છે, તેઓને પ્રોડક્ટને લગતી બાબતોમા કેવી કેવી તકલીફો પડે છે તો તે તરતજ માર્કેટમા રહેલી તક ઓળખી તે પ્રમાણેનુ ઉત્પાદન બનાવી અદ્વીતીય સફળતા મેળવી શકતા હોય છે. તેવીજ રીતે એક શીક્ષકનો લેક્ચર પુરો થતા અને બીજા શીક્ષકનો લેક્ચર શરુ થવા વચ્ચે સમયનો કેટલો ગેપ રહે છે તે ગોતી લેવામા આવે તો તેટલા સમયને તક સમજી પોતાના નાના મોટા કામ નિપટાવી શકાતા હોય છે.

તકનો કોઇ સમય કે સ્વરૂપ નક્કી હોતો નથી, તેતો દિવસે, બપોરે, સાંજે, રાત્રે, આજે, કાલે કે વર્ષો પછી એમ ગમે ત્યારે આવી શકે. તે ફુલ સ્વરૂપે આવી શકે અને કાંટા સ્વરૂપે પણ આવી શકે, તે મીત્રતાના કે દુશ્મનાવટ સ્વરૂપે આવી શકે, તે ફાયદા કે નુક્શાન સ્વરૂપે આવી શકે, મીઠા શબ્દ કે ગાળના સ્વરૂપે પણ આવી શકે છે. દા.ત. તમને કોઇ ગાળ આપે ત્યારે તમને પોતાના ગુસ્સા પર કાબુ રાખવાની કે થોડી ધીરજ રાખતા શીખવાની તક મળતી હોય છે, લોકોને સભ્ય ભાષામા સમજાવી સમાજમા એક આગવી છાપ વિકસાવવાની તક મળતી હોય છે, શાંતીથી વાત સુલજાવવાની તક મળતી હોય છે, પોતાનાથી કોઇ ભુલ થઈ ગઈ હોય તો તેને સુધારવાની તક મળતી હોય છે, ફરી પાછી તેવી ભુલ ન થાય તેનુ ધ્યાન રાખવાની તક મળતી હોય છે, કેવા પ્રકારની વ્યક્તીને કેવી રીતે કાબુમા રાખી શકાય તે સમજવા કે વિચારવાની તક મળતી હોય છે. જો માત્ર એક ગાળમાથીજ આટલી બધી તકો મેળવી શકાતી હોય તો સારી સારી બાબતોમાથીતો કેટલી બધી તકો મેળવી શકાય તે સમજી શકાય તેમ છે. આમ તક તો દુનિયાની દરેકે દરેક બાબતમા રહેલી હોય છે, એટલે જરુરીયાત માત્ર તેને ઓળખવાનીજ હોય છે.

તક પ્રાપ્ત કરવા કેવી રીતે તૈયાર રહી શકાય ?