Irsha books and stories free download online pdf in Gujarati

ઈર્ષા

ઈર્ષા એ એક એવો શબ્દ છે જે માનવ જીવનને બરબાદ કરે છે અને બીજાના જીવનને અસ્વસ્થ અને છીન્નભિન્ન બનાવે છે. જો તમે કોઈને સુખ અથવા આનંદ આપી શકતા નથી, તો બીજાના સુખ અને ખુશી જોઈ જલન અને અકળામણનો અનુભવ ન કરો. જો તમે ખુશ ન હો, તો ન થાઓ, ખુશ ન રહો, પરંતુ કોઈની ખુશી જોઈને ઈર્ષ્યાની આગમાં પોતાને બાળી ન નાખો.

સમાજમાં એવું ઘણીવાર જોવા મળે છે કે કોઈ આગળ વધી રહ્યું છે, કોઈ પ્રગતિ કરી રહ્યું છે, કોઈનું નામ થઈ રહ્યું છે, કોઈ સારું કરી રહ્યું છે, તો મોટાભાગના લોકો એવા જોવા મળશે, જે પહેલેથી જ વિચારશે, આગળ વધવાના માર્ગમાં અવરોધરૂપ કેવી રીતે બનવું તેમને અપમાનિત કેવી રીતે કરવો સમાજમાં કેવી રીતે મજાક બનાવી અને કેવી રીતે સુખ અને ખુશી છીનવી લેવી.. ત્યાં ઘણા ઓછા લોકો એવાં જોવા મળશે કે કોઈની પ્રગતિ જોઈ આનંદ માણતા અથવા ખુશ થતા હોય છે.

શું તમને નથી લાગતું કે આપણી ઈર્ષ્યા આપણને બાળી નાખે છે? પાછળથી સામેવાળાનુ નુકસાન થાય છે? કારણ કે, ઈર્ષ્યા કરવા સમયે આપણા મગજની ચેતાગ્ંથીઓ સંકોચાય છે, જેની અસર આપણા રોજીંદા જીવનની દિનચર્યા પર પડે છે. અને સ્વભાવ ચિડચિડો થઈ જાય છે, અને ઘરના લોકો સાથે આપણું વર્તન ખરાબ થઈ જાય છે, પછી ઘરનું વાતાવરણ નકારાત્મક અને કલેશરૂપ બની જાય છે અને આપણો સ્વભાવ ઝગડાલુ થઈ જાય છે, અને આપણે જાણીએ છીએ આક્રમક અને ઝગડાલુ લોકો કોઈને પણ ગમતાં નથી.

હું માનું છું કે જો તમે કોઈના સુખ અને ખુશીથી ખુશ થઈ તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરો છો, તો ત્યાં બે ફાયદા થશે. એક તો સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે, અને તમે આંતરિક સુખનો અનુભવ કરી શકશો અને પોતાનામાં એની રીતે જ હકારાત્મક ઊર્જાનો વિકાસ થશે.

ભલે તે માનવ નબળાઈ હોય અથવા બીજું કંઈક, સત્ય એ છે કે ઘણા દુઃખોનું કારણ આપણા દુઃખના કારણે નથી પરંતુ બીજાનું સુખ અને ખુશી છે. તેનાથી દૂર થવાનો પ્રયત્ન કરવો જોઈ. તમારે જેમા આગળ વધવાનું તેમા ધ્યાન આપવાનું ચાલુ રાખવું જોઈએ,અને સરખામણી અને દેખાદેખીની રીતમાં પડવું જોઈએ નહીં. સરખામણી કરવાથી આપણને જ નુકસાન થાય છે.
જીવનમા ઇર્ષ્યાને નાબુદ કરવા માટે તમે સફળ વ્યક્તિના ગુણો અપનાવી લો અને એમનાં જીવનમાંથી કંઈક શીખો અને એમને સમજવાની કોશિશ કરો,સારો લાભ લો જેથી તમારું જીવન પણ સફળ અને ખુશ થાય. નહી તો આખું જ તમારું જીવન ઈષૉ મા ને ઈષૉ મા નિરથઁક બની જશે.

જ્યારે જયારે પણ તમારા મનમાં ઈર્ષ્યાનું હૃદય જાગૃત થાય છે, ત્યારે તમારા વિચારોની દિશાને સકારાત્મક સોચ તરફ લઈ જાવ, જ્યારે વિચારોની દિશા જ બદલાય જશે ત્યારે નકારાત્મકતા અપને આપ તમારાથી દૂર થઈ જાય છે અને જ્યારે તમારા મનમાં સારા વિચારોનુ નિમૉણ થાય છે ત્યારે એ વિચાર તમને એક સુકુનપન નો અહેસાસ આપે છે. ના કે દોષ યા તો ઈષૉ.

અફસોસ અને દુખ એ વાતનું છે કે આજના સમાજના લોકો કોઈના દુઃખને જોતા ખૂબ જ દુ:ખી થઈ જાઈ છે, તેઓને સહાનુભૂતિ આપે છે, પરંતુ કોઈના સુખને જોઈને ખુશ નથી. કોઈની પ્રગતિના ગુણોથી જલન અનુભવે છે, તેઓ નાખુશ અને દુઃખી થાય છે અને પુરો પ્રયાસ કરતા હોય કે સામે વાળાનું કયારે ખરાબ થાય. આપણે બધાએ આનાથી બચવું જોઈએ.

ઈર્ષાની દિવાલને તોડી માનવતા રૂપી પ્રમને જાગૃત કરવો જોઈએ. બીજા લોકોના સુખ અને ખુશીથી ખુશ અને બીજા લોકોના દુઃખમાં સહભાગી થઈ મદદરૂપ બનવું જોઈએ. તો ચલીએ "ઈષૉ ના મૂળને ઉખેડી પ્રમરૂપી આનંદનાં બીજ વાવીએ".


બીજા રસપ્રદ વિકલ્પો