કુંપણ - 4 Zalak bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુંપણ - 4

સાંજ ના સમયે હોસ્પિટલ પાસે ના એક નાના સા મંદિર માં આરતી નો અવાજ સંભળાય છે અને ત્યારે જ ક્રિધા ને એ જ કોળિયું,અંધારું,અણઘટ બધું જ દેખાય છે.આ વખતે તો તેને જે ઘટના બની હતી તે પણ દેખાય છે અને તે બેડ પર સૂતી હતી ત્યાંથી સફાળી બેઠી થઈ જાય છે ને એકદમ ચીસ પાડે છે ના. . .ના. . .ના એ અબોલ જીવ ને આમ ના મારો તેણે તમારું શું બગાડ્યું છે?કોઈ બચાવો . . ..બચાવો અને આ બધું સાંભળી ધૈવત તથા તેના મમ્મી દોડી આવે છે .તેમની સાથે ડો.ઉદય દ્વારા નિમિત્ત કરેલાં સ્ટુડન્ટ એટલે કે ડો.સંજીવ પણ ત્યાં આવી ચઢે છે અને ક્રિધા ને જરાં ઘેન નું ઇન્જેક્શન આપી ને સુવડાવી દે છે.ક્રિધા ને ઘેન ચઢે છે ત્યારે ડો.સંજીવ અને ધૈવત વચ્ચે વાત થાય છે.અને ધૈવત ડો.સંજીવ ને આમ ન કરવાનું કહે છે.કેમકે,ઘેન ના ઇન્જેક્શન થી ક્રિધા ના મન માં રહેલ તરંગો થોડીવાર માટે જ દબાઈ જશે.જ્યારે હું ક્રિધા ને એક નેચરલ રીતે જ ટ્રીટ કરવા માગું છું. કે જેથી તેના મન પર કોઈ બીજી અસર ના થાય પણ ડો. સંજીવ કહે છે કે આ સમયે તેમને ખરેખર, આરામ ની જરૂર છે જો વધુ આઘાત મન પર પહોંચશે તો તમે જાણો છો ને શું થશે? તેથી તમે પણ એક ડોકટર ની જેમ વિચાર કરો.અને હવે પછી જો જરૂર હશે તો જ આ ઇન્જેક્શન આપીશું નહિ તો નહીં , આમ કહી ને ડો. ઉદય ત્યાંથી બહાર નીકળે છે.
બીજા દિવસે ક્રિધા જ્યારે નીંદ માંથી જાગે છે.તો જરાં ફ્રેશ લાગે છે અને મોં પર સ્માઈલ હોય છે આ જોઈ તેના મમ્મી તથા ધૈવત બંન્ને ખુશ થાય છે. ક્રિધા ની દવા,ચા- નાસ્તો બધું જ કરાવી ને તેના મમ્મી ઘરે જવા નીકળે છે.ધૈવત મમ્મી ને રીક્ષા માં બેસાડી ને પાછો ફરે છે.જ્યારે,ધૈવત પાછો આવે છે ત્યારે ક્રિધા પોતાની સાથે બનેલા કાળ ના બનાવ નું વર્ણન કરે છે.અને કહે છે મને લાગે છે કે આ બાબત કંઈ ગુઢ રીતે મારી સાથે જોડાયેલી છે નહીં તો એક નું એક સ્વપ્ન હરરોજ એ જ સમયે એ જ રીતે શાથી આવે ?અને આ વખતે તો મને તેનું કારણ ભી દેખાયું છે.ધૈવત તું તો સાઇકોલોજીસ્ટ છે ને?કહે હું શું ખોટું વિચારી રહી છું?ધૈવત તેની હા માં હા ભેળવે છે અને તેને વધુ વિચારતી અટકાવવા કહે છે “આ બધું વિચારવાનું કામ મારું છે તારું નહિ "આમ કહી ક્રિધા ને બેડ પર બેસાડવા માં મદદ કરે છે.આ બધી જ વાતો ત્યાં સારવાર માટે આવેલ ડો. સંજય સાંભળે છે.અને તે પણ ખૂબ અસમંજસ માં પડે છે.કેમકે,તેને ભી આ જ રીતે એક નું એક સ્વપ્ન આવતું હતું.પરંતુ તેને પોતાનું બાળપણ અને તેને કોઈ મારવા ના પ્રયત્ન કરે છે આ બધું દેખાતું અને જ્યારે તેને આઘાત માંથી કોઈ બહાર કાઢતું તો સંજીવ ની હાલત ભી ક્રિધા જેવી જ થઈ જતી હતી !પણ,આ બાબત સંજયે તુરંત જ ધૈવત સામે ના રાખી અને પોતાના કાર્ય માં લાગેલો રહ્યો. પણ, મન માં તો તે વિષય પર જ વિચાર ચાલતા હતાં.
પછી ના દિવસે વૈભવ અને પલ્લવી ક્રિધા ને જોવા આવે છે.અને તે દિવસે જ ક્રિધા ને રજા આપવાની હોય છે.ને વાત-વાત માં જ પલ્લવી થી પોતાના બાળક ના એબોર્શન ની વાત ધૈવત ને ડો.સમજી ને કહેવાઈ જાય છે.આ બાબત ક્રિધા જ્યારે સાંભળે છે તો તેના પર શું અસર થાય છે? શું એ હોશ ખોઈ બેસશે? કે પછી શુન્ય મનષ્ક થઈ જશે? ને વળી હોસ્પિટલમાં સારવાર ની અસર થી તે ઘર સુધી પહોંચી જશે ?
તે જાણવાં માટે વાંચો કુંપણ નો ભાગ 5