કુંપણ Zalak bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કુંપણ


(આ સત્ય ઘટના ને થોડી કાલ્પનિક બનાવી છે,b.b.c માં મહારાષ્ટ્ર ના જલગાંવ શહેર માં થતાં એબોર્સન ને ધ્યાન માં લઈને સ્ટોરી ની રચના કરી છે)

*મુખ્ય હેતુ – બેટી બચાવો
*શીખ -પરિવારમાં સમજ,વ્યવહાર,વિશ્વાસ જેવાં ગુણો લાવવા
*ડોકટર ને એથી જ મુખ્ય બનાવ્યાં છે કે ડીગ્રી બાદ તેનો સાચો ઉપયોગ થવો જોઈએ

(પ્રમુખ પાત્રો )
*છવિ -ભૂતકાળમાં નર્સ નું પાત્ર
*ડો.અભય- ભ્રુણ હત્યા કરનાર ભૂતકાળ ના ડોકટર
*ક્રિધા- વર્તમાન માં જે ડો. છે
*ધૈવત-હાલ મા ક્રિધા નો ફ્રેન્ડ તથા સાઈકલોજીસ્ટ છે
*સુષ્માબેન-ક્રિધા ના મમ્મી (ગૃહિણી )
*અરુણભાઈ -ક્રિધા ના પપ્પા(બિઝનસ મેન)
*વાસુદેવભાઈ -ધૈવત ના પપ્પા(અરુણ ભાઈ ના પાર્ટનર)
*વૈભવ- ધૈવત નો ફ્રેન્ડ છે
* પલ્લવી – વૈભવ ની ફિયાન્સી
*ડો. ઉદય – હોસ્પિટલમાં મેઈન ડોકટર
*ડો.સંજીવ -ડો.પ્રાપ્ત કરનાર મેડિકલ સ્ટુડન્ટ

(આગલા જન્મ માં છવિ એક નર્સ હોય છે.ડૉ. અભય દ્વારા કરવામાં આવતાં ભ્રુણ હત્યા કામ માં તેનું મન ના હોવા છતાં એમાં ભાગીદાર રહેવું પડતું હતું એકવાર તો છવિ ની બહેને જ આ કાર્ય કર્યું છવિ ના મનાવવા છતાં પણ તે ના માની અને તે સમયે વિદાય પામતા તે બાળ નો જીવ છવિ સાથે જોડાય ગયો કે જેથી બીજા જન્મ માં છવિ ખુદ ડો. ક્રિધા બને છે અને તે બાળ મેડિકલ સ્ટુડન્ટ ડો. સંજીવ)
“કુંપણ એ સર્વ બાળક ને અર્પણ જેણે જન્મતાં પહેલાં જ જીવ ગુમાવ્યો છે”
(ભૂતકાળ) છવિ ગામ ની વેશભૂષા માં એક દિવો લઈને ઉભી છે.કંઈક અઘટિત થતું તે અનુભવી રહી છે
(વર્તમાન) ત્યાં જ પાછળ થી ધૈવત આવીને ક્રિધા ને બોલાવે છે.ક્રિધા અચંભીત થઈ જાય છે ને ધૈવત તેની મજાક ઉડાવે છે.પછી વૈભવ અને પલ્લવી ની સગાઈ ની વાત કરી ધૈવત ક્રિધા નો મૂડ બદલે છે.હવે, બંન્ને ક્રિધા ને ઘેર જાય છે કે જ્યાં ક્રિધા ના મમ્મી સુષ્મા બેન અને પપ્પા અરુણભાઈ મળે છે. બંન્ને નિખાલસ સ્વભાવ ના છે અરુણભાઈ દ્વારા જ ધૈવત ના પપ્પા વાસુદેવ ભાઈ નો પરિચય થાય છે અને ધૈવત -ક્રિધા ના સગપણ વિશે ની વાત થાય છે.પછી ધૈવત અને ક્રિધા પોત-પોતાની રીતે મંદિરે જતાં હોય છે.ધૈવત મંદિર માં હોય છે અને ક્રિધા રોડ ક્રોસ કરતાં જ એક ગાડી ની ટક્કર થી મૂર્છિત થાય છે તે પછી તેને એમયુલન્સમાં હોસ્પિટલ લઈ જવા માં આવે છે. એ જ હોસ્પિટલ માં મેઇન ડો.ઉદય દ્વારા તેના આસિસ્ટન્ટ ડો. સંજીવ નું પાત્ર સામે આવે છે (જે પહેલા જન્મ માં મૃત બાળક હતો) અને ક્રિધા તથા ડો. સંજીવ પહેલી વાર મળ્યાં હોવા છતાં એક બીજા ને જાણતા હોય તેવું અનુભવે છે.
ડો.સંજીવ એ બાબત ને નિગલેટ કરે છે .કેમકે ,પોતે એક ડો. છે અને પેશન્ટ સાથે વધુ લાગણી પેશન્ટ ની સ્થિતિ ને વધુ કમજોર કરે તેથી .છતાં પણ જ્યારે વૈભવ અને પલ્લવી ક્રિધા ને જોવા આવે છે અને પલ્લવી પોતાનાં એબોર્સન ની વાત ધૈવત ને કરતી હોય છે
ત્યારે ક્રિધા અચાનક ઉગ્ર થાય છે અને પલ્લવી ને ગામઠી ભાષા માં ખિજાવા માંડે છે એ સમયે હાજર રહેલાં ડો .સંજીવ ને ભી આ કંઈક પરિચીત પ્રસંગ લાગે છે અને તે સાઈકલોજીસ્ટ ધૈવત ને હિપ્નોટાઇઝ દ્વારા પોતાના બંને ના માઈન્ડ ને ક્લિયર કરવાનું કહે છે.સમય સંજોગ ને ધ્યાન માં રાખી ધૈવત, ડો.સંજીવ અને ક્રિધા નું હિપ્નોટીઝમ થી માઈન્ડ ક્લિયર કરે છે.ત્યારે બંન્ને એક જ સરખા પોઇન્ટ બોલે છે.એક વિરલપુર ગામ માં માતાજીનું મંદિર તેની પાસે જ ડો.અભય!બસ,આજ રીતે બંને આશ્ચર્ય માં મુકાઈ ને અટકી ગયાં હતાં.તેથી ધૈવત બંને ને વિરલપુર લઈ જાય છે.ગામ નજીક આવતાં જ ક્રિધા હર દુકાન ,આસ-પાસ ના પ્રસિદ્ધ સ્થાનો નું નામ લે છે. જોકે આ સ્થળે તે પહેલીવાર જતી હોય છે.તે ગામ ના મંદિર પાસે જતા જ બંન્ને ને પોતાનું પાસ્ટ યાદ આવી જાય છે . ત્યારે સંજીવ ક્રિધા ને માસી કહીને બોલાવે છે ને કહે છે મેં એક “કુંપણ ફાઉન્ડેશન”શરૂ કર્યું છે .જેના દ્વારા નિર્દોષ બાળકો ને જીવન દાન આપવામાં આવશે.તેના જીવન ની જવાબદારી ભી લેવા માં આવશે.તો શું આપ મારા આ કાર્ય માં ભાગીદાર થશો? ક્રિધા રડતી આંખે ને હસતા મોં એ સહમતી આપે છે.તે બંન્ને પોતાનું કાર્ય તે ગામ થી જ શરૂ કરે છે.કુંપણ ફાઉન્ડેશન પછી તો કુંપણ હોસ્પિટલ, કુંપણ હોસ્ટેલ ,કુંપણ યુનિવર્સિટી વગેરે માં પરિવર્તિત થાય છે .લોકપ્રિયતા ને કારણે મીડિયા તેની મુલાકાત લેવા આવે છે.કુંપણ ની કહાની પૂછે છે.ત્યારે વૃદ્ધ થયેલા ડો.સંજીવ ફક્ત એટલું જ કહે છે કે "આ તો એક માં ની કૃપા છે. જેણે એક બાળક ને ધીરે ધીરે મોટું કર્યું,બાકી મન માં શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો માનવ અસંભવ કાર્ય ને ભી સંભવ બનાવી શકે છે."ત્યારબાદ કુંપણ ને એવોર્ડ આપવામાં આવે છે.