All Is Well books and stories free download online pdf in Gujarati

ઑલ ઇઝ વૅલ

વાર્તા- ઑલ ઇઝ વૅલ લેખક- જયેશ એલ.સોની-ઊંઝા મો.નં.96017 55643
સ્મૃતિ અને કૃણાલ નું લગ્ન જીવન ભંગાણ ના આરે હતું.કોર્ટમાં ડાઇવોર્સ માટે અરજી પણ થઇ ગઇ હતી.પાંચ વર્ષ માં જ બંને વચ્ચે આ સ્થિતિ ઉદભવી હતી.કૃણાલ આઇ.આઇ.ટી.નો એન્જિનીયર હતો.તેની નોકરી કહેવા પૂરતી ભલે આઠ કલાકની હતી પણ ખરેખર તો ચોવીસ કલાકની હતી.સાંજે ઘરે આવ્યા પછી પણ કૃણાલ ને ઑફિસમાં થી સૂચનાઓ મળ્યે જતી અને તે લેપટોપ લઇને કામમાં ગળાડૂબ થઇ જતો.
સ્મૃતિ પણ ભણેલી હતી છતાં હાઉસવાઇફ બની રહી હતી.લગ્ન પહેલાં કૃણાલ તેને કહેતો કે પુરૂષ કમાય અને સ્ત્રી ઘર સંભાળે તો જ ઘરમાં સુખશાંતિ અને પ્રેમ જળવાઇ રહે.સ્મૃતિએ તો આ વાતનું પાલન કર્યું હતું પણ કૃણાલે? કૃણાલ ભૂલી ગયો હતો કે સુખશાંતિ અને પ્રેમ જળવાઇ રહે તે માટે પુરૂષે પણ ઘરમાં સમય આપવો જોઇએ.મનોરંજન, સામાજિક પ્રસંગો, તહેવારો, પ્રવાસ પર્યટન વિ.માઇન્ડ ફ્રેશ કરવા માટે જરૂરી હોયછે.નોકરી સાચવવામાં આ બધું બંધ થઇ ગયું હતું.
સ્મૃતિ એ જ ડાયવોર્સ ની માગણી કરી હતી.કૃણાલ પાસે તેની નોકરીના કારણે ઘર માટે બિલકુલ સમય નથી એ જ કારણ રજૂ કર્યું હતું.કૃણાલ તો સ્મૃતિ નો આ નિર્ણય જાણીને આશ્ચર્ય માં ગરકાવ થઇ ગયો હતો.પણ પુરૂષ સહજ અહમ ના કારણે નમતું જોખવા તૈયાર નહોતો.
છેલ્લા દસેક દિવસથી ચીનના વુહાન શહેરમાં કોરોના નામનો ભયંકર વાઇરસ ફેલાયો છે એવા સમાચાર ટીવી અને ન્યુઝ પેપરમાં આવી રહ્યા હતા.લોકો આ સમાચાર જોઈને ' આમાં આપણે શું એતો ચીનમાં છે ને?' એવો પ્રતિભાવ આપીને સમાચારને ઝાઝું મહત્વ આપતા નહોતા.પણ આ કોરોના વાઇરસ જોતજોતામાં પવનવેગે આખા વિશ્વમાં ફેલાવા માંડ્યો.ભારતમાં પણ પગપેસારો થયો.લોકો સફાળા જાગ્યા.સરકારીતંત્ર પણ ઊંઘતું ઝડપાયું.આ ભયંકર ચેપી વાઇરસ ઝડપથી પ્રસરી રહ્યો હતો.તકેદારી, સાવચેતી અને પ્રાથમિક ઉપચાર વિશે સૂચનાઓ ઉપર સૂચનાઓ ટીવી, ન્યુઝ પેપર અને સોશ્યલ મીડિયામાં આવી રહી હતી.સરકારી તંત્ર પણ સલામી આપવાનું મન થાય એ રીતે યુદ્ધ ના ધોરણે કામ કરી રહ્યું હતું.
એવામાં વડાપ્રધાન તરફથી તા.22/03/2020 ના રોજ સ્વયંભૂ જનતા કરફ્યુ રાખવાની દેશવાસીઓને અપીલ કરવામાં આવી.લોકો ઘરમાં પુરાઇ રહેશે તો જ આ ચેપી રોગ ફેલાતો અટકશે.સવારે સાત વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી નો સમય જનતા કરફ્યુ માટે નક્કી કર્યોં હતો.પણ સાંજે પાંચ વાગ્યે લોકો તાળીઓ પાડીને અને થાળીઓ વગાડીને જનતા કરફ્યુ દરમિયાન જીવના જોખમે ખડે પગે સેવા આપનાર ડોક્ટર્સ,નર્સો,સફાઇ કામદારો અને આખા શહેરમાં જંતુનાશક દવાઓ નો છંટકાવ કરનારા કર્મચારીઓ નો આભાર વ્યક્ત કરશે એવું વડાપ્રધાન શ્રી એ અદ્ભૂત સૂચન કર્યું હતું.
જનતા કરફ્યુ દરમિયાન સ્મૃતિ અને કૃણાલ વચ્ચે થોડી વાતચીત થઇ.સાથે બેસીને ટીવી જોતાં ચર્ચા ઓ પણ થઇ. ' શું જમવાનું બનાવું?' એવો પાંચ વર્ષ પહેલાં પૂછાતો પ્રશ્ન અનાયાસે સ્મૃતિ થી પૂછાઇ ગયો.કૃણાલ પણ પોતાને ભાવતી વસ્તુઓનું લિસ્ટ બોલવા માંડ્યો.બંને જણા ઘણા સમયે સાથે જમ્યા.બપોર પછી ટીવી માં હોલીવૂડ નું એક કોમેડી મુવી જોયું.મુવી જોતાં જોતાં બંને ખડખડાટ હસતાં હસતાં એકબીજાને તાળીઓ પણ આપતા ગયા.અજાણતાં કડવાશ ઓગળી રહી હતી.સાંજે પાંચ વાગ્યે બંનેએ ભેગા મળીને થાળી નાદ કર્યો.ઘરમાં શાંતિ નો પુનઃ પ્રવેશ થઇ રહ્યો હોય એવું બંનેએ અનુભવ્યું.
કોરોના ની ભયંકરતા વધી રહી હતી.પોઝીટીવ કેસોની સંખ્યા માં ઝડપથી ચિંતાજનક વધારો થઇ રહ્યો હતો.આયુર્વેદિક ફાર્મસી ઓ તથા સામાજિક સંસ્થાઓ તરકથી ઉકાળા ,દવાઓ,માસ્ક તથા સેનિટાઇઝર નું ઘરે ઘરે વિતરણ ચાલુ હતું.જાતજાતની અફવાઓ પણ ફેલાઇ રહી હતી.ભયનો માહોલ હતો.લોકો ઘરે બેસીને હનુમાનચાલીસા ના પાઠ, ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજય મંત્ર ના જાપ કરી રહ્યા હતા.કોરોના ની ભયંકરતા ને ધ્યાનમાં લઇ સરકારે સમગ્ર રાજ્યમાં તા.23/03/2020 થી તા.31/03/2020 સુધી લોક ડાઉનની જાહેરાત કરી દીધી.


સરકારની એકજ સાફ વાત હતી કે કોરોના થી બચવું હોયતો ઘરમાં પુરાઇ રહો.ના ગમતું હોય તો પણ પુરાઇ રહેવું જ પડશે.જે માબાપ ની કાયમી ફરિયાદ હતીકે દીકરાઓ આખો દિવસ બહાર જ રખડે જાયછે એ ફરિયાદ દૂર થઇ ગઇ.ઘરનાં બધાં સભ્યો સાથે બેસીને જમવા લાગ્યા.નવરાશના કારણે સાથે બેસીને બધા જાતજાતની ચર્ચાઓ કરવા લાગ્યા.વડીલોને હૂંફ મળી.
કૃણાલ ની ઑફિસમાં થી પણ મેસેજ આવી ગયો 'Work From Home'. મેસેજ વાંચી ને સ્મૃતિ રાજી થઇ ગઇ.કૃણાલ પણ જૂના વિતાવેલા દિવસો યાદ કરીને રોમેન્ટિક મુડમાં આવી ગયો.કૃણાલ લેપટોપ લઇને બેસતો ત્યારે સ્મૃતિ પણ પાસે ગોઠવાઇ જતી.બંને ચર્ચા ઓ કરતા અને આખો દિવસ પસાર થઇ જતો.ઘરમાં અવનવી વાનગીઓ બનવા માંડી.કૃણાલને પોતાની ભૂલનો અહેસાસ થઇ રહ્યો હતો.
સરકારની સમયસૂચકતા, લોકજાગૃતિ , સેવાભાવી સંસ્થાઓ નો અભૂતપૂર્વ સહયોગ,ડોક્ટરો, નર્સો,સફાઇ કામદારોની મહેનત, મીડિયાએ કરેલ લોકજાગૃતિ નું કામ,દવા કંપનીઓ અને ફાર્મસી ઓ એ કરેલ સહયોગ અને દસ દિવસ સુધી કરેલ લૉક ડાઉનના પરિણામે કોરોના ને ભગાડવામાં સમગ્ર દુનિયામાં સૌ પ્રથમ સફળતા આપણા દેશને મળી.
કહેવત છેકે મુસીબત આવે ત્યારે પણ કંઇક સારૂં તો મુકતી જ જાયછે.ભલે કોરોના ના ભયને કારણે લોકો ઘરમાં પુરાઇ રહ્યા પણ ઘરનાં સભ્યોને એકબીજાને સમજવાની તક મળી, ફરિયાદો દૂર થઇ, પ્રેમભાવ વધ્યો,ઇશ્વર જ સર્વોપરી છે એવી શ્રદ્ધા દ્રઢ થઇ, ભલભલાનો અહમ ઓગળી ગયો અને સામાજિક સમરસતા વધી.
કૃણાલ અને સ્મૃતિ જેવાં અનેક કપલો નું ખોરંભે પડેલું લગ્નજીવન પણ પાટે ચડ્યું.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED