Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર..... પેજ - ૫૫

અંજલિ ને ફીવર છે અને હજુ પણ આરામમાં છે.અદિતી, પ્રયાગ બન્ને આવી ને તેને મેડિસીન આપી ગયા છે. પ્રયાગ તેની મમ્મી અંજલિ ની બગડેલી તબિયત થી થોડો ચિંતાતૂર છે એટલે અનુરાગ સર ને પોતાની મમ્મી અંજલિ ની તબીયત ના સમાચાર આપે છે. અનુરાગ સર અને પ્રયાગ બન્ને અંજલિ ની ખબર જોવા અંજુ ના રૂમમાં આવ્યા છે,જ્યાં અનુરાગ સર તેમના જીવન માં તેમણે ઉતારેલા અમુક સિધ્ધાંતો વિષે વાત કરે છે.

********** હવે આગળ-પેજ -૫૫***************

અનુરાગ સર ના શબ્દો નો અર્થ ઘણીવાર એટલો ગુઢ અને ગંભીર રહેતો હતો કે જે તેમને સારી રીતે ઓળખતું હોય તે જ સમજી શકે.

અંજલિ નું ધ્યાન અનુરાગ સર જે બોલી રહ્યા હતા તે અને પ્રયાગ જે સાંભળી રહ્યો હતો તે બન્ને પર હતું, આજે પ્રયાગ પણ સાથે હતો તેથી અંજુ ખુશ હતી.
અનુરાગ સર બોલ્યા...બેટા પ્રયાગ જરા જુઓ તો અંજુ ને, તમે મેડીસીન આપ્યા પછીથી ફિવર માં કોઈ ફેર પડ્યો કે નહીં ?
જી સર...બોલીને પ્રયાગ તેની મમ્મી અંજલિ ને ફિવર ચેક કરવા તેની પાસે બેઠો...અને પાસે પડેલું થર્મોમીટર લીધું અને અંજુને તાવ છે કે નહીં તે જોવા બેઠો.
સર, આઈ થીંક મમ્મી ને દવા ની અસર થવા લાગી છે, હાલ ફીવર થોડોક ડાઉન થયો છે.
થેન્કસ ગોડ બેટા..તમે સમયસર અંજુ ને દવા આપી છે એટલે શક્યતા એવી ખરી કે ફીવર ઝડપથી ઓછો થઈ જાય. પણ એક વાત સાથે ધ્યાન રાખજો બેટા કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બિમાર હોય ત્યારે આપણે તેમનું ચોકક્સ ધ્યાન રાખવાનું જ હોય અને રાખીએ પણ ખરા જ, પરંતુ પેશન્ટ ની પાસે બહુ બધા ભેગા થઇ અને નકારાત્મક વાતો કરીને અને પેશન્ટની ઓવર કેર કરીને પેશન્ટને નોર્મલ વ્યક્તિ માંથી આપણે જ તેને પેશન્ટ બનાવી દેતા હોઈએ છીએ. માટે હંમેશા માંદા માણસને ઝડપથી સાજા કેમ થાય તેવુ જ વાતાવરણ તેમની આસપાસ રાખવું જોઇએ, એક ચોકક્સ વાતાવરણમાં તો કોઈપણ વ્યક્તિ ગુંગળામણ મહેસૂસ કરે અને શક્ય છે કે તેવા વાતાવરણમાં અને ઓવર કેરીંગ માં જો કોઈ વ્યક્તિ ને અનુકૂળતા આવી જાય તો ઝડપથી સાજા થવા ને બદલે માંદા જ રહે.
જી..સર એકદમ સાચી વાત કરી આપે. પ્રયાગ ઊભો થયો અને નીચે અદિતી એ અંજુ નો બ્રેકફાસ્ટ રેડી કર્યો કે નહીં તે જોવા માટે નીચે જવા નીકળ્યો...સર, આપ જરા મમ્મી સાથે બેસો હું અદિતી ને પુછી ને આવું કે મમ્મી ની ચ્હા અને બ્રેકફાસ્ટ નુ શું થયું.
જી..બેટા..જતા આવો, હું અંહિ બેઠો છું.
પ્રયાગ તેની મમ્મી અંજલિ ને આરામ કરતા મુકીને નીચે અદિતી પાસે જવા નીકળ્યો.
સર....સોરી અંહી યુ.એસ માં આવ્યા ત્યાર થી રોજે આપને તથા ઘર નાં દરેક સભ્યોને મારા લીધે ખુબ હેરાનગતી થઈ રહી છે.
અરે..ના..ના...અંજુ, કેમ આજે આવુ બોલી રહી છું ?? તારા માટે અથવા તો પ્રયાગ માટે હું ક્યારેય આવું વિચારી પણ નાં શકું..અને તુ પણ તે જાણે જ છે ને.
જી સર...હું હંમેશા તે વાત ને જાણું છુ અને મહેસુસ કરું છું, કે આપ મને દરેક નાની કે મોટી તકલીફ હોય, કોઈપણ જાત ની જરુરીયાત હોય કે મારા અંગત જીવન ને લગતા પ્રશ્નો હોય, પરંતુ આપનો તે દરેક સમસ્યાઓ ને ઉકેલવામાં મને સહકાર તથા સપોર્ટ મળેલો છે.
હું એવું નથી માનતો અંજુ...શક્ય છે કે હું નિમિત માત્ર બન્યો હોઉં...તારૂં કામ હું નહીં તો કોઈ બીજુ પણ ઉકેલી શકતું અથવા તુ પોતે પણ કાબેલીયત ધરાવે છે કે તારી નાની મોટી સમસ્યાઓ ને તું જાતે ઉકેલી જ શકતી...
સર...આપ ચોક્કસપણે એવું કહી શકો ખરા કે હું મારા જીવનની દરેક દરેક સમસ્યાઓ ને મારી જાતે ઉકેલી જ શકી હોત ????
અનુરાગ સર...આજે પહેલી વખત અંજુ નાં આ સીધા પણ નહીં અને આડકતરા પણ નહીં તેવા તલવારના ઘા જેવા સવાલ નો જવાબ આપતા આપતાં અટકી ગયા....સહેજ વાર ચુપચાપ બેસી રહ્યા અનુરાગ સર...નીચે જોઈ રહ્યા હતાં...હજુ પણ..
અંજુ...નીચે જોઈને જ જવાબ આપ્યો...તેમણે...
જી સર...હું સાંભળું છું...આપ કહી શકો છો...
અંજુ...જીવન ના દરેક સવાલો નાં જવાબો સાચા જ આપવા તે મારો સિધ્ધાંત છે...તુ જાણે છે ને ???
હા..સર...અને એટલે જ આજે આપને હું અંજલિ...આપની અંજુ આજે આટલા વર્ષે મારાં મનમાં વર્ષો થી ઘુંટાઈ રહેલા એક પ્રશ્ન નો જવાબ માંગી રહી છુ.
અનુરાગ સર....ફરીથી મૌન રહ્યા...
અંજુ...ને હવે અનુરાગ સર ના જવાબ ની ઇંતેજારી વધવા લાગી..
સ્હેજ વાર રહીને...અનુરાગ સર બોલ્યા...
અંજુ...જો સત્ય ને સાંભળી ને અથવા જાણીને તેને પચાવી શકીએ તો જ આપણે તેને જાણવા નો આગ્રહ રાખવો જોઈએ.
સર..આપની વાત એકદમ સાચી છે, પરંતુ મનમાં મુંઝવતા પ્રશ્ન નો જવાબ જાણવા ની ઈચ્છા થાય તે પણ સ્વાભાવિક છે ને ?
હા...અંજુ, ખુબજ સાહજિક અને સ્વાભાવિક છે, કે મન માં ક્યારેક ઈચ્છા થાય...પરંતુ સત્ય દરેક વ્યક્તિ એ વ્યક્તિ એ બદલાઇ જાય છે.
સર..સત્ય તો હંમેશા સત્ય જ રહે ને ?? તો પછી તે બદલાઈ કેવી રીતે જાય ?
અંજુ...સત્ય તો જે છે તે જ રહે પરંતુ તેનાં અર્થ દરેક વ્યક્તિ પોતપોતાની રીતે અને પોતાને અનુકુળ હોય અથવા પોતાને કાઢવા હોય તેવા તેનાં અર્થ ઘટન કરતું હોય છે અથવા કરી શકે છે.
આજે...અંજુ અને અનુરાગ સર વચ્ચે તાર્કિક દલીલ થઈ રહી હતી, બન્ને ના પોતાનાં તર્ક હતા અને બન્ને સાચા જ હતા...પરંતુ સમય જે સમજાવે તે જ સત્ય હોય છે.
સર..એ કેવી રીતે ??? અંજુ ને વધારે સમજવાનું મન થયું.
અંજુ...સત્ય એટલે સાચું, બરોબર ???
યસ..સર..બરોબર..
હવે સમજ કે એક ખરાબ કામ કરતી વ્યક્તિ..એટલે કે એક ચોર માટે ચોરી કરવી તે જ તેનો ધંધો છે અને તેજ તેનાં માટે સાચું અને સારૂ છે..પરંતુ તે બીજા કોઈ વ્યક્તિ માટે કેવીરીતે સારું હોઈ શકે ??
એક જ વાત અને એક જ વસ્તુ છે પરંતુ અલગ અલગ વ્યક્તિ મુજબ તેનાં અર્થ બદલાતા હોય છે.
જી સર..સમજી...તેમ છતાં પણ જીવ ને તૃષ્ણા રહે છે, કે જે તે સમયે શું ઘટના ઘટિત થઈ હશે ?
અંજુ...તુ કોઈ ચોકક્સ સમયે ઘટિત થયેલી ઘટનાં વિષે કહેછે ?? રાઈટ..
સર...હું એટલુ તો ચોકક્સ પણે કહી જ શકું છું કે આપ નાનાં માં નાની વાત ને ફક્ત ઈસારા થી જ તેનાં મૂળ સુધી પકડી શકો છો, એટલે કે હું આપને શું કહી રહી છું તેની આપને ચોકક્સ જાણ છે.
જી.. અંજુ...પરંતુ કદાચ તે વાત નો જવાબ મારે આપવા માટે અને તારે સાંભળવા અને સમજવા માટેનો આ યોગ્ય સમય કે સ્થાન બન્ને માંથી એક પણ નથી. અને હવે રહી વાત તારા મન માં ઉઠેલા તોફાન ની, તો યોગ્ય સમયે હું સામેથી જ તને તારા મન માં ઉઠેલા સવાલો નું સમાધાન લાવી આપીશ.
સોરી..સર...મેં નાહક ના જ આપને પરેશાન કર્યા..મને આપનાં પર મારી જાત કરતા પણ વધારે વિશ્વાસ છે.હું આપનાં જવાબ ની તથા યોગ્ય સમયની રાહ જોઈશ.
નાના અંજુ...એમાં સૉરી તો હોય જ નહીં...તારો હક હતો, છે અને રહેશે પણ ખરો...કે તારા મન માં જે સવાલ છે તેનો મારે તને સાચો જવાબ આપવો...પણ એ સાંભળી ને નક્કી પણ તારે જ કરવાનું રહેશે કે તારા સવાલ નો જવાબ જાણી ને તે શું મેળવ્યું. શક્ય છે કે તારા મનમાં ઉઠેલા સવાલ નો તને સંતાષકારક જવાબ મળે અથવા નાં પણ મળે, તને તે વાત તથા તે કારણ હૈયા માં ઠંડક પણ આપી શકે છે અને તારા મનમાં એક કાયમી અગ્નિ પ્રગટાવી શકે છે. તે નક્કી તુ જ કરજે..ક્યાંક એવું ના બને કે તને પાછળ થી એમ લાગે કે આ વાત ને છેડવા કરતા છોડવી વધારે યોગ્ય હોત...
જી સર...આપની સાથે સંપૂર્ણ સંમત છું હું, પરંતુ શક્ય છે કે હું તે જાણીને દુઃખી નાં થઉ અને ભગવાને જે સમયે મારા માટે જે યોગ્ય લાગ્યું હશે તે જ બન્યું હશે એવુ પણ માનું...?? અને જે વાત મારે આપનાં ધ્વારા જાણવી છે, તેનો સંતોષ મને પહેલા પણ હતો અને આપની સાથે વાત ને જાણ્યા અને સમજ્યા પછી પણ રહેશે..પરંતુ એક વાત ચોક્કસ છે કે તે મારા જીવનની સૌથી મોટી અને મહત્વની ઘટના હતી અને હજુ આજે પણ હું તેનાં થી સંપૂર્ણ અવગત નથી તેમ કહી શકાય.
અંજલિ હવે ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી હતી. કદાચ તેને જે વાત જાણવી હતી તેની ઉત્કંઠા ને લીધે તેને સ્વસ્થતા આવી રહી હતી.
જી અંજુ...તારી તે વાત થી હું સંમત છું, પરંતુ જે તે સમયે ભગવાને જે કાંઈ નિર્ણય લેવડાવ્યો તે કદાચ અમારા હીસાબે શ્રેષ્ઠ નિર્ણય હતો.
સર..અમારા હિસાબે એટલે એનો મતલબ તે નિર્ણય સામુહિક હતો ? એવું હું માનું ?
જી અંજુ...પણ હવે આ વાત ને અંહી વિરામ આપ...બહાર ક્યાર ની અદિતી તારા માટે ચ્હા નાસ્તો લઈ ને અંદર રૂમમાં આવવા માટે વેઈટ કરે છે.
ઓહહહહહ....ઈસ ઈટ સર ??? હું ભૂલી જ ગઈ હતી...કે અદિતી આવી રહી હતી...અંજુ એ મન માં જ અનુરાગ સર નો આભાર માન્યો કે તેમણે ચર્ચા ને આગળ વધતા રોકી દીધી..અને કદાચ અનુરાગ સરે ક્યારનું જાણી લીધું હતું કે અદિતી આવી ગઈ છે અને એટલે જ તેમણે મારા સવાલ નો જવાબ આપવાનું ટાળી દીધું હશે...સો જીનિયસ માય સર...લાઈક એસ ઓલવેઝ એસ હી ઈસ.
અંજલિ નાં ચહેરા પર આજે અનુરાગ સર સાથે પહેલીવાર આવા ખુલ્લા દિલથી વાત કરીને હૈયું થોડુક હળવાશ અનુભવી રહ્યું હતું.
અનુરાગ સર હજુ પણ ત્યારે ત્યાંજ અંજુ ની સામે ની ચેર પર બેઠેલા હતા..
અંજલિ એ ધીમે થી કહ્યુ...અરે અદિતી...બેટા ક્યાં રહી ગયા તમે ??
બસ...તેની સાસુ અંજલિ નાં બોલાવ્યા ની જ રાહ જોઈને અદિતી બહાર જ ઊભી હતી જાણે...
જી..મમ્મીજી બસ આ આવી કહીને અદિતી ધીરે થી રૂમમાં પ્રવેશી...તેનાં હાથ મા એક ટ્રે હતી જેમાં ચ્હા અને સાથે અંજુ માટે નાસ્તા માં ખાખરા હતા...અદિતી ભુલી ગઈ હતી કે પોતે ક્યારનીય દરવાજા પાસે ઉભી રહી ગઈ હતી કે જેથી તેની સાસુ અંજલિ તથા અનુરાગ સર ની વાત માં પોતે અચાનક રૂમમાં જઈ ને ડીસ્ટર્બ નાં કરે, અદિતી ને ધ્યાન નહોતું રહ્યું પરંતુ અંજલિ માટે લાવેલી ચ્હા ઠંડી થઈ ગઈ હતી. અંજુ એ કપ હાથ માં લેતા ની સાથે જ જોયું તો ચ્હા નો કપ તથા ચ્હા બન્ને ઠંડુ થઈ ગયું હતું...અંજુ ને તેના અનુરાગ સર નાં અનુભવ અને તેમના અનુમાન લગાવ્યા પર ગૌરવ થયું..બસ સર..હજુ આટલું શીખવાનું બાકી રહી જ ગયું છે આપની પાસે થી...એક જ રૂમમાં આપ પણ હતા, અને હું પણ હતી..પરંતુ આપને ખ્યાલ આવી ગયો હતો કે બહાર દરવાજે અદિતી આવી ને ઉભી છે, અને તે પણ એકદમ સાચું કે અદિતી જ છે...પ્રયાગ પણ નહીં...જ્યારે હું તો ફક્ત વાતચીત માં જ મશગુલ હતી. આઈ હોપ કે થોડાક બાકી રહેલા આપનાં ગુણો મારા માં પણ આવે.
અંજલિ એ મન માં વિચાર્યુ કે આ ચ્હા ઠંડી થઈ ગઈ છે તે જો અદિતી ને કહીશ તો બિચારી નાહક ની પોતે બહાર ઉભી રહી હતી તેનાં માટે શરમજનક પરિસ્થિતિ માં મૂકાશે, અંજલિ ને થયું ઠંડી ચ્હા હું નહી પી શકુ અને ના કહેવાસે નહીં...શુ કરું ??
અંજલિ નાં ચહેરા પર ના ભાવ સામે બેઠેલા અનુરાગ સર ભલી ભાથી જાણી ગયા હતા...તરતજ બોલ્યા...અરે અંજુ...એકલા એકલા ચ્હા પી રહી છું ??? ચાલ નીચે બધા સાથે જ ડાઈનીંગ ટેબલ પર બેસીને વાતો કરશું અને બ્રેકફાસ્ટ લઈશું.
અંજલિ તરતજ સમજી ગઈ કે શા માટે અનુરાગ સર નીચે સાથે બેસવાનું કહી રહ્યા છે, ઓ.કે. સર સ્યોર...બેટા અદિતી ચાલો હું પણ નીચે જ આવુ...આપણે સાથે જ બેસીને બ્રેકફાસ્ટ કરીશું.
જી મમ્મીજી...કહી ને અંજલિ ના હાથ માં થી અદિતી એ ચ્હા નો કપ તેના હાથ માં લીધો...ઓહહહ કપ ને અડતા ની સાથે જ અદિતી ને ખબર પડી ગઈ કે પોતે દરવાજા ની બહાર ઉભી રહી હતી એટલે ચ્હા તો ઠંડી થઈ ગઈ હતી.
અંજલિ ને બેડ પર થી ઉભા કરવામાં મદદ કરી ને અદિતી તેની સાસુ અંજલિ નો હાથ પકડીને નીચે લઈને ગઈ.
અનુરાગ સર પણ અંજુ તથા અદિતી ના ગયા પછીથી નીચે બધા ની સાથે બ્રેકફાસ્ટ લેવા માટે ગયા.
અંજલિ નાં ચહેરા પર હજુયે સંપૂર્ણ સ્વસ્થતા ન્હોતી આવી, નીચે ડાઈનીંગ ટેબલ પર પ્રયાગ, સ્વરા, તથા શ્લોક વેઈટ કરી રહ્યા હતા.
બધા એ અંજલિ ને નીચે આવતી જોતાં જ ખુશ થઈ ગયા...સૌથી પહેલા પ્રયાગ ઉભો થયો અને તેની વહાલી મમ્મી અંજલિ પાસે જઈને તેનો હાથ પકડ્યો...આવો મમ્મી...કેવું છે તમને ?
બીજી બાજુ અદિતી ઠંડી પડી ગયેલી ચ્હા નાસ્તો અંદર કિચનમાં મુકીને મહારાજ ને નવી ફ્રેશ ચ્હા બનાવવા નું કહીને પરત આવી.
શ્લોક અને સ્વરા એક જ સ્વરે બોલ્યા...આવો આન્ટીજી કેવી તબિયત છે હવે આપની ?
બેટા...પહેલા કરતા બેટર ફીલ કરું છું.
ધેટ્સ ગુડ આન્ટીજી...આવો...અંહિ...પ્રયાગ આજે આન્ટીજી ને મારી પાસે બેસવા દે જે...જરા...
અરે...સ્યોર ભાઈ...કેમ નહીં...ચલો મમ્મીજી મોટા ભાઈ ને આજે લાભ આપો..
અરે બેટા...હું બેસું તો ખરી પરંતુ હું શુ લાભ આપી શકવાની ?? શ્લોક તો ખુદ અનુરાગ સર નો દિકરો છે..એટલે તેને તો બધાજ ગુણો અનુરાગ સર નાં વારસા માં જ મળ્યા છે...હું પોતે જ સર પાસે થી આજે પણ શીખું છું....
અરે આન્ટીજી...આપનાં આશીર્વાદ મને મળે તો તે પણ મારા માટે બહુ કિંમતી છે. જીવનમાં ઘણા વ્યક્તિ એવા હોય છે કે જેમનાં સાનિધ્યમાં જ્ઞાન પ્રાપ્ત કરવું અથવા રહેવા નું મળે અથવા તેમનો આપણાં પર હાથ રહે તો પણ જીવનમાં ક્યારેય નાની મોટી તકલીફો આપણી નજીકમાં પણ નાં આવે.....અને મારા હિસાબે આપ પણ મારા માટે તે જ છો. આપની વાણી માં મેં હંમેશા અમી વર્ષા થતી જ અનુભવી છે. મને હંમેશા આપને જોઈને મારા મમ્મી જેવી જ લાગણી થાય છે. બસ આમ હંમેશા આપની લાગણી તથા આપનો પ્રેમ અમારા પર વરસાવતા રહેજો.
અનુરાગ સર ના દિકરા શ્લોક ના મોઢે આવુ સાંભળી ને કે તેને જોઈને શ્લોક ને તેની મમ્મી જેવું લાગે છે તે વાત અંજુને મન બહુ મોટી હતી..
અંજુ અનુરાગ સર ની સામે જોઈને ગળગળા અવાજે બોલી...સર...હું આજે ધન્ય થઈ ગઈ...આજે આ ક્ષણે મારા મન માં જે ભાવ ઉત્પન્ન થાય છે તેનાં માટે મારી પાસે કોઈ શબ્દો નથી. શ્લોકે આજે બહુજ મોટી વાત કરી છે..જે મારા માટે મારા આટલા વર્ષો આપની સાથે રહીને કરેલા કામ નો રિવોર્ડ છે એમ હું કહી શકું.
અંજલિ...ચાલો હવે..બાળકો છે તેમના મન માં આપણાં માટે જે ભાવ જાગે તે આપણાં સુધી વ્યક્ત કરી શકે છે...તે જ આજનાં સમય માં ખુબ મોટી વાત છે.
જી સર...આપ હંમેશા તર્ક બધ્ધ અને સમય ની સાથે ચાલો છો, અને કદાચ એટલે જ ઘર તથા કંપનીમાં અને સમાજમાં આપનું આટલું વર્ચસ્વ છે અને લોકો આપને આગળ રાખી ને આપનું માને છે અને આપને પુછી ને આપની સલાહ લઈને આગળ વધે છે.
અંજલિ અજાણતા જ પરંતુ અનુરાગ સર નાં સાચા વખાણ કરી બેઠી.
અરે મહારાજ....ચલો ભાઈ ચ્હા પીવડાવો આપણાં અંજુ મેડમ ને..કહીને અનુરાગ સરે અંજલિ ની વાત નો જવાબ ના આપ્યો..
અંજુ...તને તો ખબર જ છે ને કે મને મારા વખાણ સાંભળવા નથી ગમતાં..??
જી સર...આતો એમ જ જે સાચું હતું તે જીભ પર આવી ગયું..પરંતુ હવે થી ધ્યાન રાખીશ..અંજુ જવાબ આપી ને ચ્હા ની રાહ જોઈ રહી હતી.
અનુરાગ સર મન માં કંઈક વિચારી રહ્યા હતા, એવું તો શુ બન્યું હશે અંજુ સાથે કે છેક આટલા વર્ષો પછીથી તેને કોઈ પ્રશ્ન મૂંઝવી રહ્યો છે, હું પોતે પણ અમૂક વાતો અને જીવનની અમૂક ઘટનાઓ ને ભુલી ગયો છું અથવા ભુલવા માંગું છું, અને અંજુ તો મને ખુબ સારી રીતે જાણેછે અને સમજે પણ છે, કે હું ક્યારેય જીવન પર્યંત કોઈ નું પણ ખોટું ના કરું અને શક્ય હોય તો દરેક ને મદદ કરું,તો પછી અંજુ ને આજે મારા માટે કોઈપણ બાબતે સવાલ કેમ ઉદભવ્યો હશે ?? હા...એક વાત એવી જરૂર બની હતી કે જે તેના જીવન ને લગતી હતી, અને જે તે સમયે અમુક ચોકક્સ અને જરૂરી વ્યક્તિ ઓ ની હાજરી માં અંજુ ના સારા માટે કોઈ નિર્ણય લેવો પડ્યો હતો...અને તેની જાણ તે સમયે તેને ન્હોતી કરી. .પરંતુ મને ખ્યાલ છે ત્યાં સુધી તો તેની જાણ પણ તેને થઈ જ ગઈ હતી અને કદાચ અંજુ એ તેની રીતે ખરાઈ પણ કરી લીધી હતી..તો પછી થી અત્યારે તે મારી પાસે થી શુ અને શુ કામ જાણવા માંગે છે ??? અનુરાગ સર વિચારી રહ્યા હતા...
હમમમમ...શક્ય છે કે તેને મારા મોઢે સાચું શુ હતું તે જાણવું હોય..એની વે લેટ્સ વેઈટ ફોર ધ ટાઈમ...કે જ્યારે તેની સાથે ફરી થી આ બાબતે વાત કરૂં.
અંજલિ ના મન માં વાત અધુરી રહી તેનો ઉદ્વેગ હતો.
એટલા માં જ મહારાજ બધા માટે ગરમા ગરમ નાસ્તો અને ચ્હા લાવ્યા...જ્યારે અંજલિ માટે ખાખરા તથા અનુરાગ સર માટે તેમનું મન પસંદ બોર્ન વિટા...
બધાયે સાથે બેસી ને બ્રેકફાસ્ટ કર્યો...અંજલિ ને હવે દવા ની અસર થઈ રહી હતી...અને ફીવર પણ ઓછો થઈ ગયો હતો...
અંજલિ નાં ચહેરા પર તાજગી દેખાતી હતી. અનુરાગ સર બોલ્યા..ચાલો અંજુ...તારી તબિયત સારી દેખાઈ રહી છે...એ ખુબ સારી વાત છે. અને પ્રયાગ ના કોન્વોકેશન માં જવા હવે તૈયાર રહેજે..બેટા અદિતી, સ્વરા તમે પણ આવજો...આપણે બધા જ સાથે જઈશું...આપણાં પ્રયાગ ના કોન્વોકેશન સેરેમની નાં પ્રોગ્રામ ને માણીશુ.
શ્લોક પણ બોલ્યો....પપ્પા ..હું કેમ નહીં ???? હું તો પ્રયાગ નો મોટો ભાઈ છું, તો હું તો સૌથી પહેલા હોઉ ને ??
હાસ્તો બેટા....તારે તો અમને લઈને જવાના છે...તારા વિના તો આપણાં પ્રયાગ કુમાર તેમનું સર્ટિફીકેટ પણ નાં લે...કેમ રાઈટ ને પ્રયાગ બેટા ??? કહીને અનુરાગ સર તથા ઘર નાં બધા સભ્યો એ હાસ્ય ની છોળો ઉડાડી.....!!!!
અંજલિ મનેમન બોલી....હે માં અંબાજી...હે મારા કૃષ્ણ કનૈયા આ પરિવાર માં હું જીવતી હોઉ કે નાં હોઉ આવી જ એકતા અને આવોજ પ્રેમ એકબીજા માટે કાયમ રાખજો.
------
બીજા દિવસે સમય મુજબ ઘર નાં દરેક સભ્યો પ્રયાગ નાં ફંક્શન માં હાજરી આપવા તૈયાર થઈ ગયા હતા. શ્લોક આજે પ્રયાગ નાં ફંક્શન માં હાજરી આપવા જવાનું હોવાથી ઓફીસે તેની રજા રાખે છે, અને તેનાં પી.એ. ને સુચના આપી રાખે છે કે કોઈ અરજન્ટ કામ હોય તો તેને મોબાઈલ પર વાત કરવી..
બે કાર અને છ વ્યક્તિઓ થતા હતાં....એટલે શ્લોકે તેની મોટી વેન લેવાનું પસંદ કર્યું...અને પોતેજ કાર ને ડ્રાઈવ કરવા નું પણ નક્કી કર્યું. શ્લોક તથા પ્રયાગ આગળ બેસે છે, જ્યારે પાછળ ની સીટ પર અનુરાગ સર, સ્વરા તથા તેની સામે ની બીજી સીટ પર અંજલિ તથા અદિતી બેસે છે...અમેરિકા ની ઠંડક ભરી સવારે...અનુરાગ સર તથા અંજલિ નો પરિવાર પ્રયાગ નાં પુરા થઈ રહેલા સ્વપ્ન ને સાક્ષાતકાર થતો જોવા પ્રયાગ ની કોલેજ તરફ જઈ રહ્યા હતા....

*******(ક્રમશ:)******