આધુનિક કર્ણ - 3 Pratham Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આધુનિક કર્ણ - 3

હું પેલા વૃદ્ધને રંગબેરંગી રુમાલો વેંચતા જોવામાં તલ્લીન હતો અને પેલાં છોકરાએ ચ્હાનો કપ સામે લાવીને મારી તંદ્રા ભંગ કરી નાખી.
" અલ્યા, કઈ ખોવાઇ ગયો? ચા લે. " રમેશ બોલી ઉઠયો.
" હા. " મેં ચ્હા લેતા ફરી રમેશને પૂછયું; " રમેશ, તને એક વાત પૂછું? આ સામે જે માણસ રુમાલો વેંચે છે, એ કોણ છે? આટલી બધી તકલીફો છતાં અહીં રુમાલો વેંચે છે, નિરાંતે ઘરમાં આરામ કેમ નથી કરતાં? જોઈને તો લાગે છે કે આખા દિવસમાં બે રુમાલ પણ વેંચાય તો બહુ કેહવાય. "
" લે, તું એમને નથી ઓળખતો? શું તને સાચે એમના વિષે નહી ખબર? આ આપણા દિનેશ કાકા છે. "
હું સાચે જ કઈ પણ સમજી ન શક્યો અને ફરી પૂછયું, " દિનેશ કાકા! એ વળી કોણ? "
" તું શું મારી સાથે મશ્કરી કરે છે? આખા માર્કેટમાં બધાને ખબર છે કે દિનેશ કાકા એ મહેશ કાકાના પિતા છે. "
બે મિનિટ માટે તો હું કંઈ જ ન બોલી શક્યો. મને એવું લાગતું હતું કે જાણે મારી ઉપર આભ ફાટી ગયું હોય. આટલી મોટી દુકાનનાં માલિક અને લાખોમાં કમાવનાર મહેશ કાકા જે સૌથી વધારે દાન આપતાં, અને અમારી સંસ્થામાં 'આધુનિક કર્ણ' તરીકે ઓળખાતા, એમનાં પિતા આમ સડક પર રુમાલો વેંચવા બાધ્ય હતાં. હું જે પણ આ ક્ષણમાં થયું એનાં પર વિશ્વાસ કરવા તૈયાર જ ન હતો.
" તને ચોક્કસ ખબર પણ છે કે તું શું બોલે છે? "
" અરે ભલા માણસ, મને તો ખબર છે કે હું શું બોલું છું, પણ કદાચ તને નથી ખબર કે આ દિનેશ કાકા સાથે શું બનાવ બન્યું છે. " રમેશ એક જ શ્વાસમાં બોલી ઉઠયો.
" એવું તો શું થઈ ગયું? મને કહે ને. "
" ખરેખર થયું એવું કે કાકી ના અવસાન બાદ દિનેશ કાકા એકલાં પડી ગયાં. અમૂક વખતે એમના ઘરમાંથી અવાજો આવવાનાં શરું થઈ ગયાં.,
મારે એકલાએ કઈ સુધી પૂરું પાડવાનું? આ ડોહો એમ પણ ઘરે કાંઈ કરતો નથી અને પાછું એમના બધાં ઑર્ડર મારે પૂરાં કરવાના. તમે આમને દુકાન પર કેમ નથી લઈ જતા? "
હું મૂક બનીને એક એક વાતને ખૂબ જ ધ્યાન દઇને સાંભળતો હતો. મેં અધીર થઈને પૂછ્યું, " પછી શું થયું? "
" પછી શું? દિનેશ કાકા રોજ રોજ આ સાંભળી ન શક્યાં અને આખો દિવસ મંદિરમાં રહેવા લાગ્યા., અમારા ધરે પણ અમૂક વખતે આવતાં પણ એકલું થવું આ વાતને કઈ સુધી ટાળે. કાકાએ ઘરે જવાનું ઓછું કરી દીધું. ઘણી વખતે તો મંદિરમાં જ સૂઈ જાય. "
હું આટલાં ધ્યાનથી સાંભળતો હતો. મને આખી વાત જાણવાની ખૂબ જ આતુરતા હતી. હું મારા કામને અને પોતે મોડું થઈ ગયું હતું એ વાતને પણ ભૂલી ગયો હતો. મારા મનમાં ફક્ત કાકાની આ કહાની જ ચાલતી હતી જે રમેશ ખૂબ સારી રીતે સંભળાવતો હતો.
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
મિત્રો, મેં સફળતાપૂર્વક આ વાર્તા ના ત્રણ ભાગ લખી દીધા અને તમારા આવા સહકાર બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.
મેં આ કાર્ય ચાલુ કરતાં પહેલાં વિચાર્યુ પણ ન હતું કે હું આ કરી શકીશ. આવનારો ૪થું ભાગ આ વાર્તાનો છેલ્લો ભાગ હશે અને એના પછી માટે પણ મેં બીજી વાર્તા લખી લીધી છે.
બસ, તમે તમારો પ્રેમ આપતા રહેજો.
આવનારો ભાગ પણ ટુંક સમયમાં નાખી દઈશ.
ધન્યવાદ, જય માતાજી,
પ્રથમ શાહ.