હું આટલાં ધ્યાનથી સાંભળતો હતો. મને આખી વાત જાણવાની ખૂબ જ આતુરતા હતી. હું મારા કામને અને પોતે મોડું થઈ ગયું હતું એ વાતને પણ ભૂલી ગયો હતો. મારા મનમાં ફક્ત કાકાની આ કહાની જ ચાલતી હતી જે રમેશ ખૂબ સારી રીતે સંભળાવતો હતો.
" પછી એક દિવસ એમના ઘરમાંથી જોર-જોરથી અવાજ હતો જાણે ઝધડો થતો હોય. " રમેશે આગળ કહ્યું.
" કાકી મોટેથી બોલતાં હતાં - મારાથી હવે આ નહી વેંઠાય! તમે આમને કોક સારા વૃદ્ધાશ્રમમાં કેમ નથી મૂકી દેતાં. હું હવે નહિ સાચવું. આપણા સંબંધોને જો સંભાળવા હોય તો આટલું ફટાફટ કરી નાખો. "
આ વાત સાંભળતાં જ ભાવવિભોર થઈ મેં તરત બોલી ઉઠયો, " આ તો બહુ ખરાબ કહેવાય. પોતાનાં સસરા માટે આવાં શબ્દો કંઈ યોગ્ય ગણાય? "
" આગળ તો સાંભળ; આ વાત આખા ફળિયામાં ફેલાઈ ગઈ કે કાકા એમના ગામમાં ચાલી ગયા છે અને અમને રાહત થઈ કે ચાલો હવે તઈ તો શાંતિથી રહી શકશે. પણ થોડાક દિવસો પછી તો તે અહીં રુમાલો વેંચતા દેખાયાં. બધા લોકો અેમને માર્કેટમાં ઓળખતા હતા. અમે આખી વાતની જાણ થયા પછી અમારા ઘરે રહેવા માટે કીધું, પણ એ ના રાજી ના થયાં. વૃદ્ધાશ્રમમાં રહેવા માટે પણ પૂછયું પણ સ્વાભિમાન કાકા માટે વધારે અગત્યનું હતું.
એમના દીકરાને કોઈ જાતની લજ્જા અનુભવ ન થાય માટે એ માર્કેટમાં શરુંઆતમાં રુમાલો નથી વેંચતા. ભગવાન જ જાણે કે એમના આ દુ:ખોનો પાર આવશે પણ કે નહીં અને આવશે તો ક્યારે? "
હું અાખી વાત સાંભળ્યા પછી કંઈ પણ બોલવાની સ્થિતિમાં ન હતો. ખૂબ જ ભારી મનથી મેં વિદાય લીધી, " ચાલ, મને મોડું થાય છે. હું નીકળું હવે. "
" પણ પાછું આવવાનું ભૂલતો નહીં. તને આજે મળી બહુ સારું લાગ્યું. ખબર નહી હવે પાછું ક્યારે મળવાનું થશે? " રમેશે મને જતા જતા કહ્યું.
મેં એક સ્મિત સાથે તઈથી નીકળી ગયો. જતા જતા મેં એક છેલ્લી વખત એમની સામે જોયું. એ પહેલાંની જેમ જ રુમાલો વેંચતા દેખાયાં. આ વખતે એમને જોતાં મારું પોતાની ઉપર કાંઈ નિયંત્રણ ન હતો. મેં તઈથી નીકળી સીધો ધરે આવી ગયો હતો. મને તરત મહેશકાકાનો ફોન આવ્યો,
" હા દીકરા! હલો, આ પૈસા મે ધરેથી મંગાવી લીધા છે. તારા ધરે મોકલાવી દઉં? "
" ના કાકા! તમે રહેવા દો. હું પછી આવીને લઈ જઈશ. " કહીને મેં ફોન મૂકી દીધું.
આપણે પૂણ્ય કેમ કરીએ છીએ? સ્વર્ગમાં જવા? પણ જે ખરેખર ભગવાન હતાં એમને તો કાકાએ પોતે જ કાઢી દીધાં હતાં. આના પછી જો એમને સ્વર્ગ મૃત્યુ પછી મળી પણ જાય તો શું એનું કઈ મહત્વ હશે? જે વ્યક્તિની આટલી સારી છબી મારા મનમાં હતી, એ સન્માન એક જ ઝાટકે જાણે નગણ્ય થઈ ગયું હતું. ક્યાં તો અેમને અમે લોકોએ 'આધુનિક કર્ણ' જેવી ઉપાધી આપેલી, પણ એમની આ વાર્તા સાંભળ્યા પછી મેં વિચાર્યું કે આમાં વળી ભૂલ કોની હતી?
મહેશ કાકાની કે જેમણે પોતાના પિતા માટે પત્ની સામે કંઈ ના કરી શક્યા, એમના પત્નીની કે જેમણે પોતાના પિતા જેવાં સસરા માટે જરાય લાગણી ન બતાવી કે પછી પોતે એમનાં પિતાની કે જે કોઈ પણ જાતનાં વિરોધ વગર પોતાની આખા જીવનની કમાણી છોડીને નીકળી ગયા?
તમારું આ વિષે શું કહેવું છે?
-------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
મિત્રો, આ સાથે જ આ વાર્તા અહી પૂરી કરું છું.
કંઈ પણ લખાણ અથવા વ્યાકરણની ભૂલ ચૂક માફ કરજો.
મને તમારા વિચારો ચોક્કસ જણાવજો આ વાર્તા વિષે.
હું આગળ વધારે સારું કરવા માટે પ્રયત્ન કરીશ.
જય અંબે
- પ્રથમ શાહ