Nagin - 6 books and stories free download online pdf in Gujarati

નાગિન - 6

(ભાગ 5માં જોયુ કે રોહિત અને અનન્યા લગ્ન કરી ઘરે આવે છે ત્યારે રોહિતનો પરિવાર થોડીક વાર સુધી આ લગ્નને માનવા તૈયાર થતા નથી પણ પછી રોહિત બધી હકીકત કહે છે તો બધાય માની જાય છે અને અનન્યાનુ સ્વાગત કરે છે અને અનન્યા ને બારીમા કોઈની પડછાઈ દેખાય છે. હવે આગળ...)

અનન્યા: કોણ છે ત્યાં?

(અનન્યા બારીની નજીક જાય છે અને પડદો હટાવે છે)

અનન્યા: નવ્યા? તે તો મને ડરાવી જ દીધી હતી.

(નવ્યા બારીમાંથી અંદર આવે છે)

નવ્યા: બધું સરખી રીતે થઈ ગયું ને?

અનન્યા: હા બધું સરખી રીતે થઈ ગયું. જેવુ આપણે પ્લેન બનાવ્યું હતું, બધું એવું જ થાય છે પણ એક ટ્વિસ્ટ છે.

નવ્યા: શુ?

અનન્યા: મારે લગ્ન અભય સાથે કરવાના હતા પણ રોહિતથી થઈ ગયા.

નવ્યા: પણ તુ અભયને મૂકીને રોહિત પાસે ક્યાંથી ચાલી ગઈ?

અનન્યા: એમાં થયું એવું કે આજે અભયની કાર રોહિત લઈને આવ્યો હતો અને પછી મે રોહિત સામું નાટક શરૂ કરી દીધો અને થઈ ગયા લગ્ન.

નવ્યા: તારા લગ્ન જેના સાથે પણ થયા પરંતુ તું આ ઘરમાં તો આવી ગઈ.

અનન્યા: હા, તે બિલકુલ સાચું કહ્યું.

નવ્યા: તને આ પરિવારમાંથી કોઈ પર શક થયો? કાઈ ખબર પડી?

અનન્યા: આ પરિવારમાં બધા એટલા સારા છે કે હું કોના પર શક કરું?

નવ્યા: પણ એ ન ભૂલ કે આ પરિવારમાંથી પેલા નાગમણીના લાલચી છુપાયા છે.

અનન્યા: હા હું ગોતીને રહીશ કે એ કોણ છે?

નવ્યા: અને હા પોતાનું ધ્યાન રાખજે એ લોકોને ખબર ન પડવી જોઈએ કે તુ નાગિન છો.

અનન્યા: હા હું ધ્યાન રાખીશ... લાગે છે કોઈ આવી રહ્યું છે, તુ જા અહીં થી.

નવ્યા: હા હુ જાવ છું પણ સાવધાન રહેજે.

અનન્યા: હા અને મને વારંવાર મળવા ન આવતી નહિ તો પકડાઈ જઈશ અને પોતાનું પણ ધ્યાન રાખજે.

નવ્યા: ઠીક છે.

(નવ્યા ત્યાંથી ચાલી જાય છે અને રોહિત આવે છે અને પોતાનો નાઇટડ્રેસ લે છે)

અનન્યા: તમે કયા જાવ છો?

રોહિત: ગેસ્ટરૂમ.

અનન્યા: પણ કેમ?

રોહિત: સુવા માટે.

અનન્યા: પણ આ રૂમ તો તમારો છે તમે અહીં સુઈ જાવ હું ગેસ્ટરૂમમાં જાવ છું.

રોહિત: નહીં તું અહીં સુઈ જા, હું ગેસ્ટરૂમ જાવ છું.

(રોહિત ગેસ્ટરૂમ સુવા માટે જાય છે.)

અનન્યા: રોહિત કેટલો સારો છે પોતાનો જ રૂમ છોડી ગેસ્ટરૂમમાં સુવા ચાલ્યો ગયો, જેથી મને કાઈ પ્રોબ્લેમ ન થાય.

. . .(સવાર થઈ જાય છે). . .

(અનન્યા કપડા બદલાવી રહી છે ત્યારે કોઈ દરવાજો ખટ ખટાવે છે.)

અનન્યા: કોણ છે?

રોહિત: હું રોહિત...

અનન્યા: રોહિતજી અત્યારે હું કપડાં બદલાવી રહી છું તો તમે પછી આવજો.

(અનન્યા કપડાં બદલી દરવાજો ખોલે છે)

અનન્યા: હવે તમે આવી જાવ.

રોહિત: આઈ એમ સોરી.

અનન્યા: સોરી શા માટે?

રોહિત: કેમકે તું કપડાં બદલાવી રહી હતી અને મે દરવાજો ખટખટાવ્યો.

અનન્યા: અરે રોહિતજી એમાં શું? તમને થોડી ખબર હતી કે હું કપડાં બદલી રહી હતી અને દરવાજો પણ બંધ હતો તો સોરીની શુ જરૂર?

રોહિત: ના, મારો વાંક છે કે મે બંધ દરવાજો જોયો તો પણ સમજી ન શક્યો અને દરવાજો ખટખટાવ્યો.

અનન્યા: ઓકે તમે આટલું કહો છો તો તમારું સોરી હું એકસેપ્ટ કર્યું બસ.

રોહિત: ઓકે અને હા તને નીચે નાસ્તા માટે બોલાવે છે.

અનન્યા: સોરી હું જલ્દી ઉઠી ન શકી.

રોહિત: કાઈ વાંધો નહિ. ચાલ હું નીચે જઈ રહ્યો છું તુ જલ્દીથી આવજે.

(રોહિત નીચે જાય છે અને અનન્યા પણ થોડી વાર પછી નીચે જાય છે અને બધા નાસ્તો કરી રહયા છે.)

તારીકા: આવો બેટા, અમારી સાથે નાસ્તો કરો.

અનન્યા: આજ લગ્નના પહેલા દિવસે મારે નાસ્તો બનાવવો જોઇએ પણ મારે ઉઠવામાં મોડું થઈ ગયું.

માનસી: અનન્યા બેટા, કાઈ વાંધો નહિ. તુ નાસ્તો કરવા બેસી જા.

(અનન્યા નાસ્તો કરવા બેસે છે અને નાસ્તો કરી પાછી પોતાના રૂમમાં ચાલી જાય છે. ત્યાં નવ્યા બારીમાંથી આવે છે)

અનન્યા: નવ્યા એક વાત પૂછું?

નવ્યા: પૂછો.

અનન્યા: પેલા નાગમણીના લાલચી આ જ પરિવારમાં રહે છે? મને તો નથી લાગતું.

નવ્યા: એવુ કેમ બોલી રહી છો?

અનન્યા: આજે આ ઘરમાં મારો લગ્ન પછી પહેલો દિવસ હતો તો મારે નાસ્તો બનાવવો જોઇએ પણ મનર ઉઠવામાં મોડું થઈ ગયું તો પણ એ લોકો એટલા સારા છે કે મને કાંઈ કહ્યું નહિ અને પ્રેમથી બધા સાથે મને નાસ્તો કરાવ્યો. કેટલા સારા લોકો છે.

નવ્યા: તુ ધોખો ખાઈ રહી છો અનન્યા, એ લોકો જેવા દેખાય છે એવા બિલકુલ નથી. મને તો આ રોહિત પણ કંઈક ગડબડ લાગે છે. મને પૂરો વિશ્વાસ છે કે પેલો જે નાગ હતો તે રોહિત છે. હું તો કહું છું કે તું સૌથી પહેલા રોહિતને જ મારી નાખ.

અનન્યા: (ગુસ્સામાં) તુ પાગલ થઈ ગઈ છો? તુ કોના પર શક કર રહી છો રોહિત પર? અરે તેમને મારો જીવ બચાવવા મારી સાથે લગ્ન કરી લીધા અને તને ખબર છે કાલે રાત્રે રોહિત પોતાનો રૂમ છોડી ગેસ્ટરૂમમાં સુવા ચાલ્યા ગયા કેમકે મને કોઈ પ્રોબ્લેમ ન થાય. આ બધું છોડ હું તને સવારે જે થયું તે કહું છું જે સાંભળી તું ચોકી જાઈશ. હું કપડાં બદલી રહી હતી અને દરવાજો પણ બંધ હતો અને અચાનક રોહિત ત્યાં આવી ગયો અને તેણે દરવાજો ખટખટાવ્યો તો મે કહ્યું કે હું કપડાં બદલું છું તો પછી આવજો અને કપડાં બદલાવી મે દરવાજો ખોલ્યો તો તેમણે મારાથી માફી માંગી. મે કીધું શા માટે તો તેને કહ્યું કે તુ કપડાં બદલાવી રહી હતી અને મે દરવાજો ખટખટાવ્યો એટલે. બતાવ આવા સારા માણસ ક્યાં મળે? એ ખૂબ જ સારા અને સાચા માણસ છે. શુ તું આંધળી છો? તને એમની આંખોમાં સચ્ચાઈ નથી દેખાતી?

(અનન્યા હોસમાં આવે છે)

અનન્યા: ઓહ નવ્યા, મને માફ કરીદે, મે ગુસ્સામાં તને કાઈ પણ કહી દીધું.

નવ્યા: કાંઈ વાંધો નહીં અને હા, મારી અનન્યાને પ્રેમ થઈ ગયો છે.

અનન્યા: નહી એવું કાઈ નથી. હું તો બસ રોહિત વિશે તને કહી રહી હતી.

નવ્યા: તુ જેટલું પણ છુપાવી લે પણ તારી આંખો સાફ બતાવી રહી છે કે તને રોહિતથી પ્રેમ થઈ ગયો છે.

અનન્યા: સાચું કહું તો મેં રોહિતજી જેવો માણસ જોયો જ નથી એ કેટલા શાંત દયાળુ અને સાચા છે. મને સાચું એનાથી પ્રેમ થઈ ગયો છે.

નવ્યા: રોહિતથી પ્રેમ કર્યો એ તો ઠીક છે પણ એના પરિવારથી સાવધાન રહેજે.

અનન્યા: હા અને રોહિતજી તો પેલો નાગ કે બાજ નથી તો બાકી વધ્યા ત્રણ લોકો. અભય, આયુસ અને મયંક.

નવ્યા: તુ એ ત્રણેય પર નજર રાખજે એ આખા દિવસમાં એક વાર તો પોતાના અસલી રૂપમાં આવશે.

અનન્યા: હા, તે નાગ અને બાજમાંથી કોઈ એકની પણ ખબર પડી ગઈ તો ધીરે ધીરે એ બધાની આપણને ખબર પડી જશે.

નવ્યા: હા નજર રાખજે તેમના પર. તો હું હવે જાવું છું.

અનન્યા: ઠીક છે તું જા હવે.

(નવ્યા ત્યાંથી ચાલી જાય છે અને થોડા સમય પછી અનન્યાને કઈક અવાજ આવે છે )

અનન્યા: નીચે બધા લોકોનો અવાજ આવી રહ્યો છે. લાગે છે કોઈ મહેમાન આવ્યા છે. મારે નીચે જવું જોઈએ.

(અનન્યા દરવાજો ખોલી બહાર જોવે છે)

અનન્યા: આ તો કોઈ સાધુ છે અને આ બધા એટલા ખુશ છે અને સાધુના ચરનસ્પર્શ કરે છે. લાગે છે આ બધા આ સાધુને પહેલેથી ઓળખે છે.

(કોણ છે એ સાધુ? શુ સબંધ છે આ પરિવારથી?)

(આગળનો ભાગ થવાનો છે ખાસ કેમકે આગળના ભાગમાં ખુલશે અત્યાર સુધીનો સૌથી મોટો રાઝ, રોહિતના પરિવારમાંથી કોણ છે એ લોકો જે નાગમણીના લાલચી છે અને અનન્યાના દુશ્મન છે)






















બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED