ભાગ 7 શરૂ
"ફેનિલ બે રાઉન્ડ તો આપણે પાર કરી લીધા પણ હવે ત્રીજો રાઉન્ડ આવવાનો છે જે થોડોક અઘરો છે. આ રાઉન્ડ ની અંદર આપણે એક માત્ર એક મિનિટમાં જ આખા રાઉન્ડ નું ચક્કર લગાવવાનું છે." પૂજાએ કહ્યું.
"અરે એક મિનિટમાં હાવ ઇટ્સ પોસીબલ યાર" ફેનિલે પૂછ્યું.
"અરે યાર સામાન્ય રીતે વેમ્પાયર એક જંગલ નું ચક્કર 3 મિનિટમાં લગાવી શકે પણ આપણે માત્ર એક મિનિટમાં આ ચક્કર પૂરું કરવાનું છે." પૂજાએ જવાબ આપ્યો.
"ઓકે હું રેડી છું લેટ્સ સ્ટાર્ટ " કહીને બન્ને લોકો દોડે છે વરચે ફેનીલ પડી જાય છે પણ પાછો ઉભો થઈને દોડવા લાગે છે અને છેવટે બન્ને લોકો એક મિનિટમાં 5 સેકન્ડની વાર હોય છે ત્યાં ચક્કર પુરુ કરી લે છે.
"ઓકે ચોથો રાઉન્ડ હવે કેવો છે?" ફેનિલે પૂજાને પૂછ્યું.
"ચોથા રાઉન્ડમાં આપણે બન્નેએ એકબીજા સાથે જ સતત એક મિનિટ સુધી લડવાનું છે અને આપણામાંથી એક જણું પણ જમીન પર પટકાયું તો તે આઉટ થઈ જશે" પૂજાએ ફેનીલને કહ્યું.
"અરે યાર તો તું તું મને મારજે હું જ જમીન પર પડી જઈશ" ફેનિલે પૂજાને કહ્યું.
"અરે એવું નહિ ચાલે યાર" પૂજાએ કહ્યું.
"લે કેમ?" ફેનિલે પૂછ્યું.
"અરે કિંગ વેમ્પાયર ને ઓટોમેટિક જ ખબર પડી જશે કે આપણે જાણી જોઈને નીચે પટકાયા છીએ." પૂજાએ જવાબ આપ્યો.
"અરે યાર તો કઈ નહિ લેટ્સ સ્ટાર્ટ" ફેનિલે કહ્યું.
બન્ને લોકો એક બીજા ઉપર હુમલો કરે છે.ફેનિલ પૂજાના હાથ ઉપર મારે છે અને તે એકદમ નબળી પડી જાય છે છતાં પણ પૂજા ફેનીલને હેડ ડેમેજ આપે છે અને ત્યારબાદ ફેનીલ એકદમ કમજોર થઈ જાય છે પણ આ એક મિનિટ દરમિયાન બન્ને માંથી કોઈ પણ નીચે પટકાતું નથી જેથી તે બન્ને ચોથા રાઉન્ડ ને પણ પર કરી જાય છે હવે બન્ને લોકો પોતાની મંજિલ ની નજીક હોય છે અને તે બન્ને ખૂબ જ ખુશ હોય છે.
"પૂજા હવે લાસ્ટ રાઉન્ડ જ બાકી છે બોલ આ રાઉન્ડ માં શું કરવાનું છે?" ફેનિલે પૂછ્યું.
"આ રાઉન્ડ તું વિચારે છે એટલો સહેલો નથી ફેનીલ" પૂજાએ સિરિયસ થઈને ફેનીલને કહ્યું.
"કેમ શું કરવાનું છે એ રાઉન્ડમાં?" ફેનિલે પૂછ્યું.
"આ રાઉન્ડમાં આપણે 20 સેકન્ડ સુધી સૂર્ય ના પ્રકાશ નો સામનો કરવાનો છે અને સમનય વેમ્પાયર તો માત્ર 10 સેકન્ડ જ સન લાઈટ પડતા ભસ્મ થઈ જાય છે એટલે આપણી માટે આ રાઉન્ડ થોડોક ચેલેન્જીંગ છે." પૂજાએ જવાબ આપ્યો.
"કાંઈ નહિ પૂજા આ રાઉન્ડ પણ આપણે જીતી જઈશું" ફેનિલે પૂજાને કહ્યું.
બન્ને લોકો પોતાનો હાથ પકડે છે અને સીધી વરચુઅલ સનલાઈટ તેમની ઉપર ફેંકવામાં આવે છે અને આ સનલાઈટ થી ફેનીલ અડધો બળી જાય છે અને પૂજા પણ આ સહન ના કરી શકવાના કારણે તેની એક આંખ પૂજા ખોઈ બેસે છે પણ તેઓ લકીલી આ રાઉન્ડને પણ પર કરી લે છે.ફેનીલનું શરીર બ્લ્યુ હોવાથી વેમ્પાયર હતો એટલે તે પાછું સરખું થઈ જાય છે પણ આ રાઉન્ડમાં પૂજા હમેશા માટે તેની એક આંખ ખોઈ બેસે છે.
"પૂજા! પૂજા આ તને શું થયું?" ફેનિલે કહ્યું.
"કઈ નહિ ફેનીલ હું સહન ના કરી શકી એટલે મારી એક આંખ જતી રહી પણ તું દુઃખી ના થતો મારી બીજી આંખ તું જ છો ફેનીલ" એવું કહીને પૂજા અને ફેનીલ બન્ને એકબીજાનો હાથ પકડીને તેમની દુનિયામાં એન્ટર થાય છે.
આ દુનિયા એકદમ અલગ હતી.અહીંયા બધા લોકોએ કાળાં કપડાં પહેર્યા હતા અને બધા લોકો વેમ્પાયર હતા અને હવે મળવાનું હતું કિંગ વેમ્પાયર ને!
"વાહ પૂજા તમારી દુનિયા તો એકદમ સુંદર છે" ફેનિલે પૂજાને કહ્યું.
"ના ફેનીલ આ મારી નહિ પણ આપણી દુનિયા છે અને અહીંયા આપણે આપણી જિંદગીની નવી શરૂઆત કરીશું પણ કિંગ વેમ્પાયર પાસે પરમિશન લઈને" પૂજાએ ફેનીલને કહ્યું.
"અરે ચોક્કસ હવે કિંગ વેમ્પાયરના મહેલમાં આપણે કાલે જઈશું કારણ કે આ દુનિયામાં આવ્યા પછી એક દિવસ પછી જ આપણે ત્યાં જઈ શકીએ છીએ." પૂજાએ કહ્યું.
હવે બન્ને લોકો ત્યાં ગાર્ડનમાં જાય છે અને ફેનીલ પૂજાના ખોળામાં માથું રાખે છે અને વાતો કરે છે.
"શું પૂજા તને શું લાગે છે કિંગ વેમ્પાયર આપણને હા પાડશે?" ફેનિલે પૂજાને ઉદાસ થઈને પૂછ્યું."હા તું શું કામ ચિંતા કરે છે હું મનાવી દઈશ કિંગ વેમ્પાયર ને" પૂજાએ કહ્યું.
"હા તો તો સારું!" ફેનિલે કહ્યું.
"પણ ફેનીલ કાલે કિંગ વેમ્પાયર મને ગમે તેટલુ ટોર્ચર કરે તું કાઈ પણ ના બોલતો નહિ શાંતિથી ઉભો રહેજે" પૂજાએ ફેનીલને કહ્યું.
"અરે ના હું એટલો પણ કાયર નથી કે તને કોઈ નુકસાન પહોંચાડે ને હું શાંતિ થી બેસી રહું." ફેનિલે ગુસ્સે થઈને જવાબ આપ્યો.
"ના ફેનીલ ના જો કિંગ વેમ્પાયર જ છે જે આપણને બન્ને ને આપણું ઇન્સાની શરીર પાછું અપાવી શકે છે એટલે પ્લીઝ તેમની સામે મને ભલે ગમે તેટલું ટોર્ચર કરે તું કાંઈ પણ ના બોલતો." પૂજાએ ફેનીલને કહ્યું.
"અરે ઓકે જાનું" ફેનિલે પૂજાને કહ્યું.
અને વાતો વાતોમાં જ બીજો દિવસ ઊગી જાય છે અને તેઓ કિંગ વેમ્પાયરના મહેલમાં જાય છે.
ભાગ 7 પૂર્ણ