Unexpected Love books and stories free download online pdf in Gujarati

Unexpected Love



આકાશ શોટઁ અને ટી-શટઁ પહેરીને તેની હોસ્ટેલની સેકન્ડ ફલોરની પાળી ઉપર બેઠો હતો. તેના બેન્ને પગના સ્લીપર નીચે જમીન તરફ જોઇ રહ્યા હતા.નીચે મેદાનમા તેની હોસ્ટેલના થોડાક છોકરાઓ વોલીબોલ રમી રહ્યા હતા.કોઇ વળી મેદાનમા કેરમ બોડઁ રાખીને લાલ કલરની કુકરીને પાડીને કિંગ બનવા મથામણ કરી રહ્યા હતા.બે ચાર છોકરાઓ તેને ધોયેલા કપડા દોરી ઉપર સુકવી રહ્યા હતા.કોઇ વળી કાનમા ઇયર ફોન નાખીને પોતાની ગર્લફ્રેન્ડ સાથે પ્રેમનો સંવાદ માણી રહ્યા હતા.કેન્ટીનમા અમુક છોકરાઓ ચા-નાસ્તો કરી રહ્યા હતા.ભણેશવરીયો બુકમા માથુ નાખીને,સમજણ ના પડે તેવા ટોપીકો ગોખી રહ્યા હતા.તો કોઇ વળી લાઉડ સ્પીકર કરીને રેપ સોંગ વગાડી રહ્યા હતા.એક છોકરો ટોવેલ વીટાળીને પાણી પીવાના સ્ટેડ પાસે,ફુટી ગયેલા અરીસાના ટુકડામાં જોઇને, પોતાની દાઢીના વાળ ઉતારી રહ્યો હતો.આકાશની આંખો આ બધાને જોઇ રહી હતી.આકાશના બન્ને હાથની હથેળીએ તેનો મોબાઈલ પકડ્યો હતો.તેના એક હાથની બે આંગળીઓ વચ્ચે સળગતી સિગારેટ ધીમા ધુમાડા કાઢી રહી હતી.
આકાશ તેના મોબાઇલમા ફેશબુક ઓપન કરીને બેઠો હતો. તેને પોતાના આઇડીનુ ચેટ ઓપન કયુઁ ને જોયુ,તો કોઇ છોકરી ઓનલાઇન નહોતી અને છોકરાઓના ગુડ મોર્નિંગના મેસેજ આવી રહ્યા હતા. તેને નિરાશાની આગને પોતાના હાથમા સળગી રહેલી સિગારેટનો ઉંડો કસ લેતા શમાવાનો પ્રયાસ કર્યો અને ફેશબુકમા people you may knowમા બીજા ફેશબુક યુજરોના નામ જોવા લાગ્યો.તેની આંખોની સામે અચાનક એક એન્જલ તારા નામની છોકરીની પ્રોફાઇલ આવી.તેને તરતજ તે પ્રોફાઇલ ઓપન કરી અને તેની ડીટેલ જોવા લાગ્યો.પરંતુ તેમા કોઇ કોલેજ અને તેના રહેઠાણની માહીતી નહોતી.તેમા ફક્ત જન્મ તારીખ,ઝેન્ડર ફિમેલ,અને રીલેશનશીપ સિંગલ એવી ઇન્ફોરમેશન હતી.આ માહિતી જોતા આકાશનો મુડ થોડો મોટીવેટ થયો.આકાશે ખુશ થતા ફરી એક સિગારેટનો ઉડો કસ ખેંચ્યો અને ફોટોજ નામનુ ફોલ્ડર તેને ખોલુ.તેમા તારાના બોવ બધા ફોટોજ હતા.તેને તે ફોટોજ ઓપન કર્યા અને તેને એકી નજરે નિરાંતે નિરખીને જોવા લાગ્યો.તેને જોયુ તો તારા એકટીવા ઉપર પાછળની તરફ સીટ ઉપર ફાટેલુ જીન્સ અને નાભીથી થોડુ ઉપર રહેતુ ટોપ પહેરીને,હોઠ ઉપર મરુન લિપસ્ટીક લગાવીને,જીન્સ સાથે મેચ થતા બ્લુ ગોગલ્સ આંખ ઉપર પહેરીને,ગોરા ગાલમા સ્માઈલ સાથે પડતા ખંજન,પગમા પહેરેલી હાઇહિલ સાથે મનમોહક અદા અને હોટ અંદાજના આ ફોટાના પોજે આકાશના દિલને ગાર્ડન ગાર્ડન કરી દીધુ.આકાશે ફરી એક કસ સિગારેટનો ખેચ્યો અને ધુમાડો કાઢ્યો.આ ધુમાડો આકાશના મોબાઇલની ડીસ્પ્લે ઉપર ઉડી રહ્યો હતો.પરંતુ આકાશની નજર માત્ર તે ધુમાડાની વચ્ચેથી તારાના તે ફોટાને જોઇ રહી હતી.આકાશના ચહેરા ઉપર ખુશી,આંખોમા તે ફોટાવાળી તારાની ચાહત જણાતી હતી. અચાનકજ આકાશનો એક હાથ મોબાઇલ ઉપરથી ખસી ગયો ત્યારે તેને ખબર પડી કે સળગતી સિગારેટે તેને દઝાડ્યો.કેમ કે તેની આંખો તારાને જોતી હતી અને મગજ તારાના વિચારોમા ખોવાયેલુ હતુ.આકાશે તે ફોટો સેવ કરો અને પોતાના મોબાઈલમા વોલપેપર તરીકે સેટ કરો.ત્યાર બાદ તે ફરી તારાની પ્રોફાઇલ ઉપર કમબેક થયો અને જોયુ તો તારા ઓનલાઇન હતી.આકાશે આ જોયને તરતજ તારાને friend request સેન્ડ કરી.
"Hi..who are you" ?આકાશના ચેટમા મેસેજ આવ્યો.આકાશે મેસેજ ઓપન કરો.તે ખુશ થયો.કેમ કે પહેલી વાર કોઇ છોકરીએ તેને સામેથી મેસેજ કરેલો.
" Hi...i am Akash,how are you "આકાશે રીપ્લે કરી.
"You know me? "ફરી તારાએ આકાશ માટે મુસીબત સમાન મેસેજ સેન્ડ કરો.
"No...😁 "આકાશે રીપ્લે કરી.
"So..why you send me friend request "તારાએ આકાશને ઇગનોર કરતા રીપ્લે કરી.
"I don't know...😋"આકાશે રીપ્લે આપતા તારાને મેસેજ સેન્ડ કરો.
"Ohh...you are boring man" તારાએ આકાશને રીપ્લે આપતા કહ્યુ.
"I don't know....tell me one think, you don't know me...so why are you message me😋"આકાશે તારાને રીપ્લે કરતા કહ્યુ.
"You are not known for me, so I sent a message to you to get your information"તારાએ આકાશને રીપ્લે આપતા કહ્યુ.
"Ohkk...fine..i like it "આકાશે તારાને રીપ્લે કરતા કહ્યુ.
"Hmmmmm....."તારાએ આકાશને રીપ્લે આપતા કહ્યુ.
"I sent a friend request to make you my friend...👫"આકાશે તારાએ કરેલા શરૂઆતના સવાલનો જવાબ આપતા કહ્યુ.
"Sorry ... I do not know you"તારાએ ફરી આકાશને ઇગનોર કરતો રીપ્લે કરો.
"Only the curiosity of two strangers is enough to make him a friend "આકાશે તેના ઇન્ટરેસ્ટને ટકાવી રાખતા તારાને રીપ્લે કરો.
"Good...nice thinking "તારાએ આકાશના વિચારોને વ્હાલ કરતો રીપ્લે કરો.
"Thanks...dear "આકાશે તારાને વ્હાલ કરતા રીપ્લે કરો.
" welcome...you are so sweet"તારાએ આકાશનુ અભિવાદન કરતા જવાબ આપ્યો.
"Ohh....really...you like my taste "આકાશે તારાને રીપ્લે કરતા કહ્યુ.
"Oye.. .hello...I like your thoughts, not you"તારાએ તેને ઇમ્પ્રેસ કરી રહેલા આકાશને રીપ્લે આપતા કહ્યુ.
"Ok...no problem...tell me one think,I and my thoughts are different from each other."આકાશે પોતાનો ઈન્ટરસ્ટ થોડો પણ ઓછો ન કરતા તારાને રીપ્લે કરો.આકાશના મોબાઈલે તેની બેટરી લો થઇ ગઇ તેવો સંદેશ આપ્યો.
"Oh ... sorry ... do not feel sad ... I do not like you, but you think for me that's great "તારાએ આકાશ તેના માટે સારુ વિચારે છે તેની ગણના કરતા રીપ્લે કરી.
"Ok...thanks " આકાશે તારાનો આભાર વ્યકત કરતા કહ્યુ.
"Welcome...Nice to meet you "તારાએ આકાશને રીપ્લે આપતા કહ્યુ.
"Thanks again " આકાશે ફરી તારાનો આભાર વ્યકત કરતા કહ્યુ.
"Hmm...bye..." તારાએ આકાશને રીપ્લે આપતા કહ્યુ.
"Why...???"આકાશ આ મેસેજ સેન્ડ કરવા જતો હતો ત્યા તેના મોબાઈલની બેટરી પતી જવાને લીધે બંધ થઇ ગયો અને વાત અધુરી રહી ગઇ.પરંતુ હવે વાત પુરી કરવાનો પણ કોઇ અથઁ નહોતો રહ્યો,કેમ કે તારાને આકાશમા કોઇ રસ નહોતો તે તારાએ આકાશને પહેલાજ જણાવી દીધુ હતુ.આકાશ ઉદાસ થઇ ગયો હતો. પરંતુ તારાને આકાશના વિચારો પસંદ આવ્યા હતા અને તારાના આ સારા ગણકારાના હિસાબે આકાશના દિલની અંદર તેની ચાહતના ધબકારા વધી ગયા હતા.આકાશ તેની રૂમમા ગયો અને તેના મોબાઇલને ચાજઁ કરવા મુક્યો.તેને બોટલમા રહેલુ પાણી પીધુ અને સિગારેટના બોક્સ માથી એક સિગરેટ કાઢી અને રૂમની બહાર આવ્યો.તે ફરી તેના હોસ્ટેલની પાળી ઉપર બેસી ગયો અને પોતાના શોટઁ માથી લાઇટર કાઢીને સિગરેટને સળગાવીને કસ ખેંચવા લાગ્યો.ધુમાડાના ગોટાની સાથે તે ફરી તારાના વિચારોમા વિહરવા લાગ્યો.
આકાશે બે કલાક પછી પોતાના મોબાઈલ ને હાથમા લીધો.તેના મોબાઇલની બેટરી ચાર્જિંગ થી ઠસોઠસ ભરાઇ ગઇ હતી.આ જોયને આકાશનો લો થઇ ગયેલો મુડ પણ ફરી ચાજઁ થઇ ગયો.તેને મોબાઈલની ઓન સ્વીચ દબાવી.મોબાઈલની ડિસ્પ્લેએ આકાશની આંખોમા પ્રકાશ ફેંકયો.આ પ્રકાશ જેવો આકાશની આંખોમા પ્રવેશો એટલે તરતજ તેની આંખોને તેના મોબાઈલના વોલપેપર પર રહેલી તારાની અનુભુતી થઇ.આ અનુભુતીથી તેના હૃદયના ધબકારાને હાશકારો થયો.
ફરી આકાશે પોતાનુ ફેશબુક ઓપન કરુ અને ચેટ ચેક કયુઁ ,તારા હજુ ઓનલાઇન હતી.તેને અધુરો રહી ગયેલો મેસેજ તારાને સેન્ડ કરો.તારાએ મેસેજ વાંચીને ફરી રીપ્લે કરો.
"I said,I am not intrested in you"તારાએ આકાશને ઇગનોર કરતા રીપ્લે કરી.
"Why? "આકાશે ફરી તારાના અણગમાનો અભિપ્રાય જાણવાની કોશીશ કરતા રીપ્લે કરી.
"I don't know "તારાએ રીપ્લે કરતા આકાશને કહ્યુ.
"Why" આકાશે ફરી પોતાની જીદને ટકાવી રાખતા તારાને રીપ્લે કરો.
"Oh..man...i don't know, bye "તારાએ રીપ્લે આપીને ફરી આકાશને ઇગનોર કરો.
"Tell me, please "આકાશે આજીજી કરતા ફરી તારા પાસેથી તેના અણગમાનુ તારણ કઢાવાની કોશીશ કરતા રીપ્લે કરી.
"Bye..go to hell " તારાએ આકાશ ઉપર પોતાનો ગુસ્સો ઉતારતા કહ્યુ.
આકાશની આંખોનુ વાતાવરણ તારાનો આ મેસેજ જોતા એકા એક બદલાઇ ગયું.તે આ મેસેજ સતત વાંચતો હતો,અને તેના મગજને આ મેસેજની રીપ્લે શુ આપવી તે કહેવા માટે તૈયાર કરી રહ્યો હતો.તેની આ તૈયારીયે તેની આંખોના ખુણાને તુટેલી લાગણીઓથી ભીંજવી દીધા.તેને પોતાના આંસુ લુછતા ફરી તારાના ચેટ બોક્સમાં પોતાની નજરને ઉતારી તો તારાનો ફોટો દેખાતો ન હતો.આકાશને ત્યારે ખબર પડી કે તેને તારાએ બ્લોક કરી દીધો.તેને પોતાનુ ચેટ અને ફેસબુક ઓફ કરી દીધુ અને ફરી તે "તારાએ મને કેમ બ્લોક કરી દીધો હશે?
તેને મારા વિચારો ગમે છે તો હુ કેમ નથી ગમતો"આવા વિચારો આકાશના મનમા આકાર લઇ રહ્યા હતા.આકાશ તેના મોબાઈલની ડિસ્પ્લે ઉપર રહેલા તારાના ફોટાને જોઇ રહ્યો હતો.પતરંતુ તેની આંખો આંસુથી ભીંજાઇ ગયેલી હતી જેના કારણે તે ફોટાને સ્પષ્ટ જોઇ શકતો ન હતો.તેને પોતાના મોબાઇલની ડિસ્પ્લેને લોક કરી.લોક થયાની સાથેજ તારાનો ફોટો તેની નજર સામેથી દુર થઇ ગયો.તારાએ આકાશને ફેશબુક ઉપર બ્લોક કરો હતો પણ આકાશે તારાને હજુ તેના દિલના ધબકારામા ધમધમતી રાખી હતી.આકાશે પોતાનો મોબાઇલ ટેબલ ઉપર મુક્યો અને તેને સિગારેટનુ પેકેટ ઓપન કરુ,પરંતુ તે ખાલી હતું.તેને તે પેકેટને બારીની બહાર ફેકયુ.
તે પોતાના બેડ ઉપર સુઇ ગયો;તેની આંખો તેની ઉપર ફરી રહેલા અવાજ કરતા પંખાને જોઇ રહી હતી અને તે વિચારોના વંટોળમા ફંગોળાઈ રહ્યો હતો.
* * * * * * * * * * * * * * * *
આકાશ ગાઢ નિંદ્રામા સુઇ રહ્યો હતો.સવારના ઉગતા સુરજના કિરણો તેના રૂમની બારી માંથી પ્રવેશીને, તેના રૂમની
સુંદરતા વધારી રહ્યા હતા.સુરજના કિરણોની આ સુંદરતા આકાશની આંખો ઉપર પડી રહી હતી.સુરજના કિરણોની આ સુંદરતાની હુંફથી આકાશની આંખો ખુલ્લી. તે પોતાના બેડ માથી બગાસુ ખાતા અને આળસ મરડતા ઉભો થયો અને પોતાના મોબાઈલ ને અનલોક કરો.તેને જોયુ તો સવારના 9:50 વાગ્યા હતા.તેને ઉઠવામા લેટ થઇ ગયુ હતુ.
તેને પોતાના ટેબલના ડ્રોવર માથી ટુથબ્રશ અને કોલગેટ કાઢી.કોલગેટની પેસ્ટને તેને ટુથબ્રશ ઉપર મુકી અને પોતાના દાંતની સફાઇ કરવા લાગ્યો. તે બ્રશ કરતા કરતા હોસ્ટેલની લોબીમા આવ્યો.એક છોકરો પોતાની ડોલ લયને બાથરૂમ તરફ ન્હાવા જઇ રહ્યો હતો.કેન્ટીન વાળા કાકા ગરમા ગરમ ચા ઉકાળી રહ્યા હતા.હોસ્ટેલનું એક ગૃપ ગરમા ગરમ બટર થેપલાનો નાસ્તો કરી રહ્યુ હતુ. તો કોઇ પોતાની બાઇક સાફ કરી રહ્યુ હતુ. થોડા છોકરાઓ પોતાની બેગ લઇને હોસ્ટેલ પરથી કોલેજ જઇ રહ્યા હતા. એક છોકરો સિગરેટ સાથે ચાની ચુસ્કી લઇ રહ્યો હતો.આકાશની આંખો આ બધુ જોઇ રહી હતી. તેને પોતાનો ફેશ પાણીથી સાફ કરો.તેને ન્હાવાનું મોફુક રાખી દીધુ કેમ કે તેને કોલેજ જવામા લેટ થઇ ગયુ હતુ. તેને પોતાનુ બોડી પરફયુમ તેના શરીર ઉપર છાંટ્યું.ધોયેલા કપડા પહેરીને તે નાસ્તો કર્યા વગર ફટાફટ કોલેજ તરફ રવાના થયો.
આકાશના પગે કોલેજના કેમ્પસમાં મંગલ પગલા પાડયા.આખા કેમ્પસમા શાંતિ જણાતી હતી.આ શાંતિના સંકેત પરથી તેને ખબર પડી કે તેને લેક્ચર એટેન્ડ કરવામા લેટ થઇ ગયુ છે.તે ફટાફટ તેની કોલેજના દાદર ચડયો અને પોતાના ક્લાસ પાસે ઉભો રહીને બોલ્યો.
"મે આઇ કમ ઇન સર "
"યસ...કમ ઇન..."પ્રોફેસરે અંદર આવવાની પરમીશન આપતા આકાશને કહ્યુ.આકાશ અંદર આવી રહ્યો હતો ત્યા પ્રોફેસરે તેને બધાની સામે ઉભા રહેવા કહ્યુ. આકાશ તેના કલાસમેટ સામે ઉભો હતો અને તેના કલાસમા નજર ફેરવી રહ્યો હતો.છેલ્લી બેંચ ઉપર બેઠેલા તેના મિત્રો તેને જોઇને મજા લઇ રહ્યા હતા. ક્લાસની અમુક છોકરીઓ તેને ગુસ્સા ભરી નજરે જોઇ રહી હતી. પ્રોફેસર બોડઁ ઉપર લખી રહ્યા હતા.
લેક્ચર પુરો થવામા દસ મીનીટ બાકી હતી. પ્રોફેસર સ્ટુડેન્ટની એટેન્ડસ લઇ રહ્યા હતા.આકાશનો નંબર આવતા તે જોરથી યસ સર એમ બોલ્યો. પરંતુ પ્રોફેસરે તેની એટેન્ડસ ના પુરી.કેમ કે તે લેકચરમા લેટ આવ્યો હતો.તેનો મુડ ફરી મરી ગયો.તે ક્લાસ માથી બહાર નિકળીને ,કોલેજની બહાર,કાનમા ઇયર ફોન લગાવી બજાર તરફ ચાલવા લાગ્યો. તે એક ચાર રસ્તા પર ચાની કીટલી ઉપર ઉભો રહ્યો અને તે તેના કાનમા સંભળાઈ રહેલા મ્યુઝીકના તાલે ચા પીવા લાગ્યો.તેને ચાના પૈસા આપ્યા અને તે નાસ્તો કરવા માટે રોડને પાર કરીને જઇ રહ્યો હતો ત્યા તેને એક એકટીવાને ટ્રાફિકપોલીસ રોડ ઉપરથી ઉઠાવતા હતા તે જોયુ.
વાઇટ કલરનુ ટોપ અને બ્લુ કલરનુ જીન્સ પહેરીને એક છોકરી તે ટ્રાફિકપોલીસ પાસે ઉભી હતી.તે વાઇટ ટોપમા નાના નાના રેડ રોઝની ડિઝાઇન હતી. તે છોકરીનો ચહેરો સફેદ ઓઢણીથી ઢંકાયેલો હતો.તેની આંખો સ્કાઇ બ્લુ ગોગલ્સથી કવર થયેલી હતી.તેના હોઠ ઉપર સફેદ ઓઢણીનુ આવરણ હતું.તેના નખ રેડ નેઇલપોલીશથી રંગાયેલા હતા.તેને પગમા રેડ કલરની હાઇ હિલ પહેરેલી હતી.તેના હાથમા ગોલ્ડન કલરનો આઇફોન હતો.તેના ખંભા ઉપર જીન્સનું પસઁ લટકતુ હતુ.આ પસઁ તેના જીન્સ સાથે મેચ થતુ હતુ.
"મેડમ...તમારી એકટીવા રોડ ઉપર તમે પાકઁ કરી હતી ,જેના હિસાબે ટ્રાફિક ઉભુ થાય છે,તમે આ દંડ ભરીદો,એટલે તમારી એકટીવા તમને પાછી મળી જશે."ટ્રાફિક પોલીસે મેમાની પાવતી પેલી છોકરીને આપતા કહ્યુ. તે છોકરીએ તેની ઓઢણી નો છેડો ખોલ્યો,હવે તેની ઓઢણીમા છુપાયેલા લાલ હોઠ દેખાતા હતા.તેને કાનમા પહેરેલા ઇયરીંગસ ધીમી હવામા હલળી રહ્યા હતા.તેના ગોરા ગાલ તડકામા તપીને લાલ થઇ ગયા હતા.તેના માથાના વાળ હજુ ઓઢણીથી ઢંકાયેલા હતા.તેની આંખો હજુ સ્કાઇ બ્લુ ગોગલ્સથી કવર થયેલી હતી.
તે છોકરીએ પોલીસ પાસેથી પાવતી લઇને જોઇ તો તેમાં 200 રુપિયા દંડ લખ્યો હતો. તે છોકરીએ તેનુ પસઁ ઓપન કરુ તો માત્ર વીસ રુપિયા પડયા હતા. તેને બાજુના કોમ્પ્લેકસમા રહેલા ATM ઉપર નજર નાખી તો ત્યા "આ ATM બંધ છે "એવુ બોડઁ વાંચવા મળ્યુ.તેના લાલ લિપ્સટીકથી રંગાયેલા હોઠ કંઇ બોલી શકતા ન હતા.
આકાશની નજર એકાએક આ છોકરી પર પડી અને તે જલ્દી તેની પાસે ગયો અને પેલા ટ્રાફિક પોલીસ જોડે વાત કરતા કહ્યુ.
"સર...કેટલો દંડ ભરવો પડશે ?"
"200 રુપિયા "ટ્રાફિક પોલીસે જવાબ આપતા કહ્યુ.
આકાશે પોતાનુ વોલેટ કાઢ્યું અને તેમા રહેલા 200 રુપિયા ટ્રાફિક પોલીસને આપ્યા.
"મેડમ,લો આ તમારી એકટીવાની ચાવી,હવે ફરીવાર ધ્યાન રાખજો બાઇક પાકઁ કરવામા "સહી કરેલી પાવતી પેલી છોકરીના હાથમા આપતા ટ્રાફિક પોલીસે કહ્યુ.
"ઓકે...સર..."પેલી છોકરીએ ચાવી અને પાવતી પોતાના હાથમા લેતા જવાબ આપ્યો.ટ્રાફિક પોલીસની ગાડી ચાલતી થઇ.આકાશ કાનમા ઇયરફોન લગાવીને મ્યુઝીક સાંભળી રહ્યો હતો. પેલી છોકરી તેની બાજુમા ગઇ અને બોલી.
"હેલ્લો મિસ્ટર,થેન્કસ ફોર હેલ્પ મી ".પરંતુ આકાશે કોઇ જવાબ ન આપ્યો. ત્યાર બાદ પેલી છોકરીએ આકાશના ખંભાને ટચ કરતા ફરી આભાર વ્યકત કર્યો.
આકાશે પાછળ ફરીને પેલી છોકરી સામે જોયું.આકાશના ચહેરાનુ પ્રતિબિંબ તેની સામે રહેલી છોકરીના ગોગલ્સના ગ્લાસ ઉપર પડતુ હતુ.આકાશની આંખો તે છોકરીના ચહેરાને જોઇ શકતી હતી પરંતુ આકાશ તે છોકરીની આંખોને જોઇ શકતો ન હતો.આકાશે પોતાના મોબાઈલનુ મ્યુઝીક બંધ કરતા અને કાન માથી ઇયરફોન કાઢતા સ્માઇલ સાથે તે છોકરીને કહ્યુ,
"વેલકમ..મેડમ "
"તમે કયા જઇ રહ્યા છો?હુ તમને ડ્રોપ કરી આપુ? "પેલી છોકરીએ તેના લિપસ્ટીક વાળા હોઠને એકબીજા ઉપર રગડતા આકાશને પુછ્યુ.આકાશની આંખો આ બધુ જોઇ રહી હતી.
"હુ નાસ્તો કરવા જઇ રહ્યો હતો,પરંતુ હવે હુ મારી હોસ્ટેલ તરફ જઇ રહ્યો છુ"આકાશે હળવા સ્મિત સાથે પેલી છોકરીને જવાબ આપ્યો.
"ઓકે...તમારી હોસ્ટેલ તરફ કોઇ ATM છે? "પેલી છોકરીએ ફરી આકાશને સવાલ કર્યો.
"ના.. નથી.. કેમ તમારે ATMનુ શુ કામ છે ?"આકાશે પેલી છોકરીને જવાબ આપતા ફરી એક સવાલ કર્યો.
"તમે આપેલા પૈસા મારે તમને રીટઁન આપવા છે એટલે મારે ATMની જરૂર છે "છોકરીએ આકાશને જવાબ આપ્યો.
"ડોન્ટ વરી....પૈસા રીટઁન નહી કરો તો ચાલ છે "આકાશે સહાનુભૂતિ સાથે તે છોકરીને કહ્યુ.
"ના...પૈસા તો રીટઁન કરવાજ પડે,ના ચાલે "છોકરીએ સમજણસભર જવાબ આકાશને આપ્યો .
"એક કામ કરો,તમે મને તમારો મોબાઇલ નંબર આપો,જેનાથી હુ તમારો કોન્ટેકટ કરીને તમારા પૈસા રીટઁન કરી શકુ "પેલી છોકરીએ આકાશનો મોબાઈલ નંબર માગતા કહ્યુ.
"ડોન્ટ વરી મેડમ....ચાલ છે...એવી કોઇ જરૂર નથી "આકાશે ફરી પેલી છોકરીને જવાબ આપતા કહ્યુ.
"અરે...બધુ ન ચાલે,ફટાફટ તમારો મોબાઈલ નંબર આપો મને"પેલી છોકરીએ તેના મોબાઈલમા કીબોડઁ ઓપન કરતા કહ્યુ.
"9599372558 "આકાશ પોતાનો નંબર બોલ્યો.પેલી છોકરીએ આ નંબર તેના મોબાઇલમા સેવ કરો.
"થેન્કસ ફોર હેલ્પ મી..."પેલી છોકરીએ આકાશ સાથે પોતાનો હાથ મિલાવતા મલકાતા મલકાતા કહ્યુ .
"યુ યાર વેલ કમ "આકાશે તે છોકરીના ગોરા ગાલમા પડી રહેલા ખંજન ને જોતા કહ્યુ.
"બાઇ..મારે જલ્દી મારી હોસ્ટેલ પર જવુ પડશે,કેમ કે હમણા થોડી વારમા મારી હોસ્ટેલનું કેન્ટીન બંધ થઇ જશે તો હુ નાસ્તો કર્યા વગર ભુખ્યો રહીશ "આકાશે પોતાના ઇયરફોન ને કાનમા ભરાવતા કહ્યુ.
"ઓહ...તો ચાલો આપણે સામેના સ્નેક સેન્ટર પર જઇને નાસ્તો કરીયે "પેલી છોકરીએ આકાશને નાસ્તાની ઓફર કરતા કહ્યુ.
"થેન્કસ યાર...ચાલ છે "આકાશે આભાર વ્યકત કરતા પેલી છોકરીને ના પાડી નાસ્તા માટે.
"ના...નહી ચાલે તમે મને મદદ કરી એટલે,નાસ્તો કરવા આવુજ પડશે "પેલી છોકરીએ જીદ કરતા આકાશને કહ્યુ.આકાશ આ જીદ સામે હારી ગયો.આકાશ અને તે છોકરી સ્નેક સેન્ટરના એક ટેબલ ઉપર આમને સામને બેઠા.વેઇટર આવ્યો અને પાણીના બે ગ્લાસ આ ટેબલ ઉપર મુકી ગયો.
આકાશે પોતાનુ બેગ સાઇડ પર મુકતા પાણીનો ગ્લાસ ઉઠાવ્યો અને પાણી પીધુ.પેલી છોકીએ પણ તેનુ પસઁ બાજુમા મુકતા પાણી પીધુ.તેના હોઠ ઉપર ઠંડા પાણીના ટીપા ચોંટેલા હતા જેના લીધે આકાશની નજરને તે હોઠ વધુ રસીલા લાગતા હતા.
તે છોકરીએ તેના માથા ઉપર રહેલી ઓઢણી ઉતારી અને તેને પોતાના પસઁમા મુકી.તે છોકરીના ખુલ્લા વાળ તેના કાનના પાછળના ભાગમા લહેરાતા હતા.કાનમા રહેલા ડાયમંડના ઇયરીંગસ ચમકી રહ્યા હતા.આકાશની નજર આ બધુ જોઇ રહી હતી.આકાશ ટેબલ ઉપર રહેલુ મેનુ જોઇ રહ્યો હતો.
ત્યા અચાનકજ પેલી છોકરીએ તેની આંખો ઉપરથી ગોગલ્સ ઉતારા.તેની આંખો કાળા કાજળથી સજેલી હતી.તેના આંખોના ઉપરનો ભાગ લાઇટ પીન્ક હતો જે તેની સુંદરતામા વધારો કરી રહ્યો હતો .હવે આકાશ અને આ છોકરીની આંખો એકબીજાને જોઇ રહી હતી.
"આકાશ....તારા.... "બંન્ને એકી સાથે એકબીજાના નામ,એકબીજાને જોતા બોલી ગયા.હવે આકાશ અને તારાના હાથ એકબીજાની હથેળીને સ્પઁશી રહ્યા હતા.તારાની આંખો આકાશના ચહેરાને જોઇ રહી હતી. આકાશની આંખો તારાના ચહેરાને જોઇ રહી હતી. બન્ને એકબીજા સામે જોઇને સ્મિત કરી રહ્યા હતા.સ્નેક સેન્ટરમા ધીમુ રોમેન્ટીક મ્યુઝીક વાગી રહ્યુ હતુ. ઠંડી હવા સુગંધથી મહેકી રહી હતી.આકાશ અને તારાની ભાવનાઓ એકબીજાની લાગણીથી મહેકી રહી હતી .
"આકાશ,....તને કેમ ખબર કે તે મારી એકટીવા હતી ?"તારાએ આકાશને પુછયુ.
"મને તારી એકટીવાનો નંબર યાદ હતો "આકાશે તારાને જવાબ આપ્યો.
"હુ તો તને કયારેય મળી નથી,તો પણ તને મારી એકટીવાનો નંબર કંઇ રીતે ખબર પડી? "તારાએ આકાશને પુછ્યુ.
"મે ફેશબુક ઉપર તારો ફોટો એકટીવા સાથે જોયો ત્યારે મે તેનો નંબર યાદ રાખી લીધેલો "આકાશે તારાને જવાબ આપતા કહ્યુ.
"પરંતુ મે તો તને ફેશબુક ઉપર બ્લોક કરેલો છે,તો તે કંઇ રીતે મારા ફોટા જોયા."તારાએ તેનુ ઇન્વેસ્ટીગેશન ચાલુ રાખતા આકાશને પુછ્યુ.
"તે મને બ્લોક કરો તે પહેલા મે તારો ફોટો મારા મોબાઈલમા સેવ કરી લીધેલો "આકાશે સ્માઇલ કરતા તારાને કહ્યુ.
"ઓહ....મને દેખાડતો તે ફોટો "તારાએ આકાશ પાસેથી ફોટો જોવાની માગણી કરતા કહ્યુ .
આકાશે તેના મોબાઈલનો લોક અનલોક કરો અને તેના મોબાઈલની ડિસ્પ્લે તારાની આંખો તરફ રાખી.તારાની આંખો તેના ફોટાને આકાશના મોબાઇલના વોલપેપર તરીકે જોઇ રહી હતી.તારાની આંખો આ જોઇને તેના ચહેરાને હળવુ હસાવી રહી હતી.
"તે મારો આ ફોટો કેમ સેવ કરો "તારાએ તેના વાળની લટ સરખી કરતા આકાશને પુછ્યુ.
"હુ તને પસંદ કરુ છુ એટલે તારા એ ફોટાને સેવ કરો મે "આકાશે તેના દિલની વાત તારાને કરતા કહ્યુ.તારાએ આ સાંભળીને ફરી આકાશને એક સવાલ કર્યો.
"તુ મને કેમ પસંદ કરે છે? "તારાએ આકાશને પુછ્યુ.
"હુ તને પ્રેમ કરુ છુ એટલે પસંદ કરુ છું "આકાશે તારાની આંખોમા જોતા કહ્યુ.
"સાચે... "તારા એ ફરી આકાશને પુછ્યુ.
"હા....સાચે "આકાશે જવાબ આપ્યો.
"આકાશ,મે તને કહેલુ કે હુ તને નહી પણ તારા વિચારોને પસંદ કરુ છુ,તો પણ તે મને કેમ પસંદ કરી ?."તારાએ આકાશને પુછ્યુ.
"મે નહી પણ તને મારા વિચારોએ પસંદ કરી છે,કેમ કે તે મારા વિચારોને પસંદ કયાઁ છે "આકાશે તારાની પલકારા મારી રહેલી આંખો સામે જોતા કહ્યુ.
આ સાંભળીને તારાના હાથે,આકાશના હાથની હથેળીને પકડી લીધી.તારાની આંખો આકાશની લાગણીના હરખથી છલકાઇ ગઇ.આ જોયને આકાશે તારાને ટીસ્યુ પેપર અને પાણીનો ગ્લાસ આપ્યો. તારાએ ટીસ્યુ પેપરથી પોતાના આંસુ લુછયા અને પાણી પીધુ.તે હવે આકાશની આંખોમા જોઇ રહી હતી. આકાશ તેને જોઇ રહેલી તારાની આંખોને તાકી રહ્યો હતો.
"સર...આપકા ઓડઁર ?"વેઇટરે આકાશને પુછ્યુ.
"તારા..બોલ શુ મંગાવવુ છે ?"આકાશે તારાને પુછતા કહ્યુ.
"બે કપ કોલ્ડ કોફી "તારાએ,વેઇટરને સંભળાય તે રીતે આકાશને જવાબ આપતા કહ્યુ.વેઇટર થોડી વાર પછી કોલ્ડ કોફી લઇને આવ્યો. કોલ્ડ કોફીની ચુસ્કી સાથે આકાશ અને તારા બન્ને એકબીજા સાથે વાતો કરતા હતા.
"તારા...તારો મોબાઇલ નંબરતો આપ મને "આકાશે કોફીનો ખાલી કપ પોતાના હાથમાથી ટેબલ પર મુકતા કહ્યુ.
તારા એ તેના હોઠ ઉપર રહેલી કોફીના ફીણને હળવા હાથે લૂછતાં તેના મોબાઈલનો લોક અનલોક કરો અને આકાશનો નંબર ડાયલ કરો.આકાશના ફોનની રીગ વાગી રહી હતી.આકાશે તારાનો કોલ કટ કરો અને તેનો નંબર સેવ કરો.તારાએ તેના ATM કાડઁથી બીલ પે કર્યુ અને તે બન્ને સ્નેક સેન્ટર માથી બહાર આવ્યા.
તારાએ આકાશના ખંભા ઉપર પોતાનો એક હાથ મુકીને,તેના ફોનમા સેલ્ફી ક્લીક કરી.આ સેલ્ફી તારા એ તેના મોબાઇલ ફોનના વોલપેપર તરીકે સેટ કરી.આકાશ આ જોયને તારાની સામે સ્માઇલ કરી રહ્યા હતો.તે જોયને તારા એ આકાશના ગાલ પર ચુંબન કરુ.તારાના હોઠની લાલ લિપસ્ટીક થી આકાશના ગાલ ઉપર ચુંબનની છાપ ઉપસી આવી હતી.આકાશે પણ તારાના ગાલ ઉપર પડેલા ખંજન ઉપર ચુંબન કર્યું.
આકાશે તારાનુ એકટીવા સ્ટાર્ટ કરુ.તારાએ તેના ગોગલ્સ પહેરા અને આકાશની પાછળ બેસી ગઇ.એકટીવા રોડ ઉપર પુર ઝડપે દોડી રહ્યુ હતુ.તારાના બન્ને હાથ આકાશના પેટ ઉપર વીટળાયેલા હતા.આકાશના આખા શરીરમા તારાના હૃદયના ધબકારાની ધ્રુજારી ધીમે ધીમે પ્રસરી રહી હતી.

💕💕💕💕💕💕💕💕💕💕💕💕

લેખક:-ખોડીફાડ મેહુલ (ગુરુ)




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED