હે કાના તને તો આખી દુનિયા યાદ કરે છે. અમે પણ યાદ કરીએ છીએ રાત અને દિવસ.જાણે મને એવુ લાગી રહ્યું છે કે તને અમારી યાદ કેમ આવે?
હે કાના જયાં તમારી ઈચ્છા વગર સૂર્ય પણ ઊગતો નથીં, પૃથ્વી ફરતી નથીં ને વૃક્ષનું પાન પણ હલતું નથી. હે નંદલાલ હું તમને હાથ જોડીને કહું છું એક પણ શ્વાસ તમારાં નામ વગર નથીં લેતી.
શરદ પૂનમ ની રાત આવે ને કાના સાચે તારી બહું યાદ આવે. શરીર થી હું ઘરે હોય પણ મારુ મનડું તમારી સાથે રાસ રમે. કાના જયાં સુધી તું મને તારા વાસડી સૂર ના સંભળાવે ત્યા સુધી સાંભળવા માટે વલખાં મારું છું તને ખબર છે.
રાત પડે ને આંખ બંધ થાય એટલે તારી એ છબી જે મને બહું ગમે છે. કદમ ના જાડેજ નીચે ફરતો ઓટલો એ ઓટલા પર કાના તું એક પગ બીજા પગ પર ચડાવી ને આંખો બંધ કરી વાસડી વગાડે અને હું મારા ઘરેથી દોડતી દોડતી આવું ત્યારે પગમાં કાંટા અને કાંકરા આવે પગમાં ખુપે પણ ખરા. મને તો બસ જલદી મળવા ની ઉતાવળ એટલે રસ્તા માં શું આવે છે તેનું ભાન નથી રહેતુ. સીધી જ તમારાં ચરણોમાં આવી ને બેસી જાવ છું. અને તમને વાસડી વગાડતાં જોઈ ને હું ધન્ય થઈ જાવ છું. આવું છું ત્યારે એકજ આશા લઈને આવું છું કે મારે કંઈજ નથીં જોતું મારા કાન મારે તો બસ તમારી ભક્તિ જોઈ એ છે. અને રોજનું પુણ્ય તમારાં ચરણોમાં અર્પણ કરવાં માંગું છુ.
કાના મારે તમને કાંઈક કહેવું છે
મારે તમારી સંગાથ માં રહેવું
કાનાને મુગુટ શોભે છે
મારે તેનું મોરપીછ બની રહેવું છે
કાનાને કુંડળ શોભે છે
તેનો હીરલો બનીને રહેવું છે
કાનાને વાંસળી વાલી છે
તેના સૂર બનીને મારે રહેવું છે
કાનાને ગાયો વાલી છે
તેના વાછરડા બનીને મારે રહેવું છે
કાનાને ઝાંઝર શોભે છે
તેની ઘુઘરીઓ બનીને રહેવું છે
કાનાને રાધા વાલી છે
મારે મીરાં બનીને રહેવું છે
કાના મારે તમને કાંઈક કહેવું છે
મારે તમારી સંગાથ માં રહેવું
હે કાના તારી યાદ માં ગોપીયો ઘેલી બની જાય છે. તો તું તેને મળવા કેમ નથીં આવતો? જયારે જયારે તારી યાદ આવે ને કાના ત્યારે હું મૌન થઈ જાવ છું. અને એ વિચારો માં ખોવાઈ જાવ છું.
કે ભરી સભામાં જેનાં ચીર લૂંટાય તે પેલા આવી જાય છે.મીરાં જેર પીવે તે પહેલાં અમૃત કરી જાય છે. નરસિંહ મહેતા ના ઘરે બાવન કામ કરવા દોડતો દોડતો આવે છે.સુદામાને ઘેર ઝુંપડી માંથી મહેલો બંધાવે છે. ઉતરા ના ગર્ભ ની દક્ષિણ કરી પરીક્ષીત રાજા ને બચાવો છો.અર્જુન નો ખાલી સારથી બની યુદ્ધ પાંડવોને જીતાડે છે.કૃષ્ણ તારી લીલા અપાર છે દેવકી ના કુખે જન્મ લઈને યશોદા નાં ઘરે લીલા કરવાં જાય છે. રાધા ની સાથે પ્રીત બાંધી જગતમાં પ્રેમ ની મુર્તિ કહેવાય છે. ગોવાળીયા ને સાથે લઈને ગોપીઓ ના મટ ફોડે છે. કૃષ્ણ કેરો અવતાર ધરીને જગતમાં પુર્ણપુરષોતમ નો અવતાર બની જગતને પ્રેમ માં નવડાવે છે.
ધન્ય છે કાના તને અને તારી લીલાઓ ને. પરંતુ કાના આ મારી આખો બસ તને નીરખી નીરખી ને હવે થાકી છે બસ હવે મારાથી વધારે નથીં રાહ જોવાતી. કાના વાર ના લગાડીશ આવવામાં. નહીંતર આ દિવો રામ થાતા વાર નહીં લાગે કાના કાના...
બધુંજ તને અર્પણ કરી હવે તારામાં સમાવવાની છેલ્લી ઈચ્છા છે. કાના હવે વાર ના લગાડીશ, કાના હવે વાર ના લગાડીશ....
રાધે-કૃષ્ણ
✍Writer Vini