હક નો ભરોસો ER-Gunjan Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હક નો ભરોસો

હક નો ભરોસો એ એક વિશ્વાસ ની શરૂવાત છે. એવી એક વ્યક્તિ જેની જોડે તમે ગમે તે સમયે એની જોડે ભરોસો કરી ને તમે વિશ્વાસ મૂકી શકો છો.

એ એક એવી વાત જેની આપણ ને તો ખબર જ હોય છે,કે થઈ જશે.નવાઈ લાગે છે ને ...????
આ વાત હાલ ના સમય માં તમને સમજાશે નઈ.

એના માટે હું એક નાની એવી એક વાર્તા થી સમજુતી આપું.

એક નાનું એવું ગામ હતું.ત્યાં એક નાનું ગરીબ કુટુંબ વસવાટ કરતું હતું.જે પોતાના રોજ નું રોજ કામ કરી ને પોતાના ઘર ચાલતું હતું.કુટુંબ માં ત્રણ લોકો જ હતા.માં,અને બે ભાઈ..બે ભાઈ નાના હતા એ જ સમય માં એમના પિતાજી નું અવસાન થઈ ગયુ હતું. માં ખેતર ના કામ કરી ને બે એના સંતાનો ને ઉછેર કરતી હતી.બસ સમય પસાર થતો હતો અને બાળકો મોટા થતા હતા.
એવા આગર ના સમય માં અચાનક એવું બને છે કે એમના બાળકો એ કલ્પના પણ કરી જ નઇ હોય.એવું ઘટના બને છે.ગામ ના આજુબાજુ રહેતા પાડોશી ને પણ આચબિત થઈ ગયા હતા..બનેં બાળકો ની માં બીજા કોઈક વ્યક્તિ જોડે લગ્ન કરી ને ભાગી ગઈ..અને બીજા ગામ માં રહેવા લાગી.હવે આ બનેં બાળકો એકલા પડી ગયા.પણ હિંમત ના સાથ ના છોડ્યો.બનેં એ ઘર માં જાતે મજૂરી કરી ને ઘર ચલાવ લાગ્યા.એમના એમ સમય પસાર થવા લાગ્યો.એમા એક મોટો છોકરો શહેર માં કામ કરવા જાય છે.અને નાનો ભાઈ ઘરે ખેતી કરે છે..અને એમાં આવેલું અચાનક નવું સંકટ આવી પડે છે.નાનો ભાઈ ગામડે ગંભીર બીમાર નો શિકાર થઈ જાય છે..એટલે મોટો ભાઈ શહેર છોડી ને ગામડે પાછો આવી જાય છે.ભાઈ ની સેવા કરવા લાગે છે.પણ નનો ભાઈ ને ગામડા માં એક છોકરી ગમતી હોય છે.પણ કોઈ ને કહી શકતો નથી.એટલે મન માં બીમારી માં મુંજાય છે.અને વધારે બીમાર થવા લાગે છે.પછી એ એના મોટા ભાઈ ને વાત કરે છે.અને મોટો ભાઈ માની પણ જાય છે.
બનેં ના લગ્ન કરવી ને મોટા ભાઈ શહેર માં પાછો ચાલ્યો જાય છે.પણ અહીં નાનો ભાઈ ખેતી થી બનેં નું જમવાની એને બીજા રોજ ના ખર્ચ પૂરું કરી શકતો નથી.અટલે આ નાના છોકરા ને પોતાની માં ની યાદ આવે છે.માં કેવા સમયે આપણ ને મોટા કર્યા અને ઘર નું કામ પણ કરતી હતી તો પણ ઘર ચાલતું હતું.અને હું ઘર ચલાવી શકતો નથી..એટલે એક દિવસ એ બીજા ગામે એની માં ને ભેગો થવા જાય છે.
અને એની માં પણ એને જોઈ ને રડી જય છે.પણ હવે એનો કોઈ મતલબ રહેતો નથી.તો પણ બન્ને બેસી ને વાતો કરી ને સાંજ ના ટાણે ઘરે આવે છે.અને અચાનક એ એના મોટા ભાઈ ને જોવે છે.અને પૂછે છે ક્યાં ગયો હતો.તો એ સાચું બોલતા ડરે છે.તો પણ સાહસ કરી ને બધી વાત કરે છે.તો મોટો ભાઈ ગુસ્સે થઈ ને એને એન થપ્પડ મારે છે.તો આ વાત થઈ નેનો ભાઈ એની માં જોડે બીજા ગામડે જતો રહે છે.ત્યાં જ વસવાટ કરવા લાગે છે.પણ હવે મોટો ભાઈ હવે ઘર માં એકલો પડી જાય છે.અને રડ્યા કરતો હોય છે.હવે એને એમ લાગે છે કે મેં મારા નાના ભાઈ માટે આટલું બધું કામ કર્યું તો પણ એ એટલા વાત માં ગુસ્સે થઈ ને ઘર છોડી ને જતો રહ્યો.તો પછી એક દિવસ એ એના નાના ભાઈ એને ભાભી ને ઘરે પાછા લેવા જાય છે.એ વિશ્વાસ ના ભરોસે કે મારો ભાઈ છે ને મોટા ભાઈ નું તો માની જશે ને .અને એવું લાગશે તો માફી માંગી લેશે.પણ બનેં એ આવની ના પાડી દીધી.અને એવું કીધું કે અમારે કોઈ મોટો ભાઈ જ નથી.હવે આ વાત એના કાન માં પડ્યા ત્યાં જ મોટો ભાઈ હારી ગયો હતો.પોતાના આત્મા થી અંદર લડી રહ્યો હતો.મેં એટલું બધું કરું ભાઈ માટે તો પણ એને એવું તો શુ ખોટું લાગી ગયુ કે એને આવા શબ્દો ના ઉચ્ચાર કરવો પડ્યો.એ પોતાનો જાત સાથે વાતો કરતો કરતો જતો હોય છે ત્યાં જ એક સામે પસાર થતા રોડ પરથી સાધન પસાર થતું હોય છે.પણ આ ભાઇ એની ચિંતા માં અને ભરોસો તૂટવા માં એને કોઈ ખબર જ ના રાઇ. અને ત્યાં એમનું અકસ્માત થાય છે.ત્યાં જ એમનું દેહાંત થાય છે..

ક્યાં હતું અને શું થઈ ગયુ એ કયારે ભરોસો તૂટે છે.અને કયારે સંબંધ છુટા પડી જાય છે.એ એક કિસ્મત ની રમત છે.

જો રમત રમતા આવડતી હશે અને સારી હશે તો આપણે જ વિજય થશે.અને જો ઉપર વાર હાજરો હાથ વાર ની લીલા હશે તો એ તમને જીતવા માટે સમય આપશે.પણ તમે ભરોસો ભગવાન નો રાખો.નીચે રહેલા માણસો નો નઈ...
ધન્યવાદ.