Adhuri rai gai ek zalak - 1 books and stories free download online pdf in Gujarati

અઘૂરી રઇ ગઈ એક ઝલક - ભાગ ૧


જો હું જે લખી રહ્યો છું, એ એક સાચી ઘટના છે.અને એક સાચી કહાની છે.અંત સુધી રાહ જોજો અલગ જ મજા આવશે. 
આ વાત એ વખત ની છે કે જયારે આપડે બધા ને પણ અલગ જ જીવન માં મહેસુસ થતું હોય છે.અલગ જિંદગી જીવવાની જ માજા હોય છે. અલગ જ પોતાની મોજ માં જ ફરતા હોઈએ છીએ.અને એ સમયે આપડે કોઈનું પણ સાંભળતા નથી હોતા...અને બસ એની જોડે જ આખો દિવસ અને રાત એની જોડે જ સમય પસાર કરવાનું જ ગમતું હોય,બસ પાણી ભૂખ અને સમય ની પણ ભાન નથી રહેતું એ જ સમય.

તમે સમજી ગયા હશો કે હું સુ કેવા માંગુ એ 

     બસ એજ કે મને પ્રેમ થઈ ગયો હતો..........પણ એ ..
હવે વાત નીકળી જ છે તો કઈ દઉં ક આ મારી જ કહાની છે..આ વાત એ વખત ની છે.કે હું કૉલજ માં જવાનું ચાલુ કરું એ પ્રથમ સમય હતો મારો ..હું પોતે એક નાના ગામડા માં બસ માં આવતો અને જતો હતો.મારા ગામ થઈ 25 કિમો હશે અંદાજે....
અને એ સમય એ હું ગામ માં થી એન્જીનીયરીંગ માં અભ્યાસ કરવા જતો હતો.મને કાઈ પણ સમજવામાં  નતું આવતું કે ત્યાં જઈ ને સુ કરવાનું ,ને કોની જોડે બેસવનું, ને કઈ રીતે કોઈક ની જોડે બોલવનું એ કઈ જ પણ ખબર પડતી જ નથી....પછી 1 semester વીતી ગયું.તો પણ હું કોઈક ને પણ ફ્રેન્ડ ના બનાઈ શક્યો.એમ કરી ને પાછું  2 smester પણ પતિ ગયું.
મેં મારી જીદ ના લીધે કૉલજ તો ચાલુ જ રાખી....અને હા હું પેલા અંભ્યાસ માં હું મીડીયમ જ હતો વધારે કાઈ હતો નઇ પણ ચાલે...
પણ હું આ બધા 1 વર્ષ માં કોઈ જોડે કાઈ બોલ્યો જ નઇ હું...કેમ કે હું ગામડા ની ભાષા બોલું તો ક્લાસ માં વિધાર્થી મારી મજાક ઉડાવતા હતા .એટલે મેં માપનું જ બોલવનું કરયુ. મેં...પછી સમય વીતી જતા 3 semester માં આયા.  બસ હવે અપડી જિંદગી બદલી નાંખર ની એન્ટ્રી થઈ ગઈ.ક્લાસ માં .....d 2 d હતા... ઘણા  બધા નવા વિધાર્થી આવેલા .બહાર ના  તો કોઈક સુરત બાજુ ના      અલગ સારા વિધાર્થી આવેલા.એમાં જ એક છોકરી આપડ ને ગમી ગઈ નહોતી જોજો સુ બોલ્યો એ હું ...કોઈ છોકરી નતી ગમતી.....
પણ.એક ગ્રુપ માં હું જોડાયો..ક્લાસ માં પેલે થઈ જ બધા ગ્રુપ હતા.જ.પણ હું કોઈ ગ્રુપ મને લેતું નતું.આપડે ગયા પણ નથી....બોલતા આવડે નઈ એને ખર્ચ કોણ કરે એટલે.......
પછી હું જ ગ્રુપ માં જોડાયો એમાં 6 લોગો  નું ગ્રુપ હતું.
એમા મને સાથે જોડી ને 3 છોકરા અને 3 છોકરીઓ.બસ.આ જ લોચો થયો.
તમને એમ લાગશે કે મેં માંરૂ સેટ કરવા ને ગ્રુપ માં જોડ્યો એમ ને ? 
ના પણ હું એક મારા ખાસ ફ્રેન્ડ ના લીધે જોડાયો.એ હાલ પણ મને ખુબ સપોર્ટ કરે મને...એને  સાથ અને સહકાર આપે.એક દિવસ માં.એક એનો ફોન ના આવે તો ચેન ના પડે.એવો.....
હવે.હું ગ્રુપ માં જોઈન્ટ તો થઈ ગયો..પણ મારી ભાષા ને લીધે હું ઓછું જ બોલું.એ પણ સમજી વિચારી ને....અને ક્લાસ રૂમ માં તો કઈ બોલવનું જ નઈ.પછી ક્લાસ માં sir મને ઉભા કરે બધા વચ્ચે ક્લાસ અને મને આવડતું  હોય તો પણ જવાબ નઈ જ આપવાનો.પછી ભલે ને sir ક્લાસ મા બાર જવાનું કઈ દે તો જતું રેવા નું પણ જવાબ તો સામે જ આપવનો પણ નઈ .બોલવામાં લોચા પડે ...એટલે...
અરે હા મારા ખાસ ફ્રેન્ડ નું નામ તો કીધું જ નઇ.એનું નામ વિક્રમ ઝાલા છે.હું અને મારું ગ્રુપ એને વિકી તરીકે જ બોલાવતા.....હજુ કહાની અગર ના ભાગ માં રહ જોજો.....બસ એક ઝલક .....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED