Featured Books
શ્રેણી
શેયર કરો

સાચો પ્રેમ - 4 - છેલ્લો ભાગ

એ બધી ખાલી વાતો થાય તને ખબર છે મેં બે કે ત્રણ દિવસ અગાઊ છાપા માં ઍક સત્ય ઘટના આધારિત વાર્તા વાંચેલી તેમાં એવુ હતું કે ભાવનગર જિલ્લા ના ઍક રાજકારણી અને ઍક ઉદ્યોગપતિ બંને ખાસ મિત્રો હતા અને પાડોશી પણ હતા રાજકારણી ની દીકરી અને ઉદ્યોગપતિ ના દીકરા વચ્ચે પ્રેમ સબંધ બંધાયો એટલું બોલી ને સુરજ પાણી પીવા રોકાઈ ગયો. અને નિશા સુરજ ની સામે જોઈ રહી બે મિનિટ પછી તે બોલી આગળ શુ થાય છૅ એ તો કહે જલદી? સુરજ કહે પછી બંને એ ભાગી ને લગ્ન કરી લીધા તેના થી દીકરી ના માતા પિતા ખુબ જ દુઃખી થઇ ગયા તેમણે તો જમવાનું જ મૂકી દીધું જયારે દીકરા નો બાપ સમજાવવા દીકરી ના પિતા ની ઘરે ગયો ત્યારે તેમને પણ કાઢી મુક્યા આખરે ઍક ખુબ ભયંકર ઘટના બની ગઈ
નિશા :કઈ
સુરજ :દીકરી નો ભાઇ જે કોલેજ માં ભણતો હતો તેણે આવી પરિસ્થિતિ થી ગુસ્સે થઇ ને પોતાના બનેવી ની હત્યા જ કરી નાખી
નિશા :ખોટું બોલી ને મને ડરાવે છૅ ને તું?
સુરજ :
ના સાત દિવસ અગાઉ નું છાપું જોઈ લેજે
નિશા :પછી શુ થયું?
સુરજ : છોકરી ના ભાઈ ને હત્યાં ના આરોપ માં પોલીસ પકડી ગઈ તેના દુઃખ માં પિતા હાર્ટ ઍટેક થી ગુજરી ગયા અને છોકરી ને તેના સસરા એ ઘર માંથી કાઢી મુકતા તેણે મહિલા આશ્રમ માં રેહવું પડ્યું
નિશા :એ બધું મૂક અહીં જો કેટલી ગંદકી છે?
અમદાવાદ અને કચ્છ માં કેટલો પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે જૂનાગઢ ના અધિકારીઓ અને રાજકારણીઓ માં જાગૃતિ નથી અહીં ઘણી જોવાલાયક ઐતિહાસિક જગ્યાઓ છે
સુરજ :સાચી વાત છૅ તારી
નિશા :રાજસ્થાન ગોવા અને મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ જેવા રાજ્ય માં મોટો પ્રવાસન ઉદ્યોગ વિકસ્યો છે
સુરજ :દિલ્હી અને દીવ જેવા કેન્દ્ર શાસિત પ્રદેશ માં પણ પ્રવાસન ઉદ્યોગ ખુબ જ વિકાસ પામ્યો છે સરકાર પણ આ માટે ખુબ જ પ્રયત્નો કરે છે
નિશા સુરજ ને કહે છે પણ હવે આપણા પ્રેમ નું શુ? સુરજ કહે મારે નોકરી મળે પછી બંને ના માં બાપ ની રાજી ખુશી થી જ આગળ વધવું છૅ પણ નિશા ને એ ચિંતા છૅ કે સુરજ ને નોકરી મળે ત્યાં સુધી માં તો તેના માં બાપ તેને બીજે પરણાવી જ દેશે આખરે બંને છુટા પડે છૅ પણ દરરોજ સાંજ ની બસ માં ઘરે જતી વખતે તો નિયમિત રીતે મળે જ છૅ બંને અભ્યાસ માં એકબીજા ને મદદ પણ કરતા રહે છે બપોર થી સાંજ સુધી જૂનાગઢ માં રોકાવા માટે સુરજ પોતાની કોલેજ પાસે ના બુક સ્ટોર માલિક સાથે મિત્રતા કરે છૅ તેના નાના મોટા કામો કરે છૅ અને સમય મળે ત્યારે પોતાના અભ્યાસ ને લગતી તૈયારી પણ કરતો જ રહે છૅ આ દરમિયાન નિશા ને જોવા માટે ઘણા છોકરા આવે છૅ પણ તે કોઈ ને પસંદ કરતી નથી બી. એડ પૂરું કર્યા બાદ બંને ઘર ના સભ્યો ને માંડ માંડ સમજાવી ને સરકારી નોકરી મેળવવા માટે ની સ્પર્ધાત્મક પરીક્ષા ના ક્લાસ માં સાથે જ જૂનાગઢ સિટી માં જ ઍક નામાંકિત ક્લાસ માં એડમિશન મેળવે છૅ
લગભગ છ મહિના ની તૈયારી બાદ ગુજરાત સરકાર ધોરણ છ થી આઠ ના પ્રાથમિક શિક્ષક માટે ની પરીક્ષા ટેટ ટુ ની જાહેરાત કરે છે તેમાં બંને સફળતા મેળવી મેરીટ માં સ્થાન મેળવી કચ્છ જિલ્લા ના બાજુ બાજુ ના ગામો માં જ નોકરી મેળવી બંને ના માતા પિતા ની સંમતિ થી જ લગ્ન કરે છે the end