સાચો પ્રેમ - 1 Navdip દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ફરે તે ફરફરે - 36

    મુંબઇમા વાન્દ્રા  વેસ્ટમા હીલ રોડના બીજા છેડે એક રેસ્ટો...

  • આશાબા

    સુરજ આજે અસ્તાચળ પર હતો છતાં પણ કાઈક અલગજ રોશની ફેકી રહ્યો હ...

  • ભાગવત રહસ્ય - 107

    ભાગવત રહસ્ય-૧૦૭   જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જ...

  • ખજાનો - 74

    " તારી વાત પરથી એવું લાગી રહ્યું છે કે તમે લોકો મિચાસુને ઓળખ...

  • મૂર્તિનું રૂપાંતર

    મૂર્તિનું રૂપાંતર ગામની બહાર, એક પથ્થરોની ખાણ હતી. વર્ષો સુધ...

શ્રેણી
શેયર કરો

સાચો પ્રેમ - 1

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (ગુજરાત એસ ટી )ની બસ માં દરરોજ નજીક ના વીસ કિલોમીટર દૂર ના ગામ ગોલાઘર થી જિલ્લા મથક જૂનાગઢ અપડાઉન કરતી નિશા તેની બાજુ માં જ બેસેલા સૂરજ ને કહી રહી હતી
નિશા : ચાલ ને સુરજ આજે ઉપરકોટ જવું છે કોલેજ નથી જવું.
સુરજ :આજે નહી પછી ક્યારેક.
વાત એમ હતી કે સુરજ નિશા ની બાજુ ના ગામ
મજેવડી માં રહેતો હતો તેથી અપડાઉન વખતે બંને એક જ બસ માં ભેગા જૂનાગઢ જતા હતા બંને ખેડૂત ના સંતાન હતા બંને સમાન આર્થિક પરિસ્થિતિ ધરાવતા પરિવાર માંથી આવતા હતા બંને એક જ જ્ઞાતિ ના હતા બંને કોલેજ પુરી કર્યા બાદ બી. એડ.(બેચલર ઓફ એજ્યુકેશન =શિક્ષક બનવા માટે નો અભ્યાસક્રમ ) માં ભણતા હતા જો કે બંને અલગ અલગ કોલેજ માં હતા નિશા છોકરીઓ માટે ની કોલેજ માં અને સુરજ છોકરાઓ માટે ની કોલેજ માં. પણ બંને એક જ બસ માં પ્રેમ ના પાઠ ભણી ચુક્યા હતા નિશા ની કોલેજ બપોર ની હતી અને સુરજ ની સવાર ની પણ સુરજ ને નિશા ને દિવસ માં એક વખત તો મળવું જ પડતું એટલે તેની કોલેજ સવાર ની હોવા છતાં તે સાંજે છ વાગ્યાં ની બસ માં ઘેર જતો હતો સુરજ ની કોલેજ નો ટાઈમ સવાર ના આઠ વાગ્યે શરુ થતો અને બપોરે એક વાગ્યે પૂરો થતો જયારે નિશા નો કોલેજ ટાઈમ બપોર ના બાર થી પાંચ નો હતો બંને સાંજે બસ માં બાજુ બાજુ માં જ બેસતા હતા
બંને ધોરણ અગિયાર અને બાર માં જૂનાગઢ ની સરકારી હાઈસ્કૂલ માં સામાન્ય પ્રવાહ (આર્ટ્સ )માં સાથે ભણતા હતા તેમજ ત્યાર બાદ જૂનાગઢ ની બહાઉદ્દીન વિનયન (આર્ટ્સ )કોલેજ માં ગુજરાતી મુખ્ય વિષય સાથે કોલેજ સાથે જ પૂર્ણ કરી હતી તેમના ગૌણ વિષય સંસ્કૃત અને હિન્દી હતા
સુરજ ગામડા નું શુદ્ધ દેશી ઘી ખાયેલો નિયમિત ખેતી કામ માં પિતા ને મદદ કરતો હોવા થી મજબૂત બાંધા નો પાંચ ફુટ ની હાઈટ ધરાવતો ગોરા વર્ણ નો યુવાન હતો
તે સંસ્કારી યુવાન હતો તે આજ્ઞાકીત પુત્ર હતો. જો કે ભણવા માં એ મધ્યમ કક્ષા નો વિદ્યાર્થી હતો પણ એક સજ્જન વ્યક્તિ હતો તે હંમેશા બીજા ને મદદરૂપ થવા નો પ્રયત્ન કરતો હતો તે પછી નવા વિદ્યાર્થી ને તેનો ક્લાસરૂમ દેખાડવા નું હોય કે કોલેજ ની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ના આયોજન માં સ્વયં સેવક તરીકે હોય. સામુહિક સફાઈ અભિયાન જ્યારે કોલેજ માં ત્યારે પણ તેમાં સક્રિય ભાગ લીધેલો હતો સુરજ તેની કોલેજ ના એક વિકલાંગ વિદ્યાર્થી નો દરરોજ હાથ પકડી તેના વર્ગ સુધી મુકવા જતો હતો કોલેજ ના બીજા છોકરાઓ છોકરીઓ સાથે વાત કરવા ના તેમને આકર્ષિત કરવા ના તેમની સાથે મિત્રતા કરવા ના પ્રયત્નો કરતા હતા ત્યારે સુરજ એવુ કરતો ના હતો બસ માં પણ કોઈ છોકરી ની બાજુ માં બેસવા કરતા તે ઉભા રહેવા નું વઘુ પસંદ કરતો હતો તેના આવા સ્વભાવ ને લીધે જ નિશા તેના તરફ આકર્ષિત થાય છે અને શરુ થાય છે એક પવિત્ર અને અદભુત પ્રેમકથા જેમાં માત્ર શારીરિક આકર્ષણ કે વાસના નહિ પરંતુ પવિત્ર આત્મા ધરાવતા બે યુવા હૈયા નું કેવી રીતે મિલન થાય તે જોવા મળે છે બાકી યુવા અવસ્થા માં વિજાતીય પાત્ર તરફ આકર્ષણ થાય તે તો કુદરતી અને મનોવિજ્ઞાન નો નિયમ છે
આ રસપ્રદ નવલકથા નો આગળ નો ભાગ વાંચવા મારી સાથે જોડાયેલા રહો ગમે તો કોમેન્ટ કરજો અને મિત્રો ને પણ વંચાવશો.