ઉત્સાહ - 2 Pankaj Bambhaniya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉત્સાહ - 2

ભાગ:-૨
હવે બસ ને આવા માટે 10 મિનિટ ની વાર હતી મારા દિલની ધડકન જલ્દી જલ્દી ભાગી રહી હતી જાણે કે એની ટ્રેન ના છૂટી જવાની હોઈ એક એક પલ ગુજરતા હું ગભરાતી હતી હરેક મિનિટ એ હું સમય જોયા કરતી હતી..

ત્યાં અચાનક કૌશીક બોલ્યો હું એની સામે એકીટશે જોઈ રહી એની આંખોમાં મને પ્રેમ દેખાતો હતો એના શબ્દો માં કોમળતા હતી, પણ હું જે સાંભળવા માટે આતુર છે એ શબ્દો સાંભળવા નથી મળી રહ્યા

શુ આ સાંભળવા મળશે કે કાન અધીરા રહી જશે ?
શુ પ્રેમ નો ઈઝહાર થઈ જશે કે દિલમાં જ રહી જશે ?
શુ પ્રેમ મારો એ સમજી જશે કે યાદોમાંજ રહી જશે ?
શુ સમય પેલા એ કઈ દેશે કે સમય મને ઉડાડી લઇ જશે ?
શુ બને દિલ મળી જશે કે કહાની અધૂરી રહી જશે????
શુ સવાલો ના જવાબ મળી જશે કે પ્રશ્નાર્થ ચિહ્નો રહી જશે ?

એવા ઘણા સવાલો મનમાં ચાલી રહ્યા છે
મારે તને કઈક કેહવું છે હું ઘણા સમય થી કેહવા ચાહતો હતો પણ ક્યારેય કહેવાની હિંમત જ ના ચાલી ડર હતો કારણ કે તું નહીં બોલાવે એ ચાલશે પણ તારી નફરત સહન નહીં થાય મારાથી હું તને મારાથી દૂર નથી જોઈ શકતો હું તને ખુબજ પ્રેમ કરું છું એટલો કે હું એને શબ્દો માં ના વર્ણવી શકું એન્ડ હું તને કહી ના શક્યો કારણ મારામાં આટલી હિંમત જ નહતી કારણ હું તને સામે જોઈને બધું જ ભૂલી જાવ છું ખબર નઇ તારાથી ડરું છું તને ખોટુ લગાડતા ડરું છું તને કેહતા ડરું છું તને જોઈને મારુ દિલ એક શ્વાસ લેવાનું તો ભુલીજ જાય છે એન્ડ આઈ નો તને અમિત પસંદ છે સો મેં તને ક્યારેય કેવાની કોશિશ ના કરી બટ અમિત અને તારી ફ્રેન્ડ તને તો ખબર જ છે...

ત્યાં મારી ફ્રેન્ડ બોલી હેલ્લો કયાં ખોવાઈ ગઈ છો જાણે કે એક પલ માં 100% ચાર્જડ ફોન ની બેટરી અચાનક 0% પર આવી ગઈ મોઢા પાસે આવતો કોળિયો જાણેકે અચાનક છૂટી ગયો હું સપના માં ખોવાયેલી હતી અને મારી ફ્રેન્ડ આવી અને સપનાની દુનિયામાંથી બહાર કાઢીને બસ આવી ગઈ છે ચાલ એન્ડ કૌશીક તારો સમાન લઈને બસ માં મૂકીને આવી ગયો ચાલ 4 મીનિટ માં બસ ઉપડવાની છે ચાલ કૌશીક ને બાય કઇ દે..
એન્ડ તને ખબર અમિત એ મને મેરેજ માટે પ્રપોઝ કર્યું એ થોડા દિવસ માં મારા ઘરે આવશે એની ફેમિલી સાથે આઈ એમ સો હેપ્પી મારા લાઈફ નો સૌથી મોટું સપનું સાકાર થવા જઈ રહ્યું છે મને લાઈફ પાસેથી આટલી મોટી અપેક્ષા પણ નહતી ને સપના માં પણ નોહતું વિચાર્યું કે અમિત મારો લાઈફ પાર્ટનર બનશે......

જેમ જેમ સમય પસાર થાય છે
થોડા થોડા ખૂણાઓ ભરાય છે
અહીં એમને ક્યાં સમજાઈ છે
અમને એમનીજ અપેક્ષા થાય છે
એમને તો અમેં અહીં ક્યાં દેખાયીએ

મારી સીટ નંબર 4 હતી હું આગળજ બેઠી હતી બસ ચાલુ થઈ અને મારા દિલનું રડવાનું પણ કારણ હવે હું અહીં નથી આવાની અને હું કૌશીક ને ના પ્રેમ આપી શકી કે ના એનો પ્રેમ પામી એ પાગલ ના સમજ્યો એન્ડ હું ગાંડી એને કંઈજ ના શકી બોલ્યા વગર એ ના સમજી શક્યો અને હું ના એને જતાવી શકી પણ હવે આ વાતનું કંઈજ મહત્વ ના હતું હવે બહુ મોડું થઈ ગયું

કાન એમને સાંભળવા અધીરા રહી ગયા
પ્રેમનો ઈઝહાર એમજ દિલમાં રહી ગયો
સમજ્યા વગર પ્રેમ યાદોમાંજ રહી ગયા
સમય પેલા ના કહ્યું સમયમાં અમે વહી ગયા
અધૂરી નહીં પણ સરૂ કરતા કરતા રઇ ગયા
એ પ્રશ્નો ના પ્રશ્નાર્થ ચિન્હો એમજ રહી ગયા........

બસ જેવી ઉપડી મારી આંખોમાંથી આંસુ નીકળી ગયા સુ મારો પ્રેમ એટલો પણ નહીં હોઈ કે એ સમજ્યો નહીં શુ હું એના માટે યોગ્ય નથી ? આવા પ્રશ્નો સાથે ગાડી હજુ બસ સ્ટેશનમાંથી બહાર નીકળતી જ હતી ત્યાં કોઈ બરાબર ગેટની વચ્ચે ગાડી ઉભી હતી બસ ઉભી રાખી ડ્રાઈવર એ કંડકટર નીચે ઉતર્યા એને બોલ્યા પણ એને કંઈ મનમાં ના હતું ત્યાં એ ગાડી માંથી એ વ્યક્તિને જોઈ અચાનક હું ખુશ થઈ ગઈ

એ કૌશીક હતો એ ચાલીને બસ પાસે આવ્યો અને દરવાજે ચડ્યો અને જોરથી બોલ્યો અંકિતા *આઈ લવ યુ સો મચ* તું મારી લાઈફ પાર્ટનર બનીશ ? હું તારા સાથે મારી પુરી લાઈફ જીવા માંગુ છું સુખ માં તારો સાથ અને દુઃખને તારી લાઈફ માંથી દૂર કરવા માગું છું પ્લીઝ હા કહી દે તું ના કહીશ તો હું ચાલ્યો જઈશ લાઈફ માં તને કયારેય નહીં કૌ હું તને 1st યર માં જોઈ હતી ત્યારથી love કરું પણ કહેવાની હિંમત જ નહોતી આજે તને જતા જોઈ ને એઉ લાગી રહ્યું હતું જાણે કે મારી જિંદગી જઇ રહી છે એટલે હું કહ્યા વગર ના રહી શકયો તને દુઃખ થયું હોય મારી આમ બધાની વચ્ચે પ્રપોઝ કરવાની હરકત ના કારણે તો આઈ એમ વેરી સોરી પણ હું તને આમ જતા ના જોઈ શકયો મેં ઘણી કોશિશ કરી ખુદને રોકવાની પણ તારો પ્રેમ મને ખેચીજ લાવ્યો હું બસ એનેજ જોઈ રહી હતી એની આંખનો એ સાચો પ્રેમ એ બોલતો હતો એના શબ્દો મને સીધા દિલ પર લાગતા હતા હું એને બોલતો રોકવા માંગતી હતી પણ એ એટલું સરસ બોલતો હતો કે હું એને રોકીજ નહોતી શકતી બધા એનેજ જોતા હતા મારી ફ્રેન્ડએ મને જોરથી કહ્યુ ઑય અંકિતા ક્યાં ખોવાઈ ગઈ કૌશીક ક્યારનો પૂછે છે એને જવાબ આપ યાર બધા બુમો પાડે છે એ ઉતરે તો બસ ચાલે અને એસ એ ફ્રેંન્ડ તને એટલું જરૂર કહીશ કૌશિક જેટલો પ્રેમ તને બીજું કોઈ નહીં કરી શકે......હા કૌશિક હા આઈ અલસો લવ યુ મારા કાન આ સાંભળવા માટે અધીરા હતા અને ફાઇનલી 1st યર માં શરૂ થયેલી સ્ટોરી લાસ્ટ ટાઈમ પર હેપ્પી એન્ડિંગ માં પુરી થઇજ ગઈ

પણ કહેતા નથી કે દોસ્ત સ્ટોરી હજુ બાકી છે...
તો તૈયાર રેહજો આ સ્ટોરી ના આગળના ભાગ માટે જેમાં આપ ને જાણવા મળશે...
એ કોલેજ ના શરૂઆત ના દિવસો
પ્રતિભાવ જરૂર આપશો...

ભાગ:-૩ જલ્દી આવી જશે..