Utsah - 1 books and stories free download online pdf in Gujarati

ઉત્સાહ - 1

હેલ્લો, તમે પ્લીઝ મને અહીંયા લઇને આવ્યું એનું નામ જણાવી શકશો?
ના મેડમ એમણે કાઈ ઓળખાણ તો નથી આપી પણ એમને નામ આપ્યું હતું બસ
અછા તો તમેં નામ જણાવશો પ્લીઝ
સ્યોર મેડમ "કૌશીક" નામ હતું સરનેમ તો નથી આપી પણ એમને જલ્દી હતી સો ચાલ્યા ગયા પણ મેડમ તમે અહીં આવ્યા ત્યારથી જ્યાં સુધી ડૉક્ટર એ એમ ના કહ્યું હવે તમે આઉટ ઓફ ડેંજર છો ત્યાં સુધી એમને પોતાની આંખ પણ નથી મીંચી એમને પણ થોડી ઈંજયરીસ આવી હતી પણ એમને પોતાના કરતા તમારી ચિંતા વધારે હતી
આ નામ સાંભળતાજ મારા મનમાં એનો ચહેરો આવી ગયો અને આંખનો ખૂણો ભરાઈ ગયો મેં અચાનક વિચારોમાંથી જાગી નર્સ ને પૂછ્યું તો હવે હું જઇ શકું ??
સ્યોર મેડમ થોડી વાર માં ડૉક્ટર સાહેબ આવે છે બહાર વિઝિટ માં ગયા છે એ આવે એટલે તમે જઇ શકો છો
હું પાછી રૂમ માં આવી અને એ સાઈડના બાંકડા પર બેસી ખબર નઇ ત્યાંજ ઊંડા વિચારોમાં ખોવાઈ ગઇ...... આજે લાસ્ટ ડે હતો
હું ગાડી લઈને બહાર નીકળતી હતી હું ગાડી વધારે સ્પીડથી ચલાવતી હતી આજે હું વધારે આનંદ માં હતી બિકોઝ સાંજે મારે "અમિત" ને મળવા જવાનું હતું હું, પાછળ મારી ફ્રેન્ડ આવતી હતી મારુ ધ્યાન એના તરફ ગયું અને આગળ જતી ગાડી સાથે અથડાઈ ગયી આ બધું આટલી જલ્દી થઇ ગયું જોઈને ગભરાઈ ગયી અને બેભાન થઇ ગઇ કંઈ ખ્યાલજ ના રહ્યો અને હું જાગી અને હોસ્પિટલમાં હતી....
ત્યાં મારી ફ્રેન્ડ આવી મને શુપ આપ્યું પછી મેં એક સફરજન ખાધું અને અમે વાતે ચડ્યા...
એણે કહ્યું યાર તને બઉજ વાગ્યું હતું તું બેભાન થઈ ગયી હતી અમે તો ગભરાય ગયા હતા પણ થેન્ક ગોડ કૌશીક એ હિંમત બતાડી અને તે તને એમ્બ્યુલન્સ માં સાથે આવ્યો અને હા તારી ગાડી એનીજ સાથે ભટકાઈ હતી એને પણ વાગ્યું હતું પણ એને તો પોતાની કોઈ પરવાહ જ ના હતી એતો બસ તારી પાસે રહેતો હતો એને તો નર્સને પણ બોલી દીધું જયારે એણે તને ઇન્જેક્શન ની સોઈ ચડાવી અને તને લોહી નિકળી ગયું અને તારું અને એનું બ્લડ ગ્રુપ એકજ છે એનેજ તને બ્લડ પણ આપ્યું તારા માટેની મેડીસીન્સ એજ લઇ આવતો અને તારી પાસેજ બેસી રહયો એ પુરી રાત બસ તનેજ જોયા કરતો હતો અને ખૂબ જ ખુશ થતો હતો એને એની ઈંજયરીસ ની તો કઈ ચિંતા જ નહોતી....

હા યાર મને ખબર છે તે મને ખૂબજ.... આગળ બોલવાની જ હતી ત્યાં ડૉક્ટર આવી ગયા મને પૂછ્યું હવે કેમ છે? ફિલિંગ બેટર ??
હવે તમે ઘરે જઈ શકો છો બટ થોડો સમય આરામ અને હમણાં તમે ગાડી ના ચલાવતા.
ત્યાં મને અમીતની યાદ આવી મેં મારી ફ્રેન્ડને પૂછ્યું હું કેટલા સમયથી અહીં છું? અમિત આવ્યો હતો ?? સુ એને ખબર છે ?? આવા ઘણા બધા સવાલો એકસાથે પૂછી લીધા મેં

રિલેક્સ યાર ધીમે હું બધુજ કઇશ પેલા તું શાંત થઈ જા આ દવા લઇ લે ડોક્ટરએ કીધું છે તારે ટેન્શન નથી લેવાનું તને માથામાં થોડું લાગ્યું છે એટલે હમણાં આરામ કર
આમિત નો ફોન આવ્યો હતો એ તારી રાહ જોતો હતો ગુસ્સા માં હતો પછી મારા પર ફોન આવ્યો મેં વાત કરી તારી પણ એ આવ્યો નહીં કારણ તો કીધું નહીં પણ એ થોડો ટેન્શનમાં હતો અને તું અહીં 2 દિવસ થી છો
ઓહ યાર કોઈએ મારા ઘરે તો નથી કહ્યું ને ?? ના યાર
થેન્ક ગોડ મોમ ડેડને ના કહ્યું
કૌશિક ક્યાં છે ?? મેં મારી ફ્રેન્ડ ને પૂછયું
મારી ફ્રેન્ડે કહ્યું આમ તું એ બિચારાને બોલાવતી પણ નથી આ સાંભળતાજ મને એ દિવસો યાદ આવી ગયા કૌશીક મારા સાથે ભણતો એ હોશિયાર અને થોડો સરમાલુ છોકરો છે એ કોઈ છોકરીઓ સાથે વાત પણ ના કરી શકતો ક્યારેક તો અમે એની સામે જોઇ નેજ એને ડરાવી નાખતા એની સામે કોઈ છોકરી જુવે તો પણ એ ગભરાઇ જતો મેં એને ક્યારેય કોઈ છોકરી સાથે વાત કરતા નથી જોયો એ બહુ સારો છોકરો છે મને ઘણીવાર થતું એને ફ્રેન્ડ બનાવી લઉં પણ એની સામે જોતાજ એ ફરી જતો પણ મારી ફ્રેન્ડ પાસેથી સાંભળવા મળતું મને કે એ મને લાઈક કરે છે પણ કેહતા ડરે છે હું એને લાઈક તો નથી કરતી પણ એસ એ ફ્રેન્ડ સ્વીકારું પણ એ સામેથી આવે તો અને એ શક્ય જ નથી એ મારી સામે પણ નથી આવતો આમજ 2nd યર માં આવી ગયા અને મારા કોલેજ માં d2d માં admition લઇને અમિત આવ્યો 4th સેમ માં એ ખુબજ હેન્ડસમ અને ડેશીંગ હતો કોઈ પણ એને જોઈ ને એને લાઈક કરવા માંડે અને પાછો સ્ટડી માં પણ ખુબજ આગળ એ ક્લાસ માં ફર્સ્ટ આવ્યો એન્ડ પછી હું ઍની સાથે વાતો કરતા કરતા ખબર નઇ 3rd યર માં આવી ગયા આજે ફાઇનલી મારે એને મળવાનું હતુ આજે હું એને કેહવાની હતી એન્ડ કોલેજ નો પણ લાસ્ટ ડે હતો પણ ખબર નઇ આ અકસ્માત એ કંઈક અલગજ લખ્યુ હતું મારા ભાગ્યમાં હું અમિત ને ના મલી સકી અને એને ખબર પલી હું અહીં હોસ્પિટલમાં છું તો પણ એ મને મળવા ના આવ્યો અને એક આ કૌશીક છે હું એને દોસ્તી પણ ના આપી શકી જે મને ખુદથી પણ વધારે....ત્યાંજ
ઓય પાગલ ક્યાં ખોવાઈ ગયી મારી ફ્રેન્ડ બોલી

કઈ નહીં યાર હું બસ જુના દિવસો યાદ કરતી હતી

સારું ચાલ કૌશિક આવ્યો છો ગાડી લઈને તું એની સાથે જા એ તને રૂમ સુધી મૂકી જશે
પણ એ ....એને ફાવશે ???? યાર

તારા માટે એ કઈ પણ કરે એમ છે અમે બધા જાણીએ છીએ બસ એક તનેજ નથી દેખાતો તને તો બસ પેલો હેન્ડસમ બોય જ દેખાય છે એના માટે love ની પરિભાષા અલગ છે અને પ્રેમ એને કરાય જે આપણને જેવા છીએ એમજ પ્રેમ કરે ના કે આપણામાં બદલાવ લાવીને અને આ કૌશીક તેના આખરી શ્વાસ સુધી તારો સાથ નહીં છોડે તું એકવાર એને હા કહીનેતો જો તારા life માંથી દુઃખ નામની વસ્તુજ નહી રહેવા દે

ઓકે યાર હું એની સાથે જાવ છું તું આવે છે રૂમ પર ?
હા હું માર્કેટ જઈ ને આવું છું થોડી શોપિંગ કરવાની છે કાલે ઘરે જવું છે સો તું એની સાથે જા એ તને રૂમ પર છોડી જશે અને હા એની સાથે થોડી વાત કરજે હો એ તને જોઈ ને કઇ બોલી નઈ શકે

અને અમે હોસ્પિટલ માંથી નીચે આવ્યા એ સામે ઉભો હતો એના માથા પર પટ્ટો બાંધેલો હતો મેં એને જોઈ smile કરી પણ એણે તરતજ એની નજર નીચે કરી લીધી એ થોડીવાર માટે ગભરાઈ ગયો પછી એને ગાડી ચાલુ કરી મારી ફ્રેન્ડે મને હાથ પકડી બેસાડી અમે રસ્તામાં હતા મેં એની સાથે વાત ચાલુ કરવાની કોશિશ કરી પૂછ્યું કેમ છો એ કઈ બોલ્યો નહીં પછી અચાનક બોલ્યો કેમ છો? મેં કહ્યું મજામાં તને કેમ છે? એ બોલ્યો સારું છે તમે કાઈ ચિંતા ના કરતા, મને ખુબજ ખુશી થઈ કારણ એની સાથે પેહલી વાર વાત થઇ એના અવાજ માં ડર હતો પણ એક અલજ જ જાદુ હતો એના શબ્દો સીધા દિલ પર લાગ્યા એની સાથે વાતો કરતા કરતા હોસ્ટેલમાં આવી ગયા ખ્યાલજ ના રહ્યો
એણે કહ્યું હોસ્ટેલ આવી ગઇ ત્યાં મેં એના ખભાપર મારો હાથ મુક્યો અને તે અચાનક ધુજી ગયો પછી હું નીચે ઉતરી એણે કહ્યું એકજ મિનિટ હું ગાડી પાર્ક કરી આવું અને એણે આવીને મને રૂમ સુધી આવ્યો પછી મને કહ્યું તમે આરામ કરો મેં કહ્યું મને તમે ના કહેતો આપણે ફ્રેન્ડ છીએ તું કહેજે એ વાત બોલી ત્યાંજ એની આંખોના ખૂણાઓ ભરાઈ ગયા એ બોલ્યો ગાડી ચલવતો હતો સો આંખમાં ધૂળ ગઈ એટલે પાણી આવી ગયું પણ હું સમજતી હતી એણે વાત ફેરવતા કહ્યું આરામ કરજો અને દવા લઈ લેજો તમારી સોરી તારી ફ્રેન્ડ આવતી જ હસે ઓકે હું જાવ છું બાય ટેક કેર.

અને એ પાછળ ફરી ચાલવા લાગ્યો મન તો થયું એને રોકી લઉ પણ સુ કહું એને ? ત્યાંજ મેં એની સાથે વધુ સમય પસાર થાય એટલે માટે કહ્યું મારુ એક કામ કરીશ મારા નંબર પર રિચાર્જ કરાવી આપીશ ? અને મેં એને મારો નંબર આપ્યો અને કહ્યુ આ મારો પર્સનલ નમ્બર છે મારા નમ્બર પર મિસકોલ કરી દે કંઈ કામ હશે તો કઇશ અને એ ચાલ્યો ગયો પણ એની સુગંધ મને હજુ મહેસુસ થતી હતી ખબર નઈ કેમ મને શું થઈ ગયું હું એને લાઈક કરવા લાગી એને રોકી લેવાનું મન થતું હતું એને ગળે લગાવી રડવાનું મન થતું હતું એની સાથે મન ભરીને વાત કરવાનું મન થતું હતું એને સમજવાની ચાહ હતી પણ અમિત....
ત્યાંજ મને મારી ફ્રેન્ડ ના શબ્દો યાદ આવ્યાં અમિત વિશે ના ...અને દરવાજો નોક થયો મારી ફ્રેંન્ડ આવી એ ખુશ હતી પૂછવાનું મન થયું એને પૂછી લઉં પણ દિલમાં થયું કદાચ ઘરે જવાનું છે કાલે સો હોઈ શકે એટલે મેં ના પૂછ્યું ....

રાત પળી મને કૌશિકની યાદ આવતી હતી મેં એનો નંબર ઘણી વાર ડાઈલ કરવાની ટ્રાઈ કરી પણ ના કરી શકી આવું ઘણીવાર ચાલ્યું ત્યાં અચાનક એને કોલ આવ્યો મને થોડીવાર વિશ્વાસ ન થયો મેં કોલ રિસીવ કર્યો એના અવાજ માં થોડીક ગભરાહટ હતી પણ થોડીવાત કરી પછી એ કમ્ફર્ટએબલ થઈ ગયો અમે મોડે સુધી વાતો કરી એ કંઈક અલગજ અનુભવ હતો હું એને શબ્દો માં વર્ણવિ ના શકું વાતો કરતા કરતા ક્યારે ઊંઘ આવી ગયી ખ્યાલજ ના રહ્યો......

સવાર માં ઉઠીને પહેલો વિચાર આવ્યો એ કૌશીક,એ ઉઠી ગયો હશે એને ગુડ મોર્નિંગ કેહવું હતું એની પાસેથી સાંભળવું હતું, આજે મારે અહીં છેલ્લો દિવસ હતો હું ઘરે જતા પહેલા એને છેલ્લી વાર મળવા માંગતી હતી મારી દિલની ફિલિંગ્સ એને કહેવી હતી એને ગળે મળવા માંગતી હતી ..ત્યાં જ મારી ફ્રેડ આવી સાથે જે હતું એ જોઈ ને મને ઝટકો લાગ્યો કરણ કે અમિત મારી બેસ્ટ ફ્રેન્ડ ની સાથે હતો ખબર નઇ કેમ ? અમિત આના સાથે કેમ હતો? પણ જે હોઈ તે એ બને ખુશ હતા મારે હવે જાણવું ન હતું કે આ શા કારણે થયું કારણકે હું કૌશીક સાથે ખુશ છું હા હું એને પ્રેમ કરવા લાગી છું અને મારા લાઈફ માં હવે અમિત ના હોવા કે ના હોવાથી કાંઈ ફરક ના પાળે....

હું તૈયાર થઈ ગઈ આજે મેં મારો ફેવરિટ ડ્રેસ પહેર્યો આજે મારે કૌશીક ને કહેવું જ હતું..
અને ફાઇનલી મેં કૌશિક ને કોલ કર્યો અમને બસ માં બેસાડવા માટે આવે એટલા માટે થોડી વાર માં એ એની કાર લઇ ને આવ્યો મને આગળ બેસાડી મારી ફ્રેન્ડ અને અમિત પાછળ બેઠા અમે હોસ્ટલ ને વિદાય આપી ચાલતા થયા હું આ હોસ્ટેલ ને બૌ મિસ કરીશ આની સાથે મારી ઘણી બધી યાદો જોડાયેલી છે, ખુશી કયારેક ટેન્શન કયારેક સેડ તો કયારેક ઇરીટેડ એવા કેટલાય પ્રકારની ફીલિંગ્સ ફિલ કરી છે અહીંયા, કેટલીય એક્ષામ કેટલાય સબમિસન કેટલાય બર્થડે ના એન્ડ અલગ અલગ સેલિબ્રેશનો કેટલીય બેકલોગ ફ્રેન્ટ્સ સાથેની મસ્તી હોસ્ટેલ માં કરેલી ઉટપટાંગ મસ્તી માં કયારે 4 યર પસાર થઈ ગયા ખ્યાલજ ના રહ્યો એઉ લાગતું હતું જાને કે હજુ કોલેજ તો અમે અહીં આવ્યા હતા અને આજે જઇ રહ્યા છીએ સાથે ફક્ત ડિગ્રી નહીં પણ "ઘણી બધી યાદો કોલેજ ની સોગાતો ફ્રેન્ડ સાથે કરેલી વાતો, વાતો માટે કપાયેલી એ રાતો*" આ બધું જાણેકે એકજ ઝાટકામાં છૂટી ગયું દુઃખ થતું હતું મારી ફ્રેન્ડ સાથે હવે રોજ રોજ નહીં રહી શકાય એન્ડ કૌશીક....આ નામ જેઉ આવ્યું ત્યાં બસ સ્ટેશન આવી ગયું
બસ આવવામાં હજુ થોડી વાર હતી અમે પ્લેટફોર્મ નંબર 4 પર રાહ જોઈ રહ્યા હતા અમિત અને મારી ફ્રેન્ડ બહાર ગયા હું અને કૌશીક ઉભા હતા અમે વાત ચાલુ કરી મેં પૂછ્યું સુ પ્લાન છે આગળ નો ?? પણ એને પ્રેમ વિશે કંઈ કહ્યુંજ નહીં અને મને સમજાતું જ ન હતું કેમ કેહવું એને ઘણા બધા પ્રશ્નો મનમાં ઘૂમતા હતા હું કંઈ નક્કી જ નહતી કરી સકતી આ પ્રશ્ન મને exam માં સિલેબસ ની બહારથી પુછાયેલા પ્રશ્ન કરતા પણ વધારે અઘરો લાગતો હતો મને તરસ લાગી મેં એને કહ્યું એ પાણી લેવા ગયો બસ ને હજુ 30 મિનિટ ની વાર હતી મારા માટે આ સમય ખુબજ મહત્વ નો હતો મારા ત્યાંજ એક બસ આવી પ્લેટફોર્મ પર બેસવાની જગ્યા થઈ હું ત્યાં બેઠી સામે બે પ્રેમીઓ ને જોઈ ને એક અલગજ ફિલિંગ આવી હું એને જોઈ જ રહી એ બનેં એકબીજા સાથે વાતો કરતા હતા ખુબજ ખુશ હતા એ જોઈ ને ખુલ્લી આંખોમાં સપનું આવી ગયું હવેતો બસ હું એને જ સાથે જોવા માંગતી હતી....પણ એ

તારું દિલ આ જાણે છે પણ તું ક્યાં વાત માને છે
મારુ દિલ તને ખુદથી વધારે ચાહે જે તું જાણે છે
મારી આંખો રોજ રાત્રે તારી યાદોમાં જાગે છે
એક તું છે મારી યાદોમાં પણ દૂર દૂર ભાગે છે
તારી યાદ મને હર પળ આવી ને સતાવે છે
જોઈ ચેહરો તારો સપનાઓ પણ હસાવે છે

એ પાણી તો લઈ આવ્યો પણ એ તરસ ના છીપાવી શક્યો આ દિલમાં પ્રેમનો કરમાયેલ છોડ ને એના પ્રેમ ના વરસાદની જરૂર છે એ એને કોણ સમજાવે....

હેલો ફ્રેન્ડ્સ કેવો લાગ્યો સ્ટોરી નો પેહલો ભાગ
"સ્ટોરી હજુ બાકી છે દોસ્ત"
તો તૈયાર રેહજો આ સ્ટોરી ના આગળના ભાગ માટે જેમાં આપ ને જાણવા મળશે...
"બસ ક્યારે આવશે અને શું થશે? શું કેહવુ છે એ કેહવાય જશે ??"
જાણો ભાગ:-૨ માં

હેલો ફ્રેન્ડ્સ કેવો લાગયો તમને આ સ્ટોરી નો પહેલો ભાગ તમાંરો અભિપ્રાય જરુર આપજો કારણ હું હજુ શીખું છું....


બીજા રસપ્રદ વિકલ્પો