Featured Books
  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

  • આકર્ષણ બન્યુ જીવનસાથી - 1

    મહિનાનો પહેલો દિવસ અને ઍ પણ સોમવાર. અમારી ઓફિસ મા કોઇ જોબ મા...

શ્રેણી
શેયર કરો

સંબંધો ની આરપાર.... પેજ - ૫૪

સંબંધો નાં સરવાળા, બાદબાકી અને ગુણાકાર કરતી કરતી અંજુ અમેરિકા ની બર્ફીલા વાતાવરણમાં કડકડતી ઠંડીમાં પણ વિચારો નાં ગરમાવા વચ્ચે અટવાઇ જાય છે. રાત્રે ખુબ મોડે સુધી જાગતી રહેલી અંજલિ. બીજી બાજુ અદિતી અંજુ ના રૂમમાં આવી ત્યારે અંજુ ને તાવ હતો અને સુતી જ હતી. અદિતી આ વાત ની જાણ કરવા પ્રયાગ નાં રૂમમાં જાય છે, ત્યારે પ્રયાગ નહાવા ગયેલો હતો..એટલે અદિતી તેની રાહ જોતી પ્રયાગ નાં બેડ પર બેઠી છે.

******** (હવે આગળ)********

અદિતી ને અંજલિ તેની સાસુ ની તબીયત ની થોડીક ચિંતા થતી હતી, બીચારા અંહિ આવ્યા છે તેમના એકનાં એક દિકરા તથા ઘરમાં આવનારી તેમની દિકરી સમાન પુત્રવધુને મળવા માટે તથા જીવન નો સારો સમય સાથે રહીને માણવા માટે, તેમનાં દિકરા નાં ભણી લીધાં પછી નાં કોન્વોકાશન માં હાજર રહેવા, પરંતુ અમેરિકા ની ધરતી પર પગ મૂકતાં ની સાથેજ ભગવાને એક નહી તો બીજી પણ તકલીફ માં મુકી દીધાં છે. પહેલા એકસીડન્ટ,પછી માથા નો દુઃખાવો અને હવે આ તાવ...હે ભગવાન પ્લીઝ જરા શક્ય હોય એટલું ઝડપથી મમ્મીજી ને સારૂ કરી દેજો. પોતાની જ સાથે અદિતી વાતો કરી રહી હતી.
થોડીકવાર માં જ પ્રયાગ સ્નાન કરીને બહાર તેનાં રૂમમાં આવ્યો. ખુલ્લા શરીર પર પાણી હજુયે અકબંધ હતું, શેમ્પુ કરેલાં વાળ માં પ્રયાગ આંગળીઓ ફેરવતો ફેરવતો બહાર નીકળ્યો ત્યારે તે વાળ માં થી પણ હજુ પાણી નીતરતું હતું. શરીર પર અંગરખા સ્વરૂપે પ્રયાગે ટોવેલ લપેટેલો હતો. કસાયેલું શરીર અને મજબુત બાંધો,ખુલ્લા બદન પર છેક વાળ માંથી નીતરતું હતું તે પાણી શરીર પર બાઝ્યુ હતું.
અદિતી તેનાં સ્વપ્ન નાં રાજકુમાર ને આવા સ્વરૂપે પહેલીવાર જ જોઈ રહી હતી.
પ્રયાગ ને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેની પ્રેમિકા અને થવા વાળી પત્નિ અદિતી અત્યારે તેનાં રૂમમાં અને તેનાં જ બેડ પર બેસીને તેની રાહ જોતી હશે. આવી રીતે આટલા સમય થી અંહિ અનુરાગ સર ને ત્યાં બન્ને જણા રહેતા હતા પરંતુ ક્યારેય આમ એકલા પ્રયાગ નાં રૂમમાં તે સ્નાન કરીને નીકળ્યો હોય અને અદિતી રાહ જોતી હોય તેવો પ્રસંગ નહોતો બન્યો...
અદિતી નાં મન માં પ્રયાગ ને આ સ્વરુપે જોઈને ઉથલપાથલ થઇ...મન તો ચંચળ હોય છે, અદિતી ભુલી ગઈ કે તે તેની સાસુ અંજલિ ની તબીયત નાં સમાચાર પ્રયાગ ને આપવા જ અંહી આ સમયે આવી હતી. સામે પ્રયાગ ને પણ પોતાની જાત ને અદિતી ની સામે આવા સ્વરૂપે પોતાને જોતા તેના મન માં પણ વીજળીના હજારો કરંટ એક સામટાં પસાર થઈ રહ્યા હોય તેવું લાગતું હતું. આખરે બન્ને યુવાન હતા, એકબીજાને ચાહતા હતા, ઘરે થી બન્ને પક્ષે મંજૂરી મળી ગઇ હતી, વિદેશમાં હતાં અને તેમ છતા પણ બન્ને પોતા ના માં બાપ ની શિક્ષા ને લીધે હજુ એક મર્યાદા ને જાળવી રાખીને રહેતાં હતા...પરંતુ આજે આ પરિસ્થિતિ માં અને આ ક્ષણે બન્ને એકબીજાને આંખોમાં આંખો પરોવીને જોઈ રહ્યા હતા...
અદતી ને આજ ક્ષણે ઊભા થઈ ને તેનાં રાજકુમાર ની બાહો માં સમાઈ ને ઓગાળી જવાનું મન થઈ ગયું, જ્યારે પ્રયાગ ને પણ પોતાની પ્રિન્સેસ ને તેનાં મજબૂત હાથ વડે ઊચકી ને તેનાં માં સમાવી લેવાની ઈચ્છા થઈ રહી હતી...
બન્ને પ્રેમી એક સાથે એકમેક માં ઓતપ્રોત થવા અને બે માંથી એક થવા તરફ આગળ વધ્યા...અદિતી તેની જગ્યાએ થી ઉભી થઈ અને પ્રયાગ પણ તેને ઉંચકી લેવા આગળ આવ્યો...બન્ને ખુબ નજીક આવી ગયા...અને એકબીજાને હગ કરીને ઉભા રહી ગયા...પ્રયાગે તેના બન્ને હાથ થી અદિતી ને ઉચકી લીધી...અને અદિતી પણ સરમાઈ ને પ્રયાગ ને ભેટી પડી...એક વેલ વૃક્ષ ને લપેટાઇ જાય તેવી રીતે જ અદિતી અત્યારે પ્રયાગ ને લપેટાઇ ગઈ હતી. બંન્ને નાં અધરો નું ગાઢ મિલન થયું...એકરસ થઈ ગયા હતા બંન્ને...સમય પોતાનું કૌવત ઝળકાવે અને નાં બનવા જેવું કશુ બની જાય તે પહેલા જ અદિતી સજાગ થઈ ગઈ...અદિતી ને યાદ આવ્યું કે તે પોતે કેમ અત્યારે આ સમયે અંહિ પ્રયાગ ના રૂમમાં આવી હતી..
ધીરેથી આંખો ખોલી ને ધ્યાનથી પ્રયાગ ની આંખો માં જોયું...
ચલો ઉતારો મને મારા રાજકુમાર...આ કામ માટે આ યોગ્ય સમય પણ નથી અને સ્થાન પણ નથી...અને હા...એક ખાસ કારણ થી હું તારા રૂમમાં તને મળવા આવી હતી...
પ્રયાગે પણ પરિસ્થિતિ ને તથા અદિતી ની વાત ને સમજી લીધી...પછી અદિતી ને એક હળવું ચુંબન કરી ને ધીરે થી તેનાં હાથો માં થી નીચે સામે બેડ પર બેસાડીને પોતે વોરર્ડોપ માં થી પોતાના કાઢેલા કપડા લેવા ગયો.
ફટાફટ રેડી થઇ ગયો અને પછી અદિતી ના ખભા પર પોતાનાં બંન્ને હાથ મુકીને બોલ્યો..યસ માય લાઈફ...પ્લીઝ હવે કહે શુ કહેતી હતી ?
અદિતી તરતજ બેડ પર થી ઊભી થઈ ગઈ...એક હગ કર્યું પ્રયાગ ને...લવ યુ...પ્રયાગ...!!
યસ..અદિ..લવ યુ...ટુ...ચલો હવે આપનાં આગમન નાં રહસ્ય પર થી પડદો હટાવશો ??
હમમમ...સોરી...જો આ તારા કામદેવ જેવા સ્વરૂપ ને જોઈને હું તો મારા અત્યારે અંહી આવવા નાં સાચા કારણ ને પણ ભૂલી ગઈ હતી...
ચાલ આપણે આપણે અત્યારે જ મમ્મીજી નાં રૂમમાં જવું પડશે...કહી ને અદિતી પ્રયાગ ને રૂમ માં થી બહાર લઈ આવી..
શુ વાત છે અદિ ?
પ્રયાગ...ચાલ જલદીથી મમ્મીજી નાં રૂમમાં...મને લાગે છે, મમ્મીજી ની તબીયત સારી નથીં..હું હમણાં જ તેમની ખબર પુછવા તેમના રૂમમાં તેમને મળવા માટે ગઈ હતી...પરંતુ તે તો હજુ પણ સુતા છે અને તેમનું શરીર એકદમ ગરમ છે...સો આઈ થીન્ક તેમને ફીવર છે.
ઓહહહ...આતો પહેલી જ વખત બન્યું છે અદિ, કે મમ્મી હજુયે સૂતા છે...મમ્મી તો ઓલવેસ ઘરમાં સૌથી પહેલા ઉઠે છે, અને પૂજા કરી અને પછી મને ઉઠાડવા આવતા હતા...અને હજુ જો મમ્મી સૂતા છે મીન્સ સાચે માં તેમની તબિયત સારી નથી લાગતી..લેટ્સ ગો..
પ્રયાગ તથા અદિતી ઝડપભેર તેમની મમ્મી અંજલિ ને જોવા તથા તેમની ખબર લેવા અંજલિ ના રૂમમાં ગયા, જ્યાં હજુ પણ અંજુ આરામ માં જ હતી.
પોતાની વહાલી મમ્મી અંજલિ ને આમ પહેલીવાર જ સુતી જોઈને પ્રયાગ ને પણ ચિંતા થઈ. પ્રયાગ તેની મમ્મી અંજલિ ની બાજુ માં જ બેસી ગયો અને અંજુ ના કપાળ પર હાથ મૂક્યો...જોયું તો સાચે જ અંજુને ફિવર હતો. પ્રયાગે અદિતી ની સામે જોયુ...ધીમેથી બોલ્યો...અદિ મમ્મી ને તો ફીવર છે..શુ કરવુ જોઈએ ?? તેમને જગાડી ને મેડિસીન આપીશું ?? કે આરામ કરવા દેવા જોઈએ ?
પ્રયાગ...આઈ થીન્ક એક વખત તેમને જગાડી અને તેમને પુછી લીધું હોય તો સારું રહેશે કે તેમને ફક્ત ફીવર છે કે શરીર માં બીજું પણ કશું તકલીફ જેવું લાગે છે.
હમમ...રાઈટ યુ આર...અને અનુરાગ સર, ભાઈ, ભાભી એમને હાલ જણાવું ??? કે પછીથી જણાવશુ ?
પ્રયાગ...એક વખત મમ્મીજી ને જગાડીને પુછીએ તો ખરા કે તેમને શુ થાય છે..?
ઓ.કે....અદિ...કહીને...પ્રયાગે તેની મમ્મી અંજલિ ને માથે હાથ મૂક્યો અને બોલ્યો....
મમ્મી........જરા જુઓ તો...
પ્રયાગ ને આમ પહેલીવાર જ પોતાની મમ્મી ને બિમાર જોઈને મન ભરાઇ આવ્યું...પરંતુ હવે મોટો થઈ ગયો હતો...અને સાથે પ્રિયતમા અદિતી પણ હતી.
અંજલિ એ ભર ઊંઘમાં પણ પોતાના લાડકા દિકરા પ્રયાગ નો અવાજ સાંભળીને તરતજ આંખો ખોલી...
ઓહ....તુ આજે વહેલો ઉઠી ગયો બેટા ?? અને આ શુ ?? અદિતી તુ પણ જલદી રેડી થઇ ને આવી ગઈ ?? બંન્ને ને જયશ્રી કૃષ્ણ...જય અંબે...
જી..મમ્મી જયશ્રી કૃષ્ણ .. જય અંબે..પ્રયાગ તથા અદિતી સાથે જ બોલ્યા..
હમમમ...પ્રયાગ શુ વાત છે બેટા ??? અંજુ નો અવાજ થોડો ભારે લાગ્યો પ્રયાગ તથા અદિતી ને.
મમ્મી તમારી તબિયત કેવી છે ??? પ્રયાગે અંજુ ના કપાળ પર હાથ મુકી ને પુછ્યુ.
અદિતી અંજુ ની બાજુમાં જ બેઠી હતી અને અંજુ નો હાથ પકડી રાખ્યો હતો.
કેમ બેટા ?? મને શુ થયું છે વળી ???
મમ્મી...કદાચ આપને ફિવર છે...આપનું શરીર એકદમ ગરમ છે..એક કામ કરીએ આપણે થર્મોમીટર થી ચેક કરી લઈએ, બોલી ને પ્રયાગ ઉભો થયો અને થર્મોમીટર શોધી ને લેતો આવ્યો...અને અંજલિ નો તાવ માપ્યો...
ઓહહહ...મમ્મી તમને તો ખુબ ફીવર છે..એક કામ કરો આપ દવા લઈ લો....હું આપને દવા આપુ છું...અને આરામ કરો...જો તાવ ના ઊતરે તો મોડાં આપણે ડોક્ટર પાસે જઈશું.
બેટા...મને લાગે છે કે આ ટ્રાવેલિંગ નાં થાક ના લીધે કદાચ થોડુક શરીર ગરમ હશે, બાકી મારી ચિંતા નાં કરતો એતો બધુ સારૂ થઈ જશે,પરંતુ તેમ છતાં પણ આ તુ જે દવા આપી રહ્યો છું તે હું લઈને જરા ફ્રેશ થઈ ને પછી થોડીકવાર આરામ કરૂં છું.
ફાઈન મમ્મીજી...તમે આરામ કરો, ફ્રેશ થાવ , અદિતી હમણાં આપનાં માટે ચ્હા અને નાસ્તો અંહી આપના રૂમ માં લેતી આવશે..
તરતજ અદિતી બોલી ઊઠી...યસ મમ્મીજી આપ ફ્રેસ થાવ, હું આવું છું.
અરે ના..ના...બેટા, હું કંઈ એવી બિમાર નથી કે અંહિ બેડરૂમમાં મારે બ્રેકફાસ્ટ કરવો પડે...તમે જાવ હું નીચે ડાઈનીંગ ટેબલ પર થોડીકવાર માં જ આવી જઈશ. કહીને અંજુ દવા લઈ અને ફ્રેશ થવા ગઈ...જ્યારે પ્રયાગ તથા અદિતી ડ્રોઈંગરૂમમાં ગયા. નીચે ગયા ત્યારે બહાર વાતાવરણમાં હુંફ વર્તાઈ રહી હતી...બર્ફીલા વાતાવરણમાં પણ સૂર્ય નારાયણ દેવ દ્રશ્યમાન થતા હતા, બહાર ગાર્ડન માં ઉગેલા રોપા પર કૂણો કૂણો તડકો પડી રહ્યો હતો...જેનાં લીધે છોડ પર ના પાન પર ઝામેલો બરફ ઓગળી ને પાણી બની ગયું હતું જેના પર સૂર્ય કિરણો પડવાથી ચમકતુ હતું. અનુરાગ સર બહાર સોફા પર બેઠા બેઠા તેમના રૂટીન કામકાજ પતાવીને ન્યુઝ પેપર વાંચી રહ્યા હતા.
પ્રયાગ બહાર ગાર્ડન માં બેઠેલા અનુરાગ સર ને અંજલિ ની તબિયત નાં સમાચાર આપવા ગયો.
સર...જય શ્રીકૃષ્ણ બોલી ને પ્રયાગ અનુરાગ સર ને પગે લાગ્યો...
ઓહહહ...સદા ખુશ રહો બેટા...આવ બેટા...બેસ અંહિ મારી સાથે ...બોલીને અનુરાગ સરે તેમની બાજુ માં ખાલી પડેલો સોફો પ્રયાગ ને ઓફર કર્યો.
થેંક્યુ સર....બોલીને પ્રયાગ ખાલી પડેલા સોફા પર બેઠો..
સર..એક વાત કરવી હતી આપને..
ઓહહ...સ્યોર બેટા, બોલ.. શું વાત છે ?
સર...મમ્મી ની તબીયત બહુ સારી નથીં લાગતી, આજે પહેલીવાર મમ્મી હજુ પણ સુતી જ છે. મેં તેને ચેક કર્યુ હમણાં ત્યારે મમ્મી ને ફીવર હતો.
ઓહહહ...તો પછી કોઈ મેડીસીન આપી તેને ?? હાલ તાત્કાલીક તેનો ફિવર ઓછો થાય તે જરૂરી છે, અને પછી જો અંજુ ને સારું ના લાગે તો ડોકટર પાસે ચેક અપ કરાવી લઈશું.
જી...સર...મેં પણ મમ્મી ને આવુ જ કીધુ છે.
ગુડ બેટા...આઈ થીંક, અંજુને અમેરિકા નું વાતાવરણ માફક નથી આવ્યું, બાકી તો મેં તેને ક્યારેય આમ બીમાર પડેલી નથી જોઈ. એક કામ કરીએ...ચાલ બેટા, હું તારી સાથે આવું આપણે અંજુની ખબર જોતા આવીએ.
ઓ.કે. સર ..ચાલો..કહીને પ્રયાગ ત્યાંથી ઊભો થયો અને સાથે અનુરાગ સર પણ અંજલિ ની ખબર પુછવા બહાર ગાર્ડન માં થી તેના રૂમમાં જવા નીકળ્યા.
પ્રયાગ તંથા અનુરાગ સર અંજુ ને જોવા તેનાં રૂમમાં આવ્યા ત્યારે અંજુ ફ્રેશ થઈ ને ફરી થી આરામ કરવા બેડ પર જ સુતી હતી...તેની આંખો બંધ હતી, પરંતુ આમ તો તે જાગતી જ હતી. દરવાજો ખુલ્લો હતો, અને અંજુ ને ઠંડી લાગતી હતી એટલે તેણે બ્લેન્કેટ ઓઢી રાખ્યું હતું.
પ્રયાગ તથા અનુરાગ સર અંજલિ ના રૂમમાં ગયા...
અંજુ.....શુ થાય છે ??? અરે મારી અંજુ આમ અચાનક જ કેમ બીમાર પડી ગઈ છે ?? અનુરાગ સર બોલ્યા અને બેડ ની સામે ની સાઈડ પર ઉભા રહ્યા હતા. ત્યારે પ્રયાગ પણ ત્યાંજ હતો.
અંજલિ એ અનુરાગ સર નો અવાજ સાંભળતા ની સાથે જ આંખો ખોલી અને ઊભી થવા પ્રયત્ન કરવા લાગી.
સર...આપ...?? આવો ને પ્લીઝ..બેસો ને...બોલીને અંજલિ પોતાના બેડ પર બેઠી થઈ. બેટા પ્રયાગ સર માટે પેલી ચેર લાવ..
જી મમ્મી...કહીને પ્રયાગે સાઈડમાં પડેલી ચેર ને અનુરાગ સર માટે લાવી અને તેમને આપી. સર આપ અંહિ જ બેસો..
અનુરાગ સરે આમ અંજલિ ને પહેલીવાર જ બેડ પર સુતેલી જોઈ..ક્યારેય આમ અંજલિ બિમાર પડી હોય અને તેની ખબર લેવા જવુ પડ્યુ હોય તેવુ નહોતું બન્યું..
અનુરાગ સર ચેર પર બેઠાં અને અંજલિ ની સામે જોયું...અંજુ હું ઈચ્છું છું કે તને ઝડપથી સારું થઈ જાય..અને આપણે પ્રયાગ ના કોન્વોકેશન માટે સાથે જઈશું.
અંજલિ નાં ચહેરા પર વર્ષો નો થાક ભેગો થયો હતો એવુ વર્તાઈ રહ્યું હતું. શરીર માં તાવ ની પીડા ની વેદના થતી હતી, આંખો પણ થોડી ભારે લાગતી હતી..અને બોલે તો પણ ધીમે ધીમે બોલી રહી હતી.
અંજુ એ અનુરાગ સર ની વાત ને એકદમ ધ્યાન થી સાંભળી હતી.....હાસ્ય હતુ તેનાં હોઠો પર પરંતુ સાથે શરીર માં આવેલા તાવ ની વેદના પણ હતી..એટલે વેદના સભર હાસ્ય વેર્યું....અંજુ એ...
જી...સર...ચોકક્સ...બસ આ દવા ની અસર થાય એની રાહ જોવું છું. શરીર આજે સાથ નથી આપતું પરંતુ તમારી અંજુ એવી જ મજબુત છે, જેવી તમે તેને બનાવી હતી...મન થી તો હું હંમેશા ની માફક તૈયાર જ છુ.
અંજુ નાં અવાજ માં આત્મવિશ્વાસ છલોછલ ભરેલો હતો, પરંતુ તેનું શરીર આજે તેને સાથ નહોતું આપી રહ્યું તે સ્પષ્ટ પણે વર્તાઈ રહ્યું હતું.
પ્રયાગે તેની મજબુત મનોબળ વાળી મમ્મી અંજલિ ને આજ સુધીમાં આવી નહોતી જોઈ. આમ તો હજુ સુધી કોઈ ડોક્ટરી ચેક અપ નહોતું કરાવ્યું એટલે અંજલિ કોઈ ગંભીર જાત નાં રોગ માં સપડાઈ છે કે સામાન્ય તાવ થી પીડિત છે...તે નક્કી નહોતું થયુ.
અનુરાગ સર પણ અંજલિ નાં ચહેરા અને તેનાં અવાજ પર થી અંજુ ની બિમારી નો ક્યાસ કાઢવા પ્રયત્ન કરી રહ્યા હતા.
અંજુ તારી ખુમારી પાસે તારી બિમારી ટકે નહીં,અને તારો તારા પર નો આત્મવિશ્વાસ આમજ જીવન પર્યાય ટકેલો રહે તે હું આજે મારા પ્રભુ પાસે તારા માટે ચોકક્સ માંગીશ.
અંજુ આજે એક વાત જણાવું છું તને મારા જીવનની....અને બેટા પ્રયાગ તુ પણ સાંભળ..અને શક્ય હોય તો તેને તારા જીવનમાં ઉતારવા નો પ્રયત્ન કરજે.
અંજલિ ની આંખો માં થોડી ચમક અને બહુજ ખુશી છવાઇ ગઇ, આજે વર્ષો પછી તેનાં અનુરાગ સર તેને જીવનનો સૂક્ષ્મ પણ ખુબ જરૂરી એવો તેમનો પોતાનો સિધ્ધાંત કહી રહ્યા હતા...આમ તો અંજુ નુ આખુ જીવન જ તેણે અનુરાગ સર નાં શીખવાડેલા અથવા તેમને જોઈને તેમને સમજી ને તેમનાં માંથી ઉતારેલા સિધ્ધાંતો પર જ અંજુ હંમેશા ચાલી હતી, અને એટલે જ આજે આવા સમયે અંજુ ને અનુરાગ સર ધ્વારા કહેવાઇ રહેલી વાત ને ધ્યાનથી સાંભળવી જરુરી હતું.
પ્રયાગ પણ સમજી ગયો કે ચોક્કસ કોઈ જીવન માં ઉતારવા જેવી જ વાત હશે અને તોજ અનુરાગ સર મને આમ કહે...પ્રયાગ નુ ધ્યાન તેની મમ્મી અંજલિ પર ગયું...તો તે પણ અનુરાગ સર ને સાંભળવા આતુર હતા તેમ જણાઈ આવતું હતું.
જી સર....પ્લીઝ કહો....અંજુ તથા પ્રયાગ સાથે બોલી ઉઠ્યા...
અંજુ...પ્રયાગ...ભગવાન ને જ્યારે પ્રાર્થના કરો ત્યારે મન એકદમ શાંત અને શુદ્ધ રાખવું જોઈએ, ક્યારેય કોઈનું પણ અહિત થાય તેવું આપણાં વાણી,વર્તન અને મનમાં ભાવ ના આવવો જોઈએ.ભગવાન પાસે કોઈ વસ્તુની માંગણી કરો તો તે કોઈ બીજા વ્યક્તિ માટે માંગો તો વાંધો નહીં પરંતુ આપણાં પોતાનાં માટે કશુંજ નાં માંગવું, આપણો ભગવાન જ આપણો કર્તા હર્તા છે અને તેમની રચેલી માયા મુજબ જ આપણે જીવન ને જીવવું પડતું હોય છે, માટે ઈશ્વર તો આપણી દરેક સમસ્યાઓ ને જાણતાં જ હોયછે ને ? તો પછી તેમને ફરીથી યાદ કરાવીને શું કરવા આપણાં મન ને ભાર આપવો.
બીજું, કે જીવનમાં ક્યારેક કોઈ વ્યક્તિ તેમની સમસ્યા આપણી પાસે લઈને આવે તો તેમને શાંતિ થી સાંભળી ને શક્ય હોય તો તેમને મદદ કરવી, અને જીવનમાં ક્યારેય પણ તમે કોઈ વ્યક્તિ ની મદદ કરી હોય તેનું તેમને અથવા બીજા કોઈને પણ તે વાત કરવી નહીં. જે તે વ્યક્તિ એ તેમનાં જીવન ની કોઈ અંગત વાત આપણને કહી હોય તો તેને બીજી કોઈપણ વ્યક્તિ ને આજીવન કહેવી નહીં, નહીંતર આપણે તેમનો વિશ્વાસઘાત કર્યો તેમ જ કહેવાય.
અંજુ તથા પ્રયાગ અનુરાગ સર ના જીવનમાં તેમણે ઉતારેલા નૈતિકતાના મુલ્યો ને સાંભળી અને સમજી રહ્યા હતા.
બેટા પ્રયાગ, ક્યારે પણ કોઈપણ વ્યક્તિ તારી પાસે મદદ નો હાથ ફેલાવે, ચાહે તે આર્થિક રીતે, શારીરીક રીતે અથવા માનસિક રીતે મદદ માંગે તો તારા થી શક્ય હોય તો તેને મદદ કરજે અને જો સંજોગો અનુકુળ નાં હોય અને તુ મદદ નાં કરી શકે તેમ હોય તો નિસ્વાર્થ ભાવે ભગવાનને પ્રાર્થના કરજે કે જે તે વ્યક્તિ તકલીફ માં થી જલદી મુક્ત થાય. બસ આવી નાની પણ અતિ મહત્વની જીવન લક્ષી વાતો ને યાદ રાખજે બેટા.
અંજલિ તથા પ્રયાગ બન્ને અનુરાગ સર ની વાતો સાંભળી ને વિચાર મગ્ન થઇ ગયા..
અંજલિ એ મન માં કહ્યું...હે ભગવાન મેં કોઈ ખોટુ કામ કર્યાનુ મને યાદ નથી એટલે શક્ય છે કે એટલા માટેજ ભગવાને મને સર જેવા અસામાન્ય વ્યક્તિ તથા તેનાં થી વધુ સારુ વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિ આપ્યા છે.
પ્રયાગ ને પણ મનોમન અનુરાગ સર ને સાંભળી ને લાગ્યું કે મારુ તો સૌભાગ્ય કે મને પિતા તુલ્ય એવા અનુરાગ સર જેવા અસામાન્ય વ્યક્તિ ને મમ્મી એ ગુરુ તરીકે આપ્યા છે.
અનુરાગ સર બોલ્યા...
એકવખત.....કોઈકે મને પૂછ્યું કે આખી જીંદગી શું કર્યું ?
હસીને મેં જવાબ આપ્યો કે કોઇની સાથે કપટ નથી કર્યું.

******** હવે આગળ **********