યાદ.. જીંદગી ની ... Sonu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યાદ.. જીંદગી ની ...

આજે રવિવાર હતો ને હુ પણ શાંતીથી જ કામ પતાવતી હતી ને એટલામાં આરવે બૂમ પાડી આપડે બહાર જવાનું છે કામ જલદી પતાવ... ને સાંભળી હું અનિચ્છા એ તૈયાર થઇ ... આરવ ને મારા લગ્ન ના હજુ એક જ વર્ષ થયું હતું પરંતુ આરવ તરફથી ક્યારેય પ્રેમમાં ઓટ આવી ન હતી ... બધી જ રીતે મારી ઇચ્છા અનિચ્છાનું ખૂબ જ ધ્યાન રાખતો નાની -નાની વાતો માં સરપ્રાઇજ આપી ખુશ કરતો ... ને મારા તરફથી પ્રેમની ઝંખના અનુભવતો ... ને હુ આજે પણ એને ભૂલી શકી નહોતી ને કદાચ એટલે જ આરવ ને હું પ્રેમ આપી શકી નહોતી ને આ વાતથી આરવ અજાણ નહોતો સગાઇ થતા જ બધી હકીકત આરવ ને કહી હતી .. પરંતુ આરવે મને બધી જ રીતે સાચવી હતી સંભાળી હતી... આરવ ની બૂમ આવી કેટલીવાર સોનું ચલ હવે ને હું જાણે સ્વપ્ન ટુટવાથી જાગી એમ ... જલદી બહાર નીકળી કારમાં બેસી આરવે કાર ચલાવતા હાથ પકડ્યો ને હું એકાએક ચોકી ગઇ ને આરવે કહ્યું હેપ્પી બર્થડે સોનુ ....કેમ કે આરવ ને મારા વચ્ચે મિત્ર નોજ સંબંધ બાંધી શકી હતી. ને મેં આરવ ને જોયો ના જોયો કરી .... થેક્યું કહિ કાર બહાર જોવા લાગી ...ને મને એની યાદ આવી એ દિવસે પણ હું આમ જ એની સાથે કારમાં બેસી હતી એને મારો હાથ પકડ્યો ને વિસ કરી હતી ને પ્રેમથી એને ગળે લગાવી થેંક્યું કહ્યુ હતું ને એને મને ગીફ્ટ માં પ્રોમીસ આપ્યું હતુ તુ માગીસ એ આપીસ મે કહ્યુ મારે તમારી પત્ની બનવું છે. ને એને પ્રેમથી કહ્યું બનાવી દ‌ઈશ મારી પત્ની મારી જાન બે વરસ રાહ જો પાગલ .. ને હું કેતી આખી જીંદગી રાહ જોઈસ પ્રેમ કર્યો છે મે મજાક નહિ મારા જાનું........ ને આમનેમ ચાર વર્ષ થયા ત્યાં સુધીમા બધી જ રીતે બહુ જ આગળ વધી ચુક્યા હતા ... ને લગ્ન માટે હું બધા સાથે લડી પરીવાર સાથે પરંતુ એને કોઈ જ ફરક પડ્યો ન હતો ને એ કાયરે બસ એટલું જ કીધું હું મજબુર છું તું જાણે છે ને મારા પરિવાર ને આપડે ભાગી ને જ લગ્ન કરવા પડશે ને તારે રાહ જોવી પડશે ... ને હું એની પાછળ પાગલ ચુપ થઈ જતી ને ફરી એના પ્રેમ માં પડી જતી તોપણ ન સહી શકાતા ઘર ના પ્રેસરથી એક દિવસ એની સાથે બહુ લડી ને ત્યારે એને કિધુ તુ બીજા સાથે લગ્ન કરી લે ને ત્યાં સુધીમાં હું કઈ સેંટીગ કરું પછી ભાગી જઈશું એ દિવસે મને મારી જાતથી નફરત થઈ ગઈ મે કેવા માણસને પ્રેમ કર્યો જે આજે મને બીજા ની પાસે જવા બીજાને સોપવા તૈયાર છે. જેને હું મારો જીવનસાથી સમજી એને મારું સર્વસ્વ સોયી દીધું વિશ્વાસ કરી આજે એના માટે હું માત્ર એની મજબૂરી બની ગઈ હતી ... ત્યારે હું ભાંગી પડી હતી તૂટી ગઈ હતી મારી જીંદગી ની આટલી મોટી ભૂલ નો અહેસાસ મને એ સમયે થયો પરંતુ બહુુ જ મોડું થઈ ચુક્યુૂ હતું ... સ્ત્રી તરીકે નું સમ્માન ખોઈ ચુકી હતી ... ને એના થી અલગ થ‌ઈ ને ઘર ના લોકો ની સમજાવટથી આરવ સાથે લગ્ન કર્યા પંરતુુુ આજે પણ એને ભૂલી શકી નથી આરવ ના નજીક આવવાથી આજે પણ એનો સ્પર્શ અનુભવું છું ને ક્યારેક ફરી એની યાદ માં ખોવાઈ જવું છુ ... ત્યારે અંદર થી હુું તૂટી જ‌ઉ છુ.તયારે આરવ મને સંભlળે છે તે જ એકમાત્ર મને એ સમયે સાચવી શકે છે સમજાવી શકે છે કે મારી આ બાબતે કોઈ ભૂૂૂૂલ નહોતી તુું ભૂલી ને આગળ વધ ને હું તને પાગલ ની જેેમ ચાહું છું તુું એકવાર કોશિશ કર હું તારી સાથે છું ....ને કોશિશ કરી મે આરવ પણ હું હિંમત હારી ગ‌ઈ ને મેં મોત ને વ્હાલું કર્યું તમે મને પ્રેમ કરતા હતા ને હું એને ના મીટાવી શકી મારી યાદો માંથી મને માફ કરજો ને હું યાદ બની ગ‌‌ઈ તમારી જીંદગી ની...આરવ ને તમારા થી વધારે કોઈ મને નહીં ચાહી શકે.... આરવ thank you મારી જીંદગી માં આવવા માટે.