Habbit.. books and stories free download online pdf in Gujarati

આદત...




આમને આમ કેટલાય વર્ષો વીતી ગયા ખબર જ ના પડી ....તારી એ રોજ ની જેમ મને ઠપકો આપવાની આદત આજે બહુ જ યાદ‌ આવે છે ....કાશ તારી વાત‌ માની ને આદત છોડી દિધી હોત તો આજે મારી સાથે હોત...આજે પણ યાદ છે મને એ સવાર જ્યારે તું રોજ ની જેમ કિચન માં દોડધામ કરી‌ કામ પતાવી હતી ને રોજ ની મુજબ મોડો ઉઠ્યો ને નાહિ ને ભીના પગે જ‌ બેડરૂમમાં દાખલ થયો ને તારી બૂમ સાંભળી કે ભીના પગ લૂછીને જ અંદર જાજો પણ એની વાત સાંભળી ના સાંભળી કરી નાસ્તો કરી ઓફીસ જવા રવાના થયો ને રોજ ની જેમ તું કામ પતાવી ઉતાવળ માં બેડરૂમમાં આરામ કરવા ગય હતી ને હું એટલો કેરલેશ હતો કે તારી આવી પ્રેગ્નન્સી ની હાલત માં પણ તને તકલીફ આપી જતો ...તું મને બહુ વાર કેતી હું નહિ હોઉં તો શું કરશો ...કેટલી વાર કીધું છે તમને નાહિ ને રૂમાલ એની જગ્યા પર મુકો ભીના પગ સાફ કરી રૂમ માં આવો કેમ કે વાઈટ ટાઇલ્સ પર પડેલું પાણી દેખાતું નથી ને કેટલી વાર પડતા - પડતા બચી છું મારું નહિ તો આપણા આવવાવાળા બાળક નું તો વિચારો ને હું કહેતો તને કય નથી થવાનું પાગલ હું છું ને તારુ ધ્યાન રાખવા પણ હકીકતે તું મારું ધ્યાન રાખતી હતી .
ને એ દિવસે ઓફિસ પહોંચ્યો પણ નહોતો ને તારો ફોન‌ આવ્યો ...ને તે યાદ કરાવ્યું કે હું મારી ઑફિસની ફાઈલ ઘરે ભૂલી ગયો હતો ને ...હું ઘરે આવવા નીકળ્યો ને ઘરે આવી સુજ નીકાડવાની આળશે નીચે થી બુમ પાડી ને તું ઉતાવળ કરી ફાઈલ આપવા ઉભી થઇ પરંતુ બાથરૂમ બાજુ પડેલું એ પાણી નો તને ખ્યાલ ના આવતા તું લપશી ને પડતા ની સાથે તને ટેબલ નો‌ કોર્નર વાગતા તારા માથા મા‌ થયેલા એ ઘાવથી બેનહેમરેજ થયું હતું ને ...તારા પડવાના અવાજો થી જ હુ જલ્દી થી સીડીઓ ચડી ઉપર આવ્યો ત્યા સુધી બહુ જ‌ મોડું થય ચુક્યું હતું ને તારુ માથુ ખોળામાં લય તને કય નહિ થાઈ .. એમ કહી પોતાને દિલાશો આપતો હતો પરંતુ છેલ્લી ઘડી‌એ કીધેલી એ વાત હજી યાદ છે મને ...તે એટલું જ કીધું હતું કે હવે તો આદત ભૂલી જાઓ...ને આટલું જ કહી તું મને એકલો મુકી ચાલી ગય હતી ... હું માફી માંગુ છું તારી‌ ભૂલ થય મારાથી પણ આટલું કાંઈ રિસાવાતુ હશે ....હું હજી પણ એ આદત નથી ભૂલ્યો જાણી‌ જોઈને કેમ કે ફરી મને તુ એ ઠપકો આપ એ રાહ જોવું છું બહુ યાદ આવે છે તારી તું જ કહેતી હતી ને ક્યારે પણ એકલો નહીં મૂકે કેમ કે હું નાના બાળક જેવો હતો ...તારી સાથે લગ્ન થયા એ દિવસ થી તું મારી સારી ખરાબ આદતો ને સાચવી બહુ જ પ્રેમ ‌‌‌‌થી જીંદગી જીવતા હતા ને તારી એ મને લય ને ચિંતા એજ મને સૌથી વધારે ગમતી તારી આદત હતી ...પણ હું ગાંડો કયારે પણ તારુ ધ્યાન ન રાખી શક્યો ...કે ના મેં તારી વાત માની એ આદત છોડી ....આજે બહુ જ ગુસ્સો આવે છે મને મારા પર .....હું તારી એ છેલ્લી ઈચ્છા પણ પૂરી નથી કરી શક્યો આજે પણ એ આદત છોડી દયશ બસ એકવાર આવીને કે હું તમારી સાથે છું એકવાર‌આદત છોડવાની કોશિશ તો કરો.....તારી કસમ છોડી દયશ એ આદત...


બીજા રસપ્રદ વિકલ્પો