રેશમની ગાંઠ........(પાર્ટ--૧...)
મારી દીકરી ઉષા,,,,,,,,,,,,,,,,,,,
એટલે.....રેશમની ગાંઠ....
વહાલનો દરિયો....
અમરવેલ....
કાળજાનો કટકો.....
મારા આંગણાંનો મઘમઘતો મરવો...
અમારી વાડીનો મોરલો....
મારા આંબાની કોયલ....
અમારા જીવનની ખળખળવહેતી નદી......
મારા જીવનમાં હિલોળા લેતો આનંદનો મહાસાગર.....
અમારા જીવનની ઉષા પ્રગટી........
બસ,બસ, હવે આગળ કંઈ કહીશ કે દીકરીના માત્ર વખાણ જ કરીશ ? નીલાબેનની ફ્રેન્ડ શિવા જે અમેરીકા થી હાલ જ ભારત આવેલી છે, અને નીલાબેનને મળવા આવેલી છે, તેને અટકાવતા શિવાએ કહ્યું. નીલાબેન બોલ્યા: ' શિવા, સાંભળ, મારા લગ્નને ૧૦ વર્ષ થવા આવ્યાં છતાં કંઈ સંતાન નહોતું.'નીલાબેને પોતાની આપવીતી શરૂં કરી,,,આ કારણને લઈને સગાં સંબંધીઓમાં હું જયાં જાઉ ત્યાં ચર્ચા નો વિષય બનવા લાગી.મારા સાસુ મારી સાથે બોલતાં પણ નહોતાં અને વારંવાર ઝઘડો કરતાં. મને ખૂબ જ મેણાં સંભળાવતાં. અતુલને બીજીવાર પરણાવવા તૈયાર હતાં. વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી.પરંતુ અતુલ મકકમ હતાં. અમે દવા પણ ખૂબ કરી હતી પણ રીઝ્લટ નીલ હતું. આમાં મારો કંઈ દોષ ન હતો. પરંતું મારા સાસુને આ બિલ્કુલ પસંદ ન હતું. તેમણે અતુલની બીજી શાદી કરવાનું નકકી કર્યું, પણ અતુલે ના પાડી તેથી અમને ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા. મારા સાસુએ જાહેર કર્યું કે અતુલનો આ ઘરમાં કોઈ વારસા હકક નથી. મારા સાસુ જૂની રૂઢીના હોવાથી તેને કોઈ સમજાવી શકે તેમ ન હતું.અમે પહેરેલ કપડે ઘરની બહાર નીકળ્યાં. બરોડામાં અમારું કહી શકાય એવું કોઈ જ નહોતું. અતુલે તેના મિત્ર , આનંદને ફોન કર્યો. તે થોડીવારમાં આવ્યો અને અમને તેના ઘેર લઈ ગયો.આનંદ કોમ્યુટર એંન્જીનીયર છે. બરોડામાં પોશ એરીયામાં તેનો મોટો બંગલો છે.
હવે જાણે કે અમારી નવી જિંદગી શરૂ થતી હોય એમ લાગ્યું.અતુલના મિત્ર આનંદની મદદથી તેને એક કંપનીમાં ક્લાર્ક ની નાના પગારની નોકરી મળી. એટલે અમે ભાડા ની રૂમ લીધી.અમે કોઈ સગાની મદદ લીધી નહીં.થોડો સમય વીત્યો હશે. હું ખૂબ જ દુઃખી થતી , અતુલને પણ દુઃખ થતું. પરંતું તે જણાવા દેતા નહીં.અમે બંને ભગવાનને ખૂબ જ પ્રાર્થના કરતાં હતાં કે અમારી સામે જુએ. અને અમારા બંનેના જીવનની "શૂન્યતા" ને દૂર કરે.મારી ઈશ્વર પરની શ્ર્ધ્ધા અતૂટ હતી. અને,,,એક દિવસ અચાનક મને ચકકર આવી ગયાં!!! હું પડી ગઈ!!! અતુલ ગભરાઈ ગયા. મને લાગ્યું કે આ પરિસ્થતિનું પ્રેસર હશે. તેને કારણે આમ થયું હશે. અમે હોસ્પીટલ પહોંચ્યાં.ડોક્ટરે કોંન્ગ્રેચ્યુલેટ કર્યા.ચિંતા કરવાનું કોઈજ કારણ નથી , ડોક્ટરે કહ્યું. અતુલના આનંદની કોઈ જ સીમા ન રહીં!!!અતુલે મને અભિનંદન આપ્યાં. અતુલ કહે, મારે તો બેબી જ જોઈએ.મેં કહ્યું,તમારી ઈચ્છા એજ મારી ઈચ્છા.અતુલ કહે, આપણે બેબીનું નામ શું રાખીશું ? મેં કહ્યું , તમે કંઈ વિચાર્યું છે ? અતુલે કહ્યં , મે ઉષા વિચાર્યું છે,,ફેન્ટાસ્ટિક ! મને પણ એજ ગમે છે.... હું એકદમ જ બોલી ઊઠી! તેના આવવાથી આપણાં જીવનની નવી ઉષા પ્રગટી.આપણાં જીવનમાં સોનરી રંગો ભરાશે.બસ... આ એક ખુશીએ અમારા જીવનને બિલ્કુલ બદલી નાખ્યું.અતુલ તો ઉત્સાહથી ગાંડો થઈ ગયો હતો. એક દિવસ એને કોટનનો કોન્ટ્રાક્ટ મળ્યો. એમાં એને ખૂબ પૈસા મળ્યાં.પછી તો અતુલ કોન્ટ્રાક્ટર બની ગયો. જોતજોતામાં અતુલ મોટો બીઝનેસમેન બની ગયો. એક દિવસ અતુલે કહ્યું , નીલા , મેં એક કોટનની ફેક્ટરી ખરીદીઅમારી ખુશી આસમાનને આંબી ગઈ અને બસ... અમારા કિસ્મત ખૂલી ગયા.અતુલે બરોડા અમદાવાદ વચ્ચે એક મિલ શરૂ કરી....ઉષા ટેકસ્ટાઈલ......એના બીજા જ મહિને ઉષા નો જન્મ થયો.અમારું જીવન ઉષાના અવનવા રંગોમાં પરિવર્તિત થઈ ગયું.
આખરે ઈશ્વરે અમારી પ્રાર્થના સાંભળી અને ચંદ્રની કળા જેવી ઉષા અમારે ત્યાં અઢળક દોલત લઈને આવી.ઉષાના આવ્યા પછી અમારા બીઝનેસમાં કોટનની નિકાસ ચાર ગણી વધી ગઈ.અતુલે બીજી ચાર બ્રાંન્ચ ખોલી.અતુલ બીઝનેસમાં ખોવાઈ ગયો. આ બધા સમય દરમિયાન પણ મારા સાસુ અમારા ઘેર આવ્યાં નથી.હવે અમારી પાસે કમાટી બાગ જેવા એરીયામાં બંગલો, કાર, નોકર-ચાકર,સંતાન બધુ જ હતું.ભગવાને મારી ઝોળી સુખથી છલકાવી દીધી છે. અમે ઉષાને શાળામાં મોકલી. હું પણ અતુલને બીઝનેસમાં મદદ કરવા લાગી.ઉષા ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. દરેક વર્ષમાં ફસ્ટ રેંક આવે.હવે અતુલનો બીઝનેસ એટલો વિસ્તર્યો હતો કે મહિનામાં એકાદ બે વખત તેને યુ.એસ. જવાનું થાય.ઉષાએ એમ.બીએ. કર્યું અને તે તેના પપ્પાનો બીઝનેસ પણ સંભાળવા લાગી.
અમારા બંને માટે ઉષા એક વરદાન સાબિત થઈ.ઉષાએ પણ જાણ્યું કે તેના માતા-પિતાએ જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે.તેથી તેણે નક્કી કર્યું કે હું મારા માતા- પિતાને છોડીને કયાંય નહીં જાઉ.સાસરે પણ નહીં.એકવાર મેં ઉષાને કહ્યું કે બેટા ! સમાજની રીત છે,,,રાજાથી રંક સુધી... દીકરી તો સાસરે જ શોભે...તો કહે , "હું થોડી જ દીકરી છું"...."હું તો તમારો દીકરો અને દીકરી બંને છું". હું મારા માતા-પિતાને છોડીને કયાંય જવાની નથી. પછી ભલે જિંદગીભર કુંવારી રહી જાઉં.ઉષાની આવી વાતો સાંભળી મારી આંખો અશ્રુમાં ડૂબી ગઈ....ક્રમશઃ.....
રેશમની ગાંઠ...(પાર્ટ--૨)
મેં ઉષાને ઘણું સમજાવી પણ તેણે કહ્યું ,મમ્મી તમે લોકોએ તમારી ફરજ બજાવી. હવે મારો વારો. મે ઈશ્વરનો ખૂબ જ આભાર માન્યો. અમે કોઈ સારા પુણ્ય કર્યા હશે તેથી અમારે ત્યાં આવું કન્યા રત્ન અવતર્યું. શિવા , હું પણ કેવી છું ? તને કંઈ સરભરા કરવાને બદલે આટલી લાંબી કથા સંભળાવી દીધી. બોલ , શું લઈશ ? ફ્રેશ પાઈનેપલ જયુશ મંગાવું. આમ કહી તેણે બૂમ પાડી , રામુકાકા... અને રામુકાકા દોડીને આવ્યાં. જી મેમસાબ , પાઈનેપલ જયુશ અને સાથે ડ્રાયફ્રુટ લઈ આવો. અભી લાયા , મેમસાબ. અને હા, ઘણાં વખતે તું મારે ત્યાં આવી છે. તેથી તારે રોકાવું પડશે... હું કંઈ જ સાંભળવાની નથી... રામુકાકા જયુશ અને ડ્રાયફ્રુટ મૂકી ગયા. બંન્ને જણાં નાસ્તા સાથે વાતોમાં ગરકાવ થઈ ગયા. નીલાબેન બોલ્યાં હવે બીઝનેસની બધી જવાબદારી ઉષા સંભાળે છે. મેં એક દિવસ અતુલને કહ્યું , સાંભળો છો ? તે કહે હં , બોલ , ઉષા ઉંમરલાયક થઈ ગઈ છે હવે આપણે તેના જીવનનો વિચાર કરવો જોઈએ.કોઈ સારું ઠેકાણું....વચ્ચે જ અતુલે કહ્યું ,આપણે પહેલાં ઉષાને જ પૂછી લઈએ,,, કે તેણે કોઈ છોકરો પસંદ તો કરી રાખ્યો નથી ને એક દિવસ અમે બંન્ને એ ઉષાને પૂછ્યું ,બેટા ! તારી કોઈ પસંદ હોય...ઉષાએ કહ્યું , ના પપ્પા એવું તો કશું નહીં,પણ,,, હા બોલ,,, નિઃસંકોચ કહે તારે જે કહેવું હોય તે. અતુલે કહ્યું. અમન મારો કોલેજકાળનો ખાસ મિત્ર છે ને હું તેને પસંદ કરું છું.પણ... પણ શું બેટા જે હોય તે કહે અમે તારા પેરન્ટસ જ નથી... બેશ્ટ ફ્રેન્ડ પણ છીએ !!
અમન ઓસ્ટ્રેલિયા અભ્યાસાર્થે જવા માગે છે. ઉષાએ કહ્યું. ઉષાના અવાજમાં થોડી નર્વસનેસ હતી. અતુલે કહ્યું , એ તો સારી વાત છે... હું તેને ઓસ્ટ્રેલિયા ભણવા માટે મોકલીશ. તે ભણીને આવે પછી તારી ને એની શાદી કરીશું. તું અમનને ડીનર પર ઈન્વાઈટ કર. તારો બર્થડે નજીક જ છે. તે જ દીવસે તારી અને અમનની એન્ગેજ ડીકલેર કરીશું. એક વીક પછી અમન અમારે ઘેર આવ્યો. ઓહ આઈ સી... શિવા બોલી. નીલાબેન બોલ્યાં : અતુલે અમન ને ડીનર બાદ પૂછ્યું બેટા , અમન , તારા ઘરમાં કોણ કોણ છે ? અમને કહ્યું મમ્મી- પપ્પા ને જોયા નથી. હું નાનો હતો ત્યારે જ કાર અક્સ્માતમાં તેમનું ડેથ થયું .દૂરના કાકા-કાકીએ ઉછેરીને મોટો કર્યોં. તેઓ ગામડે રહીને ખેતી કરે છે. અને મને ભણાવે છે. હું પણ હવે તો થોડી છોટી મોટી કમાણી કરી લઉ છું. અમન એકી શ્વાસે બોલી ગયો. લીનાબહેને અતુલ સામે જોયું. બંન્ને ડીનરહોલની બહાર નીકળ્યાં. આ વાત કરતા લીના બેન નાં ચહેરા પર ખુશી ની લહરો દોડવા લાગી. લીનાબેને શિવાને જણાવ્યું કે છોકરો ખૂબ જ દેખાવડો અને હોનહોર હોવાથી અતુલને તો જોતાવેંત જ ગમી ગયો હતો. સૌથી મજાની વાત એ હતી કે અમન અને ઉષા એકબીજાને ચાહે છે. પાંચ વર્ષથી સાથે છે. બીજું શું જોઈએ !! ફર્સ્ટ મે ના રોજ ઉષાનો બર્થડે હોવાથી ભવ્ય પાર્ટી યોજાઈ. અતુલે બંન્નેની એંન્ગેજ જાહેર કરી.સાથે એ પણ જાહેર કર્યું કે અમન આવતા મહિને આગળ અભ્યાસાર્થે ઓસ્ટ્રેલિયા જાય છે અને જયારે અભ્યાસ પૂર્ણ કરી રીટર્ન થશે ત્યારે બે વર્ષ બાદ ધામધૂમથી બંન્નેના મેરેજ થશે.તાળીઓના ગડગડાટથી ચિક્કાર ભરેલ હોલ ગૂંજી ઉઠ્યો. અમન પણ ખુશ હતો. અમનનું સ્વપ્ન હતું કે ઓસ્ટ્રેલિયા અભ્યાસ માટે જવું અને સ્વ મહેનતે આગળ વધવું. અમન એમ.બી.એ. તો હતો જ પરંતુ બીજનેસમાં વધુ એક્સપર્ટનેસ માટેની ટ્રેનીંગ અને સ્કીલ ડેવલપમેન્ટ માટે તે જતો હતો. અમનની જવાની સંપૂર્ણ વ્યવસ્થા તેની કંપની એ કરી અને અમન ગયો.
હવે ઉષા અને અમન રોજ ફોન પર મળતાં.અમન ત્યાંની બધી જ વ્યવસ્થા,બીઝનેસ ચાન્સીસ વગેરે ઉષાને ફોન સમજાવતો. આમ એક વર્ષ વીત્યું.હવે અમને પણ લાગતું હતું કે જલ્દીથી ઉષા ના મેરેજ થઈ જાય. આ શુભ ઘડી જલ્દીથી આવે પરંતું ,અમન જયારે અભ્યાસ કરીને ભારત પાછો ફરે ત્યારે જ આ શકય હતું. બીજા છ માસ વીત્યા , ઉષા ક્યારેક ઉદાસ રહેવા લાગી. મેં પૂછ્યું તો કહે કે ના મમ્મી તને એવું લાગે , એવું કશું જ નથી. પરંતું એક દિવસ એવું બન્યું કે ઉષા અને અમન વચ્ચેની વાતચીત મારા કાને અથડાઈ, મને ડાઉટ લાગ્યો કે ઉષાની ઉદાસીનતાનું કંઈક તો કારણ લાગે છે. મેં ઉપરના ખંડમાંથી રીસીવર ઉંચક્યું. અમને કહ્યું , ઉષા તું નકામી જીદ કરે છે, માતા-પિતાને પ્રેમ કરતાં હોઈએ એનો મતલબ એવો થોડો છે કે ઈન્ડીયામાં જ રહેવું પડે ?( અમન ખુદ્દાર છોકરો છે .) અહીં ઓસ્ટ્રેલિયામાં ( સીડની ) બીઝનેસની તકો સારી છે ,લાઈફ સ્ટાઈલ પણ સારી છે , અહીં સેટલ થઈ શકાય. એમાં ખોટું શું છે ?હું સાથે જ છું ને? શું હું મમ્મી-પપ્પાનો દીકરો નથી ? આપણે મમ્મી-પપ્પાને મનાવીશું. ઉષાએ કહ્યું ના મને એ પસંદ નથી. આપણાં સુખ ખાતર મમ્મી-પપ્પા પોતાનો દેશ છોડી દે એ બરાબર નથી. અહીં પાથરેલાં આવડાં મોટાં બીઝનેસનું શું ? અમને કહ્યું, ઉષા તું મને સમજવાની કોશીષ કર. માત્ર સવાલ છે ઈન્ડીયા છોડી સીડનીમાં સ્થાયી થવાનો. તું મમ્મી-પપ્પાને છોડી શકે તેમ નથી , તેજ રીતે હું તને છોડી શકું તેમ નથી. બોલ , શું કરીશું ? ઉષાએ કહ્યું જો મમ્મી-પપ્પા સ્વેચ્છાએ આવવા તૈયાર ન થાય તો હું તારા માટે મમ્મી-પપ્પાને છોડી શકીશ નહીં. હા , જરૂર પડ્યે હું તને છોડી શકું છું. વળી આ વાત તેમને કહેશે કોણ ? હું મારા મમ્મી-પપ્પાને બિલ્કુલ દુઃખી કરવા માગતી નથી. અમન કહે તું કહે તો હું પપ્પાને વાત કરું.
બીજા દિવસે મેં(નીલા) અતુલને વાત કરી.(નીલાબેન અને અતુલભાઈ)અમે બંન્નેએ મળીને નિર્ણય કર્યો કે બાળકોની ખુશી એ અમારી ખુશી.અતુલની પણ હવે ઉંમર થઈ.પૈસા તો હવે નાખવાની પણ જગ્યા નહોતી. અતુલે અમનની સાથે વાત કરી.અમન થોડા સમયની રજા લઈ ભારત આવ્યો,ઉષા-અમનનાં ખૂબ ધામધૂમથી લગ્ન થયાં. અતુલે કહ્યું,નીલા, હવે આપણે બાકીની જિંદગી ફરવામાં અને ઉષા અને અમનનાં બાળકો મોટા કરવામાં વીતાવીશું. અમન આપણો જમાઈ જ નથી , આપણો દીકરો છે . અતુલનાં મમ્મી , મારા સાસુ પણ હવે ખૂબ પસ્તાવો થતા ઉષા ના લગ્નમાં આવ્યાં અને અમને વિદેશ ન જવા માટે સમજાવવાં લાગ્યાં . પણ હવે તો બધી જ તૈયારીઓ થઈ ગઈ હતી. અહીંનો બીઝનેસ સમેટી અમે ઓસ્ટ્રેલિયામાં સેટલ થયાં.
આજે સીડનીમાં અમે લોકો છેલ્લા ૧૦ વર્ષથી સુખ-ચૈનથી રહીએ છીએ.ઉષાના બાળકો સાગર અને અમી ને ઈન્ડીયા જોવું હતું , તેથી આવ્યાં છીએ.નીલાબેન બોલ્યાં :શિવા, " સાચું કહું છું આજે જિંદગી જીવ્યાનો સંતોષ છે. મારી દીકરી ઉષા એટલે રેશમની ગાંઠ".......... ( આ રચના મારી પોતાની છે...અને બિલ્કુલ કલ્પના પર આધારીત છે.--ડો.દમયંતી ભટ્ટ--પ્રોફેસર-
રાજકોટ-ગુજરાત...)