ઉડાન Dr. Damyanti H. Bhatt દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઉડાન

સંગીતા ૩૦ વર્ષની યુવતી છે.છૂટ્ટીના દિવસોમાં તે પોતાના વતન ગામડે પીપળીયા આવેલી છે.ગામડાનાં જૂના ઘેર આવતાં જ પોતાના જીવનની એક એક પળ તાજી બને છે. આજે તો સંગીતા જીવનનાં અરણ્યમાં એકલી છે.જો કે તે માટે તેને કોઈ દુઃખ કે ફરિયાદ નથી. આજે તે જે કંઈ છે તે પરિસ્થતિમાંથી,સંઘર્ષમાંથી સાચું મોતી બનીને બહાર આવી છે. પોતાના માતા-પિતાના જૂના મકાનની બારીઓ ખોલતાંજ તેને વતનની આહ્લાદક હવા સ્પર્શી ગઈ. હાલ સંગીતા અમદાવાદ એરફોર્સમાં પાઈલોટ ની સર્વિસમાં છે.રજાના દિવસોમાં તે જૂની યાદોને વાગોળતા તે પીપળીયા આવી.ઘરનું તાળું ખોલતાની સાથેજ તે બેડ પર આડી પડી ને ભૂતકાળમાં સરી ગઈ.

પોતાનાં શૈશવનો સમય તેને યાદ આવી ગયો.એક દિવસ જયારે તે શાળાએથી પાછી ફરી ત્યારે જુએ છે તો માં ચોધાર આંસુએ રડે છે,પિતા પથારીમાં પડ્યા છે,નાનકડો રવિ માં નો પાલવ ઝાલીને બાઘો બનીને ઊભો છે.માં... શું થયું,,, સંગીતા ચીસ પાડી ઊઠી,,,સ્કૂલબેગ ફગાવીને તે ગામના ડોકટર અંકલને ત્યાં પહોંચી.ડોકટરે આવીને તપાસીને કહ્યું કે પેરાલીસસનો એટેક છે. તાત્કાલિક હોસ્પીટલમાં એડમીટ કરવા પડશે. ગામતોકોના સહકારથી પિતાને એમ્બ્યુલન્સમાં જામનગર ખાતે દાખલ કરવામાં આવ્યા.પિતા રીટાયર્ડ શિક્ષક હતા. પેન્સન આવતું હતું. બીજી કોઈજ આવક નહોતી.માતા તદ્દન પડી ભાંગી.ગામતોકો અને સગા-સંબંધી ઓ ના સહકારથી થોડી ઘણી સારવાર થઈ.બે માસનાં ગાળા દરમિયાન જ પિતાનું હોસ્પીટલમા જ નિધન થયું. સંગીતા માથે આભ તૂટી પડ્યું. સંગતા માંડ ત્યારે ૧૬ વર્ષ ની હતી.નાનો રવિ આઠમાં ધોરણમાં ભણે.પિતા વિનાયકરાવનાં અવસાનનાં આઘાતે તેની માતા મીનાબેન માનસિક આઘાતમાં સરી પડ્યા. ગૂમસૂમ રહેવા લાગ્યાં. નાનકડી સંગીતાની માથે આખા પરિવારની જવાબદારી આવી પડી.સંગીતા અબ્યાસની સાથે સાથે ટ્યુશન કરવા લાગી.માતાની સારવાર માટે તેને દર અઠવાડીયે જામનગર જવું પડતું.સંગીતાને જોઈને ગામ લોકો કહેતા કે ભગવાન ખરેખર નિષ્ઠુર છે. ફૂલ જેવડી છોકરી માથે આવડું મોટું દુઃખ નાખ્યું. નાની વયમાં બાપનું છત્ર છીનવાઈ ગયું.સંગીતા સમજુ, શાંત અને ભણવામાં ખૂબ જ હોંશિયાર છોકરી હતી. તેનું બાળપણનું સ્વપ્ન હતું. પાયલોટ બનવાનું. તે જયારે વિમાન જોતી ત્યારે તેના મનમાં પ્રશ્ન ઊઠતો કે આ કોણ ચલાવતું હશે,,શું હું વિમાન ન ઉડાવી શકું,,કેમ નહીં,,માણસ ધારે તો બધું જ કરી શકે..તેનું મન જ તેને જવાબ આપતું કે હું જરૂર એક દિવસ વિમાન ઉડાવીશ.તે મનોમન વિચારતી પરિસિથિતિ ગમે તેટલી વિકટ હોય તેથી શું ડરી જવાનું,, ભાગી જવાનું,,મુશકેલીથી પીછેહઠ કરે તે સંગીતા નહીં.હવે સંગીતા કોલેજમાં હતી , ત્યારે માતાની તબિયત વધારે બગડતી ચાલી.રવિ પણ એફ.વાય. એમબીબીએસના ફર્સ્ટ યરમાં હતો.સંગીતા હવે કોલેજના ટ્યુશનો કરીને ઘર ચલાવતી હતી.

કોલેજકાળમાં સંગીતા સુધાકર નામના તેના જ કલાસમેટના પરિચયમાં આવી.સુધાકર સંગીતાની હોંશિયારી અને સંસ્કારીતાની તારીફ કરતા થાકતો નહોતો.ત્રણેક વર્ષથી બંન્ને જણા સાથે હતા.સંગીતાએ પોતાની અથથી ઈતિ કહાની સુધાકરને જણાવી.અને એમ પણ જણાવ્યું કે આવતા વર્ષે પોતાને એરોનેટિક ની ટ્રેનીંગ માં જવાનું થશે તો પોતાની મા ને કોણ સાચવશે,,તેને માં ની ખૂબ જ ચિંતા છે. સુધાકરે કહ્યું માં ને સાચવવાની જવાબદારી મારી.તું ચિંતા ન કરીશ, માં ની કાળજી હું બરાબર રાખીશ-અને સંગીતા રડી પડી.ઘ઼ડીભર તેને થયું કે હું મારું સ્વપ્ન છોડી દઉં. માને આ હાલતમાં છોડીને પોતે ટ્રેનીંગમાં જાય, તેમાં તેનો જીવ ચાલતો નહોતો.પરંતું સુઘાકરે કહ્યું, સંગીતા તું મનથી મકકમ બન,તારે ઢીલા પડવાનું નથી,તે તારા પપ્પાને વચન આપ્યું છે કે તું પાયલોટ બનશે જ. તેથી તારે એ પૂર્ણ કરવાનું છે.આમ હીંમત હારી જશે તો કેમ ચાલશે,, માની ચિંતા તું બિલકુલ ન કરીશ.ત્યારે સંગીતાને સાંત્વના મળે છે.કોલેગ સમયનાં તે વખતનાં પરસ્પર આપેલા કોલ સંગીતાને આજે ણ એટલાં જ યાદ છે.સુધાકરે લગનનો પ્રસ્તાવ મૂકેલો.સંગીતાએ પોતાની કેરીયર, પપ્પાને આપેલું વચન, મમ્મીની તબિયત,આને ભાઈની જવાબદારી,વગેરે વિશે સુધાકરને દિલ ખોલીને વાત કરેલી.સુધાકરે કહ્યું હતુંકે રવિ ને ભણાવવાની જવાબદારી, તું પાયલોટ બની જા ત્યાં સુધી હું ઈન્તજાર કરીશ.પછી આપણે સાદીના બંધનમાં બંધાઈશું.એ વીતેલી ક્ષણો યાદ આવતાં સંગતાની આંખો વહેવા માંડી.

સુધાકરના કહેવાથી સંગીતા પાયલોટની ટ્રેનીંગ માટે ગઈ.સુધાકરનું મોટું મકાન હતું. તે તેના દાદા નો એકમાત્ર વારિશ હતો. દાદાએ જ તેનો ઉછેર કર્યો હતો.તેના માતા-પિતા નાનપણમાં જ કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.દાદા સુધાકરને પોતાની આંખોથી અળગો થવા દેવા માગતા નહોતા, તેથી સુધાકરે માત્ર ગ્રેજયુએશન કર્યું,દાદાની જાયદાદ સંભાળતો. છૂટ્ટીમાં ફાર્મ હાઉસ પર લટાર મારી આને. સંગીતાની મમ્મીની તે પુત્રની માફક સેવા કરતો. નર્સ પણ રાખેલી તેથી કોઈ જ તકલીફ ન પડે. સંગીતા પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ પાયલોટ બને છે,અમદાવાદ-બોમ્બે પાયલટ તરીકે નિયુકિત પામે છે. તે દરમ્યાન રવિ પણ એમબીબીએસ પૂર્ણ કરે છે. સુધાકરના દાદા લગ્ન ની જોરશોર તૈયારીઓ કરે છે. સમય જતાં સંગીતાની માતા સંપૂર્ણ સ્વસ્થ થઈ જાય છે. ખૂબ જ ધામધૂમથી સંગીતા અને સુધાકરના લગ્ન થાય છે. બંન્ને અમદાવાદમાં જ સેટલ થાય છે. દાદાની કરોડોની દોલત સુધાકર અનેસંગીતા ના નામની કરી દાદા સ્વર્ગે સીધાવે છે. રવિ ડોકટર તરીકે બરોડામાં સેટલ થાય છે. સંગીતા રોજ અમદાવાદ થી મુંબઈ ઉડાન ભરે છે.